Back Fire - (A Divine Seed turn to Grow...)-Part-02 books and stories free download online pdf in Gujarati

બેક ફાયર (એ ડિવાઇન સીડ ટર્ન ટુ ગ્રો) - ભાગ-02-અંતિમ

ધર્મનું અતિક્રમણ કેવું હોય તે જોયે..જેમા પહેલા ભાગ મા તમે ધર્મ ની વ્યાખ્યા જોઈ હતી


આજ નું ઈરાન જે આજે ઇસ્લામી દેશ તરીકે ઓળખાય છે(ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો) તે દેશમા ભૂતકાળ મા જરથોસ્તી ધર્મ રાજ કરતો હતો, જે આજના  પારસીઓનો ધર્મ છે આજના પારસીઓ નું મૂળ વતન ઈરાન હતું,  તે દેશમા ધર્મની સ્થાપના અષો જરથુષ્ટ્રે કરી હતી(લગભગ ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ)
જેવો માત્ર 1200વર્ષો સુધી શાંતિ પૂર્વક પોતાનું સામ્રાજ્ય ચલાવી શકીયા.


આરબો અને અન્ય નજીકના ધર્મઅંધ લોકોએ લૂંટ અને સામ્રાજ્યની લાલશાની સાથે તેના મૂળ ધર્મ નો પણ નાશ કરી દીધો,  સાથે સાથે તેમના પવિત્ર દેવ સ્થાનો, પુસ્તકોનો પણ નાશ કર્યો હતો, લોકો ને મજબુર થઇ ને કા તો દેશ છોડવો પડી ગયો હતો કા તો (જેમા  અમુક લોકો ગુજરાતના રસ્તે ભારતની શરણમા આવી ગયા હતા,  અને  આજે પણ સાચા ધર્મી એવા આ પારસી લોકો દૂધમા સાકારની જેમ હળી મળી અને ભળીને રહે છે આપણી હિન્દૂ સંસ્કુતિ સાથે) ભાગી અથવા નવો ધર્મ તલવાર ની ધાર પર અપનાવો પડી ગયો હતો પોતાના જીવ બચાવવા,  અને આ ધર્મઅંધ લોકો બળજબરી થી તેમની ધર્મની જયોતને બુજાવા ની કોશિશ કરી હતી. 


પણ તેવો ને ક્યાં ખબર છે અને ક્યાં ખબર હતી કે ધર્મની આગ જલાવવા માટે માત્ર એક ચિન્ગારીજ કાફી હોય છે જે આજે પણ ગુજરાતમા અખંડ જ્યોત બની પારસી કોમને અને પોતાના ધર્મને  પ્રકાશિત કરી રહી છે,.. (ઉદવાડા,  ગુજરાતમા)


પણ આ બધું તલવાર ની ધાર સાથે ફરતા લોકો આજે પણ નહિ સમજી શકે.


રહેવા દો તેવો ક્યારે નહિ સમજે અને મારે કે તમારે વાચક મિત્રો તેમને સમજાવા પ્રયત્ન પણ ન કરવો કેમ કે 
ટૂંકમા મિત્રો તેમના માટે કહી શકાય "શેઠ ની શિખામણ જાપા સુધી!!!!!"


જેને ઈશ્વર શું છે?  અને તેની વ્યાખ્યા શું છે?  જેને ખબર છે તેના માટે  ધર્મએ જીવન છે અને જેનો સંબંધ માનવ સાથે જોડાયેલ હોય છે જે બીજા જીવો માટે કલ્યાણકારી હોય છે.(કુદરતી કે અકુદરતી).


ચાલો જાણીયે બીજે ક્યાં ક્યાં થયા હતા આવા ધર્મના અતિક્રમણ...


જેમા અમુક દેશો છે ઇન્ડોનેશિયા, કંબોડીયા,  આપણું ભારત(જેમા પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે), અફઘાનિસ્તાન વિગેરે વિગેરે...


ધર્મ કોઈ પણ ખરાબ હોતો જ નથી જે મે પહેલા જ કહી દીધું જેનું કારણ પણ આપી દીધું છે કે કોઈ પણ ધર્મની સ્થાપના કોઈ મહાન ઉદેશ માટે થાય છે અને ધર્મએ જીવન છે નહિ કે સજા કે તમે નિર્દોષ પ્રાણી,  કુદરતી સંપત્તિ, જીવિત કે મૃતને અકારણો સાથે તમારા ખોટા ધર્મને જબરજસ્તી થી લોગો પર લાગુ પાડો અને તમે તેની આત્મા ખરીદી શકો.. 


કમાલ છે અને હદ છે વળી!!!!!! પાછા પોતાની ભૂલ પણ કબૂલ કરવામા પણ તેમનો દંભી ધર્મ ખતરામા આવી જતો હોય છે..જેને આજની દુનીયામા દંભી બિન-સાંપ્રદાયિક તરીકે પણ ઓળખવા માં આવે છે...


આવા ધર્મઅંધ લોકો કે જેવો અતિ ક્રૂર ઇતિહાસ ને આજે પણ સાર્થક કરવા માટે ના-કામ કોશિશ કરતા હોય છે,  મજા ની વાત એ છે કે આ ધર્મઅંધ લોકો આ કુદરત કે માનવ ઉપયોગી વિજ્ઞાન 
મા પણ કોઈ યોગદાન આપી નથી શકીયા... 


અને આજે બીજા નીજ ટેક્નોલોજી તેમના "કહેવાતા ધર્મમા" બાધ્ય નથી બનતો અને બીજાને અંધકાર યુગ/પાષાણ યુગ મા ધકેલવા બ્રેન વોશ કરતા હોય છે,   


સાચા ધર્મી લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી એક બીજાના ધર્મમા કેમ સામ્યતા છે તે સુંદરતા પૂર્વક બતાવી શકે છે અને તે થીજ આજે દરેક માનવ એટલો તો સમજદાર છે કે આટલી સામ્યતા જોયા પછી પોતાના ધર્મ સામે સવાલ તો કરવાનોજ... ખરું કે નહિ મિત્રો... 


ચાલો બીજા દાખલા જોયે ધર્મઅંધ લોકોના કે જેવો 
એટલું ઓછું હોય તેમ ભારત જેવા યુગ પુરુષ દેશ કે જેની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો 5000 વર્ષ જૂનો છે અને જેનો આધાર “ વસુધૈવ કુટુંબકમ”  પર છે તેવા મહાન દેશના લોકો મા સહિષ્ણુતા તો જન્મ જાત તેમના લોહી માંજ હોય છે,  જો તે ન હોત તો એકદમ સાદું ગણિત છે કે આ મહાન ભારતમા માત્ર હિંદુત્વ અને માત્ર હિન્દૂ ધર્મ જ હોત,. પછી ભલે ને આક્રમણકારી તાકાતો ગમે તેટલું ધર્મનું અતિક્રમણ કર્યું હોય ભૂતકાળમા,  આજે ઘણા દાખલા છે કે જેમા ખાલી માત્ર આરબ અને મધ્ય એશિયા ના દેશોના કે જેમા એકજ ધર્મના લોકો તેમના જ ધર્મના લોકો ને મારે છે!!!!!!!! ફક્ત એટલા માટે કે તેમની ધાર્મિક માન્યતા થોડી અલગ હોવા થી!!!!,  શુ કમાલ છે!!!!!!તેમના માટે ખાલી એક વિચાર ભેદ પણ એક સજા હોય છે,  જેના કારણે તેમના જ નિર્દોષ ધર્મમા માનનારાઓ ને ખોટે ખોટુ સહન કરવાનું આવે છે!!!!!!!


અને આ ધર્મઅંધ લોકો બીજા લોકોને હજી પણ પોતાના દુષ્ટ વિચારો સાથે પોતાના કહેવાતા ધર્મના અનુકરણ માટે બાધ્ય કરવાના એક પણ મોકા છોડતાં નથી,.. 

શું તેવો એમ માનતા હશે કે તેમને ઈરાન પર વિજય પામી છે તે હમેશા ટકી રહેવાની છે?  શું તેમની તલવારની ધાર હમેશા ધાર દાર રહી શકી છે????? કેટલાક મુઠી ભર લોકો કદાચ ખુશ થતા હશે તેવો મહાન ભારત ના ટુકડા કરી તેવો વિજયી બની ગયા,.. આજે તેમની આંખો એ ધુતરાષ્ટ્રની અંધ આંખો છે જે સત્ય તો અંદર ખાને જાણે પણ છે પણ ગમે તેમ કરી તેમની દુષિત માનસિકતા છોડતા નથી,,, પોતાના નિજી સ્વાર્થ માટે ધર્મના નામ નો સહારો લે છે...પણ તેમને ક્યાં ખબર છે તેવો એક પવિત્ર આગ સાથે રમત કરી રહ્યા છે જે તેમને એક દિવસ બાળી ને ખાખ કરી નાખશે....


હવે મુદ્દા પર આવીયે,  શું તેમા તેવો સફળ રહ્યા કે જેમા તેમને તલવાર ની ધાર પર લોકો ને પોતાના ધર્મ બદલવા ની ફરજ પાડી હતી???? 


જવાબ છે... 


ના,  ના  અને ના તેવો ક્યારે સફળ નથી થયા કેમ...? 


જેનો જીવતો જાગતું ઉદાહરણ છે ઇન્ડોનેશિયા અને  કંબોડીયા જેવા દેશો,  જે આજે પણ પોતાની ભવ્ય હિન્દૂ સાંસ્કૃતિક વારસા માટે ગર્વ અનુભવે છે, તે દુનીયા ને એ બતાવવા પૂરતો છે કે તમે ગમે તે ધર્મનો સ્વીકાર કરો,  તે મહત્વનું નથી પણ તેને સાચા રૂપમા લોકો સુધી લઇ જવો તે મહત્વનું છે,  બાકી બધાજ ધર્મ ના મૂળભૂત પાયા તો એકજ છે,  પણ નથી તો એકજ જે ધર્મ તલવાર ની ધાર પર બીજા ને કબૂલ કરવા મજબૂર કરતો હોય અને હમેશા તૈયાર રહેતો હોય,....!!!


કારણ માત્ર એટલુંજ છે કે ધર્મ એક આત્મા જોડે બંધાયેલો છે જે દરેક માનવમા બિરાજમાન છે,  જે આજે નહિ તો કાલે પોતાની આત્માની અવાજ સાંભળશે જ,  કારણ કે


 "કોયલ ના બચ્ચા કાકા ના બોલે!!!!!! મિત્રો "


મારા મા રહેલો ઈશ્વર જે બધા જીવો મા વિધ્યમાન છે,  જે પુકારી,..  પુકારી કહે છે...અને લખવા મજબૂર કરે છે મને


"લાગશે ફરી ધર્મની ચિનગારી દરેકના દિલમા, જે એક દિવ્ય પ્રકાશ બની ઈશ્વરની દબાયેલી આગ સમી બની સાચા ઇસ્લામ, સાચા હિન્દૂ, સાચા ખ્રિસ્તી,  સાચા યહૂદી કે સાચા પારસી ધર્મનું સ્થાપન કરશે જેમા ન તો કોઈ ધારદાર તલવાર ની જરૂર પડશે,  ન તો ખોટા પ્રચારની,  પણ તે તો માત્ર એક દિવ્ય પ્રકાશ બની દરેક માનવના  મષ્તિસ્કમા થઈ ને તેના હૃદય સુધી પહોચી તેને એક ઉત્તમ આત્મજ્ઞાન કરાવશે...."


અને ફરી કોઈ પણ લોહી લુહાણ વગર પવિત્ર આગ ફરી લાગશે જે લોકોના પાપો નો નાશ કરી નવી ધાર્મિક રચના કરશે,  જેમા કુદરતના ખોળે વસેલ આ પૃથ્વી પર કુદરત ને અનુરૂપ ઈશ્વર ધર્મ-ધ્વજા ફરકાવશે દરેક માનવ હૃદયમા,  ફરી પાછા દિવ્ય આત્માઓ ધર્મની સાચી વ્યાખ્યા કરશે....


આશા રાખો આ પૃથ્વી પર જે પણ ધર્મ છે તે ફરી પાછા પોતાના પરમ સચિદાનન્દ રૂપમા સ્થાપિત થઇ લોકો ના કલ્યાણ માટે તત્પર રહેશે.. 


"સર્વ ધર્મ સમભાવ એ જ માનવકલ્યાણ મૂળ અને તેમાં રહેલી સામ્યતા જ સત્ય અને તેજ ઈશ્વરીય સત્ય"


-જય હિન્દ,  જય ભારત


    

બીજા રસપ્રદ વિકલ્પો