સંબંધો ની આરપાર..- પેજ - 4 PANKAJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..- પેજ - 4

અંજુ...પ્રયાગ ના જન્મ થી લઈને એના ઉછેર માં આપેલા એના ભોગ નુ...વિશાલ ના ...જરૂર કરતા ઓછા સહકાર નુ....પ્રયાગ ના જન્મ થી લઈને સ્કૂલ મા મુક્યો....અને મોટો થયો ત્યાં સુધી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઓ એ નિઃસ્વાથઁ ભાવે અથવાતો આર્થિક લાભ ની આશા એ, પરંતુ આજે દરેક ના મળેલા સહકાર ની યાદો માં ખોવાયેલી હતી.

પ્રયાગ ના જન્મ થી અને જન્મ પહેલાં થી....અંજુ ના એક માત્ર સાથી અનુરાગ ...કે જેના  વગર અંજુ ના જીવનમાં કશુંજ શક્ય નહોતું બની શકે તેમ ....   અને ખાસ કરીને અંજુુ  ની  પ્રેગનન્સી થી લઇને  પ્રયાગ  ના જન્મ સુુુુધી...તથા પ્રયાગ ના ઉછેર મા પણ ડગલે ને પગલે અંજુ ને અનુરાગ નો જેે સાથ અનેે સહકાર મળ્યો હતો, તે અંજુ ના જીવન નો અભૂતપૂર્વ અંગ બની ગયો હતો. 
અંજુ ના ચાહે તો પણ ...જીવન ના અંતિમ સમય સુધી તે અનુરાગ ની હાજરીનો અહેસાસ કર્યા વગર રહી શકે તેમ નહોતી. 
શહેરમાં હવે ટ્રાફીક ની સમસ્યા વધતી જતી હતી , દિવસે ને દિવસે વાહનો નો ખડકલો વધતો જ જતો હતો. શહેર પણ હવે મેટ્રો સીટી ની હરોળ માં આવી ગયુ હતુ.દુનિયા ની મોટી મોટી કંપનીઓ શહેરમાં હવે પોતાની ઓફિસો, શોરૂમસ, અને બીઝનેસ નો વ્યાપ વધારવા મથી રહી હતી. એરપોર્ટ તો હવે જાણે રેલ્વે સ્ટેશન જેવું બની ગયું હતું. દેશ વિદેશ ની ફ્લાઈટ ની અવર જવર વધી ગઈ હતી. 
શહેરની આબોહવા હવે જાણે ઘોંઘાટીઆ ટ્રાફીક અને ફ્લાઇટો ની આબાદાબી મા શ્વાસ લેવા લાયક ચોખ્ખી હવા નુ તો નામ માત્ર રહ્યુ હતુ. મેટ્રો ટ્રેન ની દોડા દોડ હવે શહેર ના ટ્રાફીક ની જીવાદોરી બની ગઈ હતી. શહેર ના એક ખૂણે થી બીજા ખૂણે પહોચતા લગભગ બે કલાક જેવો સમય લાગી જતો હતો. શહેર ની વસ્તી કુદકે અને ભૂસકે વધતી જતી હતી....જેવી રીતે શહેર નો વ્યાપ  વધતો હતો , તેવી જ રીતે અંજલિ ના બીઝનેસ નો વ્યાપ પણ વધતો જતો હતો.

સમય સાથે તાલ મિલાવી ને અંજુ હંમેશા બીઝનેસ ને એક્ષપાન્ડ કરવા તત્પર જ રહેતી. ગમેતેવા આંટીઘૂંટી વાળા કામ હોય તેને ...સરળતા થી પાર પાડવાની કુનેહ તે અનુરાગ ની સાથે કામ કરતા કરતા શીખી ગઈ હતી. અંજલિ આજે જે કંઈ હતી ...અને તેની પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ના એસ્ટાબ્લીશમેન્ટ થી લઈને...કંપની ના વિકાસ મા  અનુરાગ નુ યોગદાન ખુબ મહત્વ નું  અને  જરૂરી હતુ. અંજુ ના મોરલ ને ટકાવી રાખવા, તથા એને કોઈપણ નાની મોટી મુંઝવણ મા અને કોઈપણ નાના કે મોટા ના ઉકેલી શકાય તેવા પ્રશ્નો ને અનુરાગ પલક ઝપકતા ઉકેલી આપતો. 
પ્રયાગ ગ્રુપ ના અવિરત વિકાસ માં અનુરાગ નુ યોગદાન નોંધપાત્ર હતુ. એમ પણ કહી શકાય કે અંજલિ નો ગોડ ફાધર હતો અનુરાગ. 

ગાડી તેની મંઝીલ પર પહોંચી ગઈ હતી. પ્રયાગ એના ઇંગ્લિશ મ્યુઝીક સાંભળવામાં મશગુલ હતો. હજુ સુધી તે બીઝનેસ ની આંટીઘૂંટી મા પડયો નહોતો, એટલે પ્રયાગ સાવ અલગ જ મુડમાં હતો. આજે અંજુ ને પ્રયાગ પર બહુ વ્હાલ આવતુ હતુ. અને આમ પણ આજે પ્રયાગ શુટ માં ડેશિંગ લાગતો હતો. કોઈપણ કુંવારી છોકરી હોય...અરે કોઇ પરણેલી હોય અને તે પણ જો આજે પ્રયાગ ને જોવે તો એકવાર તો એનો ધબકારો અટકી જ જાય ...એવો  જબરજસ્ત અને સોહામણો લાગતો હતો આજે પ્રયાગ. 
ડ્રાઈવર કાકાએ ગેટ પર પહોંચતા જ હોર્ન વગાડ્યો, અને ગેટ ખોલવા માટે સિકયુરીટી વાળા સલીમભાઈ એ દૂર થી જ અંજલિ મેડમ ની ગાડી જોતા જ એલર્ટ થઈ ગયા હતા , તરત મેડમ અને પ્રયાગ બન્ને ને સેલ્યુટ કર્યું અને ગેટ ખોલ્યો .
પ્રયાગ.. સલીમભાઈ ની સામે જોઈ ને સ્હેજ હસ્યો, અને પછી મિરર માંથી જ પાછળ જોઈ ને...અંજુ ની આંખ માં આંખ મીલાવીને કહે...
મમ્મી આ બિચારા સલીમભાઈ એ આપણ ને જોઈ ને સેલ્યુટ કરેલું તે મને ના ગમ્યું. કોઈપણ માણસ નાનું હોય કે મોટું દરેક નુ પોતાનું સ્વમાન તો સરખું જ હોય ને.
સાવ સાચી વાત બેટા.....કહેતા અંજુ  જાણે મનોમન કંઈક  વિચારવા લાગી...
ગાડી ધીમે રહીને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ની આલીશાન ઓફિસ ના પોર્ચ માં એન્ટ્રી કરી જ રહી હતી, અને ત્યા જ પ્રયાગ ની નજર પડી ...ઓફીસ ની બહાર ની દિવાલ પર...જે બ્લેક કલર ના ગ્રેનાઈટ થી મઢેલી હતી...અને ગોલ્ડન કલર ના મોટા  બ્રાસ ના અક્ષરો થી ...
પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીસ...લખેલું હતુ.નામ વાંચીને પ્રયાગ મન મા ને મન મા જ કંઈક ગણગણ્યો...પણ બીજા કોઈને કશું સમજાયું કે સંભળાયું નહી.
આલીશાન ઓફિસ મા બાર ફુટ ની હાઇટ ના ઓરીજીનલ સાગ ના ભારે દરવાજા બનેલા હતા. અને અંજુ એ તેની ઓફીસ ના ફર્નીચર માટે સ્પેશીયલ ઈટાલી થી પોલીશ ના કારીગરો બોલાવ્યા હતા.  
અંજુ એ તેની ઓફીસ માં એક સ્ટાફ ઓફીસ માં આખો દિવસ ફર્નીચર ને સાફસૂફી માટે જ રાખેલો હતો. જે ખુબ ધ્યાન રાખતો હતો. 
આમ તો ઓફિસ નો આખો સ્ટાફ, પ્યુન, ડ્રાઈવર, શેફ,અંજુ ની સેક્રેટરી,મેનેજર,એકાઉન્ટન્ટ, અરે નાના મા નાનો કારીગર, અંજુ ની પસંદ અને ના પસંદ થી વાકેફ હતો. ખોટું કયારેય નહીં ચલાવવાનું અને કવોલિટી માં કયારેય કોમ્પરોમાઈઝ નહી કરવાનું....આ અંજલિ નો તથા પ્રયાગ ગ્રુપ નો પાયા નો સિધ્ધાંત હતો. 
કંપની ના દરેક કમઁચારી ને તેની મહેનત કરતા થોડુંક વિશેષ મળે તે અંજુ કાયમ ધ્યાન રાખતી. સામે પક્ષે પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ના દરેક કમઁચારી...અંજુ ના વ્યવહાર અને કાયઁ પ્રણાલી થી ખુશ રહેતા. 
દર વર્ષે...પ્રયાગ ના જન્મ દિવસે નિરંતર વષઁ મા એકવખત દરેક કમઁચારી ને બોનસ આપવાનો રિવાજ છેક પ્રયાગ ના જન્મ થી ચાલતો હતો તે આજે આટલા વર્ષે પણ અવિરત ચાલુ હતો. સારું કામ કરતા હોય અને કંપનીના નિયમાનુસાર જો ઈન્ક્રીમેન્ટ મળવા પાત્ર હોય તો તેવા કમઁચારી ઓને તે પણ મળતુ. જેના લીધે કંપની ના દરેક કમઁચારી અંજલિ ના નિર્ણય થી ખુશ રહેતાં. 
બહાર..વિશાળ ગેટ પર ...મેનેજર મી.મહેતા અને બાકીનો સ્ટાફ મોટા ફલાવર ના બૂકે લઈને પ્રયાગ ને તેના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવવા...શુટ બૂટ માં રેડી થઇ ને ઊભા હતા. લગભગ દરેક સ્ટાફ ના હાથ માં ફૂલ હતા...જે ક્યારના પ્રયાગ ની રાહ જોઈ રહ્યા હતા. 
પ્રયાગ  ગાડી નો દરવાજો ખોલવા ગયો ત્યાં જ ડ્રાઈવર નારાયણ કાકા તેમની સીટ પર થી ઉતરીને આવી ગયા હતા અને અંજલિ નો અને પ્રયાગ ના દરવાજા ને ખોલી આપ્યો. 
અંજલિ...એની રોજ ની ટેવ મુજબ..ગાડી માંથી ઉતરતા ની સાથે જ ઓફિસ ના પટાંગણમાં...માં અંબાજી નુ મંદિર હતુ તે બાજુ વળી, અને આજા પ્રયાગ સાથે હતો અને પાછો એનો જન્મ દિવસ હતો એટલે પ્રયાગ ને પણ સાથે આવવા માટે ઇસારા થી જણાવ્યું. 

અંજલિ નો દરેક ઈશારો પ્રયાગ ઘોડિયામાં હતો ત્યાર થી જ સમજી જતો હતો. આમ અંજુ ખૂબ જ ઓછુ બોલતી અને જેટલું બોલતી તે  કોઈ ને ખોટું ના લાગે તેનુ ધ્યાન રાખી નેજ બોલતી. 
બન્ને વ માં અને દિકરો માં અંબાજી ના દશઁન કરવા માટે મંદિર મા ગયા..જયાં ઓફીસ ના પૂજારી એ પ્રસાદ આપ્યો. દશઁન કરી અંજુ અને પ્રયાગ બન્ને ઓફીસ ના દરવાજા તરફ ગયા, જયાં મેનેજર મહેતા સાહેબે પ્રયાગ ગ્રુપ ઓફ કંપની ના ભવિષ્ય ના મેનેજીંગ ડિરેકટર તેમજ કંપનીના માલિક પ્રયાગ નુ ફુલો નોષગુલદસ્તો આપી ને સ્વાગત કર્યું. 
અંજુ  એ ઓફીસ માં પહેલા જ પગથીયા પર પગ મુકતા પહેલા જ નીચે નમી ને પગે લાગી, જે એનો નિત્ય ક્રમ હતો. સાથે પ્રયાગ પણ ઝૂકી ને પગે લાગ્યો. 
ઓફીસમાં એન્ટ્રી લેતા જ બધો સ્ટાફ હાથ મા ફૂલો ના ગુલદસ્તા લઇને પ્રયાગ ને શુભેચ્છાઓ પાઠવવા  લાઇન બંધ આવવા લાગ્યા, પ્રયાગ દરેક કમઁચારી ની શુભેચ્છાઓ સ્વીકારતો ગયો અને દરેક ને હેન્ડ સેક કરતો ગયો.
ઓફીસમાં એન્ટ્રી લેતા જ સામે જ અર્ધ ગોળાકાર મા બે વ્યક્તિ ઓ બેસી સકે તેવુ ઈટાલિયન માર્બલ થી સજ્જ રીસેપ્શન ટેબલ ગોઠવેલું હતું. રીસેપ્શનીષ્ટ તેની ચેર પર બેઠેલી હતી અને પ્રયાગ ને નીરખી રહી હતી.
અંજલિ એ મી.મહેતા ને ..થોડીક વાર મા મારી કેબીનમાં એવો એમ કહી અને તેની કેબીન તરફ આગળ વધી, સાથે સાથે પ્રયાગ પણ મમ્મી ની કેબીન તરફ ચાલ્યો. 
પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ની ઓફીસ પણ એમના કામ અને નામ ને શોભે તેવી બનાવવામાં અંજલિ એ કોઈ જ કસર બાકી નહોતી રાખી.
દરેક વિભાગ ની અલગ અલગ ઓફિસ અને દરેક સિનીયર લેવલ ના મેનેજર ની અલગઅલગ કેબીન.
ફાઈનાન્સ ડીપાટઁમેન્ટ, માર્કેટીગ ડીપાર્ટમેન્ટ , એચ.આર.ડીપાર્ટમેન્ટ, સૌથી મોટો કોન્ફરન્સ રૂમ જેમાં દુનિયા આખી માંથી લોકો આવે એટલે એમને અને પ્રયાગ ગ્રુપ ના અધિકારી ઓ ને પણ કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તેનુ પૂરેપૂરું ધ્યાન રાખવા મા આવતું હતું. 

  અંજલિ ની પોતાની કેબીન પણ તેના નામ અને કામ ને શોભે તેવી  વિશાળ બનાવવામાં આવી હતી. જેમાં મોટુ ઈટાલિયન માર્બલ થી સજ્જ ટેબલ...પેરીસ થી લાવેલા ફલાવર વાસ...બેલ્જિયમ થી લાવેલુ ઝુમ્મર ..અને ઇમ્પોર્ટેડ ફીટીંગસ...
અંજુ  એ એની કેબીનમાંજ એક અલગ મોટુ ટેબલ બનાવડાવેલુ હતુ, એવી સોચ થી કે જયારે પ્રયાગ મોટો થશે  અને ઓફીસ જોઇન કરશે ત્યારે થોડોક ટાઇમ તે એની સાથે રહી ને કામ ને સમજી શકે. અને પછી પ્રયાગ માટે સ્પેશિયલ કેબીન બનાવડાવી દઇશુ...કેવી કેબીન બનાવવાની તે પણ અંજુ એ મનોમન નક્કી કરી લીધું હતું. 

અંજુ અને પ્રયાગ બન્ને કેબીનમાં સાથેજ પ્રવેશ્યા. પ્રયાગ આમ તો કયારેય ઓફીસમાં મા આવતો નહીં, કયારેક ઊડતી મુલાકાત લીધેલી હતી...પરંતુ  આજે જેમ આવ્યો હતો તેવી રીતે નહીં. 
પ્રયાગ જોઈ રહ્યો હતો કે મમ્મી ફરીથી તેની કેબીનમાં...ભગવાન ને પગે લાગી રહી હતી...અને પગે લાગ્યા પછી તેની ચેર તરફ ગઇ.
પ્રયાગ નુ ધ્યાન અંજલિ પર જ હતુ, વાઇટ કલર ના પ્યોર ઈટાલિયન લેધર વાળી...ખુરશી પર બેઠેલી હતી....ત્યારે અંજુ નુ વ્યક્તિત્વ ખુબજ જાજરમાન લાગતું હતું. 
અંજુ  એ પ્રયાગ ને કીધું કે બેસ બેટા . .આ ટેબલ અને ચેર તારા માટે જ છે .
પ્રયાગ એના ટેબલ અને ચેર બાજુ ગયો; અંજુ એ બન્ને ટેબલ અને ચેર સરખા જ બનાવડાવ્યા હતા. ટેબલ ને કોઈ વાપરતું નહોતું તેમ છતાં જરૂરી બધી જ ચીજવસ્તુઓ ટેબલ પર ગોઠવેલી રહે તેનુ અંજુ હંમેશા ધ્યાન રાખતી. 
અંજુ ના શોખ મુજબ જ ટેબલ પર મેકબુક , બીઝનેસ ની અલગઅલગ ફાઇલો, એલ.વી. ની ટેબલ ક્લોક, પ્યોર ક્રિસ્ટલ નુ પેનસ્ટેન્ડ માં મોબ્લો ની પેન ગોઠવેલી હતી.
પ્રયાગ આ બધુ ખુબજ બારીકાઈથી થી નિરીક્ષણ કરી રહ્યો હતો. 
પ્રયાગે હવે તેની ચેર અને ટેબલ સંભાળી લીધા.

પ્રયાગે જોયું કે સાઈડની દિવાલ પણ વાઇટ કલર ની હતી...અને બિલકુલ ઈન્ટરનેશનલ લેવલ નુ ફર્નીચર અને ગોઠવણ પણ શાનદાર હતી. 
અંજુ દરેક વસ્તુ ને ખુબ ધ્યાન પૂર્વક રાખતી. અને તેની જાળવણી પણ સારી રીતે કરાવતી. 
સાઇડ ની દિવાલ પર સોનાની વરખ થી બનેલો શ્રીનાથજી ભગવાન નો છ ફુટ નો ફોટો ગોલ્ડન ફ્રેમ માં લગાવેલો હતો. અને ખુદ અંજુ  ના ટેબલ પર પ્લેટીનમ ની ફ્રેમમાં....પ્રયાગ  નો ફોટો ગોઠવેલો હતો.

અંજુ ના ટેબલ ની બાજુમાં ગોઠવેલા સાઇડ ટેબલ પર રાખેલા ઈન્ટરકોમ પર થી અંજુ એ મેનેજર મી .મહેતા જોડે વાત કરી, પ્લીઝ કમ ઈન માય કેબીન.

અંજલિ પોતે આખી કંપની ની માલિક હતી તેમ છતાં કોઈપણ કર્મચારી ને તે પૂરા રીસ્પેકટ થી સંબોધતી. અને કોઈપણ સ્ટાફ ને તેની કેબીનમાં બોલાવતી ત્યારે પણ પ્લીઝ કહીને જ સુચના આપતી.

અંજુ ની કેબીન ના દરવાજા પર નોક થયું. 
મે આઈ કમ ઈન મેડમ ? કહી ને મી.મહેતાએ આદરપુવઁક પરવાનગી માગી. 
યસ પ્લીઝ આવો મી.મહેતા, મીટ માય સન ...પ્રયાગ....!!


હેલ્લો સર....!! કહેતા મી.મહેતાએ પ્રયાગ સાથે હેન્ડ સેક કરવા હાથ લંબાવ્યો. 
સામે પ્રયાગે પણ વિવેક પૂર્વક હસતા ચહેરે....હેન્ડ સેક કરવા પોતાનો હાથ મી.મહેતા ના હાથ મા આપ્યો અને મજબૂત હસ્તધૂનન કર્યું. 

આઈ એમ મી.મહેતા ...જનરલ મેનેજર ઓફ પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ. ઓન બીહાફ ઓફ ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ ઓફ કંપની આઈ વુડ લાઈક ટુ વીશ યુ અ મેની મેની  હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે. 
પ્રયાગે પણ હસતા મુખે થેન્ક યુ વેરી મચ કહી ને તેમની શુભેચ્છાઓ નો  સહર્ષ સ્વીકાર કર્યો. 
મી. મહેતા , પ્રયાગ ની બર્થડે સેલીબ્રેશન આપણે આપણે કયાં રાખ્યુ છે  ?
અંજુ મેડમે મી.મહેતા પાસે થી માહીતી માંગી...
બસ મેડમ આપની ઈચ્છા મુજબ....મોટો ઈન્ટર નેશનલ કોન્ફરન્સ રૂમ ક્યારનું પ્રીપરેશન થઈ ગયું છે. 
બસ આપની અને પ્રયાગસર ના આગમન ની પ્રયાગ ગ્રુપ નો સ્ટાફ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મી.મહેતાએ સીસ્ત બદ્ધ જવાબ આપ્યો. 
ઓકે નાઇસ કહેતા અંજુ એ પ્રયાગ તરફ નજર કરી. 
પ્રયાગ એની મમ્મી ની ઈશારા ની ભાષા ને ભલી ભાતી સમજતો હતો. કારણકે ઘરમાં બન્ને વચ્ચે આ ભાષા નો ઊપયોગ સામાન્ય રીતે થતો હતો.
 આમ તો માં દિકરા વચ્ચે આવી કોઈ પણ ભાષાની જરૂર જ નહોતી પડતી, પરંતુ અમુક સમયે પરિસ્થિતિ મુજબ બન્ને જણા વર્તી લેતા.

અંજુ અને પ્રયાગ બન્ને ઈન્ટર નેશનલ કોન્ફરન્સ રૂમ તરફ આગળ વધ્યા...જયાં કંપની નો સ્ટાફ પ્રયાગ સર ની બર્થડે સેલીબ્રેટ કરવા ...તથા ધણા મેનેજર તથા સ્ટાફ પોત પોતાના ઈન્ક્રીમેન્ટ અને બોનસ ની રાહ જોતા ઉભા હતા. 
મી.મહેતા ની આગેવાની માં...જાજરમાન વ્યક્તિત્વ ની માલિક...અંજલિ મેડમ ...ડ્રાય ક્લિન વાળી સાળી માં સજ્જ....અને સાથે ટોલ એન્ડ હેન્ડસમ.....દિકરો અને પ્રયાગ ગ્રુપ નો એક નો એક વારીસ.....પ્રયાગ.....કોનફરન્સ રૂમમાં પ્રવેશ્યા. 
પ્રયાગ માટે આ પ્રથમ અનુભવ હતો. 
આટલા વર્ષો માં કયારેય તેણે મમ્મી ની સાથે જ ઓફિસ મા કોઈ તહેવાર કે પ્રસંગ ઉજવ્યો નહોતો. 

મી.મહેતા એ આદરપુવઁક અંજલિ મેડમ તથા પ્રયાગસર ને તેમની ચેર સંભાળવા કહ્યુ, બન્ને માં દિકરો  પોત પોતાની ચેર પર ગોઠવાયા. 
પ્રયાગ માટે આ બધું નવું નવુ હતું જાણે. મમ્મી મોટો બીઝનેસ સંભાળે છે તેમ ખબર હતી, પરંતુ આટલો મોટો બીઝનેસ હશે અને આટલું મોટું એમ્પાયર હશે તે હવે એને ધીમે ધીમે અનુભવાઈ રહ્યુ હતુ. 

વધુમાં વધુ કયારેક અંજુ ની તબિયત ઠીક ના હોય અથવા બહુ અરજન્ટ કામ હોય અને અંજુ મી.મહેતા ને અગત્ય ના પેપર્સ ધરે મંગાવી લેતી....અથવા જરૂરી સુચનો આપવા ધરે બોલાવી લેતી તેટલું જ ધ્યાન હતું પ્રયાગ ને. એનાથી વિશેષ જાણવા કે સમજવા પ્રયાગે કયારેય માથું નહોતો માર્યુ. 

વિશાળ કોનફરન્સ રુમમાં ઓછા માં ઓછા પચ્ચાસ ડેલીગેટસ બેસી શકે તેવુ ઓવેલ શેપ નુ ટેબલ ગોઠવેલું હતું, સામે ની દિવાલ પર પ્રોજેકટર અને તેનો સ્ક્રીન લગાવેલો હતો. અંજલિ ની ચેર તેના મનપસંદ વાઇટ કલર ના પ્યોર લેધર ની અલગ જ દેખાઈ આવતી હતી. 
અંજલિ ની સાથે પ્રયાગ બેઠો હતો...બાજુ મા મી.મહેતા અને ત્યારપછીની ચેર માં પોત પોતાની ડેસીગ્નેશન મુજબ સ્ટાફ ગોઠવાયેલો હતો. 
મી.મહેતા ની સુચના મુજબ પ્યુને ચોકલેટ સટરફલ કેક ટેબલ પર ગોઠવી....જેના પર "હેપ્પી બર્થ ડે ટુ પ્રયાગ સર" અને 20 વાઈટ કલર ના ક્રીમ થી લખેલું હતું.  
પ્રયાગ ને વીસ વર્ષ થયા હતા એટલે કેક પણ એક્સ્ટ્રા લાર્જ વીસ કીલો ની બનાવવામાં આવી હતી, જેથી કંપનીના દરેક સ્ટાફ ને આપી શકાય.
પ્રયાગ માટે આ બધું એકદમ અલગ અને પોતાને કોઈ પ્રિન્સ હોય તેવો અનુભવ કરાવી રહ્યુ હતુ.
પ્રયાગ શિસ્તબધ્ધ ઊભો થયો અને નાઇફ હાથ માં લેતા બોલ્યો મમ્મી આપ સાથ આપો.
પ્રયાગ આજે ઓફીસ માં હતો, તથા ઓફીસ ના સ્ટાફ સાથે સાથે હતો, એટલે પોતે પણ અંજુ ને ખુબ આદરપુવઁક મમ્મી આપ કહીને જ સંબોધતો હતો. 
મી.મહેતા એ કેક પર ની મીણબતી પ્રગટાવી.  
પ્રયાગ  અને અંજુ  એ સાથે રહી ને કેક કાપી. પ્રયાગે કાપેલી કેક નો પહેલો બાઈટ અંજુ ને ખવડાવ્યો, અને સામે અંજુ એ પણ પ્રયાગ નુ મ્હો મીઠું કરાવ્યું . 
મી.મહેતા એ બધા સ્ટાફ વતી પ્રયાગસર ને કેક ખવડાવી અને જન્મ દિવસ નાં અવસરે શુભેચ્છાઓ પાઠવી.  
આખો રૂમ પ્રયાગ ગ્રુપ ના સ્ટાફ થી ભરચક હતો. કેક પર ની મીણબતતી ના પ્રગટાવવા થી લઈને કેક કટ કરાઈ અને એકબીજાને ખવડાવી તે દરમ્યાન સ્ટાફ ની તાડી ઓ નો અવાજ નોન સ્ટોપ ચાલુ જ હતો. 
એક બાજુ હેપ્પી બર્થ ડે ટુ ડિયર  પ્રયાગસર ની ધૂન ધીમા અવાજે વાગી રહી હતી. જેને આજના દિવસે અને ઉચિત સમયે વગાડવામાંટે સ્ટાફ મેમ્બર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 
  બર્થ ડે સેલિબ્રેશન પુરુ થતા જ  દરેક જણા એ પોત પોતાની બેઠક સંભાળી. સામે છેડે...અંજલિ મેડમ પાસે મી.મહેતા ઈન્ક્રીમેન્ટ અને બોનસ આપવાની ડીટેલ વાળી ફાઇલો લઈને આવી ગયા, અને અંજુ સાથે તેની વિગતવાર સમજવા લાગ્યા. આમ તો દરેક ફાઇલ નો અંજુ ને ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવાની ટેવ હતીજ...તેમ છતાં મી.મહેતા તેમની ફરજ નિભાવી રહ્યા હતા. 
અંજુ એ મી.મહેતા ને ફાઇલ ની વીધી પુરી કરવા જણાવ્યુ.તેની સાથે જ મી.મહેતા સામેની બાજુ એ રાખેલા પોડીયમ  પાસે ધોસણા કરવા પંહોચ્યા. 
લગભગ  ત્રીસેક મીનીટ  સુધી આ વિધી ચાલી, અંત માં મીટીંગ ના સમાપન પહેલા મી.મહેતા એ ...આજ ના સ્પેશિયલ દિવસે કંપનીના ભાવી ડીરેક્ટર પ્રયાગ ને વકતવ્ય રજૂ  કરવા વિનંતી કરી.

પ્રયાગ  ને કયારેય આવી રીતે બોલવાનો અનુભવ તો નહોતો....છતાં પણ....આખરે લોહી તો .....અંજલિ નું જ ને.....!!