પ્રિતની તરસ - ભાગ ૧૦ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિતની તરસ - ભાગ ૧૦

     સમીરે સાંજે શ્યામલી પાસેથી ફોન નંબર લીધો. શ્યામલી તો જતી રહી પણ સમીર થોડીવાર માટે રિહર્સલ હોલમાં ગયો. પાછો ક્લાસરૂમમાં આવ્યો અને પોતાની બેંચ તરફ જોયુ પણ આજે પણ ત્યાં કોઈ લેટર નહોતો.

  સમીર સાંજે ઘરે જઈ ચા ના ઘૂંટડા ભરતો બહાર બેઠો હતો. લેટર વાળી છોકરી વિશે વિચાર્યા કરતો. "ઑહ ગોડ પ્લીઝ એ છોકરી સાથે મારી એક મુલાકાત કરાવી દે." સમીરને વિશ્વાસ હતો કે એ છોકરી એક ને એક દિવસે જરૂર મળશે. ચા પીને કપ સાઈડ પર મૂક્યો. મોબાઈલમાં જોવા લાગ્યો. વોટ્સઅપ પર શ્યામલીના નંબર પર નજર પડી. સમીરને શ્યામલી જોડે વાત કરવાનું મન થયું. 

સમીર:- "hey શું કરે છે?"

શ્યામલી સમીર વિશે વિચારતી જ હતી કે સમીરનો મેસેજ એણે જોયો.

શ્યામલી:- "કંઈ ખાસ નહિ બસ એમજ."

સમીર:- "કાલે સાંજે ઘરે કહીને આવજે કે મોડુ થશે."

શ્યામલી:- "કાલે કેમ મોડું થશે?"

સમીર:- "ડાન્સની પ્રેક્ટીસ કરવાની જરૂર છે. અમે બધા ડાન્સ માટે ખૂબ સીરિયસ છીએ. કોઈને કોઈ જગ્યાએ ઓડિશન માટે બોલાવે તો આપણું ગ્રુપ સિલેક્ટ થવું જોઈએ. બીજા બધા તો મોડે સુધી રિહર્સલ કરશે જ પણ તારે ખાસ કરીને વધારે પ્રેક્ટીસ કરવાની છે."

શ્યામલી:- "સમીર મને નથી લાગતુ કે મારી ડાન્સ ગ્રુપમાં તને જરૂર છે. એવું ન બને કે મારે લીધે તમને કોઈ રિજેક્ટ કરે."

સમીર:- "હું છું ને. એવું નહિ બને. તું આ ટીમમાં છે અને આ ટીમ જરૂર સિલેક્ટ થશે...Ok..?"

શ્યામલી:- "thanks સમીર મારા પર વિશ્વાસ કરવા માટે."

સમીર:- "thanks  બોલવાની જરૂર નથી. ચલ કાલે મળીયે."

શ્યામલી:- "સારુ...bye..."

સમીર:- "bye.."

   બીજા દિવસે સાંજે રિહર્સલ હોલમાં બધા પ્રેક્ટીસ કરી રહ્યા હતા. સાંજે મોડે સુધી રિહર્સલ કર્યું. ધીમે ધીમે સમીરને કહી બધા ઘરે જવા લાગ્યા. સમીર શ્યામલીને પ્રેક્ટીસ કરાવી રહ્યો હતો. સમીર, શ્યામલી અને તાન્યા ત્રણ જ જણ રિહર્સલ હોલમાં હતા. આખરે સમીરે જ કહ્યું કે " હવે ઘરે જઈએ." 

ત્રણેય બહાર નીકળ્યા.

તાન્યા:- "સેમી તું મને ઘરે મૂકી આવ."

સમીર:- "તને તો ઘરેથી લેવા આવશે ને?"

તાન્યા:- "તું મને કેટલીય વાર મૂકવા આવ્યો છે તો આજે કેમ નહિ..??"

સમીર:- "હા પણ તારા ઘરેથી કોઈ લેવા ન આવે ત્યારે હું તને મૂકવા આવું છું. આજે તો તને લેવા આવશે ને?"

તાન્યા:- "પ્લીઝ સમીર ચાલને. એમ પણ તું ઘણા દિવસથી ઘરે નથી આવ્યો."

સમીર:- "આજે નહિ. ફુરસદના સમયે આવીશ."

   શ્યામલી થોડી વાર ઉભી રહી વિચારવા લાગી કે 'હું કેવી રીતના જઈશ? કંઈ વાંધો નહિ. હું રિક્ષા કરીને જતી રહીશ.' એમ વિચારી ચાલવા લાગી.

સમીર:- "ઑ હેલો મેડમ ક્યા ચાલ્યા?"

શ્યામલી:- "ઘરે જાઉં છું. હું રિક્ષામાં જતી રહીશ."

સમીર:- "તાન્યાને લેવા આવે ત્યાં સુધી અહીં જ રહીએ. પછી હું તને મૂકવા આવીશ. OK..?"

શ્યામલી:- "ok..."

તાન્યાને મનોમન ઈર્ષા થઈ. 

તાન્યા:- "હું થાકી ગઈ છું. મારાથી હવે રાહ નથી જોવાતી. પ્લીઝ સમીર મને ઘરે મૂકી આવ."

સમીર:- "Ok ચલ તને ઘરે મૂકી આવું."

તાન્યા તો તરત જ બાઈકની પાછળ બેસી ગઈ. 

સમીરે બાઈક સ્ટાર્ટ કરી. 

સમીરે શ્યામલી બાજુ જોઈ કહ્યું "શું વિચારે છે? બેસી જા."

શ્યામલી:- "હું પણ.."

સમીર:- "નહિ તો કોણ..? આપણા ત્રણ સિવાય અહીં કોઈ છે?"

શ્યામલી:- "ના.."

શ્યામલી બેસી જાય છે. એટલામાં જ એક કાર પ્રવેશ કરે છે. 

કાર ઉભી રહે છે.

સમીર:- "તાન્યા તને ઘરેથી લેવા આવી ગયા. અને  તારા માટે તો બોડીગાર્ડ પણ અંકલે મોકલ્યા છે." 

તાન્યાને કમને બાઈક પરથી ઉતરવું પડ્યું.

તાન્યા:- "bye સમીર..."

સમીર:- "bye...see you tomorrow."

તાન્યાએ કમને કારમાં જવું પડ્યું. 

તાન્યાના ગયા પછી શ્યામલી બાઈક પર સમીરની પાછળ બેસી જાય છે. 

સમીર બાઈક ઉભી રખાડે છે. 

શ્યામલી:- "કેમ બાઈક ઉભી રખાડી?"

સમીર જેકેટ કાઢે છે અને કહે છે "લે આ જેકેટ. ઓઢી લે. બહુ ઠંડી છે."

શ્યામલી:- "It's ok સમીર. તું પહેરી રાખ. હું ઠીક છું. ઠંડી મને એકલીને નહિ લાગે તને પણ લાગશે."

સમીર:- "મેં કહ્યું ને કે આ જેકેટ પહેરી લે એનો મતલબ કે તારે પહેરવું જ પડશે..ok?"

શ્યામલી:- "સારુ બાબા."

શ્યામલી જેકેટ પહેરી લે છે. થોડે જતા રસ્તા પર ઘણી ચાની, પાણીપુરી, દાબેલી, વડાપાઉં, પાઉંભાજી, વગેરે ખાણીપીણીની લારીઓ હોય છે.

સમીર:- "મને ભૂખ લાગી છે. કંઈક ખાઈએ."

શ્યામલી:- "Ok..પણ શું ખાઈએ?"

સમીર:-  કંઈક ગરમ ખાઈએ."

શ્યામલી:- "બ્રેડ પકોડા ખાઈએ કે પછી તીખી અને ગરમ પાણીપુરી ખાઈએ."

સમીર:- "તારી શું ખાવાની ઈચ્છા છે."

શ્યામલી:- "બંન્ને."

પાણીપુરીની લારી પાસે ચાની લારી હોય છે. ચાની લારી પર રહેલાં રેડિયોમાથી song વાગી રહ્યુ હતુ. બંને ગરમ ગરમ બ્રેડપકોડા ખાય છે. પછી song સાંભળતા સાંભળતા પાણીપુરી ખાય છે. 

पल एक पल में ही थम सा गया 
तू हाथ में हाथ जो दे गया 
चलूँ मैं जहां जाए तू 
दायें मैं तेरे, बायें तू 
हूँ रुत मैं, हवाएं तू 
साथिया.. 

हंसू मैं जब गाये तू
रोऊँ मैं मुरझाये तू 
भीगूँ मैं बरसाए तू 
साथिया.. 

साया मेरा है तेरी शकल 
हाल है ऐसा कुछ आजकल 
सुबह मैं हूँ तू धुप है 
मैं आईना हूँ तू रूप है 
ये तेरा साथ खूब है हमसफ़र.. 
तू इश्क के सारे रंग दे गया 
फिर खींच के अपने संग ले गया 
कहीं पे खो जाए जो 
जहां रुक जाए पल 
कभी ना फिर आये कल 
साथिया..

   સમીર સાથે આ રીતે વિતાવેલી આ પળ શ્યામલી માટે ખૂબસુંદર હતી. આવી સુંદર સમી સાંજમાં સમીરના સંગાથની આ અનમોલ પળ બસ અહીં જ રોકાઈ જાય તો સારું એમ વિચારતી શ્યામલીએ આ પળને પોતાના હ્દયમાં સમાવી લીધી. શ્યામલી માટે તો બસ આ એક પળમાં આખી જીંદગી સમેટાઈ ગઈ. 

બીજી દિવસે રિહર્સલ હોલમાં બધા બેઠા હતા.

રિષભ:- "સેમી બહુ ભણી લીધુ અને બહુ પ્રેક્ટીસ કરી લીધી. ભણી ભણીને અને પ્રેક્ટીસ કરીને કંટાળી ગયો છું. બ્રેક જોઈએ છીએ."

તાન્યા:- "હા સેમી. ચાલો ને કશે ફરવા જઈએ."

બધાએ કહ્યું "હા ચાલો.. માઈન્ડ પણ ફ્રેશ થઈ જશે."

સમીર:- "ok ચાલો મુવી જોવા જઈશું."

તાન્યા:- "બસ ખાલી મુવી..!!"

સમીર:- "તો ક્યાં જવું છે? બોલો."

રિષભ:- "મુંબઈથી દૂર જઈએ ને."

તાન્યા:- "ખંડાલા જઈએ."

બધાએ "હા" કહી. 

સમીર:- "ક્યારે નીકળવું છે?"

રિષભ:- "શનિવારે નીકળીએ."

સમીર:- "ok સોમવારે રજા છે એટલે એ જ સારુ પડશે. સોમવારે સાંજે આવી જઈશું."

  બીજા દિવસે બધા પ્રેક્ટીસ કરતા હતા. સમીર શ્યામલીને પ્રેક્ટીસ કરાવતો હતો. શ્યામલીને નોટીસ કર્યું કે સમીર આજે કંઈક વધારે જ ચિંતામાં છે. શ્યામલી કંઈ પૂછે એ પહેલા ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો. આખો દિવસ સમીર ટેન્શનમાં જ રહ્યો. સાંજે પ્રેક્ટીસ કરી બધા જતા રહ્યા ત્યારે શ્યામલીએ સમીર સાથે વાત કરી.

શ્યામલી:- "સમીર બધુ ઠીક છે ને..!!"

સમીર:- "હા બધુ ઠીક છે પણ તે કેમ પૂછ્યું?"

શ્યામલી:- "પણ તું ઠીક નથી લાગતો."

સમીર:- "હું ઠીક છું."

શ્યામલી:- "શું વાત છે મને કહે. તું કંઈ ટેન્સ લાગે છે. હું તારી મદદ કરીશ પણ મને કહે તો ખરો કે શું વાત છે?"

સમીર:- "તું મને પ્રોમિસ કર કે તું કોઈને કહીશ નહિ."

શ્યામલી:- "ok હું આ વાત કોઈને નહિ કહું."

સમીર:- "તાન્યાને પણ નહિ."

શ્યામલી:- "તાન્યા તો તારી નાનપણની ફ્રેન્ડ છે ને..!! એને કહ્યું હોત તો એ પણ તને મદદ કરતે."

સમીર:- "ના એને ન કહી શકું."

શ્યામલી:- "એ મને મનોમન ચાહે છે. પણ શ્યામલી હું એને પ્રેમ નથી કરતો. એને હું મારી એક મિત્ર માનું છું અને કોઈપણ મુશ્કેલી આવશે તો હું એને મિત્ર તરીકે એનો સાથ આપીશ પણ હું એને પ્રેમ નથી કરતો. તાન્યા પણ આ વાત જાણે છે."

શ્યામલી:- "ok કંઈ વાત મને કહેવાનો છે તે બોલ."

સમીર:- "એક છોકરી છે જે મને ચાહે છે."

શ્યામલી:- "તો એની સાથે વાત કર. ફોન કર કે મેસેજ કર અથવા રૂબરૂ બોલાવ. કંઈ કોલેજમાં છે. શું નામ છે?"

સમીર:- "હું એનું નામ પણ નથી જાણતો. હું આજ સુધી એને મળ્યો પણ નથી."

શ્યામલી:- "તો તને કેવી રીતે ખબર પડી કે આ તને ચાહે છે?"

સમીર:- "એ દરરોજ એક લેટર મૂકી જતી. એ લેટરમાં એણે મને પ્રેમનો એકરાર કર્યો હતો."

  આ સાંભળતા શ્યામલીના દિલની ધડકન વધી ગઈ. એને ખ્યાલ પણ નહોતો કે સમીર આ લેટરને લીધે એટલો ટેન્સ હશે.

સમીર:- "એ હવે લેટર નથી લખતી. એના લેટર આવવાના બંધ થઈ ગયા છે. મારે એને મળવું છે."

શ્યામલી:- "સમીર બધુ ઠીક થઈ જશે."

  સમીર શ્યામલીને ઘરે મૂકી આવે છે. શ્યામલી ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. સમીર કેટલો પરેશાન થઈ ગયો હતો. એની આવી હાલત માટે હું જવાબદાર છું. હું કહી દઈશ કે એ લેટર મેં જ લખ્યા હતા. હું એને વધારે તકલીફ નહિ આપું. 

  બીજા દિવસે સવારે સમીર બહુ બીઝી હતો. એટલે શ્યામલી વાત ન કરી શકી. સાંજે બધા વારાફરતી ઘરે જતા રહ્યા. શ્યામલી અને સમીર બે જ હતા. 

શ્યામલી:- "હું તને કંઈક કહેવા માંગુ છું."

સમીર:- "તું કંઈક કહે એ પહેલાં હું તને કહેવા માંગુ છું."

શ્યામલી:- "જો સમીર હું ખૂબ હિમંત ભેગી કરી આ વાત કહેવા આવી છું. પ્લીઝ મને કહેવા દે."

સમીર:- "પ્લીઝ મારી વાત સાંભળ. મેં કાલે બહુ વિચાર્યું પેલી લેટર વાળી છોકરી વિશે. મને લાગે છે કોઈએ મારી સાથે મજાક કરી છે. Online ની દુનિયામાં કોણ લેટર લખવાનું? જો એ મને પ્રેમ કરતે તો આટલી વાર મારી સામે આવી જતે. I THINK કોઈકે મજાક કરી છે." 

  સમીરની વાત સાંભળી શ્યામલીની બાકી રહેલી હિમંત પણ તૂટી ગઈ. એ કંઈ બોલી જ ન શકી.

સમીર:- "ઓ હેલો ક્યાં ખોવાઈ ગઈ?"

શ્યામલી:- "કંઈ નહિ બસ એમજ."

સમીર:- "લાગે છે કે એ છોકરી તારા જેવી જ છે."

શ્યામલી:- "મારા જેવી મતલબ?"

સમીર:- "પહેલાં તું કેવી હતી. તારામાં આત્મવિશ્વાસ જેવી કોઈ વાત જ નહોતી. પણ મારી સાથે રહીને કેવી થઈ ગઈ."

શ્યામલી:- "Thanks સમીર. જો તું ન હોત તો મારું શું થતે?"

સમીર:- "no thanks...no sorry..."

સમીર શ્યામલીને ઘરે મૂકી આવે છે.

સમીર:- "કાલે સવારે સાત વાગે તૈયાર રહેજે. Bye.."

શ્યામલી:-  "શું bye? કાલે તો રજા છે ને?"

સમીર:- "કાલે ખંડાલા નીકળવાનું છે."

શ્યામલી:- "sorry પણ મારાથી નહિ અવાય."

સમીર:- "Come on...શ્યામલી બધા જ આવે છે. રિયા પણ..."

શ્યામલી:-  મને ઘરેથી નહિ આવવા દે. આમ ઘરેથી એકલી કોઈ દિવસ ગઈ નથી ને એટલે."

સમીર:- "રિયા છે...હું છું...આખુ ગ્રુપ હોઈશું..."

શ્યામલી:- "ok ઘરે હું વાત કરવાની કોશિશ કરીશ."

સમીર:- "Ok...good night..."

શ્યામલી:- "bye...good night..." 

ઘરે જઈ સમીર રિયાને ફોન કરે છે. 

સમીર:- "હેલો રિયા."

રિયા:- "hi સમીર"

સમીર:- "તું આવે છે ને કાલે?"

રિયા:- "of course."

સમીર:- "શ્યામલીને પણ તૈયાર કરજે કાલે આવવા માટે."

રિયા:- "એને તો નહિ આવવા દે."

સમીર:- "તું એકવાર કહી તો જો કે તું પોતે પણ જવાની છે. તું આવીશ તો શ્યામલીને ના નહિ પાડે."

રિયા:- "Ok હું અત્યારે જ જઈને વાત કરું છું."

સમીર:- "thanks.."

રિયા:- "દોસ્તી મેં no thanks no sorry."

રિયાએ શ્યામલીના મમ્મી પપ્પાને ખૂબ શાંતિથી સમજાવ્યા. પહેલા પહેલા આનાકાની કરી પણ પછી માની ગયા. રિયા હતી એટલે એમને ચિંતા નહોતી. 

ક્રમશઃ