નસીબ ના ખેલ... 8 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... 8

વાત ધીરજલાલ ને કહેવામાં આવી... પણ  ધીરજલાલ ધરા ને 10 તો   પાસ કરાવવા માંગતા જ હતા એટલે ધરા નો અભ્યાસ  બંધ કરવાની ધરા ના મામા ની વાત ધીરુભાઈ એ  નકારી કાઢી... પણ હવે ધરા ને બહાર ક્યાંય એકલી ન જાવા દેવી એ નક્કી થયું,  અને ધરા ની સ્કૂલ બંધ કરાવવામાં આવી... ફકત ટ્યૂશન કલાસ અને ટાઈપકલાસ શરૂ રાખવામાં આવ્યા... અને ત્યાં પણ હવે ધરા ના મામા એને તેડવા અને મુકવા જતા હતા... આમ તો આ પરાણે માથે આવી પડેલી ડ્યુટી ધરા ના મામા ને જરાય પસંદ ન હતી પણ ધીરજલાલ જમાઈ થાય ... બનેવી થાય.. અને ધરા ના નાનાજી ના અવસાન બાદ ધીરજલાલે ઘણી ફરજો નિભાવી હતી, એક સમયે એ જમાઈ ના બદલે દીકરો બની ને ઉભા રહ્યા હતા અને એ રીતે એમનું  ખૂબ જ માન હતું પોતાની સાસરી માં  એટલે  નછૂટકે કરવું જ પડે એમ હતું એટલે ધરા ના મામા આ જવાબદારી પુરી કરી રહ્યા હતા...
        શાળા છૂટી જતા ધરા ના ભણતર માં વાંધો ન આવે એટલે ધરા ના માસી ની શાળા માં ભણાવતા સર જે ધરા ના કલાસમાં પણ ભણાવતા હતા એ સર હવે ધરા ને ઘરે પણ ભણાવવા આવવા લાગ્યા...  જો કે એમને ઘરે ભણાવવા આવવા માટે ધરા ના માસી એ જ કીધું હતું...  જો કે આ  સર ખૂબ જ સમજુ હતા... ધરાના માસી અને મામા કરતા વધુ કોઠાસૂઝ ધરાવતા હતા.. ભલે ધરાના માસી એ એમને બધી વાત ન કીધી હોય પણ એ ધરા ના ચહેરા ને વાંચી શક્યા હતા.. અને એટલે જ ધરા ને ખૂબ પ્રેમથી.. જાણે ધરા એમની જ દીકરી હોય એ રીતે સમજાવી ને એને બધું શીખવતા હતા... 
       બીજી બાજુ ધરા પણ એમનો આ   લાગણીશીલ વ્યવહાર મહેસુસ કરતી હતી ... એને એના પપ્પાની વધુ યાદ આવતી હતી..  છેલ્લા થોડા સમય થી એની સાથે આ બધું જે બની રહ્યું હતું એમાં આ સર નો હેતાળ  સ્વભાવ જાણે મુર્જાયેલાં છોડને  માવજત આપતું જળ અને ખાતર હોય એમ  પુરવાર થતું હતું...
       
      ધરા ના મુરઝાયેલા  દિલ ને લાગણીભીની હૂંફ મળી રહી હતી... ધરા ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી... હવે ધરા અભ્યાસ માં ધ્યાન આપી શકતી હતી...  સર જે સમજાવતા હતા ધરા જલ્દી સમજી જતી હતી...  સર એ ધરા નું મન જાણવાની કોશિશ કરી.... પ્રેમ થી ધરા ને જરા પણ દુઃખ ન લાગે એ રીતે સર એ ધરા ને બધું પુછયું... સચ્ચાઈ જાણી...સર એ ધરા ની વાત માં ભરોસો કર્યો એ જ ધરા ને ખૂબ ગમ્યું... બાકી તો કોઈ ધરાની વાત સાચી માનવા જ તૈયાર નોહતું ... ધરા નું મન જાણે હળવું થઈ ગયું... કોઈ તો હતું જે એને સાચી માનતું હતું, એની વાત સાચી માનતું હતું...સર એ ધરા ને ખાત્રી આપી કે બધું સરખું થઈ જશે બસ તું ભણવામાં ધ્યાન આપ અને આ બોર્ડ ની પરીક્ષા માં પાસ થઈ જા...  સર ની વાત સાંભળી ને ધરા ને થયું કે કદાચ સર સાચું કહે છે.. પપ્પા નો ભરોસો પાછો જીતવા માટે એણે પાસ થવું જરૂરી છે,  અને પછી તો ધરા મન લગાવી ને ભણવા લાગી... પરીક્ષા ની તૈયારી પણ કરવા લાગી... 
       પણ મનથી  હળવી થયેલી ધરા માટે એટલું સહેલું ક્યાં હતું ?  ધરા ના મોટા મામા પરણેલા હતાં અને એમને ૨  દીકરા હતા... બન્ને નાના... મોટો દીકરો દોઢ પોણા બે વર્ષ નો અને નાનો દીકરો તો હજી  બસ ૫/૬ મહિના નો....   પહેલા તો સ્કૂલે જતી હતી ધરા એટલે ઘરમાં વધુ સમય જ ક્યાં આપી શકતી ?   પણ હવે સ્કૂલ તો બંધ થઈ ગઈ હતી એટલે આ નાના બે ય ભાઈઓને સાચવવાની  જવાબદારી જાણે ધરા ની હતી,...