બીડી નો ઢગલો થઈ ગયો હતો એમ છતાં પણ રામજી હજુ પણ બીડી ના ધુવાળા મારતો મારતો બેઠો હતો. આજ રામજી કંઈક અલગ મિજાજ માં દેખાતો હતો. સવારે પોતાની લારી માં બનેલી ચા આજ કંઈક અલગ લાગી હતી સ્ટેશન માસ્ટર ને. હોઈ શકે... રામજી એ ચા બનાવ ખાતર જ બનાવી હોઈ...!! ઊંડા ઊંડા વિચારો માં ખોવાયેલ રામજી આમ એકી ટશે સામે ઉભેલ ટ્રેન તરફ જોતો હતો. ટ્રેન ના તીવ્ર અવાજ એના કાન પાસે પહોંચતા જ નહતા. રોજ નું આ દ્રશ્ય એના માટે કઈ નવું ન હતું. છતાં પણ રામજી આજ એ દ્રશ્ય ને જોયા જ કરતો. રામજી રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ પર એક ચા ની લારી ચલાવતો. હા પોતે લારી નો મલિક ન હતો. પણ એક નોકરિયાત હતો. પેસેન્જર આમતેમ જતા હતા. છતાં રામજી ની નજર ખસી નહિ. એટલા માં અવાજ આવ્યો..
"કેમ અલ્યા... આજ કેમ ગીતો ગાતો નથી ?? ચૂપ ચૂપ બેઠો છે...? સ્ટેશન માસ્તર બોલ્યા.
રામજી ને નાનપણ થી જ ગીતો ગાવાનો શોખ. ઘરે આર્થિક પરિસ્થિતિ નબળી એટલે કોઈક ના ઘરે થી કે પછી ચા ની દુકાન ની ટી.વી. પર આવતા ગીત જોઈ ને શીખી જતો. યાદશક્તિ એટલી મજબૂત કે એક વાર જેવું તેવું સાંભળ્યું હશે તો પણ યાદ રહી જતું.
ચા ની લારી પર સવાર ના 9 વાગ્યા થી એની નોકરી શરૂ થતી ને રાતે 8 વાગે પુરી થતી. આટલા સમય ની અંદર એ ચા ની સાથે ગીતો નું પણ વેચાણ કરતો હોય એવું બનતું. એનું મોં આજે નિરાશા વાળું લાગતું હતું. સવાર થી એકેય ગીત નીકળ્યું ન હતું એના મોઢા માંથી....
" કઈ નહિ સા'બ... આજ તબિયત ઠીક નથી."
આવું કદી બન્યું ન હતું કે રામજી માંદો હોઈ ને ગીત ગયું ન હોઈ..!! એટલે માસ્તર સમજી ગયા કે કંઈક હોવું જોઈએ. માસ્તર અને રામજી બન્ને સાથે નોકરી પર લાગ્યા હોઈ એવું કહી શકાય. માસ્તર એ એની ડ્યૂટી જોઈન કરી એના બે ત્રણ દિવસ માં રામજી પણ ચા ની લારી પર નોકરી એ આવ્યો. બન્ને નું સ્ટેટ્સ અલગ હતું છતાં બન્ને વચ્ચે દોસ્તી જેવો સબંધ થઈ ગયો હતો. વર્ષો થી એકસાથે લાંબો સમય ભેગા રહેતા હોય એવું થઈ ગ્યુતું.
" અરે તબિયત તો ઘણી વાર ઠીક નોતી પણ તે એકાદ ગીત તો ગયું જ હોતું હો. . આજ કૈંક થયું છે બાકી તું આમ ઉદાસ ના હોઈ...એક સરસ ચા પીવડાવ ચલ ...પછી બોલ .....શુ વાત છે..?? માસ્તર બોલ્યા.
"ના ના બસ જૂનું બાળપણ યાદ આવી ગયું..." એટલું બોલતા રામજી ની આંખ માંથી આંસુ સરી પડ્યા...
"અરે અરે.... હવે તો તારે આખી વાત કહેવી પડશે... ચાલ બેસ અહીં વાત કર મને..." આશ્વાસન સાથે માસ્તર બોલ્યા.
"હવે આ જિંદગી બોવ ભારે લાગે છે સા'બ...થાય છે કે જિંદગી ઘણું બધું શીખવી ગઈ છે...!! દર્દભર્યા અવાજે રામજી બોલ્યો.
"એવું તે શું થઈ ગયું અચાનક જ...રામજી..!!"
"અચાનક તો કૈંક જ નથી પણ બસ હવે મારી લાગણી ને પ્રેમ ને ભૂલવો અશક્ય બન્યો છે..... આમ કેહતા કેહતા રામજી પોતાની ભૂતકાળ ની જિંદગી માં ચાલ્યો ગયો.....
( ઝીણો ઝીણો ઝરમતો વરસાદ ને એમાં કપડાં કાઢી ને બાળપણ ને ઝીલી ને નાહવાના દ્રશ્યો એની સમક્ષ ખડા થઈ ગયા હોય એવું લાગ્યું. )
સા'બ...નાનપણ માં ભલે ગરીબ હતા પણ જિંદગી માં ખુશી થી અમીર હતા. કયારેય એવું લાગ્યું ન હતું કે અમે ગરીબ છીએ. ઘણીવાર ભૂખ્યા પેટે પણ સુતા પણ આંખ માંથી આંખું ના ટપકતું... હવે તો જમ્યા પછી પણ આંખ સુકાતી નથી પાણી (અશ્રુ) થી... બાપુજી નું દેહાંત અમે નાના હતા તયારે જ થઈ ગ્યુતું. બા એ અમને ગુજરાન કરી ને મોટા કર્યા. એટલે ગરીબી માં ભણવાનું તો આવે જ નઈ. તો પણ અફસોસ નોતો સા'બ... જે આપ્યું એ સ્વીકારી ને જિંદગી જીવતા.
હું 17 વર્ષ નો હતો તયારે એક શેઠ ની ગાડી નો ડ્રાઇવર તરીકે રહી ગ્યોતો. શેઠ બહુ સારા હતા. મારુ કામ ને ઈમાનદારી ની એ બહુ કદર કરતા. શેઠ અને શેઠાણી ને પરિવાર સાથે ક્યાંય પણ જવાનું હોઈ એટલે હું એમની સાથે જ હોવ. શેઠ ને ત્યાં ઘણી વાર મોટા મોટા માણસો આવતા હોઈ. એ લોકો ને લેવા મુકવા મારે જ જવાનું હોઈ. મને પરિવાર નો એક સભ્ય ગણતા. શેઠે ઘણીવાર મને આર્થિક મદદ પણ કરેલી. એટલે મારુ ઘર થોડુંક વધુ સારું જીવવા લાગ્યું. બા એ મારા માટે એક છોકરી પણ ગોતી લીધી હતી. રાજીખુશી થી અમારા લગ્ન થયા. શરૂઆત માં શેઠ ની સાથે મારે 12 દિવસ બહાર ગામ જવાનું પણ થયું હતું. મને ત્યાં ઘણું બધું શીખવા મળ્યું હતું. ઘણી વાર શેઠ ઘરે ના હોઈ તો ઘર ની તમામ વસ્તુ લેવા જવી કે પછી બહાર ન બધા કામ મારે કરવા પડતા. હું અને મારી પત્ની બહુ જ ખુશ હતા એ જીંદગી માં. મારી પત્ની ઘરકામ કરી ને બા નું બહુ જ ધ્યાન રાખતી. હું મારા કામ માં વ્યસ્ત રહેતો. પણ હા ઈમાનદારી ના ચૂકતો.
ખબર નઈ પણ એકવાર મારા પર ઘર માંથી ઘરેણાં ચોરવાનો આરોપ લાગ્યો. શેઠ ને પૂરો વિશ્વાસ હતો કે હું આવું કદી ના કરું. પણ ખબર ના પડી કે કાવતરું કોનું હતું એ. શેઠ એ આખી વાત સમાધાન માં ફેરવી નાખું.પણ પછી મને ત્યાં કામ કરવામાં રસ ન રહ્યો હતો. હું વિચારતો જ હતો કે બીજે ક્યાંય કામ પર લાગી જાવ. એવામાં એકવાર મને ફોન આવ્યો કે તમને કોઈક મળવા માંગે છે શેઠ ના બાંગ્લા માં કોઠાર રૂમ માં. મેં પેહલા તો ના પાડી દીધી કે હું નઈ આવુ એમ. પણ એવું કહેવામાં આવ્યું કે તમારા માટે ફાયદાકારક છે. તમારા પર લાગેલ આરોપ બાબતે વાત છે. પછી થયું કે ચાલ નો જતો આવું. ત્યાં પોહચ્યો તો એક નોકર ઉભો હતો હાથ માં કાગળ લઈને. મને કાગળ આપી ને જતો રહ્યો. કાગળ વાંચ્યો એમાં ખાલી સમય અને ફોન નંબર લખ્યોતો. મને સમજાયું નઈ કે શું હશે. મેં એમાં આપ્યો એ સમયે એ નંબર પણ ફોન કર્યો. સામેથી એક લેડી નો અવાજ આવ્યો કે ઉપર 3જા રૂમ માં બોલાવે છે મેડમ તમને. શેઠાણી ને મારુ શુ કામ હશે ? હું ઉપર ત્રીજા રૂમ માં પહોંચ્યો. મેં દરવાજો ખખડાવ્યો.. અંદર અવાજ આવ્યો કે અંદર આવી જાવ. અવાજ શેઠાણી નો ન હતો. શેઠાણી ની બહેન રજા માં આવીતી એ હતી. મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું કે મને અહીં બોલવાનું કારણ ??
મને બેડ પર બેસાડ્યો અને પછી આરોપ બાબતે ધીમે ધીમે વાતચીત ચાલુ કરી એને. મને એના સંકેત બરાબર ન લાગ્યા. એ ધીમે ધીમે મારી નજીક આવવાનો પ્રયાસ કરતીતી. મેં ધડક દઈને ઉભો થઇ ને જવા ગયો ત્યાં એને મારો હાથ ખેંચી લીધો ને મને કીધું કે હું જેમ કવ એમ કર બાકી હું હમણાં શેઠ ને વાત કરી દઈશ કે તું મારા રૂમ માં ઘુષ્યો ને મારી સાથે જબરજસ્તી કરવા મંડ્યો. હું ગભરાઈ ગયો. એ દિવસ ના ચોરી ની વાત થી શેઠ મારા પર નજર તો રાખતા જ. હું શાંતિ થી બેસી ગયો. એ જેમ કેહવા લાગી એમ કરતો ગ્યો. એને મને કોલ્ડડ્રિન્કસ પીવડાવ્યું પછી મને ભાન ન રહ્યું. શારીરિક સંબંધો પણ બાંધ્યા. પછી મને ધાક ધમકી થી મારો ઉપયોગ કરવા લાગી. હું કોઈ ને કહી શકું એમ ન હતો. હું એક જાળ માં ફસાતો ગયો. મને ખબર ન હતી કે આ એક કાવતરું હતું જેમાં શેઠ અને એની સાળી શામેલ હતા.
હકીકત એમ હતી કે શેઠ ને એની સાળી સાથે લફરું થઈ ગયું હતું. બન્ને વચ્ચે ના શારીરિક સંબંધો થી એની સાળી માઁ બની ગઈ હતી. હવે આ વાત બાર આવે તો શેઠ ને પણ આફત આવે એવું થાય એટલે એની જાળ માં મને ફસાવ્યો. ઘર અને બાર એવું કહ્યું કે મેં એના પર બળાત્કાર કર્યો અને એ માઁ બની. શેઠ રૂપિયા વાળા એટલે મારુ કશુ ચાલ્યું નઈ એકેય જગ્યા એ. ઉલટા નું ખોટો મને ચોર પણ સાબિત કર્યો. નોકરી માથી કાઢી મુક્યો. એ સમયે મારી પત્ની ને પણ છઠ્ઠો મહીંનો ચાલતો હતો. પણ મારી પત્ની ને આ વાત ની ખબર પડતાં એ મને છોડી ને ચાલી ગઈ. થોડા સમય પછી મારી સાથે બનેલ બનાવ ના આઘાત માં બા પણ ગુજરી ગયા. સુખ માં સહુ સાથ આપે દુઃખ માં ચાલ્યા જાય એમ ભાઈ બહેન પણ મને છોડી ગયા. હું એકલો પડી ગયો હતો સાવ. દુઃખ ભરેલી જિંદગી માં બસ બેસી રહેતો રોડ પર. કોઈ ખાવાનું આપે તો ખાઈ લવ બાકી રસ્તા પર સૂઈ જતો. હું મારા બાળક ની રાહ માં દિવસો પસાર કરતો. મને એ પણ ખબર ન હતી કે મારું બાળક ક્યાં હશે કેવું હશે...
અચાનક જ એક વાર હું રોડ પર બેઠો હતો ત્યાં મને એક કાર માં મારી પત્ની જેવી કોઈ સ્ત્રી બેઠી હોઈ એવું દેખાયું. કાર ઝડપથી ગતિ માં હતી એટલે મને સ્પષ્ટ ના દેખાયું. મેં વિચાર્યું કે મારો ભ્રમ હશે. પણ આ જ ઘટના બીજી વાર બની. હવે મને સ્પષ્ટ હતું કે એ સ્ત્રી માં પત્ની જ છે બીજું કોઈ નઈ. પણ આમ કાર માં...!! મેં આ ઘટના પર વિસ્તૃત વિચાર કર્યો. એવું બની શકે ખરા..? થોડા દિવસ પછી ફરિથી એ કાર નીકળી ને મેં એનો પીછો કર્યો. છેવટે એ કાર શેઠ ના બંગલે ઉભી રઈ. હું સ્તબ્ધ થઈ ગયો. કાર માંથી મારી પત્ની અને શેઠ ઉતર્યા. હું જોતો જ રહી ગયો. ધીમે ધીમે મેં શેઠ ના બાંગ્લા નજીક છુપી થી જોવાનું નકી કર્યું. પછી ખબર પડી કે શેઠાણી તો મારા નોકરી મુક્યા પછી તરત જ વીજળી શોટ માં મૃત્યુ પામ્યા અને મારી પત્ની ને શેઠાણી તરીકે ત્યાં રાખી લીધી. પણ મારી પત્ની ને બાળક હતું એનું શુ..? પણ મને બરબાદ કરવામાં શેઠ ને એની સાળી જ નહીં પણ મારી પત્ની નો પણ પૂરો સાથ હતો. મારી પત્ની બાંગ્લા ના સપના જોતી અને હું કહેતો કે આપણી જિંદગી આ નાના ઘર માં છે. પણ મને શું ખબર કે મારી પીઠ પાછળ એ એક રમત રમી રહી છે. એના પેટ માં ઉછરેલ બાળક વાસ્તવ માં મારું ન હતું. એ શેઠ નું હતું. પગ નીચે થી જમીન ખસી ગઈ. શુ કરવું એ સમજાતું ન હતું.
હું દારૂ ની લત માં લાગ્યો. આખો દિવસ શરાબ માં રચ્યો પચ્યો રહેતો. દુઃખ કેહવા માટે કોઈ મળ્યું ન હતું. બસ શરાબ ને મેં મારી જિંદગી ગણી લીધી હોઈ એમ જીવતો. ગમે ત્યાં પડ્યો રહેતો. રાત દિવસ ની કઈ ભાન ન રહેતી. કહેવાય છે ને કે જિંદગી ના પાનાં હમેશા બદલાતા હોઈ. મારુ પણ આમ કાંઈક એવું જ બન્યું. એક દિવસ હું ખૂબ શરાબ પી ને રોડ પર પડયોતો. કેટલાય કલાક સુધી એમ જ હતો અર્ધજાગૃત અવસ્થામાં. કોઈ આવ્યું ગાડી માંથી ને મને ઉચકી ને લઈ ગયું. જયારે હું સંપૂર્ણ ભાન માં આવ્યો તયારે ખબર પડી કે કોઈ મોટા ઘર માં હું પથારી પણ સૂતો હતો. થોડો ઉંમર વાળો લગભગ 45વર્ષ નો એક પુરુષ મારી બાજુ માં આવી ને બેસી ગયો ને મને કહ્યું.. તારે કામ કરવું છે અમારી હારે.. દારૂ જુગાર સેક્સ કાર બધું મળશે. મને થયું એવું તે વળી શુ કામ હશે જેમાં આ બધું થઈ શકે..? મેં કઈ વિચાર્યા વિના હા પડી દીધી.
કામ હતું મારુ 'male prostitute' નું. એટલે કે મારે જુદી જુદી સ્ત્રી સાથે સેક્સ કરવાનું. એવી સ્ત્રી જેની પાસે બધું જ છે ભૌતિક સુખ માટે નું પણ શારીરિક સુખ ને હવસ માટે કઈ ના હોઈ એવી. એના બદલા માં મને રૂપિયા અઢળક મળતા. રૂપિયા વાળી સ્ત્રી પાસે બધું જ હોઈ...ગાડી બાંગ્લા દોલત.. પણ પતિ નો પ્રેમ ન હોઈ. પતિ પાસે સમય નો અભાવ એટલે એ બીજા પુરુષ પાસેથી પોતાની શારીરિક હવસ નો શિકાર બનતી. મને આ કામ કરવા માં કઈ અણગમો ન થ્યો કેમ કે મારી પત્ની એ પણ છેવટે મને છોડ્યો જ હતો રૂપિયા માટે. હું આ કામ માં જોડાયો. માલિકે મને અહીં ચા ની લારી પર દિવસે નોકરી પણ રાખ્યો ને રાતે બીજા કામ કરવાના. હા એ સાચું કે મને રાત ના કામ માં રૂપિયા બહુ મળતા છતાં દિવસે હું અહીં શુકામ કામ કરૂં? પણ દિવસ ની અહીં ની નોકરી મારી બા ની યાદ ને જોવા માટે અહીં કામ કરતો. લોકો ને અહીં જોતો ને બાળપણ યાદ કરતો. બા જેવી ઘણી ઘરડી ડોસી ને જોતો પેસેન્જર માં ને બા ને બાળપણ એમ જોયા કરતો. રાત ની નોકરી મારી પત્ની ની યાદ ને ભૂલવા કરતો. રોજ નવી નવી સ્ત્રીઓ આવતી. અમુક તો હું પ્રિય બની ગયો હતો. એમને મારા સિવાય બીજું કોઈ સંતોષ આપી પણ ના શકતું. હું મારું કામ ઈમાનદારી થી કરતો. રૂપિયા લેતો પણ સામે ખુશ કરી ને જતો. પણ કાલ કંઈક અલગ જ બન્યું. મને માલિક નો ફોન આવ્યો કે કાલ એક નવું કલાઈન્ટ આવે છે. ખુશ કરી દેજે. રૂપિયા વાળી પાર્ટી છે. મેં કીધું એમા કઈ કચાશ નહીં થાય.
હું બતાવ્યા પ્રમાણે અમારા ધંધા ના બાંગ્લા માં પ્રવેશ્યો. પણ જોતા જ મારી આંખો ફાટી ગઈ.... આટલા વર્ષો પછી....
આજ ની મારી કલાઈન્ટ હતી મારી ભૂતપૂર્વ પત્ની...
હું જૉતોજ રહી ગયો...એને પણ નવાઈ લાગી... એ ફટાફટ ત્યાંથી નીકળી ગઈ. મેં મલિક ને ફોન કરી ને કહી દીધું કે હવે પછી હું આ કામ માં જોડાઈશ નહિ.
સા'બ .... વિચાર એમ થાય છે કે સ્ત્રી શુ કામ ધન દોલત ની પાછળ આટલી ઘેલી બની જાય છે .. નિસ્વાર્થ પ્રેમ ને છોડતા જરા પણ અચકાતી નથી... પછી એ રૂપિયા અને એશારામ માટે કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે...!!
મારી પાસે એશારામ ન તો પણ પ્રેમ ખૂબ હતો સા'બ.....પણ એણે એ દિવસે પ્રેમ ને છોડ્યો... જયારે આજે એની પાસે બધું જ છે ... એક પ્રેમ જ નથી...હવસ ની શિકાર બની ગઈ હતી.....!! "
" વાત તારી બધી સાચી છે રામજી, પણ અત્યંરે બધા ને ધન દોલત ગાડી બાંગ્લા એશારામ માં જીવવું છે .... હું પણ એમાં માનું છું કે જિંદગી ના પાનાં ફરતા હોઈ છે. જે પરિસ્થિતિ મળે એમાં જીવતા શીખવું એનું નામ જ જિંદગી...પણ અમુક પ્રેમ ને પારખે છે અને અમુક પ્રેમ ને માપે છે... પ્રેમ પરખવાથી મળે છે માપવાથી નહિ... તારી પત્ની એ જે કર્યું એનો અફસોસ એ અત્યરે ભોગવે જ છે... અને તારી સાથે જે બન્યું એને ભૂલવા તે અત્યર સુધી જે કર્યું એ... હવે તે એ બંધ કરી દીધું એ સારી વાત છે.... ચાલ હવે તું ફરીથી નવી જિંદગી માં જીવવાનું શરૂ કરી દે..
ચાલ ફરીથી આપણે એક ચા પીએ... સરસ મજાની કડક મીઠી આદુ વળી ચા બનાવી દે... સાથે એક મસ્ત ગીત પણ સંભળાવી દે...ચાલ" માસ્તર આશ્વાસન ભાવેથી બોલ્યા.
રામજી સ્વસ્થ થઈ ગયો...આંખો લૂછી ને ચા બનાવા લાગ્યો...
થોડી વાર પછી ...
"લ્યો સા'બ... કડક મીઠી ચા...."
પછી ફરીથી રામજી ગીત રટવા મંડ્યો.....
"ઇતની સી હસી....ઇતની સી ખુશી.... ઈતના સા ટુકડા ચાંદ કા..
ખ્વાબો કે તીનકો સે...ચલ બનાએ આશિયાના..."