જ્યોતિબેન ની આંખ માંથી આંસુ સુકાતા ન હતા. જ્યોતિબેન નો દીકરો વિવાન ઘર છોડી ને મરવા માટે જતો રહ્યો હતો.
વિવાન 9માં ધોરણ માં ભણતો હતો. વિવાન ના પિતા ફેકટરી માં આગ લાગતા મૃત્યુ પામ્યા હતા. નાનપણ થી વિવાન ને એની માતા એ ઉછેર્યો હતો. ઘરકામ અને સિલાઈ કામ કરી ને ગુજરાન ચલાવ્યું હતું. જયોતિ બેન ની ઇચ્છા એવી કે વિવાન ભણવામાં હોશિયાર બને અને પ્રથમ નંબરે આવે. એ માટે એ તનતોડ મેહનત કરતા. પણ વિવાન ભણવામાં હોશિયાર ન હતો. એનું મગજ ભણવા કરતા બીજી ઈતર પ્રવૃત્તિ માં ચોટયું રહેતું જેમ કે મશીનરી કામ, ચિત્ર કામ, અન્ય કલા કારીગરી . પણ જ્યોતિબેન એ આ ન ગમતું કે એ બીજા વિષયો માં રસ લે. હમેશા એ વિવાન ને ભણવા માં રસ લેવા મજબૂર કરતા.
આખો દિવસ ભણવા સિવાય બીજે ધ્યાન હોઈ. એટલે પરીક્ષા માં સારા માર્ક્સ ન આવે. એટલે માસ્તર પણ ખીજાય ને મિત્રો પણ મશ્કરી કરતા. ઘરે જ્યોતિબેન પણ ખિજાતા. વિવાન માટે આ કાયમી પરિસ્થિતિ બની જતી. કરકસર થી જીવી ને મેહનત કરી ને ભણાવવા છતાં પણ વિવાન રસ ન લેતો હોવાથી જ્યોતિબેન કયારેક ગુસ્સા માં માર પણ મારતા. પ્રેમપૂર્વક વર્તન પણ ન કરતા. હમેશા પ્રથમ નંબર ની ઝંખના રાખતા.
રોજ રોજ ની આવી માથાકૂટ થી કંટાળી ને વિવાને એક રાત્રે ચિઠ્ઠી લખી ને જતો રહ્યો.... બીજે દિવસે ટ્રેન ના પાટા પરથી એની લાશ મળી...
ચિઠ્ઠી ખોલતા...જ્યોતિ બેન નું હૈયું ફાટી ગયું... લખ્યું હતું કે...
" હે માઁ... નાનપણ થી તે મને માઁ બાપ ની ફરજ પુરી પાડી હતી. તે સંકટમય પરિસ્થિતિ માં મારો ઉછેર કર્યો હતો. તારો પ્રેમ ને લાગણી મારા પર અખૂટ હતી.હું પણ ઈચ્છતો કે બીજા બધા ની જેમ તારું સપનું પૂર્ણ કરું. પણ મારા માં એટલી શક્તિ ન હતી કે હું એ પૂર્ણ કરું... પણ મને હોશિયાર બનાવની તારી ઘેલછા એ મને ગાંડો કરી દિધો હતો. તારા સપના ને ઈચ્છાઓ પાછળ તું એ પણ ભૂલી ગઈ કે તારો દીકરો શેમાં કાબીલ છે. તે કયારેય એ ના વિચાર્યું કે હું શું ઈચ્છું છું ?? મને શેનો શોખ છે ?? મારી ખુશી શેમાં છે ?? હંમેશા પ્રથમ નંબર ની દોડ માં તું તારા દીકરા ને મેદાન માં દોડાવતી જ રહી. પણ જો રમત જ બીજી હોઈ તો એ મેદાન શુ કામ નું..!!
તારી ઘેલછા ને હમેશા પૂર્ણ કરતા મથતી. શાળા એ માસ્તર નો માર ને ઘરે તારા ગુસ્સા ભર્યા વ્યવહારો... મિત્રો પણ હાંસી ઉડાવતા. હું એકલો પડી ગયો હતો. તું કદી મિત્ર બનીને ના જીવી શકી મારી સાથે. રોજેરોજ ના આ પ્રથમ નંબર લાવવાના પડઘા મને માનસિક રીતે ધીમે ધીમે મારી નાખતા હતા. રાત દિવસ બસ મને એ જ સંભળાતા...હું અંદર અંદર મુંજાયેલો રહેતો. તે કદી એ જાણવાનો પ્રયાસ પણ ન કર્યો કે હું કેમ રોજેરોજ મૌન થતો જાવ છું. મારી ઉદાસી પણ તને નજર માં ના આવી..!!
કાશ..! એકવાર તે નજીક આવી ને પારખ્યું હોત તો..!! મારી અંદર રહેલી શક્તિ ને કળા ને બહાર વહેવા દીધી હોત તો..!! તારા દીકરા માં ભણવા સિવાય ઘણું બધું બીજું ટેલેન્ટ હતું...
માઁ એકવાર. . એકવાર મારી અંદર આવી ને જોયું હોત તો કે તારો દીકરો શેમાં પ્રથમ છે...!!!
મારા આ કૃત્ય થી કદાચ તારા આ વેવિશાળ બલિદાન પર કલંક લાગશે. પણ માઁ મને માફ કરજે. તારા સપનાઓ ને પૂર્ણ કરવા હું બીજા જન્મ માં ફરીથી તારો દીકરો બની ને આવીશ.... તારા અધૂરા સપનાઓ ને પૂર્ણ કરીશ...
તારો લાડકવાયો.... ઠોઠ નિશાળીયો.