હું તારી યાદમાં (ભાગ-૧૨) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં (ભાગ-૧૨)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમા આપણે જોયું કે રવિ અને નીલ અંશને ઘરે લઈને આવે છે. અંશ અદિતિને ફોન કરે છે પણ એ કટ કરી નાખે  છે અંતે અદિતિ વાત કરે છે અને કારણ વિના બ્રેકઅપ કરી નાખે છે. અંશ અદિતિને મનાવવા ઘરે જાય છે તો અદિતિનો ભાઈ અંશને મારે છે. અંશ ખરાબ હાલતમાં ઘરે આવે છે અને સ્મોકિંગ કરીને બધી વાતો યાદ કરે છે અને સુઈ જાય છે. સવારમાં પોતાના મિત્રોને ઘરે બોલાવે છે અને રવિ,નિલ અને મિત તેની આ હાલત જુએ છે. અંશ તેમને થયેલી રાતની ઘટના જણાવે છે.)

હવે આગળ......

રવિ : આટલું બધું થઈ ગયું અને તું અત્યારે છેક અમને કહે છે.
અંશ : અરે રાતે તમને શું લેવા હેરાન કરવા જોઈએ મારે એટલે ના કીધું.
મિત : હું તો તમારો કાઈ લાગતો જ નથી ને. મને તો કાંઈ કેહતાજ નથી તમે લોકો.
નીલ : અરે તને અને માનસીને ડિસ્ટર્બ નહોતા કરવા એટલે તને કાઈ ના કીધું.
મિત : હા, અને આ સફાને કાંઈક થઈ ગયું હોત તો તમે તમારી.......ફડાવેત. (ગુસ્સામાં)
રવિ : તમે બંધ થાઓ અને ચાલો અદિતિના ભાઈને ઘરેથી જ ઉઠાવી લઈએ.
અંશ : એવું કંઈ નથી કરવું. એને જવા દો. અદિતિનો પ્રોબ્લેમ છે એટલેજ એને આવું કર્યું.
રવિ : પણ એણે આવું કર્યુંજ કેમ ? એ તો તને પ્રેમ કરતી હતી ને ?
અંશ : હા, પણ એજ નથી ખબર આ આખું ચક્કર છે શું ? મારુ મગજ હેંગ થઈ ગયું છે વિચારીને કાલ રાતનું.
રવિ : ઠીક છે, હવે એકજ રસ્તો છે.
અંશ : શુ છે ?
રવિ : અદિતિને ભૂલી જા. 
અંશ : કઈ રીતે ભૂલું. પહેલો પ્રેમ છે મારો અદિતિ.
રવિ : અમને ખબર છે પણ એજ તને ભૂલવા માંગે છે તો તું એની લાઈફમાં સામેથી શુ લેવા જાય છે. એનું ઉદાહરણતો તે કાલે રાતે જોઈ લીધું ને. જો એ તને પ્રેમ કરતી હોત તો એના પપ્પા અને ભાઈને બોલાવીને તને માર ના ખવડાવેત. એને પ્રૂફ આપી દીધું છે કે હવે એને એની જિંદગીના તારી કોઈ જરૂર નથી.
નીલ : અંશ, રવિ સાચું કહે છે. તું હવે અદિતિને ભુલીજા એ જ તારા માટે સારું છે.
મિત : ચાલ હવે રેડી થઈ જા. દવાખાને જઈને તારી મલમપટ્ટી કરાવતા આવીએ. અને આ સિગારેટના ઠૂંઠા અહીંયા કેમ નાખ્યા છે. તારા પપ્પા જોઈ ગયા તો તારી પતર ફાડી નાખશે. (હસતા હસતા)
રવિ, નીલ અને મિત અંશને દવાખાને લઈ જાય છે અને મલમપટ્ટી કરાવીને ઘરે આવે છે. ઘરે આવીને ચારેય બેસે છે. રવિ, નીલ અને મિત આ 2 દિવસ જ્યાં સુધી એના મમ્મી – પપ્પા ના આવે ત્યાં સુધી અહીંયાંજ રોકાવાનું વિચારે છે કારણકે એમને વિશ્વાસ હોય છે કે નક્કી અંશ કાંઈક ખોટું પગલું લઈ લેશે અને અદિતિ પાસે જઈ ચડશે. અંશના મગજમાં હજી પણ એજ વિચારો આવતા હોય છે કે આખરે અદિતિએ આવું કર્યું શુ લેવા ? અંશને વિશ્વાસ હતો કે અદિતિ ટાઈમપાસ ના કરી શકે કારણકે એ પણ જાણતો હતો કે અદિતિ તેને કેટલો પ્રેમ કરતો હતો. રવિ, નીલ અને મિત ત્રણેય અંશની સામે જોઈ રહ્યા હતા. એ ત્રણેય જાણતા હતા કે આ વાત સામાન્ય નથી. અંશ માટે અદિતિને ભૂલવું ખૂબ મુશ્કેલ છે પણ આ વાત હવે એટલી આગળ વધી ગઈ હતી કે આનો કોઈ ઉપાય બચ્યો નહોતો. હવે અંશ પાસે એકજ રસ્તો હતો કે અદિતિને ભૂલી જાય અને પોતાની જિંદગીમાં આગળ વધે. આ બાજુ અદિતિની હાલત પણ કંઈક એવી જ હતી. એના માટે પણ અંશને ભૂલવો સહેલી વાત નહોતી. અદિતિને પોતાના કર્યા પર થોડો ઘણો પછતાવો થઈ રહ્યો હતો કે કદાચ મેં અંશ સાથે એકવાર વાત કરી લીધી હોત તો કદાચ…… પણ હવે આ વાત એના પરિવાર સુધી પહોંચી ગઈ હતી. હવે અદિતિ ઘણી આગળ નીકળી ગઈ હતી અને પાછી વળી શકે એવી પરિસ્થિતિ હતી જ નહીં. અદિતિ જ્યારે પણ અંશને માફ કરવાનો વિચાર કરતી હતી ત્યારે એની નજર સામે એ દૃશ્ય આવી ચડતું હતું જે એને લાઇબ્રેરીમાં જોયું હતું અને તે અટકી જતી હતી. આ વિચાર હમેશા એને અંશથી વધુ દૂર કરી રહ્યો હતો. બંને જણા વચ્ચે એક એવી ગેરસમજ ઉભી થઇ હતી જેને બંનેને હમેશા માટે એકબીજાથી અલગ કરી નાખ્યા હતા. આપણા જીવનમાં પણ ઘણીવાર આવી પરિસ્થતિ ઉદભવતી હોય છે. ક્યારેક સામે વાળા પાત્રને સમજવામાં ભૂલ કરીએ છીએ અથવા એને સમજ્યા વગર નિર્ણય લઈ લઈએ છીએ જે બંનેની હસ્તી – રમતી જિંદગી બરબાદ કરી નાખે છે. અંશ અને અદિતિ વચ્ચે પણ કંઈક આવુજ થયું હતું. એકબીજાને સમજ્યા વગર લેવાયેલા અદિતિના નિર્ણયે બંનેના ચહેરા પરનું સ્મિત છીનવી લીધું હતું. અંશ પાસે પણ અદિતિની રાહ જોયા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. આમ ને આમ થોડા દિવસો વીતી ગયા. સવારે અંશનો દિવસ અદિતિની યાદો સાથે શરૂ થતો હતો અને સાંજે અદિતિની યાદો સાથે પૂર્ણ થતો હતો. અદિતિ સાથે અંશને એ પ્રકારે પ્રેમ થઇ ગયો હતો કે હવે એના સિવાય બીજી કોઈ છોકરી પસંદ નહોતી. અંશ દરેક છોકરીમાં અદિતિને શોધતો ફરતો હતો અને અદિતિના મળતા પઓટની આંખ ફેરવી લેતો હતો. અંશ ઘણીવાર અદિતિનો ફોન નંબર ટ્રાય કરતો હતો પણ દરેક વખતે એ નમ્બર બંધ દેખાડતો હતો. ઘણીવાર પ્રિયાને ફોન કરવા છતાં પણ પ્રિયા પણ એ જવાબ આપતી હતીકે અદિતિ એના કોન્ટેક્ટમાં નથી અને ક્યાં છે એ પણ ખબર નથી અને હું પણ હવે મારા ઘરે પછી આવી ચૂકી છું.
આ દરમિયાન અદિતિએ આ બધી વાતોથી દૂર રહેવા માટે અને પોતાનો સમય કાઢવા માટે જોબ શરૂ કરી દીધી હતી. અદિતિને બરોડામાં એક સારી કંપનીમાં જોબ મળી ગઈ હોવાથી તે બરોડા શિફ્ટ થઈ ગઈ હતી. શરૂઆતમાં અદિતિના મમ્મી – પપ્પાએ અદિતિને એકલી જવા માટે આનાકાની કરી હતી પણ અદિતિએ થોડા ટાઈમ એકલા રહેવાનું અને પોતાની લાઈફમાં આગળ વધવાનું કારણ આપ્યું હોવાથી તેઓ માનવ માટે તૈયાર થયા હતા. અદિતિએ પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો અને પ્રિયાને પણ અંશ કે કોઈને પણ આ વાત જાણ કરવા માટે મનાઈ કરી હતી. અંશે પણ પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે અમદાવાદ છોડીને મુંબઈમાં એક જોબથી પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી અને ધીરે ધીરે પોતાના જીવનમાં આગળ વધી રહ્યો હતો.
આ વાતને લગભગ ૩.૫ વર્ષ જેવો સમય વીતી ગયો હતો. અંશ અને અદિતિ બંને પોતાના જીવનમાં મુવ ઓન કરીને આગળ વધી ગયા હતા. અંશ પણ પોતાના કામ અને મહેનતના કારણે એક સારી એવી કંપનીમાં મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ચુક્યો હતો અને અદિતિ પણ પોતાના જીવનમાં આગળ વધી ચુકી હતી. આટલા સમય પછી અચાનક અદિતિના જીવનમાં એક વળાંક આવે છે. એક દિવસ અદિતિને પ્રિયનો ફોન આવે છે અને બંને વચ્ચે વાત થાય છે.
અદિતિ : હાઈ પ્રિયા.
પ્રિયા : હેલો, અદિતી કેમ છે ?
અદિતિ : મજામાં અને તું ?
પ્રિયા : હું પણ મજામાં છું. જોબ કેવી ચાલે છે ?
અદિતિ : ખૂબ સરસ. તારે કેવી ચાલે છે ?
પ્રિયા : મારે પણ મસ્ત ચાલે. અરે એક વાત કેવી હતી.
અદિતિ : હા, બોલ શુ કહેવું હતું.
પ્રિયા : મને એક જાણકારી મળી છે.
અદિતિ : આરે યાર બોલને જલ્દી મારાથી રાહ નથી જોવાતી.
પ્રિયા : અંશનો કોઇ વાંક નહોતો. તમારી સાથે બધુજ ખોટું થયું હતું.
અદિતિ : એટલે ?
પ્રિયા : તે દિવસે  અંશના ડ્રિન્કમાં કાંઈક મેળવવામાં આવ્યું હતું જેના કારણે એની સાથે શુ થયું એ પણ ભાન નહોતું એને. તે જે કાંઈ પણ જોયું એ બધુજ ખોટું હતું યાર. એને તો ખબર પણ નહોતી કે એની સાથે શુ – શુ થયું હતું. 
અદિતિ : શુ વાત કરે છે ?
પ્રિયા : હા. આ વાત સાચી છે.
અદિતિ : કોણે કર્યું હતું આવું ?
પ્રિયા : મારે નામ આપવાની જરૂર નથી. તને ખબરજ છે આવું કોણ કરી શકે છે.
અદિતિ : પણ એણે કર્યું શુ લેવા આવું ? શુ મળ્યું એને મને મારા પ્રેમથી અલગ કરીને.
પ્રિયા : ખબર નહિ. બસ મને ખાલી એટલીજ ખબર છે.
અદિતિ : પ્રિયા, હું કઈ રીતે પોતાની જાતને માફ કરીશ. મેં પણ જોયા વગર અંશ સાથે……..(રડવા લાગે છે)
પ્રિયા : રડીશ નહિ. જે થવાનું હતું એ થઈ ગયું છે. જો એ તારા નસીબમાં હશે તો ફરી પાછો પણ મળી જશે.
અદિતિ : કઈ રીતે ?
પ્રિયા : ૬ મહિના પછી આપના લવબર્ડ્સ મિત અને માનસીના મેરેજ છે. કદાચ ત્યાં અંશ પણ હોય તો…..
અદિતિ : ઠીક છે. હું રાહ જોઇશ. 
પ્રિયા : આટલા વર્ષો તું રહી છું ને તો હજી પણ રહી જા ૬ મહિના.
અદિતિ : હા, પણ હું એની સામે ફેસ કઈ રીતે કરીશ એ નથી સમજાતું મને. કારણકે મેં જે દુઃખ આપ્યું છે એના પરથી મને નથી લાગતું કે કદાચ એ મારા પર ફરીવાર વિશ્વાસ કરશે પણ. અને હું એની સામે પણ નહીં જઇ શકું. કારણકે મારામાં હિંમત નથી રહી એને સામેથી જઈને બધું સાચું કહેવાની. કદાચ એને એની નવી લાઈફ પણ શરૂ કરી દીધી હશે.
પ્રિયા : ચિંતા ના કરીશ. નસીબમાં લખેલું ક્યારેય કોઈ છીનવી શકતું નથી. 
અદિતિ : ઠીક છે.
પ્રિયા : સારું ચાલ બાય. 
અદિતિ : બાય.
અદિતિને ખુબજ દુઃખ થાય છે. કારણકે એને અંશને સમજવાનો પ્રયત્ન કર્યા વગર એની સાથે બહુજ ખરાબ વર્તન કર્યું હતું. એને એવી સજા આપી હતી જેનો એને ક્યારેય ગુનો પણ નહોતો કર્યો. આજે એ પોતાને માફ નહોતી કરી શકતી. કઈ રીતે એ અંશનો સામનો કરશે એ નહોતી સમજી શકતી. અદિતિમાં હિંમત નહોતી રહી અંશ સામે જઈને હકીકત જણાવવાની અને માફી માંગવાની છતાં પણ એના મનમાં એક આશા હતી. હવે અદિતિને લાગતું હતું કે આ ૬ મહિના પણ કઈ રીતે નીકળશે. અંશનો કોઈ કોન્ટેક્ટ નહોતો એની પાસે અને એ પણ નહોતી ખબર કે તે કઈ જગ્યાએ હતો. ક્યારેક આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે. આપણે ક્યારેય સામેવાળા માણસને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા હોતા. ક્યારેય એના દિલમાં શુ છે એ પણ જાણવાનો પ્રયત્ન નથી કરતા. સામેવાળો માણસ જ્યાં સુધી એની હદ આવી જાય ત્યાં સુધી સહન કરે છે અને અંતે હારીને થાકી જાય છે ત્યારે આપણને એની કિંમત સમજાય છે પણ ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. રિલેશનશિપ પણ ત્યારેજ ટકે છે જ્યારે બંને તરફથી એકબીજાને સરખો પ્રેમ અને કેર મળતી હોય છે. હવે બસ અદિતિ પણ એ સમયની રાહ જોઈ રહી હતી જે ૬ મહિના પછી આવવાનો હતો. ધીરે ધીરે ૬ મહિના પુરા થાય છે અને અંતે એ સમય આવી જાય છે જેની અદિતિ રાહ જોઈ રહી હતી.

To be Continued.....

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_