Hu tari yaad ma - 11 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં (ભાગ-૧૧)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે જોયુકે કોલેજના છેલ્લા દિવસે અંશ ફેરવેલ સ્પીચ આપે છે અને પછી કોલેજમાં પાર્ટી થાય છે. પાર્ટી દરમ્યાન અંશને કોઈ નશીલો ડોઝ આપે છે. અદિતિ અંશને રિયા સાથે બોલ્ડ હાલતમાં જોઈ જાય છે. રવિ અને નીલ અંશને ઘરે લાવે છે અને નિકેતન જણાવે છે કે આ બધું ડોઝના કારણે થયેલું છે.)
હવે આગળ.....

રવિ : અચ્છા, મતલબ કે જે કાંઈ થયું એ ડ્રિન્કના કારણે થયું છે.
અંશ : હા, કદાચ એવું જ છે.
નીલ : એટલે કોઈ આપણી જ કોલેજનું છે જેને આવુ કર્યું.
અંશ : પણ ડ્રિન્ક પીવડાવીને એને કર્યું શુ ?
રવિ : તને કોણે સપોર્ટ આપ્યો એ ખબર છે તને ?
અંશ : ના, મને કંઈજ યાદ નથી.
નીલ : ઠીક છે. એ હરામીને તો આપણે શોધી લઈશું.
અંશ : મારા હાથમાં આવ્યો તો એ બચશે નહિ.
નીલ : પણ આપણે કરીશું શુ ? કારણકે કોલેજનો છેલ્લો દિવસ હતો આજે.
રવિ : એ વાત પણ સાચી છે. હવે કઇ રીતે હાથમાં આવશે.
અંશ : જો એના નસીબ ખરાબ હશે તો હાથમાં આવી જશે.
રવિ : ઠીક છે એ બધું જોયું જશે. હવે આગળના ભવિષ્યનો શુ પ્લાન છે એ પણ વિચારવું પડશે. કોલેજતો પુરી એટલે હવે નોકરી ધંધાનું પણ વિચારવું પડશે. અત્યારે તું આરામ કર. અમે બંને નીકળીએ છીએ.
અંશ : ઠીક છે. અરે મિત ક્યાં છે ?
નીલ : એ માનસી સાથે છે. બંનેનો છેલ્લો દિવસ છે તો એન્જોય કરતો હશે.
અંશ : ઠીક છે.
રવિ અને નીલ નીકળે છે અને અંશ આરામથી બેસે છે. આજે ડાન્સ કરતા કરતા એ અદિતિને મૂકીને જતો રહ્યો એટલે મેડમ રિસાઈને ઘરે જતા રહ્યા હશે એમ વિચારીને એને મનાવવા માટે મેસેજ કરે છે. સાંજના 8 વાગી ગયા હતા પણ હજુ સુધી અદિતિનો કોઈ મેસેજ કે કોલ નથી આવ્યો હોતો. અંશ પોતાનું વોટ્સએપ ચેક કરે છે જેમાં મેસેજ સીન થયો હોય છે પણ અદિતિ તરફથી કોઈ રીપ્લાય નથી આવ્યો હોતો અને એનું ડીપી પણ રિમુવ હોય છે. અંશ સમજી જાય છે કે જરૂર મેડમ રેસાઈ ગયા છે અને ફરીવાર મેસેજ કરે છે. અડધી કલાક થઈ જાય છે પણ અદિતિનો કોઈ રીપ્લાય નથી આવ્યો હોતો. અંશ અદિતિને કોલ કરે છે પણ અદિતી ફોન કટ કરી નાખે છે. અંશ અદિતિને ટેક્સ્ટ મેસેજ કરે છે છતાં પણ અદિતિ એને કોઈ જવાબ આપતી નથી. ૧૦ જેવા ફોન કર્યા પછી અદિતિ ફોન ઉઠાવે છે.
અંશ : હેલો, શુ થયું તને ?
અદિતિ : કાઈ નથી થયું.
અંશ : તો પછી કેમ ફોન નથી ઉઠવતી કે મેસેજના જવાબ પણ નથી આપતી ?
અદિતિ : તને બધીજ ખબર છે. મને પૂછવાની કોઈ જરૂર નથી.
અંશ : પણ મેં શુ ભૂલ કરી ?
અદિતિ : એ તને ખબર. હવે મને મેસેજ ના કરતો કે મને કોલ પણ ના કરતો.
અંશ : અરે અદિતિ, રિસાઈ કેમ જાય છે ? ખાલી નાની એવી તો ભૂલ કરી છે મેં એમ તું આવું કરે છે ?
અદિતિ : આ નાની એવી ભૂલ છે ?
અંશ : હા, આટલી નાની એવી વાતમાં તું આવું કેમ કરે છે ? 
અદિતિ : ઠીક છે. તું નાની ભૂલ સમજ આને પણ હું નથી સમજતી.
અંશ : મારે તને મળવું છે.
અદિતિ : પણ મારે નથી મળવુ તને હવે અને મને મેસેજ કે ફોન પણ ના કરતો હવે.
અંશ : પણ મેં શુ કર્યું છે એ તો બોલ.
અદિતિ : તે કંઈજ નથી કર્યું. જે કર્યું છે એ મેં જ કર્યું છે અને આગળ પણ હું જ કરવાની છું.
અંશ : એટલે તું કહેવા શુ માંગે છે ?
અદિતિ : તું સારી રીતે સમજે છે હું કહેવા શુ માગુ છું.
અંશ : હું કઈ નથી સમજતો. હું ફક્ત એટલું સમજુ છું કે તને પ્રેમ કરું છું.
અદિતિ : પણ હું નથી કરતી હવે.
અંશ : અદિતિ, તને શું થયું છે ?
અદિતિ : મને કાઈ નથી થયું. અને સાંભળ હવે હું જાઉં છું અહીંયાથી દુર એટલે મને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ના કરતો ક્યારેય અને મારી લાઈફમાં પાછો આવતો પણ નહીં. તું તારી લાઈફ એન્જોય કર. ગુડ બાય.
અદિતિ ફોન કટ કરી નાખે છે. અંશ ફરીથી એને ફોન કરે છે પણ એનો ફોન એંગેજ આવે છે. અદિતિ તરત જ પ્રિયાને ફોન કરે છે અને જે કાંઈ થયું એ જણાવે છે અને પ્રિયાને પણ અંશને કાઈ જ ન કહેવા માટે કહે છે. અંશ ફોન પર ફોન કરે છે પણ અદિતિ કોઈ જવાબ નથી આપતી. અંશ બાઇક સ્ટાર્ટ કરે છે અને અદિતિના ઘરે જાય છ અને મેસેજ કરે છે કે હું તારા ઘરની બહાર ઉભો છું. અદિતિ એના મેસેજનો કોઈ રીપ્લાય આપતી નથી. ૧ કલાક વીતી જાય છે પણ અંશ હજી પણ એની રાહ જોઇને ત્યાંજ ઉભો હોય છે. અદિતિ અંશને જુએ છે અને મેસેજ કરે છે કે હું મારા પપ્પાને જણાવી દઈશ કે તું મારી પાછળ પડ્યો છે પણ અંશ માનતો નથી અને ત્યાંજ ઉભો રહે છે. અંતે અદિતિ અંશની જીદથી કંટાળે છે અને એના મમ્મી પપ્પાને આખી વાત કરે છે. થોડીવારમાં અદિતિના પપ્પા અને ભાઈ ઘરની બહાર આવે છે. અંશને ત્યાં ઉભો જોઈને તેનો ભાઈ અંશ પર તૂટી પડે છે અને મારવા લાગે છે. અંશનો ગુસ્સો વધે છે અને એ પણ સામે મારવા માટે પોતાનો હાથ ઉપાડે છે એટલામાં અદિતિ પણ ઘરની બહાર આવે છે. અદિતિને જોઈને અંશ પોતાનો હાથ રોકી લે છે અને ચૂપ – ચાપ ઉભો રહે છે. અંશને માર ખાતો જોઈને અદિતિથી જોવાતું નથી એટલે એ એના ભાઈને અંશને છોડી દેવા માટે કહે છે. અદિતિની વાત માનીને અંતે એનો ભાઈ અંશને છોડી દે છે અને ફરીવાર અહીંયા આજુબાજુ પણ ના ફરકવા માટે ધમકી આપે છે. અંશ ત્યાંથી પોતાનું બાઇક લઈને નીકળી જાય છે અને ઘરે પહોંચે છે. મોઢા પર વાગ્યું હોવાથી થોડું ઘણું લોહી નીકળ્યું હોય છે. અંશ પોતાની જાતેજ મલ્લમપટ્ટી કરે છે અને થોડી રાહત અનુભવે છે. અંશને સમજાતું નથી હોતું કે એની સાથે શુ થઈ રહ્યું હોય છે. આજનો આખો દિવસ એની સાથે ખરાબ થઈ રહ્યું હતું. એને એ નહોતું સમજાઈ રહ્યું કે આ એનો કોલેજનો છેલ્લો દિવસ હતો કે પછી તેની જિંદગીનો છેલ્લો દિવસ હતો. કોલેજમાં કોઈકે ડ્રિન્કમાં કાંઈક નાખીને પીવડાવ્યા પછી એની સાથે શુ થયું એ ખબર નહોતી અને અદિતિ એક નાની વાતના કારણે રિસાઈ ગઈ અને આટલી વાતને લીધે બ્રેક અપ કરી નાખ્યું. અંશનો માથું ભમી રહ્યું હતું. એની પાસે એવા પ્રશ્નો હતા જેનો કોઈ જવાબજ નહોતો. એને સમજાઈ નહોતું રહ્યું કે હવે મારે શું કરવું જોઈએ. હવે અદિતિને મળવું જોઈએ કે નહી. અદિતિના દિલમાં એને પોતાના માટે આજે નફરત જોઈ હતી અને એ નફરત એટલી હતી કે અદિતિના દિલમાં એના માટે રહેલા પ્રેમનો પણ નાશ કરી ચુકી હતી. જે અદિતિ એના માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર હતી એજ અદિતિ આજે અંશ સાથે વાત કરવા માટે પણ તૈયાર નહોતી. આ એજ અદિતિ હતી જે હમેશા અંશ પાસે પ્રોમિસ માંગી રહી હતી કે કોઈ પણ થાય તું મારો ક્યારેય સાથ ના છોડતો હું તારા વગર નહિ જીવી શકું અને હું પણ કોઈ બાબતે તારો સાથ નહિ છોડું કે તારાથી દૂર નહિ રહી શકું કારણકે તું મારી લાઈફલાઈન છે  પણ આજે એજ અદિતિ પોતાનું પ્રોમિસ તોડીને અંશની લાઈફમાંથી જતી રહી હતી. સામે છેડે અદિતિની પણ કંઈક એવી જ હાલત હતી. જે અંશને તે અનહદ પ્રેમ કરતી હતી એજ અંશને આજે તેના કારણે પોતાના ભાઈના હાથે માર ખાવો પડ્યો હતો એનાજ કારણે. અદિતિને ખરેખર એના પર દયા આવતી હતી અને પોતાના પર ગુસ્સો આવતો હતો પણ હવે કાઈજ નહોતું થઈ શકે એમ હતું કારણકે અંશે પણ ભૂલ કરી હતી. હવે અંશથી દૂર થઈ જવું જોઈએ અને એને ભૂલી જવો જોઈએ એ જ સારું છે મારા માટે એવું વિચારીને એ પોતાના મનને મનાવી રહી હતી. અદિતિના દિલમાં એટલું અસહ્ય દર્દ થતું હતું જે એ સહન પણ નહોતી કરી શકતી હતી અને પ્રિયા સિવાય કોઈને કહી પણ નહોતી શકતી.
રાતના ૧૨:૪૫ થઈ રહ્યા હતા પણ અંશને ઊંઘ નહોતી આવી રહી. એના મનમાં સતત એજ વિચારો ચાલતા હતા કે આ બધું અચાનક કઈ રીતે થયું અને હવે આગળ શું થશે ? કઈ રીતે એ રહી શકશે અદિતિ વગર. અંશ ફરીથી અદિતિને મેસેજ કરે છે પણ આ વખતે અદિતિના વોટ્સએપ પર મેસેજ ડિલીવર થતો નથી. અંશ સમજી જાય છે કે અદિતિએ તેને બ્લોક કરી નાખ્યો છે. અંશ પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલે છે અને અદિતિને સોરી લખીને મેસેજ કરે છે. અંશથી રહેવાતું નથી અને એનું માથું ભમતું હોય છે. અત્યારે એને કોઈક આધારની જરૂર હોય છે. આટલી મોડી રાતે એ ત્રણેયને હેરાન નથી કરવા એવું વિચારીને એ રવિ, નીલ કે મિતને કોન્ટેક્ટ નથી કરતો. અંશ બાઇક સ્ટાર્ટ કરીને બહાર જાય છે અને એક મારબોલો એડવાન્સનું પેકેટ લઈને આવે છે અને સોફા પર જઈને બેસે છે. પેકેટમાંથી એક સિગરેટ કાઢે છે અને સળગાવે છે. અંશનું મગજ એટલી હદ સુધી ક્રેશ થઈ ગયું હોય છે કે સિગરેટ પણ એના પર કોઈ અસર નથી કરતી. એક પછી એક એમ કરીને ૬ સિગરેટ પુરી કરે છે. અંતે થોડું બેટર ફિલ થતા તે પોતાના રૂમમાં જાય છે અને સુવાની ટ્રાય કરે છે. 
સવારમાં ૧૦ વાગતા તેની આંખ ખુલે છે. અંશ પોતાનો મોબાઈલ ચેક કરે છે એ આશા સાથે કે કદાચ અદિતિનો કોઈ મેસેજ આવ્યો હોય. ફોનની ડિસ્પ્લે પર રવિ, નીલ અને મિત ત્રણેયના મિસ્કોલ હોય છે અને જુએ છે તો મોબાઈલ સાઇલેન્ટ હોય છે. અંશ પોતાનું ઇન્સ્ટાગ્રામ ઓપન કરે છે પણ મેસેજમાંથી અદિતિનું નામ ઇનવીસીબલ થઈ ગયું હોય છે. અંશ સમજી જાય છે કે અદિતિએ આમાંથી પણ તેને બ્લોક કરી નાખ્યો હોય છે. અંશ તરત પ્રિયાને ફોન કરે છે.
અંશ : હેલો પ્રિયા.
પ્રિયા : હા, બોલ.
અંશ : અદિતિને શુ થયું છે ?
પ્રિયા : મને નથી ખબર.
અંશ : અરે એ મારી સાથે વાત નથી કરતી. તને ખબર જ હશે એને શુ થયું છે.
પ્રિયા : અરે યાર સાચેજ મને કાંઈ નથી ખબર. 
અંશ : સાચું બોલે છે તું ?
પ્રિયા : અરે સાચું બોલું છું. અને ચાલ પછી વાત કરું હું બહાર જવા માટે નીકળું છું. બાય.
અંશ : ઓકે બાય.
અંશ ફરીવાર રવિને ફોન કરે છે અને નીલ તથા મિતને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવવા માટે કહે છે. રવિ, મિત અને નીલ અંશના ઘરે આવે છે. અંશની આવી હાલત જોઈને ત્રણેય જણા ચોકી જાય છે. અંશ ગઈ કાલે એમના ગયા પછી જે કાંઈ થયું એ આખી વાત જણાવે છે.

To be Continued......

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED