Hu tari yaad ma - 6 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં (ભાગ-૬)

પ્રસ્તાવના
(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે જોયું કે કોલેજના પ્રોફેસર અંશ અને તેના મિત્રોને ક્લાસની બહાર કાઢે છે જ્યાં અદિતિ સામે એની ઇમ્પ્રેશન ખરાબ થાય છે. મિસ કૃપાલી આવીને કોલેજમાં નવા ફંક્શનની જાહેરાત કરે છે. અદિતિને અંશને ફંક્શન વિશે ચર્ચા કરતો જોઈને ગુસ્સો આવે છે. કોલેજના ફંક્શનમાં બધા મિત્રો એકઠા થાય છે અને પર્ફોમન્સ આપે છે જ્યાં અંશની એક સરપ્રાઈઝ હોય છે. થોડીવાર થતા એક એનાઉન્સમેન્ટ થાય છે.)
હવે આગળ.......

થોડીવારમાં હજી એક એનાઉન્સમેન્ટ થાય છે જે સાંભળીને બધા પોતાના મોઢામાં આંગળા નાખી જાય છે.  “ એન્ડ ધી વિનર ઓફ બેસ્ટ રાઇટર ઓફ ગુજરાત ઇઝ…. “ એનાઉન્સર આટલુ બોલીને અટકી જાય છે. હોલમાં બેઠેલા કોલેજીયન્સ અને બીજા તમામના હૃદય થોડા સમય માટે ધબકતા અટકી ગયા.
“ એન્ડ ઘી વિનર ઇઝ મિસ્ટર અંશ ગજ્જર… “ એનાઉન્સરે ઊંચા અવાજે ઘોષણા કરી. આખો હોલ તાળીઓ અને અંશ અંશ નામના નાદથી ગાજી ઉઠ્યો. અંશ લેખક પણ છે એની જાણ થતા બધાનો ઉત્સાહ હવે બેવડાઇ ગયો હતો. 
અદિતિ : અરે આતો લેખક પણ….(નવાઈપૂર્વક )
પ્રિયા : કમાલની વ્યક્તિ છે.
અદિતિ : હા હશે હવે. (અચકાતા)
પ્રિયા : યાર હવે તો તું એક્સેપ્ટ  કર કે એ સારો છોકરો છે. તારું દિલ પણ હવે કહે છે પણ તું નથી માનતી.
અદિતિ : ઓકે ઓકે. તું કહે છે એટલે માનું છું. 
પ્રિયા : યાર એ લોફર નથી એની પર્સનાલીટી જ એવી છે જેનાથી ગમે તેવી વ્યક્તિ આકર્ષઇ જાય એની તરફ. 
અદિતિ : બસ હવે તું એની બઉ તરફદારી અને વખાણ ન કરીશ. 
પ્રિયા : અરે વખાણ તો હવે સાંભળશું. 
અંશ સ્ટેજ પર જાય છે જ્યાં તેનું સન્માન કરવામાં આવે છે. 
એનાઉન્સર : બઉ જ નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવનાર મિસ્ટર અંશ ગજ્જરની બઉ લોકપ્રિય થયેલી સ્ટોરી “લાસ્ટ ચેટિંગ” આજે એક બુક તરીકે પબ્લિશ જવા થઇ જઈ રહી છે ત્યારે એમની પાસેથી એમને મેળવેલી સિદ્ધિ અને એમની બુક વિશે થોડી જાણકારી મેળવીએ.
અંશ : થૅન્ક્યુ સોં મચ એવરીવન ફોર ગીવ મી અ લોટ્સ ઓફ યોર લવ. મારી સ્ટોરીને આટલી સફળ અને લોકપ્રિય બનાવવા માટે હું મારી સફળતાનું શ્રેય મારાં વાંચકોને આપું છે. કારણકે એક લેખકતો એના મનથી લખે છે પણ જયારે વાંચક એ સ્ટોરીને પોતાની સમજીને સ્ટોરીમાં ઈનવોલ્વ થઈને વાંચે ત્યારે એ સ્ટોરી આપોઆપ સફળ થાય છે. મારાં ઘણા બધા રીડર છે જે મારી સફળતાનું કારણ બની ચૂકેલા છે. મારી સ્ટોરી વિશે જણાવું તો લાસ્ટ ચેટિંગ એક કાલ્પનિક સ્ટોરી છે. જે ઓનલાઈન ઇબુકની શરૂઆત સાથે આજે એક બુકરૂપે પ્રકાશિત થવા જઈ રહી છે. સ્ટોરીના પાત્રો આનંદ અને વિશુ ફેસબુક દ્વારા એકબીજાના સંપર્કમાં આવે છે અને આગળ જતાં એમની મિત્રતા પ્રેમમાં પરિણમે છે પણ એમના વચ્ચે સમાજનો એક એવો અવરોધ આવે છે જે એમના પ્રેમનો ત્યાગ કરવા મજબૂર કરે છે. આગળ જતાં સ્ટોરી એક આશ્ચર્યજનક વળાંક લેછે અને વર્ષો પછી હેપી એન્ડિંગ સાથે અંત પામે છે. આમ લાસ્ટ ચેટિંગ એક એવી અનકન્ડિશનલ લવ સ્ટોરી છે જેમાં આજે દરેક પ્રેમીઓના જીવનમાં વર્ણવતું ચરિત્ર દર્શાવવામાં આવ્યુ છે. થેન્કયુ સોં મચ ઓલ અગેઇન. 
એનાઉન્સર : થૅન્ક્યુ સોં મચ મિસ્ટર અંશ ગજ્જર. તમારા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે કેમ કે કોઈએ કહ્યું છે ને સચ્ચે લોગ કભી પ્રશંસા કે મોહતાજ નહીં હોતે કયુંકી અસલી ફૂલોકો કભી ઈત્ર લગાને કી જરૂરત નહીં હોતી. હું આશા કરું છું કે તમારી બુક લાસ્ટ ચેટિંગ વાચકમિત્રોના દિલમાં એક અલગ સ્થાન મેળવશે. 
અંશની સ્પીચથી બધા ખૂબ ખુશ થાય છે અને બધા બુક ખરીદવા માટે ઉત્સાહ દર્શાવે છે. અદિતિ અંશને જ જોયા કરે છે. અંશની બુક પબ્લિશ થાય છે. ઘણા બધા સ્ટુડન્ટસ બુક ખરીદે છે.
અદિતિ : ચાલ પ્રિયા આપણે પણ ખરીદીએ બુક. 
પ્રિયા : ઓહ સાચે જ આ તું  કહે છે? અત્યાર સુધી એ લોફર હતો અને હવે એ જ લોફરની બુક વાંચવી છે.(મજાકના ટોનમાં)
અદિતિ : બસ હો હવે બહું ખેંચ નહીં હો મારી. 
પ્રિયા : ઓકે, ચાલ જઈએ બુક ખરીદવા.
અંતે સન્માન સમારોહનું પ્રોગ્રામ પૂરો થાય છે અને પછી કોલેજ સ્ટુડન્ટસ માટે એક નાનકડી એવી પાર્ટી હોય છે જ્યાં બધાજ સ્ટુડન્ટસ એકત્ર થઈને એન્જોય કરે છે. બધા સ્ટુડન્ટસ ડાન્સ કરતા હોય છે ત્યાં અચાનક અંશ અને અદિતિ એકબીજા સાથે ભટકાય છે. 
અંશ : આઈ એમ સો સોરી (સામે જુએ છે તો અદિતિ હોય છે.)
અદિતિ : ઇટ્સ ઓકે (સહજ રીતે)
અંશ : સાચે જ? (નવાઈપૂર્વક જુએ છે)
અદિતિ : હમ્મ, વ્હોટ? 
અંશ : નથીંગ 
અદિતિ : બાય ધ વે કૉંગ્રેચ્યુંલેશનસ ફોર યોર બિગ એચીવમેન્ટ. 
અંશ : થેન્કયુ થેન્કયુ સો મચ.
અદિતિ : યોર વેલકમ.(અદિતિ ત્યાંથી નીકળી જાય છે. અદિતિને જતી જોતા નીલ અંશ પાસે આવે છે)
નીલ : એ છોકરીએ તને શું કહ્યું? હવે એનું બહુ થયું હો. (ગુસ્સે થઈને)
અંશ : અરે યાર શાંત થઇ જા. એને એવુ કાંઈ નથી કીધું. એતો મને કોંગ્રેચ્યુલેસન કહીને ગઈ છે.
નીલ : શું વાત કરે છે? એ ખડુસ છોકરીએ તને કોંગ્રેચ્યુલેસન કહ્યું? સાચે જ? (નવાઈપૂર્વક)
અંશ : હા હા સાચે જ. હું પોતે પણ અચરજમાં છું.
નીલ : વાહ દોસ્ત વાહ માન ગયે આપકો. (હસીને અંશની પીઠ થબથબાવતા કહ્યું.)
અંશ : મેં કહ્યુ હતું ને બધું બરાબર થઇ જશે. મારે કાંઈ કરવું નહી પડે એ સામેથી આવશે. 
રવિ : આજે તારો લકી દિવસ છે. આજે તો એ છોકરી પણ ખેંચાઈ ગઈ તારા તરફ. 
અંશ : બસ હવે તમે વખાણ કરીને ઝીરો ન બનાવશો. 
નીલ : અંશ યાર પાર્ટી જોઈએ હો.
અંશ : ઓય ડોફા આપી તો ખરી અત્યારે હવે કોની પાર્ટી? 
નીલ : એતો તારા બુકની બિગ એચીવમેન્ટની હતી પણ તારી બીજી બિગ એચિવમેન્ટની બાકી છે.
અંશ : અરે હજુ તો મારી સાથે વાત કરવા લાગી છે. એ તમારી ભાભી બને પછી પાર્ટી આપું. 
રવિ : મને તારા પર પુરેપુરો વિશ્વાસ છે. તું એ પણ કરી દેખાડીશ. 
અંશ : થેન્ક યુ મારા ભાઈઓ.
પાર્ટી દરમ્યાન અંશને કોલેજના ઘણા બધા સ્ટુડન્ટસ તરફથી અભિનંદન મળે છે જેમાં મોટેભાગે ગર્લ્સનો સમાવેશ થતો હોય છે. આ બધું જોઈને આજે અદિતિને થોડી ઈર્ષ્યા થાય છે જેનું કારણ પોતે પણ નથી સમજી શકતી. પ્રિયા આ બધું જોઈ રહે છે અને અદિતિનો થોડો ફુલાયેલો ચહેરો જોઈને એની સામે મલક – મલક હસ્યાં કરે છે. અંતે પાર્ટી પુરી થાય છે અને ધીરે – ધીરે બધા એકબીજાને બાય કહીને કૉલેજથી છુટા પડતા હોય છે. પ્રિયા અને અદિતિ પણ ત્યાંથી નીકળે છે અને ચાલતા – ચાલતા કોલેજના ગેટ પાસે પહોંચે છે.
પ્રિયા : અરે યાર આજે તો બહું મજા આવી ગઈ હો.
અદિતિ : (કાંઈ બોલતી નથી અને મનમાં કાંઈક વિચારી રહી હોય છે.)
પ્રિયા : ઓય હેલ્લો (અદિતિની આંખો આગળ ચપટી વગાડીને)
અદિતિ : હમ્મ 
પ્રિયા : કહાં ખોઇ હુઈ હૈ મેડમ?  કહીં ઉસ જનાબમેં તો નહીં ખો ગઈ ના? ( મજાક કરતા)
અદિતિ : શું પ્રિયા યાર. કાંઈ પણ? 
પ્રિયા : અરે તું શું આજે કૉલેજની બધી છોકરીઓ એના વિચારોમાં જ ખોવાયેલી હશે.
અદિતિ : બસ બસ હો હવે.
પ્રિયા : ઓકે, સારું ચાલ હવે આપણે પણ છુટા પડીએ. અને એક વાત કહું ?
અદિતિ : હા, બોલ.
પ્રિયા : અંશ લોફર નથી. કોલેજના પહેલા દિવસે એને રોહિતને એટલા માટે માર્યો હતો કારણકે રોહિત જુનિયર્સ સાથે રેગીંગ કરતો હતો અને અંશ ત્યાં બચાવપક્ષ માટે ગયો હતો તો એણે અંશને ગાળો દીધી હતી. અંશેતો ફક્ત આ રેગીંગની પ્રથા બંધ કરાવી છે.
અદિતિ : હા સારું બાય. અને તું એના વિશે વધુ ના વિચારતી હો. (હસીને)
પ્રિયા : હા હું તો નહીં વિચારું પણ તું વિચારજે. આજે તો એનાજ વિચારો આવશે તને. 
અદિતિ : બસ હવે. (થોડી સ્માઈલ સાથે બોલે છે.)
 અંતે બંને એકબીજાને બાઈ કહીને છુટા પડે છે અને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. અદિતિ ઘરે પહોંચે છે અને જુએ છે તો સાંજ પડી ચુકી હોય છે. આજે આખો દિવસ કઈ રીતે પસાર થઈ ગયો એની ખબરજ નથી રહી હોતી. આજે દરરોજની અદિતિ અને આજની અદિતિમાં ઘણોબધો ફેરફાર દેખાતો હતો. થોડુંઘણું ઘરનું કામકાજ પતાવ્યા પછી નવરી પડે છે અને જમવા બેસે છે. જમીને અંતે પોતાના બેડ પર જઈને સુવે છે અને એના મનમાં વિચારોના વમળો શરૂ થાય છે જેમાં અંશ નામનો વંટોળ ફરતો હોય છે અને આ વાતને લીધે અદિતિ પોતે પણ મૂંઝવણમાં હોય છે.
અદિતિ : ખબર નહિ આજે અંશના વિચારોજ કેમ આવે છે અને આજે મેં તેના પર ગુસ્સો પણ નથી કર્યો. પણ મારા માટે તો એ લોફર છે તો મે એની બુક કેમ ખરીદી ? શું મારે એની બુક વાંચવી જોઈએ? હા, કદાચ વાંચવી જોઈએ જેથી કરીને હું એને ઓળખી શકું. અંતે અદિતિ અંશની બુક વાંચવાનું વિચારે છે અને બુક હાથમાં લે છે અને વાંચવાની શરૂઆત કરે છે. ધીરે – ધીરે એક પછી એક પેજ જેમ બદલાતા જાય છે અદિતિ તેમ બુકમાં વધુ ઊંડાણપૂર્વક ખોવાતી જાય છે અને અંત સુધી વાંચન જાળવી રાખે છે. અંતે સ્ટોરી પૂર્ણ થાય છે અને એ વાર્તામાંથી બહાર આવે છે અને જુએ છે તો રાતનો ૦૧:૦૦ વાગ્યો હોય છે. એને વિચાર આવે છે કે શું આ એ લોફરના જીવનની સ્ટોરી તો નથી ને. અને જો હશે તો ? પણ હું શું કામ આ બધું વિચારી રહી છું. પણ કદાચ સ્ટોરીજ એવી છે જે મને વિચારવા મજબૂર કરી દે છે. મને લવસ્ટોરી નથી ગમતી પણ આ વાંચ્યા પછી લવસ્ટોરી પ્રત્યે લગાવ થઈ રહ્યો છે. ભલે એ મારા માટે લોફર છે છતાં પણ એણે જે પ્રકારે આ સ્ટોરી લખી છે એના કારણે તે પ્રસંશાને લાયક છે અને મારે મારો ઈગો એકબાજુ મૂકીને જરૂર આ સ્ટોરીનો રીવ્યુ આપવો જોઈએ. અદિતિ પોતાનો મોબાઈલ હાથમાં લે છે અને બુક પાછળ લખેલો અંશનો નંબર વોટ્સએપમાં સેવ કરે છે અને મિસ્ટર ઓથોર નામે એના વોટ્સએપની કોન્ટેક્ટ લિસ્ટમાં એક કોન્ટેક્ટ એડ થાય છે. અદિતિ મેસેજ ટાઈપ કરે છે.
અદિતિ : સ્ટોરીના લેખક ખરેખર પ્રસંશાને લાયક છે. ખરેખર વાંચતા જ ભાવુક થઇ જવાય એવી સ્ટોરી છે. શું દર્દ છુપાયેલું. આમતો મને પ્રેમમાં વિશ્વાસ નથી અને હું ક્યારેય લવસ્ટોરી નથી વાંચતી પણ આ સ્ટોરી વાંચ્યા પછી એવી લાગણી થઇ કે જાણે મારીજ સ્ટોરી છે અને લવસ્ટોરી પ્રત્યે લગાવ થઈ રહ્યો છે. શરૂઆત કરી વાંચવાની એના પછી બુક હાથમાંથી છોડવાનું મનજ નથી થયું એટલી હદ સુધી મન એમાં પરોવાઈ ગયું હતું અને પોતાની જાતને એના સ્થાને મૂકી દીધી હતી અને અંતે સ્ટોરી વાંચ્યા પછી હું પોતાની જાતને રીવ્યુ આપતા અટકાવી ના શકી અને તમને મેસેજ કરી દીધો. ખરેખર એક અદ્ભૂત લવસ્ટોરી છે.
To be Continued.....

★ આજે અદિતિને શુ થયું ?
★ અદિતિના મેસેજનો અંશ શુ જવાબ આપશે ?
★ હવે આગળ શું થશે ?

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED