Hu tari yaadma - 8 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં (ભાગ-૮)


પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

(ગયા ભાગમાં આપણે જોયું કે અદિતિ અંશને મેસેજ કરે છે. અંશ એને રિવ્યુનો જવાબ આપે છે પછી અંશ એના મિત્રો સાથે ફરવા જતો રહે છે. રાત્રે ફરીવાર અંશ-અદિતિ વચ્ચે વાતો થાય છે અને બીજા દિવસે બંને કોલેજમાં મળે છે જ્યાં અદિતિ અંશ વિશે સર્ચ કરીને એના વિશે માહિતી મેળવે છે.)
હવે આગળ.....

અદિતિ : “તમારા લખાણની તારીફ મારી શાયરીની બસની નથી. તમારા જેવી વાર્તા અને કામયાબી બની નથી.” 
અંશ : ઓહો શું વાત છે મેડમ તારીફ પે તારીફ. 
અદિતિ : આજે આ લાઈન વાંચી તો મને એવુ લાગ્યું જાણે તમારા માટે લખાઈ છે એટલે શેર કરી. 
અંશ : અચ્છા મારી તારીફ કરી કે સ્ટોરીની ? (મજાક કરતા)
અદિતિ : આમ તો તારીફ તો મેં બંનેની કરી છે પણ વધુ વખાણવા લાયક સ્ટોરી છે. (અદિતિ પણ સામે મજાકમાં કહે છે)
અંશ : અચ્છા એવુ એમ.
અદિતિ : હા, એવું એમ નહિ એવું જ એમ. 
અદિતિ અંશ સાથે ચેટિંગ કરે છે અને પ્રિયા ઇન્સ્ટાગ્રામની શરૂઆતથી લઈને મેસેજ સુધીની પ્રોસેસને ક્યારની જોઈ રહી હોય છે અને અંતે પ્રિયા મજકના મૂડમાં આવીને અદિતિને કહે છે.
પ્રિયા : બસ હવે બહું વાત ના કરીશ એની સાથે. કહીં પ્યાર ના હો જાયે? (અદિતિને ચીડવે છે)
અદિતિ : શું યાર કાંઈ પણ. એમ થોડી કાઈ તું પણ…
અહીંયા અંશનું ધ્યાન ફોનમાં હોવાથી નીલ એની તરફ જુએ છે અને બોલે છે.
નીલ : કોની જોડે વાત કરે છે અંશ? 
અંશ : અરે ધીમે બોલ. અદિતિ જોડે વાત કરું છું.
નીલ : ઓહો મિસ. ખડુસને તે પટાવી લીધી એમ. અને આ બધું થયું કેવી રીતે અદિતિનો નંબર ક્યાંથી આવ્યો તારી પાસે? 
અંશ : અરે યાર શાંતિ રાખ કહું છું બધું. (અંશ નીલને એની અને અદિતિ વચ્ચે કઈરીતે વાત થઇ અને શું વાત થઇ એ જણાવે છે)
નીલ : વાહ મિસ્ટર ઓથોર માન ગયે આપકો. આખરે તે કરી બતાડ્યું હો.
અંશ : હા ભાઈ પણ એ મારાં પ્રત્યે શું અનુભવે છે એ હજુ જાણવાનું બાકી છે. 
નીલ : અરે યાર મને તારા પર પૂરો વિશ્વાસ છે તું એ પણ કરી લઈશ. 
 અદિતિ અંશ અને નીલ વાતો કરતા હોય છે તો અંશ સામે જુએ છે અને એ સાથેજ પ્રિયાને બોલવાનો ચાન્સ મળતા એક મસ્ત ટપકું મૂકે છે.
પ્રિયા : દેખ મત વરના પ્યાર હો જાયેગા. (અદિતિને અંશ સામે જોતા જોઈને)
 અદિતિ કાંઈ બોલતી નથી અને ગુસ્સાભરી નજરે આંખો કાઢીને ફક્ત પ્રિયા સામે જુએ છે અને આવીજ રીતે મસ્તીમાં આખો દિવસ નીકળી જાય છે.
હવે અંશ અને અદિતિ રોજ એકબીજા સાથે મેસેજ મા વાત કરે છે. આબન્ને લોકો વચ્ચે કાંઈક અલગજ સંબંધ બંધાયેલો હતો. કોલેજમાં એકબીજા સામે ફક્ત સ્માઈલ જ કરતા હતા. કોલેજમાં ક્યારેય એકબીજાની સામે જઈને વાત નહોતા કરી શકતા. અંશ કોઈ છોકરી સાથે વાત કરે તો અદિતિને ગમતું નહીં અને આવું એ શા માટે અનુભવે એ પોતે પણ અસમંજસમાં હતી. અંશને તો અદિતિ માટે પહેલાથી જ લાગણી હતી પણ એ ફક્ત સમય માંગતો હતો. અંશ યોગ્ય સમયની રાહ જોઇને બેઠો હતો. એવો સમય જે દિવસે અદિતિ અંશની લાગણીઓ સમજી જાય. કારણકે એ નહોતો ઇચ્છતો કે અદિતિ એનાથી દૂર જાય એટલે માટે જ એ પોતાની લાગણીઓ છુપાવતો હતો અને આવીજ રીતે બંનેની મિત્રતા આગળ વધી રહી હતી. એક દિવસ બંને રાતે મેસેજમાં વાતો કરતા હોય છે ત્યારે અદિતિ અચાનક અંશને પૂછે છે. 
અદિતિ : અંશ એક વાત પૂછું? 
અંશ : હા પૂછને એમાં પૂછવાનું થોડું હોય કાંઈ.
અદિતિ : તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? 
અંશ : હાહાહાહા 
અદિતિ : પ્લીઝ અંશ જવાબ આપને. 
અંશ : અરે યાર આ શું પૂછવા જેવી બાબત છે. ના મારે કોઈ જ ગર્લફ્રેન્ડ નથી.
અદિતિ : સાચેજ કોઈ નથી? 
અંશ : હા હા, સાચેજ કોઈ નથી. ગર્લફ્રેન્ડતો નથી પણ એક સારી એવી ફ્રેન્ડ છે. 
અદિતિ : ઓહ કોણ છે એ હું એનું નામ જાણી શકું? 
અંશ : હા પણ તું જાણીને શું કરીશ? 
અદિતિ : ઓકે ના કેવું હોયતો ના કહીશ. મારે કોઈ જરૂર નથી.
અંશ : અરે યાર તું તો બહું સિરિયસ થઇ ગઈ. હું તો મજાક કરું છું. એ છોકરી બીજું કોઈનહિ પણ તમે જ છો મેડમ.
અદિતિ : ઓહ શું વાત કરે છે. (અચરજમાં)
અંશ : હા સાચું કહું છું. અચ્છા તારે કોઈ બોયફ્રેન્ડ હશેને ? 
અદિતિ : સાચે જ અંશ તને એવુ લાગે છે મારે કોઈ બોયફ્રેન્ડ હશે ? 
અંશ : ના મને તો નથી લાગતું તારો કોઈ બોયફ્રેન્ડ બને પણ ખરો. 
અદિતિ : હે, પણ તને એવુ કેમ લાગે છે? 
અંશ : જે બનશે એના પર તો મને બહું દયા આવે છે. બિચારો ગાળો અને માર જ ખાશે. (હસવા લાગે છે)
અદિતિ : બસ હો હું એટલી પણ ખરાબ નથી હો મિસ્ટર લોફર.
અંશ : અચ્છા તો કેટલી સારી છો મિસ.ખડુસ ?
અદિતિ : ઓહ એટલે તે પણ મારું નામ નાખ્યું છે એમને.
અંશ : હા. પણ તે મારાં પ્રશ્નનો જવાબ ના આપ્યો !
અદિતિ : ના મારે કોઈ બોયફ્રેન્ડ નથી પણ અત્યારે એક નવો ફ્રેન્ડ બન્યો છે.
અંશ : અચ્છા, એ હું જ ને? (મજાકમાં)
અદિતિ : હા પણ તને કઈરીતે ખબર પડી? 
અંશ : અરે તું સાચેજ મારી વાત કરી રહી છો હું તો મજાક કરતો હતો. 
અદિતિ : હા હું સાચેજ તારી વાત કરું છું. અંશ શું આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ બની શકીએ ? (વ્યાકુળતાથી કહે છે)
અંશ : હા જરૂર. આજથી આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ બસ.
અદિતિ : ઓકે, હવે આપણે બંને એકબીજા સાથે દરેક વાત શેર કરશું ઠીક છે. એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવવાની નથી.
અંશ : હા અને ગમે તેવી પરિસ્થિતિ બંનેમાંથી કોઈ કોઈનો સાથે નહીં છોડે.
અદિતિ : ઠીક છે પણ શું આપણે આપણું એક ગ્રુપ બનાવી શકીએ ? 
અંશ : હા સ્યોર.
અદિતિ : અરે આ ફ્રેન્ડશીપના ચક્કરમાં લેટ થઇ ગયું. જો ૧૨ વાગવા આવ્યા. ચાલો હવે સુઈ જઈએ અને કાલે મળીશું. બાય, ગુડનાઈટ.
અંશ : ઓકે ચાલ બાય, ગુડ નાઈટ. 
        બીજા દિવસે અદિતિ પ્રિયાને મળે છે તથા એના અને અંશ વચ્ચે થયેલી બધી વાતો જણાવે છે. પ્રિયા અને અદિતિના ગ્રુપમાં માનસી અને કાવ્યા નામની બીજી ૨ છોકરીઓ પણ હોય છે જે હજી હમણાંજ એમની સાથે જોડાયેલી હોય છે એટલે એ ૪ નું પણ એક ગ્રુપ હોય છે જે બધી જગ્યાએ સાથે જ હોય છે એટલે અંશ અને આદિતિની ફ્રેન્ડશિપની એ લોકોને પણ ખબર હોય છે. પણ અદિતિ અને એના ગ્રુપની વાતો કોઈક બીજું પણ હતું જે ચોરી છુપીથી સાંભળી રહ્યું હતું. એટલામાં ક્લાસમાં સર આવે છે અને લેક્ચર શરૂ થાય છે. લેક્ચર પૂરો થતા અંશ અદિતિને મેસેજ કરે છે. 
અંશ : મેડમ ક્યાં જવાનો પ્લાન છે. જો વાંધોના હોય તો આપણે આજે મળીએ.
અદિતિ : ઓકે, ક્યાં મળશુ? 
અંશ : કૉલેજના ગાર્ડન માં
અદિતિ : ઓકે.
અદિતિ તે લોકોને બ્રેકમાં અંશને કોલેજના ગાર્ડનમાં મળવાનો પ્લાન જણાવે છે. એટલામાં કાવ્યા અદિતિને પૂછે છે.
કાવ્યા : જો તમને વાંધો ના હોય તો અમે લોકો તમારી સાથે આવી શકીએ?  
પ્રિયા : હા હા જરૂર એમાં શું વાંધો હોય. 
અદિતિ : હા તો સાથે આવવાનું જ હોયને પૂછવાનું ન હોય કાંઈ.
   અદિતિ, પ્રિયા, કાવ્યા અને માનસી ચારેય કૉલેજના ગાર્ડનમાં જાય છે. ગાર્ડનમાં  અંશ, નીલ, રવિ અને મિત બેઠા હોય છે. બધા સાથે બેસે છે અને એકબીજાને ઈન્ટ્રોડ્યૂસ કરાવે છે ત્યાં અચાનક રિયા નામની છોકરી આવે છે. 
રીયા : હેલ્લો  ફ્રેન્ડ્સ, સોરી  ફોર ડિસ્ટર્બ. હું આ કૉલેજમાં એકલી છું તો મારાં કોઈ ફ્રેન્ડ નથી અહીંયા તો હું તમને લોકોને જોઈને હું અહીંયા આવી છું.
અંશ : ઇટ્સ ઓકે, યુ કેન જોઈન અસ.
રીયા : ઓકે માય સેલ્ફ રીયા.
બધા સાથે મસ્તી મજાક કરે છે પછી ક્લાસમાં જાય છે અને સ્ટડી કરે છે. દરરોજ આવું જ ચાલે છે મસ્તી મજાક અને ભણવાનું. એક દિવસ બ્રેક ટાઈમે અંશ, નીલ, રવિ અને મિત કેન્ટીનમાં બેસીને સિગરેટ પીતા હોય છે એટલામાં અદિતિ ત્યાંથી પસાર થાય છે અને અંશ અને તેના મિત્રોને સિગરેટ પીતા જોઈ જાય છે અને તે ગુસ્સે થઈને ત્યાંથી જતી રે છે. અંશ અચાનક અદિતિને જોઈ જાય છે. અંશ અદિતિની પાછળ દોડે છે પણ અદિતિ અંશને ઇગ્નોર કરે છે અને ક્લાસમાં જતી રહે છે. અંશ ક્લાસમાં પણ અદિતિને ઇશારાથી મનાવવાની ટ્રાય કરે છે પણ અદિતિ એને પણ ઇગ્નોર કરે છે. અંતે કલાસમાં પણ ના માનતા અંશ એનો ગુસ્સો શાંત થવાની રાહ જુએ છે અને ઘરે જઈને તેને મેસેજ કરવાનું નક્કી કરે છે. રાતે અંશ અદિતિને ઓનલાઈન જોઈને તરત મેસેજ કરે છે અને સામે અદિતિનો ગુસ્સો થોડો શાંત થયો હોવાથી એ પણ રીપ્લાય આપે છે.
અંશ : સોરી અદિતિ હું જાણું છું તું મારાથી નારાજ છે. 
અદિતિ : મારે તારી સાથે કાંઈ વાતજ નથી કરવી. 
અંશ : પ્લીઝ તું આવું ના કરીશ. 
અદિતિ : તો શું કરું. અંશ તું સિગરેટ પીવે છે તો તે આ વાત મારાથી છુપાવી કેમ? આપણી વાત થઇ હતીને એકબીજાથી કાંઈ નહી છુપાવીએ.
અંશ : હા હું માનું છું ને મારી ભૂલ છે મેં આ વાત છુપાવી કારણ કે મને ડર હતો તું ફ્રેન્ડશીપ તોડી નાખીશ એનો.
અદિતિ : અરે પણ તું સિગરેટ પીવે છે શું લેવા? મને તો એ નથી સમજાતું. 
અંશ : એ મારી આદત છે પણ જ્યારથી આપણે ફ્રેન્ડ્સ બન્યા છીએ ત્યારથી મેં સ્મોકિંગ પણ ઓછુ કરી દીધુ છે. 
અદિતિ : પણ હવે તારે છોડવીજ પડશે અંશ. હું તને છોડાવીને જ રહીશ. 
અંશ : ઓકે, હું ધીમે ધીમે છોડી દઈશ બસ. હવે તો ખુશ ને ?
અદિતિ : હા, ખુશ અને હવે મને એક પ્રોમિસ આપ તું ક્યારેય મારાથી કોઈ વાત છુપાવીશ નહી. 
અંશ : ઓકે પ્રોમિસ, અને તું પણ મને એક પ્રોમિસ  આપ તું મને ક્યારેય એકલો છોડીને જઈશ નહી.
અદિતિ : ઓકે નઈ જાઉં. ચાલ હવે સુઇજા ચૂપ ચાપ. બાય ગુડ નાઈટ.
અંશ : ઓકે બાય ગુડ નાઈટ. 
આવીજ રીતે પાછું બધું પેલાની જેમ બરાબર ચાલવા લાગ્યું. બધા મજાક મસ્તી કરતા. આ બાજુ અંશ અને અદિતિની મિત્રતા પણ ધીરે-ધીરે એકદમ મજબૂત થતી જાય છે બને એકબીજાની વધુ નજીક આવતા જાય છે. બંને એકબીજાની બહુ કેર અને ચિંતા કરે છે. ભણવાનું અને પરીક્ષાની તૈયારીઓ પણ બન્ને સાથે કરે છે. એક દિવસ રીયા વાત વાતમાં અંશને ભેટી પડે છે. અદિતિ આ બધું જુએ છે અને ગુસ્સે થાય છે અને ત્યાંથી ઉભી થઈને ચાલી જાય છે. એ દિવસે અદિતિ કોઈ સાથે કાંઈ વાત નથી કરતી. અંશ અદિતિને મેસેજ કરે છે.
To be Continued.....

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED