ક્ષણે ક્ષણે ઈશ્વર Shailesh Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષણે ક્ષણે ઈશ્વર

એકાએક ભરતીનું મોજું આવ્યું ને મને અને કપડાં ને ભીંજવી ગયું.
હું અને કેયુર જુહુ બીચ ઉપર આજે દિલનો ઉભરો ઠાલવી રહ્યા હતા.ભીંજાયેલા અમે દુર પ્રેમીઓની પ્રેમલીલાને નીરખી રહ્યા હતા.
કેયુરે કહ્યું,"તું શરીર સુખ ને શરીર દુઃખ કેમ કહે છે?"
"અમારો પ્રેમ શબ્દોથી પાંગર્યો.તે મારી વાણી અને જીવનશૈલીથી પ્રભાવિત બની હતી.હું તેના રમતિયાળ સ્વભાવ અને બૌદ્ધિક વિચારોથી.અમારી ગોષ્ઠિ અમને એકબીજાની નજીક લાવ્યા.જ્યારે પ્રથમ વખત મળ્યા ત્યારે તે એકાએક આવીને વરસી પડી. મને કંઈ સમજાય તે પહેલાં જ સંપૂર્ણ ભીંજવી નાંખ્યો."

દુનિયાની સૌથી સુખી ક્ષણનો અહેસાસ કરાવતા રુહાના બોલી,"જીવનમાં ક્યારેય અધુરપનો અહેસાસ નહીં થવા દઉં.તે મને જીવન જીવતા શીખવ્યું છે. મારા પરિવારની મુશ્કેલીમાં તે આર્થિક મદદ કરી તેનાથી વધારે તે જે હિંમત અને હૂંફ આપી તે છે.મારા પરિવારને જીવન આપનાર માટે સર્વસ્વ અર્પવા તૈયાર છું. યાદ રાખજે,શ્રેય!તું ગમે તેટલો ધિક્કાર કરે કે દુઃખ આપે તો પણ હું તને દુઃખી નહીં કરકર્યું.ઘરની સ્થિતિ અને સગાવહાલાની ઉપેક્ષા જોઈ હું પ્રેમનો અર્થ સમજી ગઈ છું.તે પિતાને વ્યવસાયમાં ગયેલી ખોટમાં આર્થિક મદદ કરી અને ભાઈનો બોજ પણ ઉઠાવી લીધો તે જ બતાવે છે કે તે ડૂબતી નૈયાને મજબૂત સહારો આપ્યો છે.એ સહારા સામે મારો પ્રેમ માત્ર તણખલું છે."
મેં કહ્યું"પ્રથમ મુલાકાતમાં જ શરીર આપનાર રુહાના...આટલો પ્રેમ કેમનો ઉભરાયો.?"
તેણે આલિંગન આપી કહ્યું,"તું મારો ભગવાન છે... ગોડ છે.આપણો પ્રેમ ભવોભવ રહેશે.તે મારી તમામ ઈચ્છાઓ પૂરી કરી છે.મને નવું આનંદમય જીવન મળ્યું છે.ગોડ છે તું મારો.મને અને પરિવારને ગોડની જેમ સાચવનાર તું મારું સર્વસ્વ છે.તારાથી શરીર વધારે નથી.તું જ્યારે મળે છે ત્યારે ક્ષણે ક્ષણે ઈશ્વર મળતો હોય તેવો અહેસાસ થાય છે."

મે તેનો હાથ પકડી ચુંબન કર્યું.તે બોલી,'મારા ઈશ્વરનો સ્પર્શ.તારા પ્રત્યેક સ્પર્શમાં મને ભરપુર આનંદ મળે છે.ચાલ,દાળવડએકાએક ઢેબરી ખાઈએ."તે તેના હાથે નાસ્તો કરાવતી.અડધું દાલવડું મને ખવડાવે અને પછી તે ખાય."
અમે એક સપ્તાહ માટે મહાબળેશ્વર અને ગોવા ટુર પર ગયા ત્યારે અમે લગ્નજીવનના સ્વપ્ન જોયાં.
અમે મળતાં રહ્યાં. પ્રેમમાં ઓતપ્રોત.પ્રથમ બે વર્ષ સૌથી નિકટ.મારી દરેક 'હા' માં 'હા'.પ્રત્યેક ઈચ્છાઓ પૂર્ણ કરે. હું તેને વધુ સુખ આપવા સતત મથ્યા જ કરું.તેની દરેક અપેક્ષાઓ પૂર્ણ કરું.તેને ખુશ જોઈ ધન્યતા અનુભવું. સવાર થી સાંજ અમે એકમેકના થઈ જીવીએ.તેને અને તેના પરિવારને ખુશીઓથી છલકાવી દીધા.તે ઉમળકા ભેર મળતી અને દિલ ખોલી વાતો કરતી.
હું અટક્યો.મોજું દૂર ચાલ્યું ગયું હતું... ભીંજવાનો ડર નહોતો.કદાચ, ઓટનો સમય હતો.
"શરીર સુખની વ્યાખ્યા સમજાવી જનાર રુહાના સાથેના પ્રેમને પાંચ વર્ષ વિત્યા.ભરતી પછી ઓટનો સાચો અહેસાસ તેણે કરાવ્યો.હવે,તે એક સ્પર્શ થી પણ દૂર ભાગતી એક દિવસે મેં તેનો હાથ પકડ્યો ત્યાં જ બોલી ઉઠી,"જો તું મને પ્રેમ કરતો હોય તો મારાથી દૂર રહે."હું હેબતાઈ ગયો.મેં તે જ ક્ષણે તેનો હાથ છોડી દીધો."

મે કહ્યું,"રૂહાના,કેમ શું થયું?"

"ખબર નહિ પણ મને હવે આ બધુ યોગ્ય લાગતું નથી.આપણે મળીશું પણ સ્પર્શ વિના.મને બીજું બધુ પસંદ નથી."તે બોલી.


મારી આંખના આંસુ,મોજાથી ભીંજાયો હોઉં,ભળી ગયાં હતાં.અવાજમાં રુદનનો રણકો પામી કેયુર બોલ્યો,"દોસ્ત,તે રુહાનાના પરિવારને પોતાનો સમજ્યો અને સાચો પ્રેમ કર્યો એટલે રુહાનાએ બિનશરતી પ્રેમ કર્યો.રુહાનાની મજબૂરી હશે એટલે તેનું વર્તન બદલાયું હશે."
"ના, એવું નથી.તે આજે સૌથી સુખી છે.તે દિલથી નહીં મનથી જીવનારી સ્ત્રી છે.તેના પ્રેમમાં નર્યો સ્વાર્થ છે.અમે એકાંતમાં મળતા ત્યારે દિલથી મળતાં.તેનામાં પણ મુલાકાતનો એટલો જ જુસ્સો અને આનંદ હોય."
"તો પછી... પ્રશ્ન શું છે ?"
"દર મુલાકાતે તે કોઈ નવો જ મુદ્દો લાવે.બે વર્ષ પછી તેના વર્તનમાં પરિવર્તન આવ્યું,તે બદલાવા લાગી.તેના માટે મુલાકાત એ પ્રેમનું સ્થળ નહીં પણ માત્ર શરતોનું સ્થળ બન્યું.એકમેકમાં ગૂંથાઈ જતા અમે ધીમેધીમે મુલાકાતો દરમ્યાન માત્ર ચર્ચાઓ કરવા બેસવા લાગ્યા.અમારા બંને વચ્ચે અંતર વધતું ગયું. નવા નવા બહાના બનાવી તે મને દૂર રાખવા લાલાગી.એક જિદને કારણે તે મળવા આવતી.એક સમય એવો આવ્યો કે તે મને મળીને નીકળતી વખતે જ પર્શમાથી ફેશપેક કાઢે અને સુંદરતા ધારણ કરી લાયબ્રેરીમાં જાય."
"શ્રેય, હું તે માનવા તૈયાર જ નથી. તારી જાણ વગર રુહાના....!!!"
"મને શરીરથી દૂર કરવા જાત જાતના બહાના બનાવતી રુહના સાથે વિવાદ થયો.તે મારી ભાવનાઓ સાથે રમવા લાગી. એક વખત મને ભગવાન કહેનાર અને મારી દરેક વાત માથે ઉઠાવનાર શબ્દોથી જીતવા પ્રયત્નો કરતી રહી...પણ.....!"
"પણ.. શું."
"તેને બીજેથી સુખ મળવા લાગ્યું હતું.તે ઈચ્છે તેવું પ્રત્યેક સુખ મેળવવા સક્ષમ બની હતી.પરિવાર સક્ષમ બન્યો હતો.તેની વાતોથી સમજાયું કે તેને નિજાનંદ મળી રહ્યો હતો.નિજાનંદ તેના માટે સૌથી મોટું સુખ હતું.પાંચમા વર્ષે તેને પ્રેમ અને આનંદની મહતા અન્યમાં દેખાઈ."
મારા ખભે હાથ મૂકી કેયુર બોલ્યો,"એકાએક ,રિલેક્ષ"
મેં કહ્યું, "પ્રથમ મુલાકાતમાં શરીરસુખની વ્યાખ્યા સમજાવનાર રુહાના સ્વાર્થની મૂર્તિ હતી. પ્રેમ એટલે તન,મન અને શરીરથી સુખનો અહેસાસ નહીં પણ શરીર દુઃખનો અહેસાસ સમજાવી ગઈ."
કેયુર બોલ્યો,"એવું તે શું બન્યું કે જેના પરિવાર માબન્યું મિટનાર થી રૂહાના દૂર થવા લાગી?"
"આજ સ્થળે અમે રેતીમાં દિલ દોર્યું.તેમાં રૂહાનાએ લખ્યું "લોટ્સઓફ".મે અર્થ પૂછયો તો તેણે જવાબ આપ્યો,"પુષ્કળ...મને સઘળું પુષ્કળ જોઈએ.આનંદ હોય કે પછી પ્રેમ!"મે કહ્યું,તું સાચેજ દિલથી જીવનારી નોખી નારી છે.તે મને પણ પુષ્કળ પ્રેમ આપ્યો છે.તે પ્રેમપૂર્વક બોલી,"તું લેખન શરૂ કર.મને જોઈ તને સાહિત્ય સ્ફુરતું નથી.?"મે કહ્યું,"ના,મારે સાહિત્યકાર નથી બનવું.હું જે છું તે યોગ્ય છું."

'શ્રેય,તે આપણાં પ્રો.વિપુલ ભટ્ટની નવલકથા"ઈશ્વરનો સાક્ષાત્કાર"વાંચી છે?પ્રેમરસમાં તરબોળ કરી દે તેવી કથા છે.તે પણ સત્ય ઘટના પર આધારિત."

"સાહિત્યકાર મરચું મીઠું ઉમેરીને સાહિત્ય ર્સર્જે.છોડ બધી વાત ચાલ,દાલવડા ખાઈએ."મે કહ્યું.

"આજે લાયબ્રેરીમાં ખાઈશ."કહી તેણે પર્શમાથી લિપસ્ટિક કાઢી હોઠોને ગુલાબી બનાવ્યાં અને બોલી,"નિક્ળુ છું,થોડું કામ છે."

મે પૂછ્યું,"એવું તે શું કામ?"

"પહેલા યોગ ક્લાસમાં ફિટનેશ માટે જઈશ અને પછી લાયબ્રેરીમાં જવું છે."

અમારી મુલાકાતનો મહત્વનો તબક્કો.તે ધીમે ધીમે મારાથી દૂર થઈ રહી હતી.તેના પિતાને આપેલા ચાર લાખ રૂપિયા,ભાઈને ભણાવવા માટેની ફી જેવી બાબતો કરતાં તેને સાહિત્યમાં,યોગ અને શરીર ઉતારવામાં રસ પડ્યો હતો.તે સાંજ પડતાં જ શણગાર સજીને લાયબ્રેરીમાં જાય.

એક દિવસ સામે દેખાતા પથ્થર પર બેસી મારા કરતાં વહેલાં આવેલી રૂહાના પુસ્તક વાંચતી હતી.મને જોઈ તેણે પુસ્તકને ચુંબન કરી પુસ્તક બેગમાં મુકી કહ્યું"શ્રેય,હું જેટલી ઉત્સાહી છું એટલી જ નર્વસ પણ.સતત અપેક્ષાઓ પાછળ દોડતા દોડતા અટવાઈ જાઉં છું.માનવી એકબીજા જીવે છે પણ પ્રેમના બે શબ્દો બોલતા ડરે છે.પ્રો. વિપુલના સાહિત્યમાં એકબીજાને ભૌતિક સુવિધાઓ નહીં પણ ભરપુર પ્રેમ આપવાની સુંદર વાત આલેખવામાં આવી છે.પૈસાથી પ્રેમ ન ખરીદી શકાઈ.પ્રેમ એટલે કઈ પણ અપેક્ષા વિનાનું સમર્પણ.હું જ્યારે નર્વસ થાઉં ત્યારે તેમનું સાહિત્ય મારામાં ઉર્જા પૂરે છે.જાણે કે ક્ષણે ક્ષણે ઈશ્વરનો અનુભવ થાય છે.હું આનંદિત બની જાઉં છું."

'રૂહાના,કલ્પના કાગળ પર શોભે.વાસ્તવિક જીવનમાં પ્રેમ અને પૈસો બંને સાથે ચાલે છે.જીવન અને પરિવારને ધબકતું રાખવા માટે પૈસો મહત્વનો છે.પ્રેમ એ તો આત્માનો અવાજ છે.'મે કહ્યું.

તે બોલી,"એ બાબતે તારો અને મારો મત અલગ છે.કદાચ,માનવીમા અંતર વધારનાર મહત્વનુ પરિબળ જો કોઈ હોય તો તે વિચારભેદ છે."તેની બેગમાંથી દેખાતા પુસ્તકનું ટાઈટલ દેખાયું."ક્ષણે ક્ષણે ઈશ્વર'અને દિલમાં લોટ્સઓફ કોતરેલ ફોટો જોયો."

સાંજે હું લાઈબ્રેરી પહોચ્યો.છેલ્લા ટેબલ પર પ્રો.વિપુલ અને રૂહાના એકમેકની આંખોમાં આંખો નાખી ઓતપ્રોત ચર્ચા કરી રહ્યા હતા.

મે"ક્ષણે ક્ષણે ઈશ્વર' પુસ્તક શોધી વાંચવાનું શરૂ કર્યું.

પ્રથમ પ્રકરણ "લોટ્સઓફ' વાંચ્યું.જેમાં લોટ્સ ઓફ એટલે "વિપુલ"અર્થ સમજાવી પ્રો.વિપુલે પુસ્તકમાં પ્રેમ એટલે તન અને મનનો મેળાપ એમ સમજાવી કોલેજની યુવતી સાથેનો પ્રેમ વર્ણવ્યો છે.પુસ્તકમાં લાઈબ્રેરી અને પોતાના ઘર ની બારી વચ્ચે પાંગરેલા પ્રેમનો બીજા પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે.જેમાં ગુલાબી હોઠોમાં શોભતી યુવતીએ અર્પયું ભરપૂર સુખનું ખૂબ જ કામુક શબ્દોમાં વર્ણન કર્યું છે.રોજ સાંજે લાયબ્રેરીથી સાહિત્યિક ગોષ્ઠીનો પ્રારંભ અને પછી સામે આવેલા પ્રો.વિપુલના ઘરે એકમેકમાં ભળી જવાનો આનંદ આલેખ્યો છે.ત્રીજા પ્રકરણમાં વર્ગખંડથી લઈ મહાબળેશ્વરની સફરનો ચિતાર અને લગ્નના સપનાઓ આલેખ્યા છે.તેમાં પ્રો.વિપુલ માટે યુવતી વધુ સુંદર બનવા યોગ અને જિમમાં જઈ સુંદરતા ધારણ કરે છે તેનો ઉલ્લેખ છે.અંતિમ પ્રકરણમાં ક્ષણે ક્ષણે આનંદ એટલે ઈશ્વરીય આનંદનો ઉલ્લેખ કરી પ્રો.વિપુલ અને તેમના વર્ગખંડમાં ભણતી યુવતી સુંદરતાના અને લગ્નસંસ્કાર દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કારનો ઉલ્લેખ છે."

હું સડસડાટ નવલકથા વાંચતો ગયો ને રૂહાનાના પ્રત્યેક વિચારોને વાગોળતો ગયો.રૂહાના જે રીતે મરી સાથે વર્તી હતી,જે તેની પસંદ-ના પસંદ હતી તે વાંચનયાત્રામાં સમયાંતર આવતા ગયા.દરિયા કિનારે રેતીમાં દિલ દોરી અલેખેલું અને હાથ ઉપર છૂંદણું છૂંદાવી કોતરેલું દિલ અને તેમાં"લોટ્સ અપ"બધું જ મને અકળ મૌન તરફ લઈ ગયા.

હળવેકથી સામેના ટેબલે જોયું તો,સામે રૂહાના અને પ્રો.વિપુલ અદ્રશ્ય."


ને અમે ઢળતી સંધ્યાએ દરિયાની ઓટને નીરખી રહ્યા.