૫૬ રૂપિયા લઇ અમેરિકા પહોચેલા ખંભાતના જૈન અગ્રણીનો અનોખો દેશપ્રેમ
“મારા અભિયાન પછી તેમાંથી અનેક અભિયાનોની જ્યોત પ્રસરી છે તે મારી સફળતા છે.”
‘મારો સેવાયજ્ઞ છેવાડાના નાગરિક સુધી પહોચે તે માટે હું પ્લાનીગ કરું છું”-વિનોદભાઈ શાહ
“ઈશ્વર મારો માર્ગ નક્કી કરે છે.ઈશ્વરના મંદિરોમાં દાન કરવા કરતાં ઈશ્વર મને ઈશ્વરે બનાવેલા માનવીઓની સેવા કરવા સતત પ્રેરણા આપે છે.શિક્ષણ,પર્યાવરણ અને વિકલાંગો માટે સેવાયજ્ઞ ચાલુ રહેશે.૫૬ રૂપિયા લઇ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરું છું.મેં માત્ર અભિયાન શરુ કર્યું પણ આ અભિયાન ગામે ગામ પહોચાડનાર સહાયકો સાચા દાની છે.કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત,આફ્રિકા,કોરિયા સુધી પહોચ્યું છે.મારા અભિયાન પછી તેમાંથી અનેક અભિયાનોની જ્યોત પ્રસરી છે તે મારી સફળતા છે.”આ શબ્દો છે મૂળ ખંભાતના અને અમેરિકામાં સ્થાયી થઇ ભારતીયોની ચિંતા કરતાં અને વસ્તુઓ તેમજ આર્થિક સહયોગ દ્વારા સેવાયજ્ઞ ચલાવતા વિનોદભાઈ શાહના છે.
અમેરિકામાં ફર્માંસીષ્ટ તરીકે સેવારત ખંભાતના વિનોદભાઈ શાહ એક લાગણીશીલ અને વતન પરત્વેનું ઋણ અદા કરવા કટિબદ્ધ સેવાકર્મી છે.પિતા કરિયાણાની દુકાન ચલાવતા પણ શિક્ષણની ભૂખને કારણે પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં અને ઉચ્ચ શિક્ષણ બી.ફાર્મ અમદાવાદમાં પૂર્ણ કરી ૧૯૭૬માં અમદાવાદમાં મહીને ૧૫૦ રૂપિયાની નોકરી શરુ કરી.વિનોદભાઈ શાહ પોતાની કારકિર્દી ઘડતરમાં રણજીતરાય શાસ્ત્રીના યોગદાનનો આભાર માને છે.
પોતાના સંઘર્ષનું વર્ણન કરતાં વિનોદભાઈ શાહ જણાવે છે કે,”બી.ફાર્મ કર્યા પછી સતત નોકરીમાં સંઘર્ષ કરવો પડ્યો.મામાના ઘરે મુંબઈ રહી ત્રણ વર્ષ નોકરી કરી.મારી પાસે ૫૬ રૂપિયા એટલે કે ૮ ડોલરની બચત હતી.ત્યારે ડોલરનો ભાવ ૭ રૂપિયા હતો.૮ ડોલર લઇ અમેરિકા ઉપાડી ગયો ને ત્યાં ગ્રીનકાર્ડ મળતાં જ દિશાઓ ખુલી ગઈ.મેં-૧૯૭૭ માં ચોથા વર્ષે અમેરિકામાં સિટીઝન મો દરજ્જો મળી ગયો.શિકાગોમાં ૨૦ વર્ષ રહ્યો અને ફાર્મસીની શોપ શરુ કરી.
કોઇપણ સ્ટેટમાં પ્રેકટીશ કરવાનો હક્ક મળ્યો હોઈ કાતિલ ઠંડી ધરાવતા શિકાગો સ્ટેટ છોડી પરિવાર સાથે ટેક્સાસ કાયમી રહેઠાણ બનાવ્યું.છેલ્લા ૨૨ વર્ષથી ટેક્સાસમાં રહી ભારત પરત્વેનું ઋણ અદા કરી રહેલ વિનોદભાઈ શાહ જણાવે છે કે,મારા દેશે મને આદર્શ વિચારધારા આપી છે.દેશના સંસ્કારોએ પ્રેમાળ હૃદય અને લાગણી આપી છે.અમેરિકાએ આર્થિક સધ્ધરતા અર્પી છે તો ભારતે મક્કમતા.દેશનું ઋણ અદા કરવા માટે અમે સીનીયર ભારતીય સીનીયર સીટીઝનગ્રુપ કાર્યરત છીએ.
પોતાની સેવા પ્રવૃતિઓનો ખ્યાલ આપતા જણાવે છે કે,જૈન સોસાયટીના ઉપક્રમે અમે સૂઝ કલેક્શન શરુ કર્યા.વપરાયેલા છતાય ઉત્તમ ગુણવત્તાના સૂઝ અમે જરૂરિયાતમંદ લોકોને આફ્રિકા,કોરિયા અને ભારત મોક્લીએ છીએ.લગ્નો અને ઉત્સવોમાં અમેરિકામાં મોઘાંદાટ કપડાં લોકો પહેરે.બે કે ત્રણ વાર પહેર્યા પછી આ કપડાં ગાર્બેજમાં ન જાય તેનું ધ્યાન રાખી અમે આવા ડ્રેસ,સાડીઓ,પેન્ટ-શર્ટ,શૂટનું કલેશન કરીએ છીએ.
ગુજરાતમાં સ્થાનિક મિત્રો પીયુષ ગાંધી જેવાના સહયોગથી આ કપડાનું જરૂરિયાતમંદોને નીયામતી વિતરણ કરીએ છીએ.અમારો આ યજ્ઞ સતત ચાલુ જ હોઈ સહયોગીઓની સંખ્યા વધવા લાગી અમે વર્ષમાં બે વખત કાર્ગો દ્વારા કપડાં અને પગરખાં જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોચાડીએ છીએ.
ભારતમાં ધર્મ પાછળ લોકો ખૂબ નાણા ખર્ચે પણ શિક્ષણ અને પર્યાવરણ પાછળ ખર્ચ કરનાર કે દાન આપનારનો વર્ગ ઓછો છે.અમે વિચારો મુકવાનું અને તેનો પાયાગત અમલ કરવાનું કામ શરુ કર્યું.જેને આધાર બનાવી અનેક સંસ્થાઓએ આ યજ્ઞ શરુ કર્યો.
અમે અમેરિકામાં જ વધેલા ભોજનનો યથાયોગ્ય થાય તે માટે”કોલ પે દાન”અભિયાન શરુ કર્યું.લગ્ન હોઈ કે પાર્ટી વકે પછી હોટલ જ્યાં જમવાનું વધે એટલે તેઓ મારો સંપર્ક કરે.હું મિત્રો સાથે વાન લઇ જે તે સ્થળે પહોચી જઈ ભોજન એકઠું કરી વિવધ નિર્ધારિત સ્થળોએ તે પહોચાડતો.અમે જ્યાં ભારતીઓ અને વિશેષ ગુજરાતીઓ શિક્ષણ લઇ રહ્યા છે તેવા વિસ્તારો અને હોસ્ટેલની યાદી અને સરનામાં તૈયાર કર્યા છે જ્યાં આ ભોજન પહોચાડીયે છીએ.અહીની વિવિધ યુનિવર્સીટીમાં ૮ થી ૧૦ હાજર ગુજરાતીઓ શિક્ષણ લઇ રહ્યા છે.વિધાર્થીઓને ગુજરાતી ફૂડનો આણંદ મળે અને અન્નનો સદુપયોગ પણ થાય.
આ અભિયાન સફળ બન્યા પછી અનેક સેવાકર્મીઓએ પોતપોતાના વિસ્તારોમાં અભિયાન શરુ કર્યું છે.
ગુજરાતમાં જીવદયા,શિક્ષણ અને પર્યાવરણ માટે પણ દાન આપી સેવાયજ્ઞ ચલાવીએ છીએ.શિક્ષણથી વિધાર્થી વંચિત ના રહી જાય તે માટે જરૂરિયાતમંદોને ફી,પુસ્તકો,,કપડાંની સુવિધા આપીએ છીએ.અનાથ બાળકો માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.આ બાળકો આનદ સાથે વર્ષગાંઠ ઉજવી શકે માટે ફંડ આપવામાં આવે છે.
જૈન ગૃપના માધ્યમથી વિનોદભાઈ શાહે મંદબુદ્ધિના બાળકો માટે અનોખું અભિયાન શરુ કર્યું છે.જે અંતર્ગત આધુનિક સુવિધાયુક્ત મકાન નિર્માણ માટે અભિયાન શરુ કર્યું છે.ખંભાત ખાતે દિવ્યાગ બાળકોને આધુનિક સુવિધાસભર મકાન મળે તે માટે અમેરિકા રહી આયોજન હાથ ધર્યું છે.ઉતરાયણમાં ઘવાયેલા પક્ષીઓ માટે ડોકટર અને દવાઓ ઉપલબ્ધ કરાવવાથી માંડી રાજકોટ સ્થિત સંસ્થામાં જોડાઈ પર્યાવરણની જાળવણી માટે પણ ફંડ આપે છે.ખંભાતમાં શાળાઓમાં દાન થાકી સ્માર્ટક્લાસ,કોમ્પ્યુર વર્ગો પણ શરુ કરેલ છે.
આઈ લવ માય કન્ટ્રી
“આઈ લવ માય કન્ટ્રી”જેને માટે હું અંતિમ શ્વાસ સુધી સેવાયજ્ઞ ચલાવીશ.મારા જીવનના ઉદ્દેશમાં માત્રને માત્ર ‘જીવન “ છે,તેમાં પશુ હોઈ,માણસ હોઈ કે પછી પર્યાવરણ.તેમના જીવન માટે હોઈ સેવારત રહીશ.”
મારો પરિવાર મારું બળ
“મારી પત્ની અને બાળકોની સેવાયજ્ઞમાં ભાગીદારી એ મારું બળ છે.બે દીકરીઓ અને એક પુત્ર અમેરિકામાં ઉચ્ચ હોદ્દા પર સેવારત છે. પુત્ર આકાશ,પુત્રી વૈશાલી,અને સોનાલી આ અભિયાનમાં સહભાગી થયેલ છે.પરિવારના સભ્યો લોયર,ફાર્મસીષ્ટ,ઉદ્યોગપતિ અને ડોક્ટર છે.આ અભિયાન સાથે ૧૦૦૦ જૈન સોસીયલ ગ્રુપના સેવાકર્મીં જોડાયેલા છે.
વિનોદભાઈ શાહ,સેવાકર્મી,અમેરિકા