“અને…. એક દિવસ ગૂંગળાઈમરી આઝાદી” jitendra vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“અને…. એક દિવસ ગૂંગળાઈમરી આઝાદી”

“અને…. એક દિવસ ગૂંગળાઈમરી આઝાદી”

એજ રણકો કેવી રીતે શક્ય બને ? ફોન મૂકી ને હું આઘાત અને આશ્ચર્ય ની મિશ્ર લાગણી લઈને સોફા ની ધારનો ટેકો લઇ જમીન ઉપર બેસી ગયો.એમ માનો કે ફસડાઈ પડ્યો. અઠવાડિયા પહેલા જ ચિંતન અંકલ નો ફોન હતો. જીતુ શું કરે છે આજકાલ દેખાયો નથી આ તરફ? સાંભળ પુરા ૫ કન્ટેનર ભરીને એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટ નો ઓર્ડર છે.ચાઈનાથી મંગાવું છું. આવજે ઓફિસ ચા પીવા સાથે બેસીયે ઘણા દિવસો થઇ ગયા છે. આ હતો એમની સફળતા ના સમાચાર આપતો ફોન, અને....

સવારે ૭ વાગે ચિંતન અંકલ નો કોલ? અરે જીતુ તે સાંભળ્યું કે નહિ? કાલે દેખાયો નહીં તો થયું તને ખબર જ નહિ હોય પાછો તું મને ફરિયાદ કરીશ કે જણાવ્યું નહીં. તારા કાકી દુનિયા છોડી ને ગઈકાલે બપોરે ચાલ્યા ગયા.

આ ચિંતન અંકલ ને નિરાશ, આઘાતમાં, દુઃખ માં મેં કદી જોયા નથી તો મને ખબરજ નહોતી કે એમની આવા સંજોગો માં કેવી પ્રતિક્રિયા હોય. છતાં આજે એમના અવાજ માં આવા સમાચાર માટે પણ સમાન રણકો હતો. કદાચ એવો અવાજ એવી આદત એવી રીતભાત હશે. પણ શબ્દો ? નીશાસો.આઘાત,વસવસો,એકલા રહી જવાની પડી જવાની, કોઈ અંગત નું આ દુનિયા છોડી ને અચાનક જતા રેહવાની વેદના નું શું? મને કાકી ના જવાનો આઘાત અને કાકા ની સંવેદન વિનાના ના સંવાદ નું આશ્ચર્ય ઘેરી રહ્યું હતું.

મેં ઓફિસ બેગ બાજુમાં કરી ફટાફટ ચિંતન અંકલ ના ઘરે પહોંચ્યો.

અંકલે કહ્યું અરે જો ને બે ત્રણ દિવસ થી જાનકી થોડી બીમાર જેવી હતી. દવા લઇ આવેલી તને તો ખબર ને આપડે તો ડોક્ટર પણ ઘર જેવા જ. અને જો ને હું સવારે ઉઠ્યો મારા માટે કોફી બનાવી. પછી જાનકી માટે ખીચડી બનાવી બે ગ્લાસ જ્યુસ તૈયાર કરી ત્યાં ચિઠ્ઠી મૂકી ને ગયો હતો. કે તું બીમાર છે કોઈ મહેનત કરતી નહિ તારા માટે ખીચડી અને જ્યુસ બનાવેલ છે. અરે મારી જ્યોતિ ને સમાચાર મળ્યા હશે કે જાનકીએ બોલાવી હશે તો એ અચાનક અહીં મારા ઘરે આવી ગઈ હું તો ઓફિસ હતો અને જ્યોતિએ સમાચાર આપ્યા ત્યારે મને તો ખબર પડી કે તારા કાકી તો .......

આટલું બોલી લીધા પછી પણ મને હજુ કાકા ને વાંચવા મુશ્કેલ પડી રહ્યા હતા. હું એમના શબ્દો એમના હાવભાવ અને હવે તો લાગણીઓ ને પણ મારા મનના ઓબઝર્વ ઓપરેસન માં ગોઠવી રહ્યો હતો. એમની અટકેલી વાત ને ફરી ચાલુ કરતા બોલ્યા જો જ્યોતિ ના આવી હોતી તો ... તું વિચાર આજે સવારે હું ફરી કોફી બનાવવા અને ખીચડી બનાવવા રસોડામાં જતો અને એની ગઈ કાલ ની ખીચડી અને જ્યુસ એમજ પડેલું જોતો ને તો એના રૂમ માં પૂછવા ના બહાને ગયો હોતો ત્યારે ખબર પડતી કે જાનકી તો? ગઈ. ક્યારે ? કોને ખબર હોતી? કારણ કે રાત્રે તો હું મોડો ઘરે આવું બહાર થી જમીને આવું અને તને ખબર ને મારે હાઈ પ્રોફેશનલ લોકો સાથે છાંટો પાણી કરી ઘરે આવવા જોઈએ તો સુઈ ગયો હોતો ને. મારા થી ઉદગાર નીકળી પડ્યો ...ઓહ શું વાત કરો છો? તો કાકા એ કહ્યું હા યાર થેન્ક્સ ટૂ જ્યોતિ. એ ના આવી હોતી તો ..... ખબર જ ના પડતી ને.

ચિંતન અંકલ આટલું બધું બોલી ગયા પછી મારી પાસે કોઈ શબ્દો હતા જ નહીં. એમની સામે જોતા રહ્યા સિવાય મારી પાસે બીજા કોઈ રસ્તા પણ નહોતા, મેં કહ્યું કાલે બેસણું રાખવું છે? અંકલ મારી વાત ને ટોકતા ના ના બેસણું નથી રાખવું મેં ઘરમાં પણ બધા જે દીકરી ભાણીયા સાળા સાલી આવ્યા છે બધાને કહી દીધું છે, લોકો આવે બે મિનિટ બેસે આખી દુનિયાની વાતો કરે પછી ચાલતા થાય એમાં સમય બગડવાથી વધુ કઈ છે નહિ.

જેટલા ભારે હૈયે આવ્યો હતો એના કરતા વધુ ભારે હૈયે હું આ ઘર થી વિદાઈ લઇ રહ્યો હતો. શું થઇ ગયું અને શું થઇ રહ્યું છે એ સમજવા મારું મન આજે ઉણુ ઉતરી રહ્યું હતું.

ચિંતન અંકલ ના સગાઓ આઠ-દશ દિવસ રોકાયા હશે કદાચ જ્યોતિ એમની સગી દીકરી છે,તો પંદર દિવસ રોકાઈ હશે. મને પણ હવે અંકલ ને આશ્વાસન ની જરૂર હોય એવું લાગ્યું નહીં એટલે મેં પણ ફરી જવાનું ટાળ્યું.

આજે જાનકી આંટી ને દુનિયા છોડે એક મહિનો થયો. મને ખબર છે ચિંતન અંકલ વધુ પડતા પ્રોફેશનલ, પ્રેક્ટિકલ, અને સફળતા ના પારા ને મગજ ઉપર લઈને ફરવાવાળા છે.એટલે રાબેતા મુજબ કામે લાગી ગયા હશે. એમને કન્ટેનર અને રૂપિયા ગણવામાં જિંદગી ની સફળતા દેખાતી હતી એતો અમે બધા જાણીયે.

કોણ જાણે કેમ આજે મને મનેકમને ચિંતન અંકલ ને મળવાનું મન હતું. તેઓ ૧૦.૩૦ વાગે શાર્પ ઘરની બહાર ધંધાર્થે નીકળીજ પડે એ હું જાણતો હતો. મેં એમના ઘરે સવારે ૮.૩૦ વાગે દસ્તક દીધા. અંકલની આંખો માં પહેલી વાર આવી લાગણી થી ભરેલ આત્મીયતા કોઈ અલગ અંદાઝ માં જોવા મળી. મને જોઈને આજે કંઈક વધુજ ખુશ હોય એવું દેખાઈ આવતું હતું.મારો હાથ પકડી મને ખુરસીમાં બેસાડ્યો. બાજુમાં એ બેસ્યા અને જે આંખ માં એક મહિના પહેલા જળજળડીયા જોવાના હતા એ આજે ધીરે ધીરે બુંદ બની ને આંસુઓ ની ધારાનું રૂપ લઇ રહ્યા હતા. શબ્દો ની જે ધારા એમનામાં હતી અચાનક સુકાઈ ગઈ હતી. હોઠ હાલી રહ્યા હતા. જીભ ને શબ્દો મળતા ના હતા અને ગળું ડુમા માં ભરાઈ ને બોલવા લાયક રહ્યું નહોતું.

હું કંઈક કહું એ પહેલા મારો હાથ પકડી આંટી ના ફોટા આગળ લઇ ગયા. એ જીત્યા તને ખબર છે ને એક દિવસ આપણે સામેના ટેબલ ઉપર બેસી ને ઈંડસ્ટ્રીઅલ પ્લાસ્ટિક ના કન્ટેનર ની ચર્ચા કરતા હતા? આ તારી કાકી એ દિવસે કંઈક કહેતી હતી પછી મેં એને વચ્ચે અટકાવી તોય ના માની. ફરી વચ્ચે વચ્ચે આવીને એની વાત કરવા લગતી હતી.

મેં કીધું હા ખબર છે પછી તમે આંટી ને ખુબ ગુસ્સો કરી ને ચૂપ કરી દીધા હતા. આગળ એક શબ્દ પણ નહિ બોલવા કહ્યું હતું અને આંટી ચૂપ થઇ ને એમના રૂમ માં ચાલ્યા ગયા હતા.

હા હવે તું સાચો એજ એજ તું તારી કાકી ને કે એક વાર કે તારું સાંભળશે તું ફોર્સ કરીને કે એ શું કેહતી હતી ? એણે એવું તો શું મહત્વનું કહેવા નું હતું જે મેં કહેવા નહોતું દીધું? અરે પણ ઓયે જાનકી મારે સાંભળવું છે બોલ ને તારે શું કહેવું હતું? તું ગુસ્સામાં પગ પછાડીને રૂમ માં ગઈ, એક ઝાટકે દરવાજો ભીડાવી ને એકલી એકલી શું ભડાસ કાઢતી હતી? અરે કાઢને મારી ઉપર એ. એ જીતુ તને હાથ જોડું મને સાંભળવું છે જાનકી શું શું કહેતી હતી જે મેં ક્યારેય સાંભળવા સમયજ નથી કાઢ્યો.જે શબ્દો થી મારા કાન પાકી જશે એવું હું બોલતો હતો અને જાનકી અચાનક શાંત થઇ રૂમ માં ભરાઈ જતી એ શબ્દો માટે કાન તરસી ગયા છે.

આટલું બોલતા અંકલ ના હાથ ની પકડ ઢીલી પડી મારો પકડેલો હાથ છૂટી ગયો.જમીન ઉપર ફસડાઈ પડ્યા. આંખો માં ક્યારેય ના જોયેલ ગંગા જમણા નું પૂર વહેતુ હતું. બેબેસ અને બિચારા બની ને ફોટા આગળ વાતો કરતા હતા.

જાનકી તું ગુસ્સો કરને મારી ઉપર.તને ક્યાંથી આવડ્યું આમ શાંત થઈને રહેવાનું. મારે એ બધું જોઈએ છે જે તે હક્ક થી માગ્યું હક્ક થી કરવું હતું હક્કથી બોલવું હતું અને મેં જ મારી સફળતા ના નશા માં તારી લાગણીઓ તરફ ક્યારેય પણ નજર નથી કરી. હું તને ના કહું કે બોલ નહિ કામ કરવા દે તો તારે ક્યાં બધું મારું માની લેવાની જરૂર હતી. અરે તારું પણ કોઈ અસ્તિત્વ હતું ને આ ઘરમાં તારી પણ સ્વતંત્રતા હોય લાગણી હોય અવાજ હોય. આઝાદી હોય. તો તને કોને રોકી થી મારાથી જગાડતા? તું ગુસ્સો કર કંઈપણ કર. મને તારા એ રિસાયેલા ચેહરાને જોવો છે મનાવ્યા પછી કેવો રળિયામણો લાગતો હશે જોવો છે . તારા એ ગુસ્સાને મજાક માં લેવો છે. મને તારી ગમતી વાત કે તારા કામની વાત હક્ક થી કહેતી હોય મને ધમકાવીને તારી વાત સાંભળવા ફરજ પાડતી હોય ત્યારે તું કેવી લાગે મારે જોવી છે. તારી એ લાગણીશીલ દાદાગીરી ની આગળ બેબસ થઈને જીવવું છે, મારાથી આમ તારા વગર ની બેબસી જીરવી શકાય એમ નથી.

હાથ પકડી અંકલ ને ખુરસીમાં બેસાડ્યા પાણી આપ્યું.અંકલ ના પકડવાથી ખસીગયેલી આંટીના ફોટાની ફ્રેમને સરખી કરી તો છબી ની નીચે ફૂલ સ્કેપ કાગળ માં કાળી પેન થી લખેલ છેલ્લા એક અઠવાડિયા ના અંકલ ના નિશાસા દેખાયા.

મેં તને મારા કામ માં ટાંગ નહિ લગાવવી એમ કહીને ટોકી છે, હું તો ફોરવર્ડ સુધરેલો એટલે જ તું પણ આઝાદ તારા કામ માં હું ક્યાંય ના આવું એવી ગેરંટી પણ આપેલી છે.અને આવા બાલિસ કરતૂતો માં સ્વતંત્રતા ના નામ તળે ક્યારે આપણે એક બીજાના નહિ પણ પોતપોતાના જ અંગત થઇ ને રહી ગયા ખબર પણ ના પડી ત્યાં સુધી કે તારો રૂમ અલગ અને મારો રૂમ પણ અલગ.જ્યોતિ ના લગ્ન માં તારા રૂમ માં કયો કલર તે પસંદ કરી કરાવ્યો એ પણ તો તારા દુનિયા છોડીને ગયા પછી જોયો મેં.

મેં તારી જિંદગીને રૂંધી રાખી હતી. તું તારી જાતે દુનિયાથી આઝાદથઇ ગઈ.આજે મને જિંદગી રૂંધી રહી છે. હું ગૂંગળાઈ રહ્યો છું. મને તારોએ ગુસ્સો જોઈએ, તારા એ હક્ક જમાવતા શબ્દો જોઈએ. મારા માટેની તારી ફરિયાદો ને જે મેં ઊઘતીજ ડામી દીધી છે એ ફરિયાદો નું પોટલું મારે ખોલવું છે એમાં મારે તને શોધવી છે,શું હતી એ ફરિયાદ જાણવી છે. એ બોલને હવે ...

યે તું ત્યારે શું કહેતી હતી બોલ ને મારે સાંભળવું છે.

લોકો સાચું કહે છે જિંદગી હાથ માં છે ત્યાં સુધી લાગતાવળગતા માણસો સાથે માણી લઈએ,પછી એમાં ગુસ્સો હોય,પ્રેમ હોય,મજાક હોય,ઠપકો હોય કે નારાજગી હોય.આમ લાગણીઓ ને ચૂપ કરાવી ને રૂમ માં પુરાઈ જવા મજબુર કરીશું તો સમય વહી ગયા પછી ફરિયાદો ના પોટલાં શોધવા બેસીશુ પણ કઈ મળશે નહીં.

જીતેન્દ્ર વાઘેલા