જિંદગી ઓર કુછભી નહિ તેરી મેરી કહાની હે,
તું ધાર હે નદીયાં કી મેં તેરા કિનારા હું.. તું મેરા સહારા હે મેં તેરા સહારા હું...
માનસિક અને શારીરિક રીતે ખુશ ખુશાલ અને તંદુરુસ્ત, માત્ર સરકારી નિયમો ને આધીન રિટાયર્ડમેન્ટ ભોગવી રહેલ આ આધેડ જુવાન સારસ બેલડી ને ટીનએજર્સ ની જેમ એક બીજાની હથેળીઓ થી દિલ ની કલાકૃતિ બનાવી ને જાણે એક બીજાને કહી રહ્યા છે
"તું અને હું બસ બીજું શું?"
એક હાથ ને બીજા હાથ નો સહકાર ના મળ્યો હોતો તો આ દિલ ની આકૃતિ માં અધૂરપ રહી જ જતી ને, એકમેકના હાથોહાથ સહકાર થી એમને બનાવેલ આ દિલ નો પોઝ કેટલો પરફેક્ટ છે જોઈને નવયુગલ ને પણ ઈર્ષા આવે. આ જોઈ ને જો આપણે શ્રેષ્ઠ પ્રેમાળ કપલ હોવાના ફાંકા માં હોઈએ તો લઘુતાગ્રંથિ નો એટેક આવી જાય. એમના માથા ના વાળમાંથી માં થી કલર નીકળી જઈને ડોકાતી સફેદી એ વૃદ્ધત્વની નિશાની નથી પણ અનુભવો ની ખાણ બની ને દુનિયા ને કહી રહી છે જીવન ચલનેકા કામ ચલતે રહો સુબહો શામ... જિંદગી માં હજારો ચડાવ ઉતાર આવ્યા હશે. ગમા અણગમાનો સામનો કરવો પડ્યો હશે. એમના કપલ ફોટા નો સંદેશ પણ એજ દેખાય છે, અંકલ લાઈટ કલરમાં ને આંટી ડાર્કકલરમાં શોભાયમાન છે. કદાચ જાણે અજાણે આ કપડાંની પસંદગી થઇ હશે પણ સંદેશ એવો સરસ પ્રસારિત થઇ રહ્યો છે હું તમને પ્રકાશ આપતો રહીશ અને સામે થી પ્રત્યુત્તર છે હું તમારા જીવન નો બધો અંધકાર લઇ લઈશ. તું અને હું મળી ને આ એક દિલ ના બે ભાગ બની ને જિંદગી ના દરેક મોરચે હસતા હસતા જ એક બીજાના મધુર સાથ થી જ આગળ વધતા રહીશુ. ક્યાંય કોઈ ને વચન ની પરવાહ નથી ક્યાંય બે માંથી કોઈ ને નિયમાવલી ની જરૂર લાગતી નથી. બસ આ હાથ થી બનાવેલ દિલ જાણે કહી રહ્યું છે આપણે બે એક બીજા વિના અડધા અડધા અને એક બની ને કેવા સંપૂર્ણ બની જઇયે છીએ હે ને?દરેક દિવસને લાઈફના છેલ્લા દિવસની જેમ જીવો ને દરેક મુલાકાતને પણ છેલ્લી મુલાકાતની જેમ ઉત્કટતાથી માણી લો.આ મંત્ર તો જાણે આ બે પાકટ પંખીડા ને જોઈનેજ કેહવાઈ હશે.
આ અંકલ પી.આઈ જેવી હાર્ડ પોસ્ટ ઉપર હોવા છતાં આટલા રોમાન્ટિક હોવાનું કબુલતા હોય એમ સોશ્યિલ મીડિયા માં એમની ફોટો મૂકી ને નવજવાન કપલ ને કોઈ મોટો સંદેશ આપી રહ્યા છે. જેઓ નાની નાની વાત માં રોજ રોજ ની ટીકટીક, માનઅપમાન, ભવિષ્યની ચિંતા,કામ ના ભારણ ,જવાબદારીઓ નો બોજ. દુનિયાનો દેખાદેખી નો માહોલ આવા બધા પરિબળો માં પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની ક્ષણો ને ખટપટ થી ભરીને ભરજવાની માં માનસિક તણાવ નીચે દટાઈ ના જતા જિંદગી ની એક એક ક્ષણ ને ગઈ ગુજરી ક્ષણ કરતા વિશેષ બનવો. આ અંકલ આંટી મારા નજીક ના સગા છે એમની જિંદગી ના હું જાણતો હોઉં એવા અનેક ચડાવ ઉતાર અને માનસિક તણાવ ના જૂંડ ને બંને એ સાથે મળી ને બખૂબી પચાવી જાણ્યા છે. એની પાછળનું આ એક મહત્વનું જવાબદાર પાસું આજે જાણવા મળ્યું કે બંને એક બીજા માટે લાગણી થી તરબોળ છે અને એ લાગણી ભર્યો એકબીજાનો સાથ એમના કાન નીચે થી ડોકાઈ આવતી સફેદી ની ઉંમરે પણ એમને નવજુવાન બનાવી રાખ્યા છે.
હું માનતો હતો કે કાકા ની જિંદાદિલી અને રમૂજ કરવાનો સ્વભાવ એમની ચુસ્તી ફુર્તી અને તંદુરસ્તી નું રહસ્ય છે. પણ આ અવલોકનો માં એક વધુ અવલોકન ઉમેરાયું કે અંકલ ની તાજગી તો આ ગોગલ્સ લગાવી ને બાજુમાં અડીખમ ઉભેલા આંટી જ તો છે.એક બીજાનો એમના જેવોજ અડીખમ સાથ મળેલો દેખાઈ આવે છે.
કહેવાય છે કે માણસે આ તણાવ થી ભરેલ જિંદગી માં કોઈ એક ખભો તો સ્પેસીઅલ એવો રાખવોજ કે ત્યાં ગમેત્યારે કોઈ સંકોચવિના બેજીજક માથું મૂકી ને મુક્તમને રડી શકાય. અહીતો લાગણી થી તરબોળ એક જિંદગી ચાર ચાર ખભા લઈને ઉભેલી દેખાઈ આવે છે. ** વેલડન અંકલઆંટી
આજે આપની મેરેજ લાઈફ ને ખુબ ખુબ અભિનંદન આપવાનું મન થઇ આવે છે.
ખુબ ખુબ શુભકામના તમે આવતી પેઢીના લાગણીભર્યા સબંધો ના બ્રાન્ડ એમ્બેસેડર થઇ ને માર્ગદર્શક બની રેહશો.
જીતુ ડીંગુજા 9924110761.