ખાસ નોંધ :-
આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.
*****
આપણે ત્રીજા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને એમની ટીમ બીજા મિશનમાં હતી. શાયોના સિંહ એક કોલ ટ્રેસ કરે છે અને એના દ્વારા જાણવા મળે છે કે આતંકવાદીઓ શોપિયા નજીક આતંકી ઘટના ને અંજામ આપવાના છે. કરણ યાદવ અને એમની ટીમ આ મિશન ને પાર પાડે છે અને એક આતંકી જીવતો પકડે છે. એ આતંકી કેટલીક વિસ્ફોટક માહિતીઓ આપે છે.
*****
આતંકવાદનો જડમૂળથી સફાયો તો અશક્ય હતો પણ એને અંકુશમાં તો રાખી જ શકાય અને એના માટે આતંકના માસ્ટર માઈન્ડ અને એમને પાળતા પોસતા તત્વો ને ખતમ કરવા જરૂરી હતા. અને હવે તો NSA ચિફ મનજીત સિંહ ના હાથમાં વિસ્ફોટક માહિતી પણ આવી ગઈ હતી. એટલે એ વાત તાત્કાલિક PMO સાથે કરી આગળ વધવું જરૂરી હતું.
તાત્કાલિક PMO સાથે મીટીંગ ગોઠવવામાં આવી અને આ વાતની ઘહન ચર્ચા કરવામાં આવી. અને એક પ્લાન ઘડી કાઢવામાં આવ્યો. સંપુર્ણ જવાબદારી NSA ચિફ ને સોપવામાં આવી અને ખુબજ ગુપ્ત રીતે આ મિશન હાથ ધરવામાં આવ્યું. ૧૦ દિવસ પછી આ મિશન લોંચ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું.
NSA ચિફ ઘરે આવ્યા પછી ખુબજ ચિંતિત અને વ્યથિત હતા. કારણ કે ગુપ્ત જાણકારી મુજબ એમની પાસે વધુમાં વધુ ૧૬ દિવસનો સમય હતો એમાં તૈયારીઓ અને બધુંજ આવી ગયું. શાયોના સિંહ કે જે મનજીત સિંહની ભત્રીજી હતી એણે આ જોયું કે આજે અંકલ કાંઈક વધુ મુંઝવણમાં છે. એણે તરત જ પૂછ્યું પણ મનજીત સિંહ જાણતા હતા કે આ એક્દમ ગુપ્ત માહિતી છે. પ્રોટોકોલ મુજબ એ કોઈને શેર ના કરાય. એટલે એમણે ચુપકીદી સેવી લીધી.
NSA ચિફ આ પ્લાનની ગંભીરતા સમજતા હતા અને એટલેજ એમણે દેશના ટોપ કેન્ડિડેટ ને સિલેક્ટ કરવાનું નક્કી કર્યું હતું. આ પ્લાનમાં ખૂબ જ સાવચેતી થી આગળ વધવું જરૂરી હતું કારણકે આને અંજામ હિન્દુસ્તાનમાં નહિ પણ દુશ્મન દેશમાં આપવાનો હતો.
એક દમ હાઈ પ્રોફાઈલ મિશન પાર પાડવાનું હતું અને એ પણ એક દમ ટૂંકા ગાળામાં, જેના માટે એકદમ કાર્યક્ષમ, વિચક્ષણ અને દેશ માટે કોઈ પણ હદ પાર કરી શકે એવા કેન્ડિડેટસને સિલેક્ટ કરવાના. એજ રાત્રે મોડાથી એમણે એમની ટીમની મીટીંગ બોલાવી અને ડિસ્કસ કર્યું. અને એક શોર્ટ લીસ્ટ બનાવવામાં આવ્યું. દરેકે દરેક ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને એક લીસ્ટ ફાઈનલ થયું.
આમ તો આ બધામાં પ્રખર દેશદાઝ તો કોમન જ હોવાની હતી તો પણ X ફેક્ટર ઉપર વધારે જોર રાખવામાં આવ્યું હતું. જેમાં શાયોના સિંહ એના ભૂતકાળના નાપાક માં સફળતાપૂર્વક પાર પાડેલા મિશન તથા સાઈબર એક્સપર્ટ હોવા માટે, એહમદ ખાન ઉર્દૂ ના પ્રખર જાણકાર હોવા માટે, હનુમાન ગુર્જર ને બોમ્બ એક્સપર્ટ હોવા માટે, કરણ યાદવ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટે અને આર્યન રાજપૂત ને ટીમ લીડરની કબિલિયત માટે પસંદ કરવામાં આવ્યા.
સવારના લગભગ સાત વાગી ગયા હતા. PMO ની ઓફીસ માટે એક ઓફિશિયલ લેટર ડ્રાફ્ટ કરવામાં આવ્યો. હવે માત્ર PMO ની ફાઇનલ પરમિશનની જ રાહ હતી. એમણે એ દિવસે સવારમાંજ PMO સાથે મીટીંગ ગોઠવી અને મિશન AKASH લોંચ કરવાનું નક્કી કર્યું છે એ વાત કરી PMO માં લેટર રજૂ કર્યો.
PMO માં બધાજ NSA મનજીત સિંહની વાતો અને ગુપ્ત પ્લાનની વાતો સાંભળી છક થઈ ગયા. કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે આવો કોઈ પ્લાન હોઈ શકે છે. અને ડ્રાફ્ટ કરેલા લેટરમાં શું વિગતો છે એ બધાથી ગુપ્ત રાખવામાં આવી. આ મિશન ની ગંભીરતા સમજી એને એક ટોપ સીક્રેટ પ્લાન તરીકે રાખવામાં આવ્યું.
A - આર્યન રાજપૂત
K - કરણ યાદવ
A - અહેમદ ખાન
S - શાયોના સિંહ
H - હનુમંત ગુર્જર
PMO ની ઓફિસમાંથી જેવી મિશન માટે મંજૂરી મળી એવી તરત જ આર્યન રાજપૂત, કરણ યાદવ, એહમદ ખાન, શાયોના સિંહ અને હનુમંત ગુર્જર ને ઑફીશીયલ જાણ કરી દેવામાં આવી અને બે કલાકની અંદર એટલે કે બપોરના એક વાગે રિપોર્ટિંગ કરવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો. સાથે એ પણ જણાવી દેવામાં આવ્યું કે આવતા ૧૫ દિવસ સુધી રજા મળશે નહીં એવી તૈયારી કરીને આવવું. આમતો એ લોકો આવા ઓર્ડર થી ટેવાયેલા હતા એટલે એમને માટે આ બધું કાંઈજ અજુગતું નહોતું.
બરાબર એક વાગે પાંચેય જણ પોતાની સાથે પોતાનો સામાન લઈને NSA હેડ ક્વાર્ટર માં પહોંચી ગયા. અને તરતજ મનજીત સિંહની સામે ઊભા રહી ગયા. મનજીત સિંહે પહેલા એમને ઘરે ફોન કરી દેવાનું કહ્યું. અને ફોન કરવા અને કાગળ લખવા એક કલાકનો સમય આપવામાં આવ્યો. મિશન સીક્રેટ રહે એ જરૂરી હતું માટે તેમના ફોન પણ જમા કરી લેવામાં આવ્યા. આવતા પંદર દિવસ સુધી એટલે કે આ મિશન પૂરું ના થાય ત્યાં સુધી બહારના સંપર્કથી એ લોકોને દૂર રાખવા માટે આ કરવું જરૂરી હતું.
ત્યારબાદ જ્યારે એમને ટુંકમાં મિશનની જાણકારી આપી રહ્યા હતા ત્યારે બધાના ફેસ ઉપર રોમાંચ અને ગૌરવની એક અલગ આભા દેખાઈ રહી હતી જે મનજીત સિંહની અનુભવી આંખોના ધ્યાનમાં જ હતું. NSA ચિફ મનજીત સિંહ દરેકે દરેક પાત્રની યોગ્યતા જાણતા હતા. એટલેજ top best candidate ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.
ખૂબ જ ઓછા સમયમાં હવે ઘણી બધી તૈયારી કરવાની હતી અને મનજીત સિંહની ટીમે એના પૂરી તૈયારી કરી દીધી હતી. આ એક ટોપ સિક્રેટ મિશન હોવાના લીધે અને આર્મી અને રો માં ઘણાબધાને આનાથી અજાણ રાખવામાં આવ્યા હોવાના લીધે આ બધા ને નવી ઓળખ સાથે એક અલગ ભાડે ફ્લેટ લઈને રાખવામાં આવ્યા હતા. ત્યાંજ એમને બધીજ તૈયારીઓ કરાવવામાં આવી અને ખાસ મિશન વિશે જાણકારી અને બધાના એ મિશનમાં રોલ અને એમને જ કેમ સિલેક્ટ કર્યા એ બધીજ જાણકારીઓ એમને આપવામાં આવી.
આ મિશન નાપાક માં જ પાર પાડવાનું હતું એટલે ત્યાં નાપાકમાં કઈ રીતે અને ક્યા રસ્તે એન્ટ્રી અને એક્ઝીટ કરવાની હતી અને ત્યાં એમની નવી ઓળખ શું હશે અને બેઝિક પ્લાન કેવો છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી. બાકી પ્લાન કેવી રીતે વર્ક આઉટ કરે એતો ત્યાં જઈને પરિસ્થિતિ ઉપર જ આધારિત હતું. બાકી બેઝિક માહિતી આપી દેવામાં આવી.
હવે ચાલુ થઈ એમની ટ્રેનિંગ. ડીપમાં મિશન વિશે જાણકારી અને એમના રોલ મુજબ એમને ટ્રેનિંગ આપવામાં આવી. એના પ્રમાણે એમણે પોતાની નવી ઓળખાણ મુજબ વર્તવાનું હતું. બે મોક ટેસ્ટ પણ લેવામાં આવી. જેમાં દરેક જણે પોતાનું કામ બખૂબી પાર પાડ્યું.
આર્યનને ટીમ લીડરની જવાબદારી સોંપવામાં આવી. એટલે એણે પણ ટીમ લીડર તરીકેનું પોતાનું કામ ચાલુ કરી દીધું હતું. એ એના એક એક સાથીની બોડી લેન્ગવેજ ઉપર ધ્યાન રાખી રહ્યો હતો જેથી એમને વધારે સારી રીતે સમજી શકે.
આર્યનની નજરમાં હનુમાન ગુર્જર અને અહેમદ ખાનનું બોન્ડિંગ, કરણ યાદવના સ્વભાવના લીધે થતી શાયોના ની અકળામણ બધું જ હતું. આ ઉપરાંત એ પર્સનલી પણ બધા જોડે ઇન્ટરેક્ટ કરીને એમને સમજવાનો અને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરતો હતો.
આર્યન એની ટીમ થી ફૂલ સેટીસફાઇડ હતો અને ખાસ તો એક લેડી હોવા છતાં શાયોના ની હિંમત અને આવડત જોઈને પ્રભાવિત. આર્યન રાજપૂત એની પત્ની રાજવીના મૃત્યુ પછી આ એક પહેલી સ્ત્રી હતી જેની સાથે આટલી નજીક રહી કામ કરી રહ્યો હતો. જ્યારે શાયોના પણ આર્યનની કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ થી કામ લેવાની આવડતથી એટલીજ પ્રભાવિત હતી. આર્યન કોઈપણ રીતે કોઈનેપણ આકર્ષિત કરે એવો હતો. આ ટ્રેનિંગ સેશન દરમિયાન બંને વચ્ચે એક અંડરસ્ટેન્ડિંગ ક્રીએટ થઈ ગયું હતું જે એમના મિશન માટે ફાયદાકારક હતું.
અને આખરે આ પાંચ દિવસની ટ્રેનિંગ ના અંતે એ દિવસ આવી જ ગયો. એટલે કે આકાશના લોન્ચિંગનો દિવસ... અથવા કહો કે રાત...
NSA મનજીત સિંહે ટીમની આખરી મુલાકાત કરી અને PMO માં કોલ કરી જાણ કરી AKASH Is Ready For Launch In Time. Dated 1/04/2019. It Will Strike At Our Target 7/04/2019.
આ કોલ ચીન અને અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ ઇન્ટરસેપ્ટ કર્યો. જેવી AKASH Is Ready For Launch ની વાત સાંભળી તેઓના હોશ ઉડી ગયા.
આ મેસેજ પાસ કરતાની સાથેજ NSA દ્વારા AKASH Mission Launch કરવામાં આવ્યું.
"સમય આવી ગયો નાપાક ને સબક શીખવાડવાનો,
આ દેશના શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો,
તું તારું કર, બસ લોહીમાં વિજયનો ઉન્માદ ભર,
AKASH થકી દેશના નામને ઊંચાઈ સર કરાવવાનો"
*****
આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH નો શું પ્લાન છે?
ચીન અને અમેરિકાનો શું વ્યૂ હશે?
આર્યન અને શાયોના શું નજીક જઈ રહ્યા છે?
આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો.
*****
આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..." (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.
જય જિનેન્દ્ર
શેફાલી શાહ
આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
રોહિત પ્રજાપતિ
©Rohit Prajapati & Shefali Shah
જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....