વ્હાલમ્ આવોને... ભાગ-6 Kanha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાલમ્ આવોને... ભાગ-6

યાદોનું પતંગિયું :

ઘણાં બધાં ઉતારચઢાવ પછી, આખરે વિદીનેં એનાં સ્વપ્નનો રાજકુમાર મળવા જઈ રહ્યો છે. સુંદર લાગતી વિદી અરીસાનેં જાણેં બરાબર ન્યાય આપી રહી છે.
અનેં અચાનક વેદ નો ફોન વાચાભાભી નેં આવે છે!!!!

નાણાવટી રે સાજન બેઠું માંડવે :

સુંદર રીતે તૈયાર થયેલી વિદી અરીસા માં જોઈ એકલી એકલી હસતી હોય છે. ત્યારે દીદી નેં ભાભી એની ઉડાવે છે, આમ, એકલી એકલી  હસે છે ત્યાં વેદ કુમાર નેં એડકી આવતી હશે.
અનેં બધાં ખડખડાટ હસવા લાગ્યાં.

લગ્નનાં માંડવે લગ્ન ગીતો ની રમઝટ સામસામે પક્ષે બરાબર ચાલતી હતી. પહેલાંનાં જમાના નાં લગ્નગીતો ફટાણાં તરીકે ઓળખાતાં એની કંઈક વાત જ અલગ અનેં અનેરી હતી.

સામસામે એકબીજા પર ફટાણાં મંડાતા હતાં. અનેં લગ્નની વિધિની શરુઆત થઈ ગઈ હતી.

અહીં વિદી પણ માંડવે જવા સજ્જ થઈ ગઈ હતી.

અનેં વેદનું આગમન માંડવે થઈ ગયું હતું.

નાણાવટી રે સાજન બેઠું માંડવે.... ની સાથે વાતાવરણ માં આનંદની અનુભૂતિ પ્રસરી ગઈ હતી.

વેદ સાથે સૌ કોઈ ની નજર હવે, બસ વિદીનેં જ શોધતી હતી.

વિદી પણ, પાર્લર પરથી નીકળવાની જ હતી.

અચાનક વેદનો વાચાભાભી નેં ફોન આવ્યો.

હસતી ખીલતી વિદી એકદમ શાંત અનેં ચિંતા માં આવી ગઈ.

હવે, પાછું શું થયું હશે?

જેનાં પ્રેમ ની આટ આટલી કસોટીઓ થઈ હોય એનેં તો ડગલેં નેં પગલે ભય જ વર્તાય ને? કોણ જાણે કેટલી પરીક્ષાઓ પછી, વેદ અનેં વિદી નો પ્રેમ પાસ થઈ નેં લગ્નનાં ઉજ્જવળ પરિણામે માંડમાંડ પહોંચે છે ત્યાં પાછું શું થયું હશે?

વિદી નર્વસ નાં થઈશ, મેકપ ખરાબ થઈ જશે તો હવે, ફરી મેકપ કરવાનો સમય નથી અનેં મૂરત નો સમય પણ થઈ ગયો છે. હું વેદ સાથે વાત કરી લઉં, ત્યાં સુધી ઉંડા શ્વાસ લઈ ગોવિંદ નું નામ લે... ભાભી વિદી નેં હૈયાધારણ આપતાં બોલ્યાં.

હા, બોલો વેદકુમાર કેમ છો? જય શ્રી કૃષ્ણ!! તૈયાર થઈ ગયા? ફોટો મોકલ્યો નહી!!! હવે, તમારેં તૈયાર થતાં કેટલી વાર? વાર તો અમનેં લેડીઝ નેં જ લાગે નેં? વાચા ભાભી કટાઈમે કોમેડી નેં ટાઈમપાસ બંને એકસાથે કરી રહ્યાં હતાં. વેદનેં કંઈ બોલવા દે તો એ ભાભી શાના?

ત્યારે વિદી એ ઈશારો કર્યો, એ શું કહે છે ?એકવાર સાંભળી તો લો.

ત્યારે ભાભી એ પૂછ્યું, હા, બોલો વેદકુમાર શું કામ હતું?

વિદીનાં ધબકારા એટલાં વધી ગયાં હતાં કે એની અસર એનાં મોઢાં પર વર્તાતી હતી.

અરે, હા ભાભી મેં તો એટલેં ફોન કર્યો કે પૂછી લઉં બધાં તૈયાર થઈ ગયાં?

શીટ યાર, હે ભગવાન!!!!

આ વેદકુમાર પણ ભારે ઉતાવળા અનેં પાછાં વિદી સાથે વાત કરવાનાં બહાનાં શોધે છે.

હા હા, વેદકુમાર અહીં બધાં તૈયાર થઈ ગયાં છે અનેં બહું જ સરસ પણ લાગે છે જલદી મળીએ, ફોન મૂકું, જય શ્રી કૃષ્ણ.

વિદી ભાભી સામું જોતી જ રહી. અનેં ભાભી બોલ્યાં આ તો ભાઈ જબરાં ઉતાવળિયાં.

પછી, વાત વિદી નેં પણ સમજાઈ ગઈ અનેં એણેં નિરાંત નો શ્વાસ લીધો.

અનેં ઝડપથી હોલ પર પહોંચવા નીકળ્યાં.

સપ્તપદીનાં સથવારે વરરાજા વેદકુમાર નું માંડવે આગમન થઈ ગયું હતું.

અનેં થોડીવાર માં મામા સાથે વિદી નું પણ આગમન માંડવે થઈ ગયું.

આખરેં સાચા પ્રેમની જીત થઈ.

વેદની નજર સુંદર વિદી પરથી જાણે, હટવાનું નામ જ લેતી ન્હોતી.

અનેં જોતજોતામાં વેદ અનેં વિદિશા એ સપ્તપદીનાં સથવારે નવજીવનમાં પ્રભુતામાં પગલાં પાડ્યાં.

મેઘધનુષ્ સમ સાતે રંગે સાત ફેરાં થયાં.

અનેં દરેક ફેરાં માં ભવોભવનાં સથવારાં નાં કોલ અપાયાં.

જાણે, ભવોભવનાં પ્રણયપંખીડા પ્રીતનાં પાલવે એકમેક નાં સાન્નીધ્ય માં સદાય નાં માટે સમાયા.

વેદીનાં વચનો સાથે વેદ અનેં વિદિશા નાં નવજીવન નેં નવાં પંખ લાગ્યાં.

અનેં બંને પ્રણય પુષ્પો એકબીજા ની સુગંધમાં સોળે કળાએ ખીલી એકમેક માં સમાઈ ગયાં.

પ્રણયનાં આલિંગને વેદના ઓ ટળી.

પ્રેમની લાગણી ઓ ત્યારે જ એકમેક માં ભળી.

સમયની ઝાપટે આશાઓ જ્યાં તૂટી.

સંવેદના નાં સથવારે સમયનેં એ મળી.

આશ્વાસને આરાધના બંને પ્રેમીઓને ફળી.

વિષાદનાં વમળો માં હિલોળે એ ચઢી.

પરીક્ષાઓની પગથારે પ્રણય પ્રાર્થના જ્યાં ફળી.

તૂટેલી આશાઓ જાણેં ઈચ્છા ઓ માં ભળી.

પ્રીતનાં પાલવડે લગનમાંડવડે ઈચ્છા થઈ ફળી.

વેદ અનેં વિદિશા ની અમર જોડી આમ બની.

ઈશ્વરનાં આશિષે આસ્થા ઓ પણ આવિર્ભુત થઈ.

સંકટોનાં સંકોચ વચ્ચે સંકલ્પ નેં જઈનેં મળી.

અનેં જીવંત એવી વેદનાઓ આજીવન પ્રણયમિલન માં ફરી.

વેદ અનેં વિદિશા નાં લગ્ન ધામધૂમથી કુદરતનાં સાંન્નિધ્ય માં સૃષ્ટી નાં સંમોહન સાથે સુંદર રીતે સંપન્ન થયાં.

વડીલોના આશિર્વાદ સાથે ઈશ્વરસહજ લાગણીઓ પણ ભળી.

કન્યાદાન નો નિઃસ્વાર્થ સ્પર્શ વિદીનાં મમ્મી-પપ્પા એ ગર્વ થી સંપન્ન કર્યો.

હરખનાં આંસુએ વિદી ની વિદાય થઈ.

સમયે પણ વાતાવરણ માં વધાઈઓ વરસાવી.

અનેં આખરે વિદાયની એ વસમી વેળા આવી જ ગઈ.

પ્રેમની પરિક્ષા ઓ આપતા આપતાં હારીને થાકી ગયેલાં વેદ અનેં વિદિશા આજે, ખુશીનાં આંસુડે રડે છે.

વિદાય વિદી ની થઈ રહી છે,વાતાવરણ માં વલોપાત છે,રુદિયાનાં રુદનનો ભાર છે,ત્યારે વેદ ની પણ આંખો આંસુડે ભરી છે.

રડતી વિદીનેં એ જાણે જોઈ શકતો નથી હંમેશ ની જેમ એનેં શાંત કરવાનાં પ્રયત્ન માં છે.

અનેં સુખરૂપ વિદીની વિદાય થઈ.

અનેં વેદ અનેં વિદિશા નાં પ્રણય નું એક નવી દિશા અનેં ઉડવાનેં નવું આકાશ મળ્યું.

તકલીફો ની તારીખો મળ્યાં પછી પણ, પ્રેમની પરિપક્વતા પરાકાષ્ઠા એ જઈનેં બંનેને ફળી.

સુખી લગ્નજીવનની ગરિમાને નિભાવતા આજે વેદ અનેં વિદિશા એક અલગ દુનિયા વસાવી છે એમનાં સર્વ નેં સાથે લઇને ચાલવાનાં સ્વભાવે આજે ,ઈશ્વર ની કૃપાદષ્ટી થી સુખરૂપ જીવનની અનોખી ભેટ પામી છે.

વેદ અનેં વિદિશા નાં પ્રણય પગથારે આપણેં સૌ હસ્યાં, રડ્યાં, ચિંતાતુર થયાં, પ્રાર્થના ઓ કરી, અને સાથે સાથે દરેક એમની પરિક્ષાએ આશાવાદી આસ્થાઓ સ્થાપી.

સપ્તપદીનાં સથવારે ત્યારે જ તો ઉમંગની પળો પણ માણી.

આપ સૌ વાચકમિત્રો નાં સાથ વગર વેદ અનેં વિદિશા નાં આ પ્રણય પુષ્પ નેં ખીલવવાનું અનેં આનંદનાં ઉપવન માં એનેં મહેંકાવવાનું મારી એકલી નું તો સામર્થ્ય જ ક્યાં હતું?

આપ સૌ નાં સથવારે હું વ્હાલાં વેદ અનેં વિદિશા નેં પ્રભુ કૃપા થી તેમની ઈચ્છા ઓનાં આસમાને પહોંચાડવા સમર્થ રહી.

એ માટે આપસૌની હ્રદયપુર્વક આભારી છું.

આપસૌનાં હ્રદયપુર્વક નાં સહકારનેં મારી લાગણીઓ સાથે ભેળવી વેદ અનેં વિદિશા ની પ્રણયકથા માં અહીં જ વિરમું છું.

માધવની નવી એક કથા અનેં રસપ્રદ અધ્યાય સાથે એક નવી જ અર્થસભર માહિતી અનેં અખૂટ આનંદનો મહાસાગર પીરસવા જલદી આપ સૌની સમક્ષ હાજર થઈશ.

ત્યાં સુધી,
સદાય ખુશીનેં મળતાં રહો.
આનંદમાં ભળતાં રહો.
જીવનનેં માણતાં રહો.
સમયનેં જાણતાં રહો.
સંયમનેં સંભાળતા રહો.

નવી, માધવ કથા સાથે જલદી મળું....

જય શ્રી કૃષ્ણ.

મીસ. મીરાં