વ્હાલમ્ આવોને.....ભાગ-1 Kanha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાલમ્ આવોને.....ભાગ-1

પ્રણયનાં પૂર્વાર્ધે :

રાધામાધવ, રુક્મણીમાધવ, મીરાંમાધવ, દ્રોપદીમાધવ, ગોપીમાધવ ની પ્રીત પરાકાષ્ઠાએ હોવાં છતાં મર્યાદાની ગરિમાએ માધવ સંગ આ સૌનેં અવિરત જીવંતતામાં યુગો યુગો સુધી જોડીને સૌનાં માનસપટ પર અવિરત છવાયેલાં રાખ્યાં છે.

કેમકે ,કાનાનું આકર્ષણ ના તો માધવનેં ટપે નાં દ્વારિકાધીશ નેં પચે, ના તો ગોવિંદનેં એ સદે,ના તો પાર્થસારથી નેં એ ગમે.

કારણકે, કાળિયા કનૈયા નું શ્યામલ આકર્ષણ વૃજની રજ નેં નથી છોડતું તો આપણેં મનુષ્યો ની શું વિસાત? વૃજની વનરાજી, મોરલાં, વિહગ, ગોરી ગાવલડી, પૂનમની દૂધાળી ચાંદની અનેં વૃજનાં સર્વ કાંઈ નિર્જીવ માં જીવંતતા ભરી દે, તો પછી, આ ગોપીઓ દિવાની થાય, ગોવાળિયા ભાન ભૂલે, મા યશોદા વિચારોમાં ખોવાય,ગંગાધારી શંકર એનાં પ્રેમમાં સ્ત્રી બને, રાધા દિવાની થઈ ફરે, અનેં મીરાં નું મનડું એ હરે, રુક્મણી નાં પણ ઘમંડ તોડે તો પછી આપણેં મનુષ્યો તો શું એમાંથી બાકાત રહી શકીએ ખરાં?

પ્રણયની અભિવ્યક્તિ નેં હંમેશા, યુગોયુગો થી રાધાકૃષ્ણ નાં પ્રણય સાથે જોડી દેવામાં આવે છે. મનુષ્યનાં આકર્ષિત પ્રેમને રાધામાધવ નાં અલૌકિક પ્રેમ સાથે જોડી કૃષ્ણલીલા અનેં કૃષ્ણભક્તિ નાં નામે જાણેં અલૌકિક એવી આ પ્રીત ની મજાક ઉડાવાતી આવી છે. એણે, કોઈ પણ, યુગનેં છોડ્યાં નથી.

પણ, કળિયુગ  પર એની માયા કાંઈક વધારે પ્રમાણમાં ચાલેલી છે. જેને અનુલક્ષીને ઈશ્વરસહજ લાગણીઓનેં ચોક્કસપણેં ઠેસ પહોંચે છે.

દરેક પ્રણયનાં પુષ્પ માધવનાં નામે નથી ખીલતાં.

આપણાં પ્રેમનાં આવેગો માધવનાં અહેસાસે નથી ખુલતાં.

પ્રેમ તો નિર્દોષ લાગણીઓનોં અનંત સાગર છે.

મોજાઓ એનાં ઈશ્વરસહજ આસ્થામાં નથી ઉછળતાં.

પ્રણય ની અનોખી આ રીત છે.

એકમેકની આ નિર્દોષ પ્રીત છે.

ભક્તિ નું આ ઈશ્વરીય ગીત છે.

સાથે,સાત્વિક સંબંધો નું અતિત છે.

જનમોજનમ ની આ પ્રીત છે.

માધવની વાંસળીનું ગુંજતુ સંગીત છે.

રાધામાધવ ની અસીમ આશાઓમાં અંકિત છે.

સૃષ્ટી નાં સુંદર સામ્રાજ્ય નું સરસ મજાનું પ્રતિક છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યોની પ્રીતની સરખામણી રાધામાધવ નાં અલૌકિક પ્રેમ સાથે  ક્યારેય નાં કરી શકાય અનેં જો કરવામાં આવે તો એ એમની પ્રીત નું અપમાન અનેં પ્રણયની પરાકાષ્ઠા પર પૂર્ણવિરામ છે. એમનાં વ્હાલ પર ઉઠાવાતો એ વણ ઉકલ્યો પ્રશ્નાર્થ છે એ....

મનુષ્યસહજ પ્રીત ઈશ્વરસહજ પ્રીતિ  ની સરખામણી ભલે નેં ક્યારેય નાં કરી શકે, પણ, એની ગરિમા સુધી પહોંચવા મર્યાદાઓ નેં માનસપટ પર આંકી નેં એક અનોખા પ્રણય નો નિઃસ્વાર્થ આવિષ્કાર તો કરી શકે નેં?

એનાં સહવાસ નેં વ્હાલાં અહેસાસ માં આવિર્ભુત તો કરી શકે ને?

અનેં આમ, કરી આપણાં આ વ્હાલાં રાધામાધવ નેં આનંદની અનુભૂતિ નો હ્રદયપુર્વક અહેસાસ તો કરાવી શકે ને?

બસ, આ જ અનોખાં અહેસાસ ની અવર્ણનીય ગાથા અનેં પ્રણયની પૂર્ણ પરિકથાનેં પરાકાષ્ઠા અનેં પરિક્ષાનાં પ્રેમાળ પ્રયોગોમાં થી પસાર કરી અનેં સૃષ્ટીનાં આલિંગન નાં ઉચ્ચ શિખરે પહોંચડવાનો એક પ્રેમાળ મારો આ પ્રયાસ એટલે જ, મારી આ નવી રચના,

                     "વ્હાલમ્ આવોને... "

બે પ્રણયપુષ્પો જે ખરેખર એકબીજા નાં જીવનમાં ખીલ્યાં, અમૂલ્ય પ્રેમનેં પામ્યાં, સમાજ સાથે પ્રેમાળ લડાઈ લડ્યાં.
પ્રખર પરીક્ષાઓ અનેં પરિક્ષણ માં થી પસાર થયાં. અનેં સમાજ અનેં વડીલો નાં આશિર્વાદ મેળવી સૃષ્ટીનાં આલિંગન માં પ્રભુતામાં પગલાં પાડી અનેં આ પ્રણય નેં આજીવન શક્તિસ્ત્રોત બનાવી જીવી ગયા અનેં એ પણ, ખંત, ખુમારી અનેં ખમીર થી....

વ્હાલમ્ એટલેં વડોદરા નો "વેદ"  અનેં અનેં એની વ્હાલી એટલે સુરતની "વિદિતા" !!!!!

સંગમ જાણે વાવાઝોડાં અનેં ઉગતી સવારની અસીમ શાંતિમય સવારનો.

વેદ એટલે પૂર્ણ શાંતિનું પરિમાણ!!

અને, વિદિશા એટલે તોફાની દરિયા પર ઉઠતાં અવિરત તોફાની મોજાઓનું અદમ્ય વાવાઝોડું!!

તદ્દન વિરોધાભાસી આ વ્યક્તિત્વનું અનોખું મિલન, અનેં એની આહ્લાદક આ કથા એટલે,

                      "વ્હાલમ્ આવોને... "

કિલોમીટર નાં અંતરે પ્રેમ શક્ય છે.

અંતરાત્માનાં અંતર જો કપાઈ જાય તો?

શંકાના વાદળો જો વિખેરાઈ જાય તો?

વિવાદની વાચા જો તોતડાઈ જાય તો?

સમાજનાં આરોપો જો તરછોડાઈ જાય તો?

સંયમની કેડીઓ  ધીરજથી જો કંડારાઈ જાય તો?

સમજણ નાં સથવારાં જો સધાઈ જાય તો?

સરળતાથી પ્રેમની પરિભાષા રચાઈ જાય તો?

વેદ અનેં વિદિશા ની આ પ્રેમાળ પ્રણયકથા નેં રાધામાધવ ની સરખામણીએ તો નાં જ મપાય પણ, એમનાં વિરહની ધીરજ માં રાધામાધવ નાં દર્શન તો અવશ્ય કરી જ શકાય ને?

પ્રયત્ન મારો આ જ રહેશે.

કાંઈક અલગ આપવાનો મારો કોલ રહેશે.

અવિરત આપ સૌનો જો એમાં સાથ રહેશે.

બસ, પછી તો અલગ મારો આ પ્રણયકથા માં અંદાઝ રહેશે!

વેદ અનેં વિદિશા,સાથે હું, અમારાં ત્રણની ત્રિપુટી નાં આગમન ની આગાહી કરતાં અહીં વિરમું છું.

શું હશે આ પ્રણયકથા કે રહસ્યકથા ??
વિચારશો નહીં વાચજો.
અનેં માણજો મારાં આ વેદ અનેં વિદિશા ને!!

જય શ્રી કૃષ્ણ

મીસ. મીરાં.