Vhalam avo ne - part 4 books and stories free download online pdf in Gujarati

વ્હાલમ્ આવોને.... ભાગ - 4

યાદોનું પતંગિયુ :

વેદ અનેં વિદી ની મુલાકાતો એ બંને નાં જીવનનેં મેઘઘનુષી રંગોથી ભરી દીધું છે.
પ્રણયનેં દુનિયાથી છુપાવીનેં જાણેં એકબીજા માં સમાવી લીધું છે.

પ્રણય ફાગ આવ્યો રી સખી:

પત્રો, ફોન અનેં મુલાકાતોથી વેદ અનેં વિદિશા ની પ્રણયફાગ અનોખી સુગંધે મહેંકી રહ્યો હતો. વેદનું આખું કુટુંબ આ સુગંધને માણવામાં એમની સાથે હતું. અનેં પ્રણયરાગનાં સાતે સૂર એકમેક માં ભળી એક અનોખી ખુશીનો અનેરો રાગ આલાપી રહ્યાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પોતાનાં રૂટીન સાથે આ બધી હલચલ માં બે પ્રેમી પંખીડા બરાબર ગોઠવાઈ ગયાં હતાં. એક નવી આશાએ વિદી રોજ ઓફીસ જતી અનેં એનાં વેદ સાથે વાત કરી એ દિવસની પળેપળ નેં સંતોષથી માણી લેતી. કોઈ દિવસ વેદ બીઝી હોય નેં ફોન નાં કરી શકે તો વેદની ચિંતા માં રડી પડતી. પણ, પછી વેદ બીજા દિવસે તેનેં સંભાળી પણ લેતો. ઓછાં પગારની નોકરી ની શરુઆતે વેદનો બધો પગાર વિદી સાથે નાં ફોનમાં જ ખર્ચાઈ જતો અનેં મુલાકાતો માં પણ.... જ્યારે। વિદી નો કરિયર માં..... પણ, દિલનાં દરવાજે આ વાત ની ગણતરી ક્યારેય પહોંચી નથી. ત્યાં તો બસ સમેટાતો પ્રેમ જ મહત્વનો હતો.

આ બધી, પ્રણયની હળવાશે એક વાર નવો વળાંક લીધો. વિદીની દીદી સ્નેહલ અનેં જીજું રાહુલ નેં વિદી પર શંકા ગઈ. અનેં તેનાં પર સવાલોના ઝડી વરસાવી આક્રમક સ્વરે વિદીએ ત્યારે તો લોકોને શાંત કરી દીધાં. અનેં જીતની ખુશીમાં ભાન ભૂલી.

"અરે, વિદી ઓ વિદી ક્યાં ખોવાઈ ગઈ પાછી." વાચાભાભી એ એની મૂર્છા તોડી અનેં સ્નેહલ દીદીએ એનાં ગાલ પર પ્રેમાળ સ્પર્શ કર્યો. અનેં વિદી ની તંદ્રા તુટી. પાર્લર જીજુનાં મિત્રની પત્ની નું હતું જેથી દીદી પણ સાથે જ હતાં. હવે, વેદ ની વિદી સપ્તપદીનાં સથવારે નવજીવનમાં આરોપાવા સજ્જ થવાની હતી.જે એનાં જીવન નું એકમાત્ર સ્વપ્ન હતું. દીદી, ભાભી, પાર્લર વાળા ભાભી બધાં એકમેક સાથે વાતો અનેં ચર્ચા માં હતાં કે વિદીની સુંદરતામાં કઈ રીતે ચાર ચાંદ મઢવા.

પણ, વિદી તો પાછી ભૂતકાળમાં સરી ગઈ. જીજુ અનેં દીદીનાં સવાલો નેં માત આપી વિદી જાણે ઝાંસીની રાણી બની ગઈ. અનાયાસે કાલે એનો વેદ ડિયર એનેં દીદી નાં ઘરે મળવાનો હતો અનેં વિદી ઓફિસ થી હાફ ડે રજા લઈને એનેં મળવા જવાની હતી. આ વાત ની શંકા દીદી જીજુનેં કદાચ થઈ ગઈ હતી. આવતી કાલે વેદુ નેં મળવાની ખુશી માં વિદી ક્યાંય સુધી મનહર ઉધાસ ની ગઝલો માં ગૂંથાયેલી રહી નેં બાકીની રાત વેદ નાં સ્નેહ માં....

સવારે રૂટીન પરવારી ટીફીન લઈ એ એ ગઝલ ગણગણતી ઓફીસ જવા નિકળી. એકમાત્ર જૂનું ખટારું એનું લ્યુના જેની પર વિદી ઓફીસ જતી એ પણ આજે મસ્તી માં જાણે આગળ ધપતું હતું. આગલે દિવસથી જ મેડમનેં વાત કરી વિદી એ હાફ ડે ની રજા ની મંજૂરી માંગી લીધી હતી. અનેં આખરેં એ સમય આવી ગયો. એ તિતિક્ષા દીદીનાં ઘરે વેદ નેં મળવા પહોંચી જ ગઈ.

એની સમજ બહાર એની પ્રવૃતિ પર આજે કોઈની નજર હતી પણ, વિદી અજાણ હતી. તિતિક્ષા દીદીનાં પાર્કિંગ માં પડેલાં વિદીનાં લ્યુના એ આ નજર રાખનાર વ્યક્તિ ની શંકા પર જડબેસલાક સમાધાન આપી દીધું. અનેં નજર હતી દીદીનેં જીજુની... આજે, વિદી નેં ઓફિસની આવવામાં થોડું મોડું થયું એટલેં ભાભી એ પૂછ્યું પણ, બહું થાકી ગઈ છું એમ કરીનેં વિદી એ વાત બદલી નાંખી. આજે, જલદી થી રૂમમાં જઈનેં સૂઈ જવાનું પ્લાનીંગ કરતી વિદી નેં દીદી નો ફોન આવ્યો. ચાલ થોડું લટાર મારી આવીએ. વિદી આ પ્રણયમુલાકાતો દરમ્યાન ખપ પૂરતું જ બધાં સાથે બોલતી. એની દહાડથી ગૂંજતું આ ઘર કેટલાં મહિનાઓથી શાંત અનેં એની બૂમોનેં તરસતું હતું.

"વિદી પાણી પીશ થોડું". દીદી વિદી માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી. દીદી એ વિદીની આંખની ભીનાશ અનુભવી લીધી હતી.ફેબ્રુઆરીની કડકડતી ઠંડીમાં પણ વિદી ગટાગટ આખો ગ્લાસ પાણી પણ ગઈ. "અરે, શાંતી થી બેન આટલી શું ઉતાવળ છે"? વિદીનાં મેકપ ની શરુઆત થવાની જ હતી. એટલે, ભાભી અનેં દીદી દ્વારા વિદી નેં કહેવામાં આવ્યું કે વેદકુમાર નેં મળવામાં થોડીક જ વાર છે,હવે, તો જરાક ત્યાં થી ધ્યાન હટાવી મેકપ પર ધ્યાન આપી દો, તો વેદકુમાર માટે જ સારું રહેશે.

નિસ્વાર્થ ભાવે કહેનારા ભાભી અનેં દીદી નેં ક્યાં ખબર હતી કે વિદી હતી તો વેદુ ની યાદો માં જ પણ, ભૂતકાળમાં....

દીદીની લટાર મારવા જવાની વાત નાં પાડશે તો એ બંને ની શંકા મજબૂત થઈ જશે, અનેં જોડે જશે તો સવાલોની જડી વરસશે એનાં પર.... એક બાજું કૂવો નેં એકબાજું ખાઈ...  આખરે, મન મનાવી એ દીદી સાથે જવા તૈયાર થઈ. ચોકકસ આયોજન સાથે વિદી નેં દીદી અનેં જીજુ એક ગાર્ડન માં લઈ  ગયાં.

અને... અને.... સવાલોની ઝડી સાથે એક મોટો ઘટસ્ફોટ બંને જણે કર્યો. એમનાં સવાલો આજે જે વિદી નેં થયાં તે ક્રોસ ચેકીંગ હતું એમની આજની જાસૂસી નું... અનેં વિદી નાં દરેક ખોટાં જવાબે એમની શંકાઓ મજબૂત થઇ ગઈ, અનેં એમણેં વિદીનેં વેદ સાથે થતી મુલાકાતો ની જાણ એમનેં થઈ ગઈ છે. એ વાત સાબિતી સાથે જણાવી કે,વિદીનું લ્યુના તિતિક્ષા દીદીનાં પાર્કિંગ માં આજે અમેં જોવા આવ્યાં હતાં.

વિદી અસમંજસ માં.... રડવા લાગી. પણ, એનેં થયું કે આ બંને એને સમજશે અનેં મદદ કરશે. એટલેં એણે, એ બંને ની મુલાકાતો ની તમામ વાતો નું સસ્પેન્સ દીદી જીજુ સામેં ખોલી નાખ્યું.

પણ, આ શું? દીદીનેં જીજુએ વિદીનેં અહીં થી પાછા વળી જવાનેં અમારાં તરફથી કોઈ મદદ ની આશા ન રાખવાનું ફરમાન સંભળાવી દીધું. વિદી નેં એ બંને પર વિશ્વાસ એટલે હતો કે એ સમજશે કેમકે એ બંને નાં લવ મેરેજ હતાં અનેં એનાં માટે પાંચ પાંચ વર્ષ વિદી એ એ બંને ની મન મૂકી નેં મદદ કરી હતી. વિદી આશ્ચય માં અનેં ગુસ્સા માં અનેં અર્ધબેભાન અવસ્થામાં ઘેર પહોંચી.

હવે, એનેં વધારે ડર લાગવા લાગ્યો. વિચારોમાં નેં વિચારો માં રાત વિતી ગઈ. સવારે ઓફીસમાં વેદની સાથે ફોનમાં આ બધી વાત કરી અનેં એ ખુબ રડી. હવે, વેદ પણ, વિદી ની તકલીફમાં રડી પડ્યો. બંને જણનેં લાચારી અનેં હતાશા જાણેં ખાઈ ગઈ. હવે, આગળ શું કરવું એનાં માટે  વિચારવું જ રહ્યું.

આમનેં આમ મુલાકાતો, વાતો માં આઠ આઠ મહિનાનાં વ્હાણાં વીતી ગયાં. વિદીનાં ઘરનો સમય જાણે થોભી ગયો હતો. ઘરની શાંતી જાણે ખાવા ધાતી હતી. વિદી નાં મમ્મી-પપ્પા પણ વિદી નેં જોઈને બહું દુ:ખી રહેતાં. પણ, એમનું સ્વમાન એમનાં નિર્ણય ની આડે આવતું હતું.

એક દિવસ વિદી નાં મમ્મી વિદી ની પાસે ચોધાર આંસુએ રડી પડ્યાં અનેં પપ્પા પણ... નાનપણ થી માગેલી બધી વસ્તુ અનેં ઈચ્છા ઓ પૂરી કરવાની વાતો યાદ કરાવી અનેં આ ઈચ્છા ખોટી છે એમ સમજાવી જીદ છોડી દેવા સમજાવી  વિદી એક શરતે જીદ છોડવા તૈયાર થઈ કે એ વેદ સાથે જીવન નહીં માંડે તો કોઈ બીજા નાં જીવન માં પણ નહીં પ્રવેશે.... અનેં પાછી વાત ત્યાંની ત્યાં....

હવે, વેદ ની વિદી સપ્તપદીનાં સથવારે નવજીવનમાં આરોપાવા સજ્જ થવાની હતી.જે એનાં જીવન નું એકમાત્ર સ્વપ્ન હતું. દીદી, ભાભી, પાર્લર વાળા ભાભી બધાં એકમેક સાથે વાતો અનેં ચર્ચા માં હતાં કે વિદીની સુંદરતામાં કઈ રીતે ચાર ચાંદ મઢવા.

નવરાત્રીનો સમય આવ્યો. ગરબા ક્વીન, ગરબાની શોખીન, હંમેશા ગરબામાં ફસ્ટ પ્રાઈઝ જીતનારી વિદી એ આ વખતે નવરાત્રીનેં પણ નારાજ કરી. એક પછી એક પછી એક નવરાત્રીનાં મંગલ દિવસો પસાર થવા લાગ્યાં. વિદીનાં પપ્પા માતાજી ના પરમભક્ત અનેં વિદી માટે એ એક જ આશાનું કિરણ હવે, બાકી હતું. કે કદાચ આ નવરાત્રી જ એનાં આ પ્રણય માટે શુભ બની જશે!!!! 

અનેં નવરાત્રીનાં આઠમાં એટલે દુર્ગાષ્ટમી નાં પાવન દિવસે વિદી નાં ઘરમાં થી એક અવાજ આવ્યો. "વિદી બેટા, અહીં આવ, મારે, તારું કામ છે. "આઠ આઠ મહિના નાં વ્હાણાં વિત્યા પછી આ અવાજ વિદી નાં કાને અથડાયો અનેં એ હતો વિદી નાં પપ્પા નો અવાજ,
એમાં કાંઈક ભાવ હતો,
કાંઈક અલગ આઘાસ હતો.

વિદી બોલ આ હેરસ્ટાઈલ તેં કીધી હતી એ પ્રમાણે બરાબર છે ને? કે કંઈક બદલવું છે એમાં. હવે, થોડીવાર અહીં જ રહે, વેદ નેં પણ તૈયાર થવા દે. ભાભી અનેં દીદી એ કટાક્ષ કર્યો.

પપ્પાનાં અવાજે વિદી આઠ મહીના પછી જીવીત થઈ ગઈ.

દોડીને પપ્પાનેં જાણેં ભેટવા આવી ગઈ.

પણ, પપ્પાની બીકે એ જરા થોભી ગઈ.

પપ્પા ની પણ આંખો તરસી ગઈ.

વિદીની વેદના માં વરસી ગઈ.

અતિત નો એ ઉપહાસ બની ગઈ.

સમય નેં જાણે લઈ નેં થંભી ગઈ.

ઉજ્જવળ ભવિષ્ય નેં જાણે ઝંખી ગઈ.

નવીન કાંઈ એ વાત કહી  ગઈ.

વણબોલ્યા એ શબ્દો વદી ગઈ.

આશાનાં કિરણો એ બની ગઈ.

સપ્તપદીનો જાણે ઈશારો કરી ગઈ.

બ્યુટીપાર્લર માં તૈયાર થતી વિદી વેદ સાથે એકબાજું નવજીવન માં પગલાં માંડવાનીછે,ત્યારે આ કઈ યાદો છે જે એનેં વારંવાર ભીનાશે ભરી નેં હચમચાવી જાય છે?

લગ્નનાં આ માંડવે મિત્રો તમેં તો ફક્ત મહાલવાની જ મોકળાશ માં રહો.વિદી ની વિટંબણા નેં તો, હું વચનબદ્ધ છું ભવ્ય વિજય અપાવવા.

વેદ, વિદીનેં હું અમારી આ ત્રિપુટી નેં આનંદ થી આવકારવા, સમજવા, માણવા અનેં સાથ આપવા આપ સૌ વાચકમિત્રો નો સહર્ષ આભાર માનતાં અહીં જ વિરમું છું.

ખુશી ની દોસ્તી માં, આનંદ નાં આલિંગન માં, સંવેદનાનાં સૂરે સદાય હસતાં રહો, ગાતા રહો, મહેંકતા રહો, અનેં જીવનનેં આત્મીયતા માં માણતાં રહો.

જય શ્રી કૃષ્ણ

મીસ. મીરાં


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED