vhalam avo ne part 2 books and stories free download online pdf in Gujarati

વ્હાલમ્ આવોને....ભાગ-2

યાદોનું પતંગિયુ :

વડોદરાનાં વેદ અનેં સૂરતની વિદિશા નાં પ્રણય પુષ્પો નેંં પાંગરવા તમારો સાથ કાલે મેં માંગ્યો જ ને, આજે, એમનાં વ્હાલનું વૃંદાવન જોનેં આપસૌનાં પ્રેમનાં સથવારે મહેંકી પણ ઉઠ્યું.

વેદ,વિદિશા અનેં હું આવી પહોંચ્યાં અમારી લાગણીઓનેં વહેંચવા તમારી સાથે....

                   !! સપ્તપદીનાં સથવારે !!

અરે, વિદિ બેટા આટલી જલદી કેમ ઉઠી ગઈ આજે? તનેં છે,ને જરાય જપ નથી. આરામ અનેં શાંતીની થોડીક પળો માણી લે, એમ કહી કહી નેં થાકી પણ, આખરે દિકરી તો મારી જ ને?

સાસરીની જવાબદારી ઓ માં પછી તો તનેં કદાચ શાંતી શબ્દે પણ, વિચારવા નહીં મળે!!!

મા-બાપ નાં ઘરે અલ્લડતાં અનેં અણસમજ ઘરનેં જીવંત રાખે.
પણ, સાસરી માં તો આ બધું આપણાં સંસ્કારો નું અલગ એક પ્રતિબિંબ લાગે.

આવું, વિદિશાનેં નાનપણ થી જ સમજાવાતું હતું.

આજે, વિદિશા એનાં વ્હાલાં વેદ સાથે સપ્તપદીનાં સથવારે ઈશ્વરનાં અસ્તિત્વ રૂપી અવર્ણનીય વેદી નાં વમળ માં એક નવાં આવિર્ભાવ માં અનેં નવજીવન માં પગલાં માંડશે.

આખરે, એ દિવસ આવી જ ગયો. આજે, વેદ અનેં વિદિશા નાં લગ્ન છે.

ઘરમાં સગાંસંબંધીઓનો જાણેં મેળો જામ્યો છે. બધાં વિદિશાની આસપાસ જ રહી નેં એનું ધ્યાન રાખી રહ્યાં છે. અનેં વિદુ તો ડિયર વેદનેં જલ્દી મળવા એનાં કાળી અનેં સુંદર રંગ ચઢેલી મહેંદી વાળા હાથ માં મોબાઈલ ફેરવતી ગજબની અસંમજસ માં ઘરનો એક ખાલી ખૂણો શોધી રહી છે.

કેમકે, આજે, લગ્ન છે, એટલે, બ્યુટીપાર્લર સિવાય એનેં ક્યાંય બહાર જવાની સખત મનાઈ છે. અનેં એ પણ, ટોળા સાથે જ જવાનું છે, એકલાં તો નહીં જ.

મમ્મી એનેં સવારે આરામ થી ઉઠવાની લાગણીસહજ ટકોર કરે છે. પણ, મમ્મીને ક્યાં ખબર જ છે,કે આ બેન ઉઠવાની વાત તો પછી, વ્હાલાં વેદના સપનાઓ માં મ્હાલતાં આખી રાત આંખનાં પલકારે જ વિતાવી છે. લગ્નનાં કામનાં થાકેલાં સૌને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. પણ, એક વ્યક્તિ ની એનાં પર નજર હતી. એનેં નજર સમજો કે લાગણી!! અનેં એ વ્યક્તિ એટલેં એનાં મા સમાન મોટાભાભી. વાચા ભાભી. અનેં નામ તેવાં ગુણ. ઉંઘતા હોય એ સિવાય એમની વાચા મૂક રહે તો એ ભાભી શાના?

પણ, વિદિશાનાં આ સપ્તપદી નાં ઈશ્વર પછી નાં એકમાત્ર સહાયક, નિર્દેશક, મિત્ર અનેં સમજશક્તિનો અખૂટ ભંડાર. કદાચ, ઈશ્વર પછી એમનોં સહકાર અનેં આગવી સમજ નાં હોત તો આ માંગલિક ક્ષણો આ ઘર માં કદાચ આવી જ નાં હોત.

અનેં બીજા હતાં વિદિશા ની ઓફિસનાં ડિયર બોસ અનેં એમનાં મળતાવડા વાઈફ.

વિદિશાનો તરફડાટ પારખી ગયેલાં વાચા ભાભી તેનેં ઘરનાં એક ખૂણેં જ્યાં કોઈની અવરજવર ન્હોતી ત્યાં લઈ ગયાં, અને, વિદિ ડિયરે એનાં વ્હાલમ્ વેદનેં ફોન પર આમંત્રણ આપી દીધું,

વ્હાલમ્ આવોને......

આમ નાં તડપાવોને....

વ્હાલીનેં તમારી લઈ  જાઓને.....

વ્હાલનાં વરસાદે ભીંજાવોને.....

યાદોમાં મનેં તમારી મહેંકાવોને...

જીવન પર તમારાં હેતે વરસાવોને...

હૈયાની હાશમાં હિલોળાવો ને....

નવજીવન નાં ઉપવનનેં મહેંકાવોને....

તમારાં અંતરે મનેં અજમાવોનેં....

સપ્તપદીનાં સથવારે મારું જીવન બની જાઓને...

વ્હાલમ્ આવોને....

મનમાં જાણે બબડે છે...

(હવે બહું તડપાવો ના... જલદી આવો ને...)

એની આંખોમાં  હરખનાં આંસુ સાથે જુની યાદોનાં ટોળાં ઉભરાઈ ગયાં. એ ભાભી થી છુપાવાય તેમ નહોતું. વિદિ નેં આશ્વાસન આપતાં ભાભી એનાં આંસુ લૂછતાં હતાં,

વાચા,તનેં મહારાજ બોલાવે છે,પીઠીની સામગ્રી અનેં પૂજાપો ક્યાં છે? વિદિનાં મમ્મી ની બૂમ પડી. ભાભી એનેં એકલતાં  નો ખૂણો સોંપી ભાગ્યા.

વેદુ સાથે સુખરૂપ વાત તો થઈ ગઈ. પણ, જૂની યાદો વિદિશા નેં હજીપણ હચમચાવી રહી હતી. એક, ખતરનાક ડર સાથે કે આ લગ્ન હવે તો થશે ને?

તેનેં યાદ આવી ગઈ એનાં વેદુ સાથે એની પ્રથમ મુલાકાત ની.

વેદની મોટી બહેન તિતિક્ષા સુરત માં જ પરણાવેલી અનેં એ પણ, વિદિશા નાં ઘરથી તદ્દન નજીક. એટલે, પ્રથમ મુલાકાત ની ગોઠવણ એમનાં ત્યાં જ રાખવા માં આવી હતી.

અનેં લગ્નમેળાવડા ની યાદી માં વેદ અનેં વિદિશા નાં બત્રીસે બત્રીસ ગુણે જન્માક્ષર મળેલાં એટલે, પ્રથમ મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેથી, છોકરા અનેં છોકરી સાથે બંને પરિવાર પણ, એકબીજાને મળી લે, ઓળખી લે અનેં સમજી પણ લે.

એટલે, વિદિશાએ સરસ તૈયાર થઈ નેં ત્યાં જવાનું હતું.

કાળા લાંબા કમર સુધી લહેરાતાં સુંદર વાળ સાથે રૂપ રુપનાં અંબાર સમાન લાંબી પાતળી કાઠી કાયા એનેં તૈયાર થયાં વગર રૂપની ઈશ્વરસહજ ભેટ મળી હતી.

આછા, કથ્થાઈ સાદા પંજાબી ડ્રેસમાં, વાળનો લાંબો ચોટલો વિદિશાનાં સૌંદર્ય માં જાણે ચાર ચાંદ લગાવી રહ્યો હતો. બસ, આ સિવાય કોઈ પણ, સૌંદર્ય પ્રસાધનો વગર વિદિશાનું સૌંદર્ય વેદનાં પરિવાર વાળા સૌનાં હ્દય સૌંસરવું એક ક્ષણમાં ઉતરી ગયું. વિદિશા હતી પણ, એટલી સરળ અનેં સૌમ્ય કે કોઈને પણ પહેલી વારમાં જ ગમી જાય.

નાનપણ થી દાદીમાનાં પાલવે ઉછરેલી, કેમકે, ભર્યુભાદર્યુ વિશાળ સંયુક્ત કુટુંબ એમાં વીસ જેટલાં સદસ્યો આમાં મમ્મી પપ્પા સૌથી મોટાં એટલે, પોતાનાં બાળકોને ઝાઝો સમય આપી શકતા નહોતાં. પણ, વિદિશા સાથે ચારે ભાઈબહેન નેં સંસ્કાર આપવાની જવાબદારી જાણે બા એ સ્વેચ્છાએ સ્વિકારી હતી. એમાં વિદિશા પર બા નેં વધારે વ્હાલ. બા ની છત્રછાયા માં ઉછરેલી વિદિશા નાનપણ થી જ ભક્તિ નેં વરેલી. ભણવા માં ઠીકઠાક, સ્વભાવે અલ્લડ અનેં ઉછાછરી ,આળસું, અનેં ઉંઘણશી એવી જાણે કુંભકર્ણની બહેન પણ, લાગણી નો છલોછલ દરિયો. વિદિ નાં પપ્પા સ્વભાવે કડક પણ, વિદી ની જેમ લાગણીશીલ અનેં વિદિ તરફ જરાં વધારે લાડ વરસાવતાં. વિદી સૌથી સુંદર અનેં દેખાવડી એટલે એની સદાય ચિંતામાં એ રહેતા. ચશ્મીશ વિદી માટે ઘણાં માંગા આવતા પણ, સુંદરતા એનાં ચશ્મા સામે ઝાંખી પડતી અનેં બધાં એને રિજેક્ટ કરતાં.

પ્રથમ મુલાકાત ની વાત પર તેથી એ કાયમ ધ્રુજતી કે મનેં ફરી એક છોકરો રિજેક્ટ કરશે તો? અનેં એ જ પરિસ્થિતિ આ વખતે પણ એની હતી?

વિદિશા નેં વેદ પસંદ કરશે એ તો નક્કી જ છે કેમકે એની સપ્તપદી માં આપણેં મ્હાલવા ભેગાં થયાં છે. પણ, મંગલ એનાં લગ્ન પ્રસંગે શું યાદ કરી નેં એનાં આંસુ સરે છે?

વેદ સાથે એવું શું થાય છે કે અત્યંત ખુશ વિદિશા અત્યારે રડી પડે છે?

આ એક અજાણ્યા સત્યની શોધ માં સૌ ચાલો મારી સાથે. જે હશે તે સારું જ હશે, એમ વિચારીને આપણેં વિદિ નેં વેદ નાં લગ્ન પ્રસંગે જલદી પાછા મળવાનું છે,ભૂલતાં નહી.

કાંઈ પણ, વિચારવા ની પણ જરુર નથી.
બસ, આનંદ માં મ્હાલો.
મારી સાથે હાલો.
વિદિશા ને વેદનાં નવજીવન નાં આશિષ આપવા.

આદર સૌનો થાય પણ, પ્રેમ તો એક ને જ થાય.

અનેં એક વાર થઈ જાય તો એનેં પ્રામાણિકતા થી નિભાવાય.

સૌનેં સાથે લઇને એમાં આગળ પણ વધાય.

પ્રેમની ત્યારે જ તો ગરિમા સચવાય.

આદર્શ પ્રેમનું ઉદાહરણ બંધાય.

આત્મા નાં સંતોષની લાગણીઓ ફેલાય.

રાધામાધવ ત્યારે જ તો મનનાં માંડવે આવી જાય.

આશિર્વાદ સૃષ્ટી નાં મળી જાય.

અનેં આપણાં પ્રેમનેં એક નામ મળી જાય.

વિદિશા અનેં વેદનાં લગ્નની આગળની વિધિ માં જલસા કરવા ફરી મળીએ.

તમારી સાથે આ સફર માં આનંદ અનેં ઉલ્લાસ માણતાં અમેં ત્રણ (વેદ, વિદિશા, અનેં હું) તમારી લાગણીઓ માં વહી જવા ફરી એકવાર આગળ ધપીએ.

આપનાં હ્રદયપુર્વક નાં સહકાર સાથે જ વિરમું છું!
જલદીથી ફરી મળવાનો વાયદો હું કરું છું!

મીસ. મીરાં

જય શ્રી કૃષ્ણ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED