રાઘવ પંડિત - 2 Pratik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રાઘવ પંડિત - 2

બીજા દિવસે સવારે નારાયણદાસ તેમની પત્નીને કહે છે આપણા મેજર તેજસિંહ મને મળ્યા હતા અને તેઓએ કહ્યું તે આપણા રાઘવને તેમની સાથે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ માટે ગુવાહટ્ટી લઈ જવા માંગે છે.
વસુંધરા દેવી કહે છે તો રાઘવને આમ પણ દેશ અને દેશ પ્રેમ ના કામ ખુબજ પસંદ છે તો આપણે તેને ટ્રેનિંગ માટે મોકલીશું નારાયણદાસ આ સાંભળીને કહે છે સારું તો કાલે તેમને જવાનું છેે તો રાઘવ માટે સામાન પેક કરી આપજો.
બીજા દિવસે સવારે રાઘવ મમ્મી-પપ્પાના આશીર્વાદ લે છે તો નારાયણ દાસ કહે છે કંઈક એવું કામ કરજે દીકરા કે તારા પરિવાર અને દેશને તારા પર ખુબ જ ગર્વ થાય વસુંધરા દેવી રાઘવને કપાળ પર ચૂમી લે છે અને તેમની આંખોમાં ખુશી ના આંસુ આવી જાય છે રાઘવ કહે છે મમ્મી હું જલ્દી પાછો આવીશ મારી બેગ તૈયાર છે.
હા બેટા ત્યાંજ મેજર તેજસિંહ આવે છે અને નારાયણ દાસ તેમની સાથે થોડી વાતો કરે છે પછી તેજસિંહ કહે છે ચાલો રાઘવ હવે નીકળીશું.
હા અંકલ.
રાઘવ તેજસિંહ ની બાજુની સીટ પ ર ગોઠવાય છે મેજર તેજસિંહ જીપ ની ડ્રાઇવિંગ સીટ સંભાળે છે અને ગાડી ભગાવે છે ત્યાંથી તેઓ સીધા રાઘવના મિત્રોને પીક કરવા માટે નિકલે છે શ્યામ અને કાર્તિક તેઓની રાહ જોતાં ઉભા હોય છે તેજસિંહ તેમ ની પાસે જીપને બ્રેક મારે છે.
હાય અંકલ હાય રોની.
હેલો યંગમેન.
હેલો ફ્રેન્ડ્સ રાઘવ ખુશ થઈને કહે છેે come on.
બધા જીપમાં ગોઠવાય છે અને તેજસિંહ જીપને રેલવે સ્ટેશન તરફ લઈ જાય છે રેલવે સ્ટેશન પર તેજસિંહ નો ડ્રાઇવર ટિકિટ લઈને રાહ જોતો હોય છે જેવી તેજસિંહ ની ગાડી આવતી દેખાય છે તો ડ્રાઇવર તે તરફ લપ કે છે મેજર તેજ સિંહ ડ્રાઇવર પાસેથી ટીકીટ તો લઈ લે છે અને તેને જીપ ની ચાવી આપે છે રાઘવ અને કાર્તિક બધાનો સામાન નીચે ઉતારી રેલ્વે પ્લેટફોર્મ તરફ નીકળે છે પ્લેટફોર્મ પર ગુવાહાટી ની train આવી ગઈ હોય છે બધા ટ્રેનમાં ચડી ને પોતપોતાની સીટ ઉપર ગોઠવાય છે જેવી ગાડી પ્લેટફોર્મ પરથી નીકળે છે તે સાથે જ તેજસિંહ બધાને કહેે છે સફર ઘણી લાંબી છે તો તમે બધા થોડો આરામ કરી શકો છો બધા હકારમાં માથુ હલાવે છે.
ચાર વાગ્યે બધા ગુવાહાટી પહોંચે છે તેમને લેવા માટે આર્મીની સ્પેશિયલ ગાડી આવે છે અને આર્મી કેમ્પ તરફ લઈ જાય છે.
આર્મી કેમ્પ ખુબજ વિશાળ જગ્યામાં પથરાયેલો હોય છે સ્ટાર્ટિંગ સ્ટેજમાં નોર્મલ સિક્યુરિટી હોય છે પછી સેકન્ડ ગેટ પર સ્પેશ્યલ ફોર્સ ના જવાનો હોય છે જે અંદર પ્રવેશતા બોડી ચેકિંગ કરે છે તેમ ની નજરોથી બચીને અંદર જવું ખુબજ મુશ્કેલ હોય છે ત્યાં મેજર તેજસિંહ ને જોઈને કમાન્ડર અભય સેલ્યુટ કરે છે અને કહે છે ચીફ તમારી જ રાહ જોઈ રહ્યા છે.
ઓકે અભય.
હેલો બોયઝ અભય રોની ની તરફ ફરીને કહે છે.
હેલો સર.
અભય તેમનો સામાન ગાર્ડન ને કહીને અંદર રૂમમાં મુકાવી દે છે. તેજસિંહ બધાને લિફ્ટ તરફ લઈ જાય છે જ્યાં તેના ફિંગર પ્રિન્ટ થી ડોર ઓપન કરે છે અંદર પ્રવેશતા આંખો સ્કેન કરે છે અને લિફ્ટ ઓટોમેટીક નીચે તરફ જાય છે એક જગ્યા પર આવીને લિફ્ટ સ્ટોપ થઈ જાય છે સામે એક વિશાલ ઓરડો છે તેમાં અનેક અલગ-અલગ પેઇન્ટિંગ દેખાઈ છે તેજસિંહ એક પેઇન્ટિંગ પાસે જઈને પોતાની એક ફિંગર તેના પર મુકે છે તરત જ સામેની દીવાલમાં એક ડોર દેખાય છે તેના પર એક સ્ક્રીન ઉભરે છે જ્યાં એક પાસવર્ડ અને આંખો સ્કેન કરતા એક વિશાલ ઓડિટોરીયમ ખુલે છે અને એનાઉન્સ થાય છે વેલકમ ટુ થ્રી આઈસ મેજર તેજસિંહ.
સભાખંડમાં બહુ બધા ઓફિસર બેઠેલા હોય છે અને સ્ટેજ પર ચીફ ભરત સ્પીચ આપવા માટે આવે છે અમે બધા અમારી સીટ પર બેસીએ છીએ.

વધુ માટે તમારે આગળના ભાગની રાહ જોવી પડશે to be continued તો પ્લીઝ વાંચતા રહો રાઘવ ની સુપર સ્ટોરી ભરત સર શું કહે છે તે જાણવા માટે વાંચતા રહો રાઘવ પંડિત review આપવાનું ભૂલતા નહી પ્લીઝ મિત્ર.