સંબંધો ની આરપાર.- પેજ - 2 PANKAJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.- પેજ - 2

આખી દુનિયા ના ઇન્ડસ્ટ્રીયલીસટ અંજલિ ને તેના કામ અને નિષ્ઠા માટે હંમેશા માનભેર જોતા,મહેનત કરવામાં અંજુ એ કયારેય પાછુ વાળી ને જોયું નહોતુ. સામાન્ય પરિવાર મા ઉછરેલી અંજુ  ને પિતા શ્રી તરફથી જીવન ઘડતર શ્રેષ્ઠ મળ્યુ હતુ. નૈતિકતા,પ્રમાણિકતા,મહેનત,ઈમાનદારી, આ બધુ વારસા માં હતુ અંજુ ના...આમ તો અંજુ ખૂબ. હોશીયાર અને તેજસ્વી સ્ટુડન્ટ હતી, સી.એ. કર્યા પછી અંજુ એ એમ.બી.એ. પણ એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતા કરતા સાથેજ પુરુ કર્યુ હતુ. અંજુ એ તેની જેબ સરુ કરી ત્યારે માત્ર 20  જ વષઁ ની હતી. જીવન માં પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા ગઇ ત્યારે અંજુ....તેના પપ્પા ને પણ સાથે જ લઇને ગઇ હતી.

પરંતુ આજે...એના એક ના એક...પોતાની જાત થીઈ પણ વધારે જેને ચાહતી હતી ,જેની ખુશીઓ માટે કંઈક કેટલીય કુરબાની ઓ આપી ચૂકી હતી અંજુ...તે અંજુ ના વહાલી  પ્રયાગ નો જન્મ દિવસ હતો..!

આજે પ્રયાગ વીસી (20) માં પ્રવેશી રહ્યો હતો. આજે અંજુ ની ઇચ્છા ને માન આપીને પ્રયાગ ઓફિસ જવાનો હતો,અને આખા ઓફિસ ના સ્ટાફ ને તેના હાથે જન્મ દિવસ નાં અવસરે ભેટ સોગાદો આપવાનો હતો.
સૂરજ પોતાનું કામ કરી રહ્યો હતો...ધીરે ધીરે વાદળો ને ચિરતો...કિરણો ફેલાઈ રહ્યો હતો. અંજુ વિચારતા વિચારતા ફરીથી પાછી પ્રયાગ ના બેડ તરફ ગઇ...અને બેડ પર બેસી ગઈ. પ્રયાગ નુ માથુ પોતાના ખોળા માં ધીમે થી ઉચકીને મુકી દીધું, અને પ્રયાગ ના માથા માં અને  કપાળ પર વહાલ થી હાથ ફેરવવા લાગી. 

અંજુ....પ્રયાગ નાં વિશાળ કપાળ પર પ્રેમથી કિસ કરી અને પોતાનું વાત્સલ્ય વરસાવી રહી હતી.....ત્યા જ....બીજી બાજુ...પ્રયાગ પણ જાગી ગયો..પણ પ્રયાગ ને તેની વહાલી મમ્મી નુ વાત્સલ્ય મળી રહ્યુુ હતુ એટલે ચૂપચાપ પડયો રહ્યો હતો. 

અંજુ ઘર ના દરેક સભયો ને શિસ્ત બદ્ધ રાખવા માટે મથતી હતી. અંજુ ના ઘરમાં રાત્રે સૂતી વખતે દરેક સભ્યો ને સફેદ કપડાં જ પહેરવાના તેવો વણલખ્યો નિયમ હતો. અંજુ પોતે પણ રાત્રે સફેદ સાડી અથવાતો સફેદ કુર્તા અને પુરુષો ને સેંચુરી ની લોન ના સફેદ લેધો ઝભ્ભો. તેમાં પણ ટોલ ...હેન્ડસમ પ્રયાગ ને સફેદ કુર્તા પાયજામો એવો જબરજસ્ત લાગે કે અંજુ હંમેશા કહેતી કે બેટા  આ કપડાં મા એક દિવસ તને મારી જ નજર લાગી જવાની છે. 
પ્રયાગ સફેદ કુર્તા પાયજામા  માં સજ્જ માં અંજુ ના ખોળામાં વિહારી રહ્યો હતો. નીચે  થી પંડિતો ના વેદના અવાજ નો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. અંજુ એ પ્રેમ થી દિકરા ના માથા માં હાથ ફેરવતા ફેરવતા કહ્યું કેમ બેટા....આજે ઉઠવું નથી ? જો સૂયઁ નારાયણ પણ આજે તારી જેમ થોડા લેટ છે...ચાલો બેટા ઉઠો...
આઇ વિશ યુ અ મેની મેની હેપ્પી રીટર્ન ટુ માય ડાર્લીંગ સન...ઓન હીસ  20થ બર્થ ડે. 
ભગવાન તારી બધી જ ઇચ્છા ઓ ને પૂરી કરે...માદા દિકરા..ચલો હવે જલદીથી ઉઠીજા અને તૈયાર થઈ જાવ. હા મમ્મી બસ આ વાળ માં હાથ ફેરવને થોડીક વાર...પછી ઉઠુ બસ.
અરે બેટા જરા બહાર નજર તો નાખ...સૂર્ય નારાયણ પણ દશઁન દઇ ને બેઠા છે, જરા જલદી ઉઠો બેટા...બ્રાહ્મણો રાહ જોવે છે તારી પૂજા માં...આ સારું ના કહેવાય બેટા ચલો જલદી.
હા મમ્મી એક કામ કર...તુ જા..હું આવ્યો બસ ફટાફટ તૈયાર થઈ ને.
ઓકે બેટા હુ નીચે જઉ છુ  તુ જલદીથી તૈયાર થઈ ને આવી જજે. 
એ સારું મમ્મી તમે જાવ પ્લીઝ. 
ઉતાવળ મા આજે ફ્રેન્ડસ ને થેંક્સ પણ નહીં કહેવાય...કેટલા બધા ના બથઁડે વિશ ના મેસેજ વોટસેપ અને  એફ.બી. પર આવી ને પડયા છે...ઓહ ગોડ આ મમ્મી પણ આજે જ આ પૂજા એન્ડ ઓલ...!

પ્રયાગ  શુ કરે છે બેટા...? ગયો ને નહાવા ... ??  નીચે  થી ફરીથી  પાછી  અંજુ ની બુમ સંભળાઇ .
એહા મમ્મી....બસ આ બાથરૂમ માં  જ જઉ છુ...બસ 10 મીનીટ મા તૈયાર થઇ ને આવ્યો. તમે તૈયારી કરો ...હુ આવ્યો બસ.
આમ કહી અને પ્રયાગ 12 × 12 ના આલીશાન બાથરૂમ મા જઇને મિરર ની સામે  ઊભો રહ્યો...અને મિરર માં પોતાની જાત ને  જોયા કરી...ખબર નહીં કેમ પણ...પ્રયાગ સહેજ મલકાયો...મન માં  અને મન મા જ ...પાછુ...યાદ આવ્યુ કે અરે ચાલો આજે જરા જલદી છે...ફટાફટ પેસ્ટ કરી અને...બાથ લીધો.

વિશાળ...બાથરૂમ ના ઇટાલિયન ફલોરીંગ ને સ્પેશીયલ પ્રયાગ ની ચોઈસ ના ફીટીંગસ થી સજાવેલા હતા. આમ તો બંગલા મા અલાયદો જ સ્ટીમ બાથ, સોના બાથ, જાકુઝી, સ્વીમીંગ પુલ,જીમ બધું હતું જ, પણ આજે સાહેબ નો જન્મ દિવસ હતો...અને અંજુ એ આજે સ્પેશીયલ દિવસ ના અનુસંધાન મા આજે ઘર માં પવિત્ર વાતાવરણ રહે તે  માટે  પૂજા પાઠ અને હવન નુ આયોજન કર્યું હતું. એટલે પ્રયાગ ને આજે ખાલી સાવર લઇ ને જ તૈયાર થવું પડે તેમ હતું. 
ઇટાલિયન સાવર પેનલ માં થી નીકળતા ગરમા ગરમ ફૂવારા  માં  સાવર લઇ ને પ્રયાગ સીધો ડ્રેસીંગ રૂમમાં ભાગ્યો, અને  વોડઁરોપ ખોલી અને ઉભો રહી ગયો. 
શુ પહેરવાનું  ?? ફરીથી રોજ વાળી મુંઝવણ...!
પણ આજે સ્પેશિયલ દિવસ હતો એટલે પ્રયાગ નહાવા ઞયો ત્યા સુધી માં અંજલિ એ આવી ને પોતે જ પ્રયાગ માટે સ્પેશિયલ લીનન ના કુર્તા પાયજામા કાઢી ને તેના બેડ પર મુકી ગઇ હતી.
પ્રયાગ...  બેટા......!!
ફરીથી પાછી અંજુ ની બુમ સંભળાઇ. 
એ હા....મમ્મી....!!
અરે બેટા આજે  તારે પૂજા માં બેસવાનું છે..એટલે તારા કુર્તા પાયજામા ને હુ બેડ પર મુકી ને આવી છુ,જરા જોઇ લેજે બેટા. 

ઓકે...મમ્મી...થેંક્યુ...!
પ્રયાગ ને થયું ચલો અત્યારે તો  શું પહેરવાનું તે કામ તો થઇ ગયુ આપણુ.આ મમ્મી પણ કેટલું ધ્યાન રાખે છે મારું, આખો દિવસ...ઓફિસ...કંપની...સ્ટાફ...ક્લાયન્ટસ...બીઝનેસ મીટીંગસ...બીઝનેસ ડીલસ...બીઝનેસ એક્ષપાનસન...ફોરેન ટૂર...આમ છતાં...કાયમ નિયત સમયે જ.....હોય..
સાથે મને  અને પપ્પા ના લઇને...હોલીડેઝ..!!

આહા.....સાલુ હું તો ગાંડો જ થઈ જઉ. અને સૌથી મોટી સરપ્રાઇઝ મમ્મી કયારેય ગુસ્સો નથી કરતી, કે અકળામણ પણ નથી કરતી. સાલું મમ્મી નુ મગજ કેવું હશે....કયારેય કોઈ કંપલેન પણ નહીં....વાહ...
શું  મમ્મી મળી છે...!!

થેન્કસ ભગવાન ફોર ગીવીંગ મી બેસ્ટ મમ્મી...!
આમ મન માં ને મન મા વાતો કરતો પ્રયાગ...તૈયાર થવા લાગ્યો, મમ્મી એ મુકેલા કુર્તા પાયજામો..પહેરતા પહેરતા...મિરર સામે ઊભો રહી ગયો.  સાવર લઇને નીકળેલો પ્રયાગ એકદમ હેન્ડસમ લાગતો હતો. શેમ્પુ કરાલા વાળ ....અને અને એનો સ્પેશિયલ કોફી ફ્લેવર નો ફરેગરન્સ ના ઇમ્પોર્ટેડ સાબુ થી નાહ્યા પછી પ્રયાગ આખે આખો મહેંકતો હતો. કરલી હેર માથી શેમ્પુ કરેલું હતું...એટલે પાણી ની બુંદો એના સોનેરી ખુલ્લા શરીર પર વહ્યા કરતા હતા.

આજે પ્રયાગ વીસી માં પ્રવેશી રહ્યો હતો એટલે જવાની એના શરીર પર વરતાતી હતી. ખુલ્લા બદન માં પ્રયાગ આજે  હોટ એન્ડ હેન્ડસમ લાગતો હતો. કોઈપણ કુંવારી છોકરી....પ્રયાગ પાછળ ગાંડી થઈ જાય તેવુ રુપ હતું તેનુ....અને તેવો જ મોભો પણ હતો.

આમ છતાં  પણ  પ્રયાગ ને કયારેય તેના રુપ કે પૈસા નુ કયારેય અભિમાન નહોતુ. ફટાફટ હેર ડ્રાયર મારી ને ભીના વાળ ને સૂકવવા....પ્રયત્ન કરી રહ્યો હતો. સાથે મમ્મી મુકીને ગઇ હતી તે કપળા પહેરવા લાગ્યો. જલદી જલદી થી તૈયાર થઈ ને સાહેબ ફરીથી વોડઁરોપ ખોલી અને ઉભો રહી ગયો....કયુ પરફયુમ લગાઉ ?? ફરીથી રોજ વાળી  મુંઝવણ...!!

પ્રયાગ......!!! 
સરી પાછો અંજલિ નો અવાજ સંભળાયો...! 
બેટા...જરા ટી.વી. યુનિટ પાસે નજર નાખ જે તો....તારું ગુચ્છી ત્યાં જ મુકી નેેઆવી છુ.

એ...હા મમ્મી....!! પ્રયાગ જવાબ આપી અને ટીવી  બાજુ ગયો..

સાલું આતો મમ્મી છે કે...કોમ્પ્યુટર ?? 

હું અહીં સુ કરું છુ..અને સુ વિચારું છુ . .તે તેને નીચે કયાં થી  ખબર પડી જતી હોય છે ??

ફટાફટ...પ્રયાગ એનુ ફેવરેટ ગુચ્છી લગાવી ને નીચે આવી ગયો.
ચાલો ત્યારે મમ્મી હુ પણ તૈયાર છુ....પ્રયાગ નીચે આવીને અંજુ ને મળ્યો. 
બહુ જ ડાહ્યો મારો દિકરો....ચાલો પૂજા રૂમમાં...! અંજુ બોલી.

એક મીનીટ મમ્મી....જરા અંહિ જ ઉભી રહે.
કેમ બેટા  ?  અંજુ એ પુછયું..!
પણ...ત્યાંજ પ્રયાગ....અંજુ ને પગે  લાગ્યો...જાણે  સાક્ષાત દંડવત જ હતા.
અરે..અરે...પ્રયાગ...બેટા....!! અચાનક અંજુ નુ ગળું ભરાઈ આવ્યું. 
ખૂબ જ મહાન બનો બેટા....તારા પપ્પા કરતા પણ..મહાન.  ભગવાન તારી બધી જ ઇચ્છા ઓ પુરી કરે.
અંજુ  હજુ બોલતી જ હતી...અને પ્રયાગ એને તરત ગળે વળગી પડયો.
અંજુ એ એના માથા પર અને..પીઠ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું ..જા બેટા...જરા પપ્પા ને પણ પગે લાગતો આવ.
હા મમ્મી...પણ કયાં છે પપ્પા...?
હસે એમના રૂમમાં જ. 
પ્રયાગ..મમ્મી ના આદેશ નુ પાલન કરતો પપ્પા ના રૂમ તરફ ગયો. 
પણ...પપ્પા તો દેખાતા નથી મમ્મી...!
હસે બેટા...જો..એમના રુમમાં નહીં હોય તો...બહાર ડ્રોઇંગ રૂમમાં જો.. સોફા પર બેઠા હસે. 
પ્રયાગ ફરીથી મમ્મી ની વાત ને માન આપતા ડ્રોઇંગ રૂમ તરફ ગયો.

વિશાળ એવા ડ્રોઇંગ ...ઓરીજીનલ લેધર થી મઢેલા સોફા સેટ પર...
વિશાલ પગ લંબાવીને બેઠો હતો.
પપ્પા...કહેતો પ્રયાગ...વિશાલ ના પગે લાગ્યો. 

હમમમ....સાહેબ ની વષઁગાંઠ છે  ભાઇ આજે તો...મા ના આશીર્વાદ મળી ગયા ને ?
ખૂબ સરસ લે...આ પૈસા..અને મમ્મી નુ કીધું સાંભળજો બસ.

પ્રયાગ ને કયારેય તેના પપ્પા સાથે  અણબનાવ કે કકળાટ જેવું  નહોતુ થયું, છતાં પણ કોણ જાણે કેમ વિશાલ માટે એને કયારેય લાગણી જ નહોતી જન્મી. 
અને સામે પક્ષે વિશાલ ને પણ એવું જ હતુ, પ્રયાગ ના વખાણ કરે, તેની સાથે વાતચીત કરે પણ પ્રેમ અને લાગણી...ઉપર ઉપરથી જ હતા.
આવુ કેમ હસે તે બન્ને વ એકબીજાને કહેતાં નહોતાં...પરંતુ સમજતા તો હતાજ.
આ બન્ને વ પક્ષો ને જોડતી કડી  એટલે...અંજુ...!!

પપ્પા..મમ્મી એ પૂજા રાખી છે..એટલે હું જરા પૂજા રૂમમાં...

અધુરી વાતે જ..વિશાલ બોલ્યો...હા જાવ ભઇ જાવ પૂજા  કરી લો.


ખબર નહી પણ આમ અધુરી વાત માં જયારે પણ વિશાલ કંઇ કહેતો અથવા ટોકતો ત્યારે પ્રયાગ ને મનોમન લાગી આવતુ....કોણ જાણે કેમ પણ કંઈક અધૂરપ લાગતી હતી બન્ને ના સંબંધો મા.

પ્રયાગ સીધો...મમ્મી કહેતો પૂજા રૂમમાં ગોઠવાઈ ગયો. 
ચાલો મહારાજ હું તૈયાર છું...તમે તમારે સ્લોક ચાલુ કરો.
આજે અંજલિ એ પાંચ બ્રાહ્મણો ને વેદ ના પાઠ કરવા ...અને પ્રયાગ નો આજે વીસી માં પ્રવેશ હતો એટલે કુલ વીસ બ્રાહ્મણો ને જમાળવા નુ આયોજન કર્યું હતું. 
વિશાળ પૂજા રૂમમાં શીશમ ના પાટલા પર મલમલ ના આસન પર લિનન ના વસ્ત્રો માં સજ્જ પ્રયાગ આજે ખૂબ સોહામણો લાગતો હતો. 
પાંચેય બ્રાહ્મણો એ વેદો નું ઉચ્ચારણ કરવા નુ ચાલુ કર્યું. એક બ્રાહ્મણ એ પ્રયાગ ના મોટા લલાટ પર કુમકુમ તિલક કર્યુ. 
કરલી હેર....ગુચ્છી ની મનમોહક સુગંધ....સામે જગત જનની  માં અંબાજી ની આરસપહાણ ની મુર્તિ પર જયપુરથી લાવેલી ચુંદડી...આખા ગુલાબ નો હાર માતાજીને ચઢાવ્યો હતો.
અને લલાટ પર કુમકુમ તિલક શોભાયમાન પ્રયાગ આજે ખરેખર અચાનક મોટો લાગ્યો અંજુ  ને.