રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-10
(આગળનાં ભાગમાં જોયું કે ઢોલી ગામ લોકોને મણી બા પાસે લઇ જવા વહેણ પાસે લઈ આવે છે. મુખી વહેણ અંદર મણી ડોશીને શોધવા જાય છે. હવે આગળ...)
મુખીજી પોતાના પગલાં આગળ એવી રીતે ભરતા હતાં કે જાણે આગલા પગલા પર જ એનું મૌત લખ્યું હોઇ. થોડા જ આગળ મુખીજી વધ્યા કે બાજુની જાળીઓ માંથી અવાજ આવ્યો. મુખીજી એ ફાનસ જાળી તરફ કરી તો પ્રકાશથી ચમકતી આંખો જેઈ.
મુખીજી તૂરન્ટ સમજી ગયા કે નાયળૂ છે. મુખી ત્યાં જ સ્તબ્ધ થઈને ઉભા રહીં ગયા. એમ તો બધાં માણશો નાયળાને જોઈને મુક મુઠ્ઠીવારી ને ભાગી જાય. પરન્તુ મુખીજી ત્યાં જ ઉભા રહી ગયા. કેમ કે એને ખબર હતી કે નાયળૂ કોઈ દિવસ એકલુ નો હોઇ. તેં ટોળામા જ સામેલ હોઇ. પરન્તુ અહિયાં એક જ કેમ છે.
ચમકતી આંખો ધીરે ધીરે મુખી તરફ જ આવતી હતી. મુખી ને અંદાજ આવી ગયો કે નાયળા એ તેને જોઇ લીધો છે. મુખીજી ફાનસને બીજી તરફ કરી ત્યાં મુખીજીનાં મુખમાંથી રાડ ફાટી ગઇ.
બાહર રાહ જોઈને ઊભેલા ગામનાં લોકોને મુખીની રાડ સંભળાતા જ પ્રવીણભાઈ અચંબિત થઇને બોલ્યા કે આ તો આપણા મુખીજી નો જ અવાજ હતો. બધાં લોકોની આંખમાં એક ડરનો અહેસાસ દેખાઈ રહ્યો હતો.
ઘનાભાઈ બોલ્યા કે ભાઈ અંદર ગયા એને બહુ સમય થઈ ગયો છે હજી કહું છું કે "આ ઢોલીની કાંઈક નવી ચાલ ચાલે છે આપણને મારવાની."
પ્રવીણભાઈ બોલ્યા જે હોઇ તે હુ તો મુખીજી ને બચવા તેની પાછળ જાવ છું. ઘનાભાઈ સાથે થોડા લોકો એ તેમને અંદર જતા રોક્યા. પરન્તુ પ્રવીણભાઈ તો હિમતેં જબરા બધાં ને કહી દીધું કે હુ તો મારા મિત્રને બચાવા જઈશ.
સેવક મહારાજે કહ્યુ કે મુખીજી અંદર ગયા છે જો સાચે જ મણી ડોશી અંદર હોત તો તેને મળી જાત. પંરતુ હવે તેની પાછળ જઇને મોતને ભેટવામાં કોઈ હોશિયારી નથી.
સેવક મહારાજનાં કહેવાથી પ્રવીણ થોડો ઢીલો પડ્યો. ત્યાં જ ઘનાભાઈ આંખમાં આસું સાથે બોલ્યા કે " મારો ભાઈ, મે કહ્યુ હતુ ને કે ઢોલી આપણને મૌતનાં ઘાટ ઉતારવા જ અહિયાં લાવ્યો છે, અહિયાં કોઈ મણી ડોશી નથી."
પ્રવીણભાઈ એ ગુસ્સામાં ઢોલીનો કાસલો પકડી લીધો અને કહ્યુ કે " તારા બધાં ઢોંગ બંધ કર અને જે હોઇ તેં સાચું બોલ"
ઢોલીએ થોડા ધીમા અવાજમાં કહ્યુ કે " હુ, સાચું બોલું છું કે બા એ મને અહિયાં જ મળવાનું કહ્યુ હતુ."
ભાઈનાં દુઃખમાં અને આંખમાં અંગારાની સાથે ઘનાભાઈએ કહ્યુ કે " એ સાચું બોલતો હોઇ તો એને જ અંદર ધકેલી દયો, કાં તો મણીડોશી અને મારા ભાઈને લઇને આવશે, નહિતર ક્યારેય પાછો આવશે નહીં."
ઢોલી નાં, નાં, કહેતો જતો હતો. પરન્તુ ગામનાં લોકોની ક્રૂરતા એટલી વધી ગઇ હતી કે ઢોલી પર કોઈને દયા આવતી નહતી. બસ એક સેવક મહારાજ અને તેનાં લોકોને આ ક્રૂરતા દેખાઈ રહીં હતી. પરંતું સેવક મહારાજને ખબર હતી કે અત્યારે ગામનાં લોકોને પાછા વાળવા મુશ્કેલ છે. સેવક મહારાજે ગુરુ મહારાજને પ્રાથના કરી કે " જે સત્ય હોઇ તેં સામે આવે".
ત્યાં જ જાણી ચમત્કાર થઈ ગયો હોઇ તેમ ગામ તરફથી ત્રણ-ચાર બાળકો આવીને બૂમો પાડવા લાગ્યા. બધાં લોકોએ તેમની તરફ નજર કરી તો બાળકો એક સાથે બોલી રહ્યાં હતાં કે "જડી ડોશી એ કહ્યુ છે કે દુઃખાવો ચાલુ થઈ ગયો છે."
ઘનાભાઈને તો એક આંખમાંથી પોતાના ભાઈનાં દુખનાં આંશુ સરી રહ્યાં હતાં અને બીજી આંખમાં ખુશીનાં આસું કે પોતાની ઘરે નાનું બાળક આવાનું છે.
બાળકોની વાત સાંભળતા જ સંતાન પ્રેમમાં આંધળા થઈ ભાઈને ભૂલી ગામ તરફ ચાલવા લાગ્યો. પ્રવીણભાઈ એ કહ્યુ કે "આ ઢોલીને પકડીને ગામમાં સાથે લઈ લ્યો, ગામમાં જ તેને સજા કરશુ. ઘનાભાઈની પાછળ બધાં લોકો ગામ તરફ ચાલવા લાગ્યા.
એક તરફ મુખી પોતાની આસપાસ નાયળાનાં ટોળાને ટોળા જોવે છે. પોતાના ધબકારાને બંધ કરી એક જ શ્વાસમાં અંદર તરફ દોડ લગાવે છે. અને તેની પાછળ ભૂખ્યા નાયળા, જાણી વર્ષોથી ભૂખ્યા હોઇ તેમ પોતાના દાંતને ભીંસતા હતાં અને થોડો અવાજો કરી રહ્યાં હતાં. આગળ મુખી અને પાછળ મોઢામાંથી લાળૂ પાડતા નાયળાનું ટોળું.
બીજી તરફ ગામનાં લોકો ઢોલીને પકડીને ગામમાં સજા કરવા લઈ જતા હતાં.
ગામમાં પહોચી ને ઘનાભાઈની આતુરતા વધતી જતી હતી અને ઘર અંદરથી દર્દનાં અવાજો વધી રહ્યાં હતાં. બધાં વચ્ચે ઢોલીતો બંધાયેલ હતો પરન્તુ તેને સજા કોણ કરશે તેનો પ્રશ્ન હતો.
ગામનાં લોકોએ મુખીજી ની જગ્યા પર તેનાં ભાઈને નિમણૂક કર્યો. અને બધાં પોતપોતાની રાય આપી રહ્યાં હતાં સજાની ત્યાં જ ઘનાભાઈએ નિર્ણય લીધો કે "ઢોલીને પણ એની બાની જેમ ગામનાં ચૉરહાની વચ્ચે જીવતો સળગાવી દેવાનો"
આટલું સાંભળતા બધાં લોકોમાં એક સનસની ફેલાય ગઇ. પ્રવીણભાઈ ઘનાભાઈ ને ધીમેથી બોલ્યા કે આટલી મોટી સજા. ત્યાં ક્રૂરતામાં ફરી ઘનાભાઈએ કહ્યુ " હુ, ગામમાંથી આવા હલકટ અને ડાકણનો સાથ આપે એવાને જડમૂળથી નાબૂદ કરવા માંગુ છું, શુ તમે બધાં મારી સાથે છો કે પછી આને જીવતો મુકી કાલે તમારે મરવું પસંદ કરવું છે"
બધાં લોકો ઘનાભાઈ સાથે જોડાયા અને ઢોલીને ચૉરહા વચ્ચે બાંધી દીધો. પ્રવીણભાઈ હજુ આ વાતથી સહમત નહતા. પરન્તુ હવે એ વાતને ટાળવી અસંભવ હતી.
ઘર અંદર બાળકની કિકિયારીનાં સુખી સમય થઈ જ ગયો હતો અને બાહર ઢોલીનાં દુઃખી ચિત્કારી નો સમય નજીક હતો. એક તરફ વિધાતા ભાગ્ય લખી રહ્યો હતો તો બીજી તરફ કાળ મંડરાય રહ્યો હતો.
અને ત્યાં મુખી વહેણનાં અંધકારમાં દોડ લગાવી રહ્યો હતો. ત્યાં અચાનક જ મુખીને અવાજ સંભળાયો, અને તેં તરફ હાંફતા હાંફતા નજર કરી તો જાડનાં થડને ટેકો દઇ ધોળા છુટા વાળ અને કાળા મેલા ઘેલા કપડા પહેરેલ એક સ્ત્રી બેઠી હતી.
મુખીએ જોયું નો જોયું નાયળાનાં ભયનાં કારણે આગળ જ દોડ લગાવી. પરન્તુ પાછળ એક નજર કરી તો બધાં નાયળા તેં સ્ત્રી પાસે ઉભા રહી ગયા હતાં. મુખીજી પણ ઉભા રહીને હાસકારો લીધો. શ્વાસનાં ફૂલાવાનાં કારણે મુખીજી પોતાના હાથને પગના ઘૂંટણ પર મુકી ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગ્યા.
થોડા પાછળ ચાલી હાંફતા હાંફતા અને અચકાતા બોલ્યા " મ..મણી.... મ..મ...મણી બહેન"
ત્યાં જ અવાજ આવ્યો " મારા નાયળા બહુ ભૂખ્યા છે, આવ મુખી આવ, તારી જ રાહ જોતી હતી આટલા વર્ષોથી."
ક્રમશ..
તે ડોશી મણી જ હશે. મુખી વહેણમાંથી બચી ને પાછો આવશે?
શુ ઢોલીને જીવતો સળગાવી નાખશે?
(આગળ મુખી અને ઢોલીનું શુ થાશે તે જોવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" નાં ભાગ-11 સાથે)