કોલેજના બીજા દિવસે પણ સમીરને લેટર મળ્યો. સમીરે ઘરે જઈને લેટર વાંચ્યો.
"મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ’તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને જે એહસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ કારણ વગર.
एक सुकुन सा मिलता है
तुझे सोचने से भी
फिर कैसे कह दूँ
मेरा इश्क बेवज़ह सा है!
કેમ કહું કે...તું દૂર છે મારાથી
કારણ...
હાથ લંબાવું ને કલમ ઉઠાવું ત્યાં...
તારો સ્પર્શ મહેસુસ થાય છે...
કાગળમાં તારો જ ચહેરો દેખાય છે...
જે કવિતા રચાય છે...
એના શબ્દોમાં તું પડઘાય છે...
એની લીટીએ લીટીએ
તારું સાનિધ્ય અનુભવાય છે...
કે તારી દૂરીનો અહેસાસ જ
મને ક્યાં થાય છે???
જેમ દિલમાં ધડકન...
એમ જ...
તું સતત મારામાં પડઘાય છે...
ટેરવા ને તરસ છે તને સ્પર્શવાની
આંખો માં ઇચ્છા છે તને નિહાળવાની
દિલ માં આશ છે તને ચાહવાની
મન માં ઊમંગ છે તને મળવાની
શ્વાસ માં મહેંક છે તારા મિલનની
હૈયા માં જોમ છે તારા પ્રેમ-સાગરની
નજર થી દુર છે તું...પણ...
દિલ ની લગોલગ છે તું...
તું મને ચોક્ક્સપણે મળીશ જ. તું મારો જ થવાનો છે અને આપણું નસીબ પહેલાથી લખાઈ ચૂક્યું છે એનો મને આભાસ થવા લાગ્યો છે. માનું છું કે મુમકિન નથી તારું અને મારુ એક થાવું...પણ સાંભળ્યું છે કે આ દુનિયામાં ચમત્કાર બહુ થાય છે.
તારો જવાબ જાણવાની આતુરતા તો છે જ.
હ્રદયની ઉર્મિઓને તુજ નામે વહેવડાવું,
છે પ્રણય એકરાર, એ પ્રેમપત્ર દ્વારા
તુજને જણાવુ.
ફૂલોના ગુલદસ્તાની સોડમ રેલાવું,
કે ગુલાબપંખ જોડે સંદેશ મોક્લાવું,
હું કરુ છુ અખુટ પ્રેમ તુજને,
એ આ પત્ર દ્વારા તુજને જણાવુ.
જો કરતો હોય તું પ્રેમ મુજને,
તો એક નાની અપેક્ષા ધરાવું,
લખે વળતો એક પ્રેમપત્ર,
જેના સરનામે હું આવું.
તમને હું મારા માનવા લાગી છું. તમારી પહેલા મેં મારા જીવન માં કોઈને સ્થાન નથી આપ્યું પણ હવે આ સ્થાન હું તમને આપવા માંગુ છું. છુપાઈ- છુપાઈને તમને હું કલાકો સુધી એકીટશે જોયા રાખતી. જો તમારો જવાબ "હા" હોય તો પ્લીઝ...એક લેટર સાંજે તમારી બેંચ પર મૂકી દેજો. અને નહીં મૂકો તો હું સમજી જઈશ. અને આમ પણ પ્રેમ બળજબરીપૂર્વક તો ન જ થાય. પ્રેમ કરવો નથી પડતો પ્રેમ તો થઈ જાય છે. Right?
તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
પણ હું રહીશ તો તારી જ સાથે..."
શ્યામલી વિચારોમાં ડૂબેલી હતી. "શું સમીર મને હા કહેશે? અને હા કહેશે તો મળવા બોલાવશે...અને મળશે તો...? શું સમીર મને પસંદ કરશે? અને મને જોઈને ના પાડી દેશે તો?
Ohh God...! હવે હું શું કરું?
तडप उसे देखने की
कसक उसे छूने की
और फिर हिचक भी मिलने की
या रब्बा
ये कैसी तुने मोहब्बत बनाई है।
સમીરે પણ વિચાર્યું કે આ Mystery girl ને જવાબ આપવો પડશે. સમીર પણ લેટર લખવા બેસી ગયો. પેન અને કાગળ લઈને બેસી ગયો. દુનિયામાં કદાચ સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ છે પહેલો પ્રેમપત્ર લખવાનું. પ્રેમીને એવું લખવું હોય છે કે તેના પ્રિય પાત્રના દિલના દરેક તાર ઝણઝણી જાય...
શું લખું? કેવી રીતના લખું? એમ વિચાર કરીને લખવાની શરૂઆત કરી. બેત્રણ કાગળો બગડ્યા. અને પ્રેમપત્ર લખવા બેસીએ ત્યારે દરેક શબ્દ નાનો લાગે છે. શું લખું? શું ના લખું? સરવાળે ગમે તે લખે તો પણ અધૂરું લાગે છે.
સમીરે શાંતિથી વિચાર કર્યો. કાગળ બગડે છે તો આ વખતે ડાયરીમાં લખું. પછી કાગળમાં લખીશ. મનમાં શબ્દો ગોઠવી દીધા. શાંત મગજે ડાયરીમાં લખવાની શરૂઆત કરી. સમીરે ડાયરીમાં તો લખી દીધું. હવે કાગળમાં લખવાનું શરૂ કર્યું.
"एक लहर तेरे ख्यालों की,
मेरे वजूद को भिगो जाती है
एक बूंद तेरी याद की
मुझे इश्क़ के दरिया में डूबो जाती हैं
तु कौन है...? पता नहीं...
पर तेरे होने की खुश्बू
मुझे कुछ खास बना जाती है..!!
મને નથી ખબર કે આ પ્રેમપત્ર છે કે નહી, પણ આ શબ્દો મારા દિલરૂપી કલમ થી લખાઈ રહ્યા છે. કારણકે મે પણ તારા પ્રેમની લાગણીઓ ને મારા હ્રદયમા પ્રવેશતા અનુભવી છે. એવું લાગી રહ્યું છે કે કોઈ મુસાફીરને ઘણું ભટક્યા પછી કોઈ સાચો રસ્તો મળી ગયો હોય અને ઘણા વર્ષોથી ઉજ્જડ રહેલી જમીન પર આજે મુશળધાર વરસાદ પડ્યો હોય. હવે મારા દિલની બસ એક જ તમન્ના છે કે જે નીલું આકાશ અને સુર્યાસ્ત આપણે અત્યાર સુધી અલગ અલગ જોયા છે, તે કોઈ સુંદર સમુદ્રના કિનારે એકબીજાનો હાથ પકડીને નિહાળીયે.
હુ મારા પ્રત્યેક રોમમા તારા પ્રેમની લાગણીઓ નો વસવાટ થયેલો છે તેમજ આપણા પ્રેમની નદીઓ મળીને એક પ્રેમ ના સાગર મા ભળી જાય તેવું માનીને કંઇક લખું છુ. લેટર મળે કે તરત મને મળવા આવજે. સૂર્યાસ્ત સમયે દરિયાકિનારે તારી રાહ જોઈશ.
“હુ તને દિલથી પ્રેમ કરું છુ”
ફ્કત તારો જ...
સમીર
એક આછા ગુલાબી રંગના કાગળમાં લખ્યું. એક લાલ કવરમાં મૂકી દીધું.
લેટર લખી સમીર અગાશી પર ગયો.
રાતના લલાટ પર ચંદ્ર બિંદીની જેમ શોભતો હતો. ચંદ્રના આદેશ પર રાતએ આકાશ પર ઝુમ્મર સજાવી દીધા હતા. બધા જ તારાઓએ એમનું ટમટમવાનું વધારી દીધુ હતું. આકાશમાં તારાઓની મહેફીલ જામી હતી. અગણિત તારા અને ચંદ્રને જોતા જોતા સમીર Mystery girlના ખ્યાલોમાં ડૂબી ગયો. કોણ છે આ પાગલ છોકરી? જેને હું અનાયાસે જ પ્રેમ કરવા લાગ્યો છું.
चांद और मेरा एक ही हाल है,
दोनो को रात भर नींद नहीं आती
वो चांदनी में खोया रहता हैं,
और मै तेरे ख्यालो में...
સમીર માટે દુનિયાની સૌથી મોટી ખુશી એટલે
એ જાણ થવી કે કોઈ પોતાને પ્રેમ કરે છે.
ક્રમશઃ