સંભવામિ યુગે યુગે ભાગ ૩૫ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

ભાગ ૩૫

   પાયલ સોમને પાછળથી બોલાવતી રહી પણ સોમ નીકળી ગયો હતો. પાયલ થોડીવાર સુધી રડતી રહી પણ પછી તેણે પોતાનું મન મજબૂત કર્યું અને એક મંત્ર બોલીને બાબાનું આવાહન કર્યું .

  બાબાએ પૂછ્યું, “શું થયું માતા?”

  પાયલે બાબાને બધી વાત કરી.

બાબાએ કહ્યું, “આ તો ખોટું થયું! આમાં કોઈ ગડબડ થઇ રહી છે. હું જોઉં છું.”એમ કહીને ધ્યાન મુદ્રામાં બેસી ગયા. થોડીવાર પછી આંખો ખોલીને કહ્યું, “મારે બાબાજીને જાણ કરવી પડશે. સોમે ખબર નહિ પોતાની આસપાસ બનાવેલું મારું સુરક્ષાચક્ર હટાવી દીધું છે અને હવે તે મારી પહોંચથી દૂર થઇ ગયો છે અને તે બંગલે પણ પહોંચ્યો નથી.”

 બાબાએ કહ્યું, “માતા આપે પ્રતિવાર કેમ કર્યો?”

 પાયલે કહ્યું, “એક તો તેણે કપડાં જુદા પહેર્યા હતા અને તેણે પોતાનું લોકેટ પણ છુપાવી રાખ્યું હતું, મને લાગ્યું કે જટાશંકર હશે.”

 “લાગે છે જટાશંકર નવો દાવ રમી રહ્યો છે. હવે આપણું અહીં રહેવું સુરક્ષિત નથી.”એમ કહીને બાબાએ પાયલના માથે હાથ મુક્યો અને તેના હાથ અને પગનું પ્લાસ્ટર અને કમર પર બાંધેલો પટ્ટો ટુટી ગયો. બાબાએ કહ્યું હવે આપ આંખો બંધ કરો.

પછી અવાજ આવ્યો, “ આંખો ખોલો માતા.” પાયલે આંખો ખોલી ત્યારે તે એક ગુફામાં હતી.

સાધુએ કહ્યું, “આપ અહીં આરામ કરો. હું થોડીવારમાં આવું છું.” થોડીવારમાં તે મહાવતાર બાબા સાથે પાછો આવ્યા. પાયલ મહાવતાર બાબાને પગે લાગી.

 મહાવતાર બાબાએ કહ્યું, “દેવી, સોમ જટાશંકર રચિત મહાજાળમાં ફસાઈ ગયો છે હવે તેમાંથી ફક્ત તેણે જ માર્ગ કાઢવો પડશે.”

 પાયલે હાથ જોડીને કહ્યું, “આ અમારો ત્રીજો જન્મ છે જટાશંકરના વિનાશ માટે અને આ જન્મમાં તેને હરાવી નહીં શકીએ તો પછી શું થશે.”

 બાબાએ કહ્યું, “દેવી, જો આ જન્મમાં સોમ તેને હરાવી નહિ શકે તો તમારો ફરી જન્મ થશે, અને તમે  જન્મ-મરણના ફેરાનો કેમ આટલો વિચાર કરો છો? મહત્વ લક્ષ્યનું છે અને તે લક્ષ્યપ્રાપ્તિમાં તમારી ભૂમિકા ખુબ મહત્વની છે.”

 પાયલે કહ્યું, “આપ ઈચ્છો તો બધું થઇ શકે.”

 બાબાએ હસીને કહ્યું, “ હું ઈચ્છું તો જટાશંકરને એક ક્ષણમાં મારી શકું, પણ તેનાથી સૃષ્ટિના નિયમોનો ભંગ થાય, જે આપ પણ નહિ ઈચ્છો કે થાય, તેથી આપ સોમને તેની શક્તિ આજમાવાવનો મોકો આપો,અને ધીરજ રાખો, તે પોતાનું લક્ષ્ય આ જન્મમાં જરૂર પૂર્ણ કરશે.”

 બાબાએ આગળ કહ્યું, “મારું લક્ષ્ય હતું કે એક ઉંમર સુધી તેને રક્ષણ પૂરું પાડવાનું જે મેં પૂરું પાડ્યું પણ  હવે આગળ સોમે જ લડવું પડશે.” એમ કહીને બાબા ત્યાંથી નીકળી ગયા.

 બાબા ગયા પછી પાયલ સાધુ તરફ ફરી અને કહ્યું, “સોમને મારી મદદની જરૂર પડશે, તો આપ મને સોમ જે બંગલામાં રહેતો હતો ત્યાં લઇ જાઓ.”

 સાધુએ કહ્યું, “એવું કરવું સુરક્ષિત નથી.”

 પાયલે કહ્યું, “મારો સોમ જંગ લડવા નીકળ્યો હોય અને હું એ બેસી રહું તે યોગ્ય નથી. તો આપ મને ત્યાં લઇ જાઓ.”

 સાધુએ કહ્યું, “ઠીક છે! માતા જેવી આપની ઈચ્છા.”

 થોડીવારમાં તે બંગલામાં હતી, રામેશ્વર પોતાના હાથ બાંધીને હૉલમાં આંટા મારી રહ્યો હતો. દરવાજામાં પાયલને જોઈને તે આશ્ચર્યચકિત થઇ ગયો. 

તેણે કહ્યું, “પાયલ, તમે તો એડમિટ હતા અને તમારા હાથ અને પગમાં ફ્રેક્ચર હતું ને?”

 પાયલે કહ્યું, “સોમ મારી પાસે આવ્યો હતો, પણ નારાજ થઈને ચાલ્યો ગયો. શું તે બંગલે નથી આવ્યો?”

 રામેશ્વરે કહ્યું, “તે સવારથી વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. તેણે કોઈ સપનું જોયું હતું અને તેણે મને કહ્યું કે આ બધાની પાછળ પાયલ છે.”

 પાયલે કહ્યું, “તે હોસ્પિટલમાં આવ્યો હતો અને મારા પર હુમલો કર્યો અને મેં પ્રતિકાર કર્યો એટલે ત્યાંથી નીકળી ગયો. મને લાગ્યું કે તે અહીં આવ્યો હશે.”

 રામેશ્વરે કહ્યું, “ હું તેની જ રાહ જોઈ રહ્યો છું.

 પાયલે કહ્યું, “ઠીક છે! મને તેનો બેડરૂમ દેખાડો.”

 રામેશ્વર પાયલને ઉપર લઇ ગયો, તેણે રૂમનું નિરીક્ષણ કર્યું. તો કંઈ મળ્યું નહિ એટલે તેઓ બધા ખંડોમાં ફરી વળ્યાં. પછી રામેશ્વર તેને જે રૂમમાં પુસ્તકો હતા ત્યાં લઇ ગયો. પાયલ એક એક કરીને પુસ્તકો જોવા લાગી. ત્યાં એક પુસ્તકમાં એક પેજ વાળેલું હતું. તે તરફ નજર ગઈ એટલે તેની આંખોમાં ચમક આવી ગઈ.

 તેમાં અનંતકની બીજા ચરણની વિધિ લખી હતી અને પ્રથમ ચરણ પછી બીજું ચરણ તરત કેવી રીતે પૂરું કરી શકાય તેની વિધિ હતી. થોડીવાર તે વાંચ્યા પછી પાયલે રામેશ્વર તરફ ફરીને પૂછ્યું, “આપ તો હંમેશા સોમ સાથે રહેતા હતા, તો આપ કહી શકશો કે કોઈ વિધિ કરવા સોમ ક્યાં ગયો હતો?”

 રામેશ્વરે પોતાના મગજ પર ભાર આપ્યો અને કહ્યું, “અમદાવાદ પાસે લોથલ નામની જગ્યા છે, ત્યાં ગયો હતો.” 

પાયલે પૂછ્યું, “ત્યાં કેવી રીતે જવાય?”

 રામેશ્વરે ત્યાં કેવી રીતે જવાય તે કહ્યું એટલે પાયલ બોલી, “હું લોથલ તરફ જાઉં છું અને આપ પ્રદ્યુમનસિંહજીને લઈને ત્યાં આવો આજે સોમને મદદની જરૂર પડશે.” એમ કહીને ત્યાંથી નીકળી ગઈ.

 રામેશ્વરે પ્રદ્યુમનસિંહને ફોન જોડીને બધી વાત કહી એટલામાં દરવાજાની બેલ વાગી.

           દરવાજો ખોલ્યો તો સામે પાયલ અને બાબા ઉભા હતા.

ક્રમશ: