રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-7
(આગળના ભાગમાં જોયું કે બધાની વચ્ચે મણી ડોશી એ ઘા કર્યો અને કરશન ત્યાં જ મૌતને ભેટ્યો, હવે આગળ...)
મણી ડોશીએ ધારીયા નો એક ઘા કાર્યો કે "ગામનાં એવાં એક પૂજારી કરશન ભગતનું માથું ધડથી અલગ"
ગામનાં બધાં લોકોનાં પગ ધ્રુજવા લાગ્યા આવુ કૃત્ય જોઈને, લોહીના કંઇક છાંટા ઉડીને મણી ડોશીનાં મોઢા ઉપર ઊડ્યા. બાકીનાં ગામનાં લોકો પર છાંટા ઊડ્યા. સફેદ રંગનાં કપડા પર લાલ રંગનું લોહી ઉઠી આવતું હતુ.
બધાં નાં શ્વાસ અધર હતા પરન્તુ મણી ડોશી ક્રોધની જ્વાળામાં સળગતી હતી. બીજુ કાંઇ નુકશાન કરે તેં પહેલા જ ગામનાં 3-4 પુરુષો આવીને મણી ડોશીનાં હાથમાંથી ધારીયું લઇને પકડી લીધી. ગામની સામે હત્યા કરી હતી એટ્લે સજા તો ભોગવી જ પડે.
બધુ પડતું મુકી તત્કાલીન સમયમાં પંચ બેસાળી હતી. પરન્તુ પંચનો ન્યાય નો ચાલ્યો. કોઈ એક વિરોધી નહતું મણી ડોશીનું. કેમ કે આખું ગામ વિરોધમાં હતુ. મણી ડોશીને સજા કરવા માટે આખું ગામ તત્પર હતુ. બહુ બધાના વિચારો હતાં કે ખૂન ઉપર ખૂન કરતી જાય છે.
કહેતાં હતાં કે ડાકણને કામ પણ શુ હોઇ માણસને મારવા સિવાય. કોણ જાણે કેટલા જીવ લીધાં હશે આ મણી એ. તો કોઇક કહેતું હતુ કે આને તો જમીનમાં જીવતી ગાળી દેવાય. તો કેટલાય કહેતાં હતાં કે ડાકણને તો જીવતી સળગાવી દેવી જોઇ.
ત્યાં જ હસી ને મણી ડોશી બોલી કે "હા, હું ડાકણ તો છું જ"
બધાના પગ નીચેથી જમીન ખસી ગઇ. પરન્તુ ગામનાં બ્રાહ્મણ એવા માં શક્તિનાં પૂજારી મુની મહારાજે કહ્યુ કે જો એ ડાકણ હોઇ તો તેને ગામમાં મૌત આપવી એ ગામને ભારી પડી શકે છે. એને ગામની તડિપાર કરી નાખો. એટ્લે ના રહેશે વાંશ કે ના વાગશે બાંશુરી.
પંચને આ ન્યાય સરસ લાગ્યો એટ્લે મણી ડોશીને તડિપાર નું કહ્યુ. એટ્લે મે મણી ડોશીને ગામ મુકી ને ચાલી જવાનું કહ્યુ. પરન્તુ મણી ડોશી ગામમાંથી તો બાહર ચાલી ગઇ. પંરતુ ગામની જયાં સીમા(હદ) આવે છે ત્યાં જ પોતાનુ નાની ઝુપડી કરીને રહેવા લાગી. ભગવાન શિવજી ની મૂર્તિ ને ત્યાં જ ગામનાં પાદરમાં જ થોડા સમય માટે સ્થાન આપી દીધું.
પરન્તુ તેં જ દિવસ સાંજ ઢળતાની સાથે ખબર પડી કે રાતે એક વાર મણી ડોશી વાલજી નાં ઘરે જોવા મળી હતી. સવાર પડતાં જ બધાં લોકોએ મણી ડોશી ગામમાં આવી નો શકે એનાં માટે પંચની ફરીથી માંગણી કરી. પરન્તુ તેં પહેલા ભગવાનની મૂર્તિનું સ્થાપનાં કરવાની હતી. ગામનાં લોકો ભેગા થયા જ કે મહારાજ બ્રાહ્મણ આવી ગયા.
સ્થાપનાની વિધી ચાલુ જ કરતા બ્રાહ્મણે મૂર્તિ પર લાગેલું કપડું ઉતાર્યું અને જોયું તો આ શું? ત્યાં જ બ્રહ્મણે પૂજા અને વિધી રોકી દીધી. મુખીનાં પૂછવા પર બ્રાહ્મણે ઉત્તરમાં કહ્યુ કે આ મૂર્તિ કલંકિત કહેવાય. હજુ તો મૂર્તિની સ્થાપના પણ નથી થઈ કે તેં પહેલા જ તેનાં નામની બલી દેવાઈ ગઇ. બધાં લોકો મૂર્તિ તરફ નજર કરી. બ્રાહ્મણ સાથે બધાની આંખો પહોળી રહીં ગઇ.
આખી મૂર્તિ લોહીથી રંગાયેલી હતી. બધાનાં મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આવુ કેવી રીતે થયુ અને મૂર્તિ પર આટલું લોહી કેનુ છે. ત્યાં જ પ્રવીણભાઈની નજર મૂર્તિની પાછળ પડી કે સ્તબ્ધ રહી ગયા. તેણે જણાવ્યું કે મૂર્તિની પાછળ એક મૃત બિલાડીનું શરીર પડયું છે. બિલાડીનાં શરીર પર ધારદાર હથિયારથી ઘા કરેલા હતાં. આખું શરીર ફાડી નાખ્યું હતુ. બધાં લોકોમાં સન્નાટો છવાયો હતો.
ઝાડ પરથી હવાના વેગને ચીરી જમીન તરફ પડતાં પાંદડાનો પણ અવાજ સંભળાય એવી શાંતિનો ભંગ કરતા જોર જોર થી હસવાનો અવાજ સંભળાયો. બધાં લોકો એ પાછું ફરીને એક નજર કરી તો ત્યાં વાલજી નો પુત્ર હાથમાં એક કાચનો ટુકડો લઇને ઉભો હતો. તેનાં આખા હાથ લોહીથી લથપથ હતાં.
ગામ લોકોનો એક તરફ ગુસ્સો હતો તેમ જ સામે વાલજી નો પુત્ર હસતો હતો. જાણે કોઈ મહાન કામ કર્યું હોઇ. મુખીજી એ ગુસ્સામાં તેનુ બાવણુ પકડ્યું અને ઘઘલાવી પુછ્યું કે આવુ કેને કરવાનું કહ્યુ હતુ? ત્યારે તેને કહ્યુ કે મણી ડોશીએ.
ગામનાં બધાંની આંખોમાં ક્રૂરતા ભરી હતી. પાછળથી કોઇક બોલ્યું કે એને કહ્યુ જ છે કે ગામની અંદર પગ નહીં મુકવાનો તો પણ તેં ગામને શાંતિ ભંગ કરે છે. બીજા કોઈકે કહ્યુ કે આવી ડાકણો ને જીવતી સળગાવી જ દેવી જોઇ. આપણે ભુલ કરી તેને જીવતી મુકી ને.
ગુસ્સામાં ગામનાં બધાં લોકો મણી ડોશીનાં ઝુપડીં તરફ ચાલવા લાગ્યા. એક તરફ સુર્ય પોતાનો પ્રકાશ સંકેલી રહ્યો હતો અને બીજી તરફ ગામનાં લોકોની ક્રૂરતામાં આંખના અંગારા ભડકી રહ્યાં હતાં.
મણી ડોશીની ઝુપડીં પર પહોંચ્યા ત્યાં પુરી તરહ રાત થઈ ચૂકી હતી. ચારેતરફ અમાસનું અંધારું છવાઈ ગયું હતુ. ગામનાં એક માણસે લાકડીનાં એક ટુકડાને લઇ મિસયાલ જલાવી અને મુખીનાં કહેવાથી મણી ડોશીનાં ઝુપડીં ઉપર ફેંકી.
થોડા જ સમયમાં ઝુપડીં ભળભળ કરતી સળગવા લાગી. ઝુપડીનાં પ્રકાશ અને તાપ એટલો બધો હતો કે ગામનાં લોકોનાં પગ પાછળ પડવા લાગ્યા. તુરંત બધાં લોકો ગામ પાછા ફર્યા. ગામમાં સવાર પડતાં જ મૂર્તિને વિધી સાથે પાણીમાં પધરાવી દીધી. તેં દિવસ અને આ દિવસ લગી મણી ડોશીનું કોઈ નામ નિશાન નથી.
આટલું કહી મુખીજી સેવક મહારાજ સામે જોતાં રહ્યાં. બધાના આંખો સામે તેં સમય તરવરવા લાગ્યો હતો. બધાં ભૂતકાળમાં એવાં ડૂબ્યાં હતાં કે જાણે આ વાત કાલની જ હોઈ.
ત્યાં જ ઢોલી બોલ્યો "આવે છે, એક દિવસ નહીં, દરરોજ મણી ડોશી ગામમા આવે છે."
ક્રમશ...
બધાં ગામ લોકો એ મણી ડોશીને જીવતી સળગાવી દીધી તો પછી ઢોલી આવી રીતે કેમ બોલી રહ્યો હતો?
શુ હજુ મણી ડોશી જીવતી હશે?
કે પછી મણી ડોશીની આત્મા આવતી હશે?