પંદર વર્ષ પહેલાની એક નાની એવી વાત છે. લગભગ કાંખમાં ચાર ફૂટની નાની એવી છોકરી તેડીને એક ખેડૂત ઘરની મહિલા સત્તર ઘરના કામ કરતી અને પોતે પૈસા કમાઈને લાવતી. તેમના સાસુ સસરા અને પોતાનો પતિ સવારના વાડીએ જતા રહેતા અને તે પોતાની વાડીનું કામ કરતા. બસ કહેતા કે તું ઘરે નાની છોકરીને સાચવે અને ઘરનું કામ કરે અને અમે તો કમાવા જ્ઈએ. વાડિએ ત્રણ જણા રળતાં તોય ઘરમાં ખાવાના મેળ થતાં નહીં. પરંતુ શું કરવું એક સ્ત્રી સ્વભાવ છે કે નવરાં બેસવા કરતાં કંઈકને કંઈક કામ કરે અને વધુ તો કંઈક કામ ન હોય તો નાના મોટા ધંધા પર ચડીને પૈસા કમાઇને લાવે.
આમ આ મહિલા પણ પોતાની નાની એવી દીકરીને સાચવતી સાચવતી બીજાના ઘરના કામ પણ કરતી અને પૈસા કમાઈને લાવતી આપણે સમજીએ છીએ કે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી માટે આ સ્ત્રી દીકરી સાચવવાની સાથે સાથે બીજાના ઘરના અઘરા કામ પણ કરતી.
શું કમાલ છે એ મહિલાનો...!
કેવો વિચાર છે અે મહિલાનો...!
કેવી આવડત છે અે મહિલાની..!
આમ ધીરે ધીરે સમય જતાં ઘર આપો આપ સધ્ધર ના સીમાડે ચડવા લાગ્યું....ઘરનું વાતાવરણ ફરવા લાગ્યું.....ઘરનો વ્યવહાર સજાવવા લાગ્યો.....ઘરમાં વ્યવહારિક સંબંધ સાચવવા લાગ્યો...અને આમ કહે તો ઘરના તમામ સભ્યો વિચારવા પણ લાગ્યા... કે અમારા ઘરમાં અચાનક આ તો એ કેવું કુદરતી વાતાવરણ પકડાયું કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી વાતાવરણ ખીલવા લાગ્યું છે. પણ આ મહિલાના મનમાં તો એવું કશું જ ન હતું કે આ બધું મેં કરેલું છે બસ એમને તો એ જ ચિંતા હતી કે મારા સાસુ સસરા અને મારી દીકરી અને મારો પતી બસ આટલી ચિંતા હતી.
ઘરના તમામ સભ્યો હરે ફરે મજાક કરે. પૈસા કમાય પૈસા વાપરે , અને પોતાની દીકરીને પણ મોટી થતાં સારા અભ્યાસમાં ચડાવી અને તેમને સારી નોકરી પણ મળી ગઈ. તેમને પણ ઘરમાં સારું હતું.
અને અંતે કહીએ તો શૂન્યમાંથી કેવું સર્જન થઇ ગયું...?
તેની તો કલ્પના પણ ન કરી શકાય. આવો સુધારો તો માત્ર કોણ કરી શકે છે હે...?
કશું જ ન વિચાર્યું, પોતાના શરીરને ઘસી ઘસીને પોતાના પરિવારને ચમકદાર બનાવ્યો મરોડદાર બનાવ્યો, જેમ આપણે કહે કે હીરાની ઘસી ઘસીને ચમકદાર બનાવ્યો એમ પોતાના કુટુંબને પણ આ મહિલાએ ચમકદાર બનાવ્યું.
વધારે તો શું કહેવું સ્ત્રી વિશે.....
કલમ પણ હાથમાં પકડતા કલમ પણ ડરી જાય છે અને કહે છે કે એ જ સ્ત્રી ને.. ? જેને માતા તરીકે પણ બિરૂદ આપવામાં પણ આવે છે.
એ જ સ્ત્રીને કે જે પોતાના બાળક માટે ભી'ને પણ સૂઈ જાય છે.
શું કહેવું હે સાહેબ...?
સ્ત્રી તો સ્ત્રી જ છે.
આપણે આ વાર્તા જોઈ અને તે પરથી કહી શકાય કે તે સ્ત્રીની કંઇ પણ સ્વાર્થ હતો તેમણે તો બસ પોતાનું વચન નિભાવ્યું છે. બસ સાત ફેરાનો સાથ નિભાવ્યો છે.
બસ, હવે તો કલમ પણ ધ્રુજી ઉઠી છે.
થાકી ગઈ છે, અને કહિયે તો વાર્તા તો ક્રમશ: જ છે.
કારણ કે સ્ત્રી વિશેં તો કદી વાર્તા હોય કે કવિતા, નવલ કે નાટક, લેખ હોય કે હાસ્ય, ગીત હોય કે ગઝલ એમનો કદી પણ અંત આવતો જ નથી.........
શીર્ષક: " સ્ત્રી એટલે સમગ્ર ગુણો નો ભંડાર ", ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ પોતાનું કાર્ય એ શ્રેષ્ઠતા પુર્વક નિભાવી બતાવે છે. અને હા...! એમ કહિયે તો પણ ચાલે કે એક માતાનો દરજ્જો પણ એ સ્ત્રી જ મેળવી શકે છે.
"Happy Woman's Day"
Writter: Niraj H Mehta [RaG, Sandip]
Mo: ૬૩૫૯૧૫૫૫૨૪
Village: Dhari. Dist,Amreli ,
GUJARAT STATE