જેવું માણસ નું લક્ષ્ય હોય છે તેવું માણસ નું વર્તન હોવું જોઈએ. - નાનપણથી જ તાજું

લગભગ પાંચ વર્ષ પહેલાંની આ નાની એવી વાત છે. જ્યારે રાજુ જન્મ્યો ત્યારથી જ પોતાની માતા તેમની પાસે જ રાખતી અને કહેતી કે આ અમારા રાજુને ક્યાંય જવા નથી દેવો અને આ નાના એવા ગામમાં તેમને ભણાવીને મારે ખેતીમાં ચડાવી દેવો છે.
પોતાના પિતા ખેતીમાં છે એટલે આને પણ ખેતીમાં જ સિદ્ધિ મળશે એટલે આને દસ સુધી ભણાવો છે અને પછી ખેતીમાં ચડાવી દેવો છે.
રાજુ ધીમે ધીમે ભણતો ગયો જેમ રાજુ મોટો થવા લાગ્યો તેમ તેમને ભણવામાં શોખ વધારે હાસિલ થવા લાગ્યો રાજુ આગળ ભણવા માટે તૈયાર હતો પણ તેમની માતાની આવી વિચારસરણીને કારણે તે ભણી શક્યો નહીં અને તે નાનપણથી જ એટલે કે દસમા ધોરણ પછી જ તે ખેતીમાં ચડી ગયો. ખેતી કરતાં કરતાં તે ભવિષ્ય વિશે વધુને વધુ વિચારવા લાગ્યો 'કે હું ભવિષ્યમાં શું કરીશું..?' અને હા કરીશ તે કેવું કરીશ..? આમ રાજુના વધુને વધુ ચિંતા આકર્ષવા લાગી તે મનોમન દુઃખી થવા લાગ્યો અને તેમનો આત્મવિશ્વાસ પણ તે ધીમે ધીમે ગુમાવવા લાગ્યો. થોડા વર્ષો વિતવા લાગ્યાં અને તે આ બધું ભૂલવા લાગ્યો.
હવે આ બધું ભૂલી ગયેલો રાજુ આજે ખેડૂત બની ગયો.
ખેતી કરતો કરતો પોતાનું અને તેમના પરિવારનું બસ ભલું જ કરવા લાગ્યો અને આ બધું ભૂતકાળનું તે ભૂલી અને તે ભવિષ્યમાં તે પરિવર્તિત થવા લાગ્યો. આજે ભલે તે ખેડૂત છે.
પણ મિત્રો આપે જોયું તેમને બાલ્યાવય માાં જે ભણવાનો શોખ હતો તે શા માટે હતો....?

શું કારણ જાણવું છે...?

કારણ કે તેમણે જે ભણવાનો શોખ હતો એ શોખ આગળ વધવા, પૈસા કમાવવા, કંઈક હોદ્દો મેળવવા, સારું વ્યક્તિત્વ કેળવવા અને પોતાના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સરભર બનાવવા તેમને આ શોખ હતો જો કે આપણે આને સુખ નામથી જ નહીં પણ જરૂરિયાત તરીકે ઓળખીએ તો પણ ચાલે.

માણસ શું કામ ભણે છે...?
કારણ કે પોતાનો હોદ્દો પોતાનું વ્યક્તિત્વ અને પોતાના પરિવારજનોને કંઈક સુખથી છલકાવવા અને કંઈક સિદ્ધિ મેળવવા અને પોતાના નામની જય જય કારથી બોલ બોલવા અન્યથા કંઈક આવું જ કરવા.....
આમ રાજુ પણ કંઈક આમાંનો જ વ્યક્તિ હતો તેમણે ભલે અન્ય કારણોસર પોતાનું ભણતર છોડવું પડ્યું પણ તેમણે તેમની યોગ્ય પરિસ્થિતિમાં અન્ય વિચારો, યોગ્ય વ્યક્તિત્વ, અને યોગ્ય પૈસા, પોતાના અને પોતાના પરિવારજનોના નામનો જય જયકાર પણ તેમણે મેળવી લીધો બસ કંઈક આવું જ આપણા જીવનમાં થતું રહેતું હોય છે.
આમ રાજુ અંતે વૃદ્ધ થયો બધાથી સન્માનિત થયો પોતાનું નામ ધણધણી ગુંજતું હતું બધા તેમને જાણતા હતા કારણ કે તે ખેતીમાં કેટલા સાધનોની તેમણે શોધ કરી હતી અને વૈજ્ઞાનિક કહીએ તો પણ ચાલે આને કહેવાય "રાજુ પણ એમનું લક્ષ્ય અત્યારે પણ તાજું" ભલે તે ભણવાનું ભૂલી ગયો અને ભલે તેમણે સર્ટિફિકેટ મેળવવાનું ચુકી ગયો પણ તેમનું જે લક્ષ્ય નું વર્તન હતું એ આજે પણ એટલું જ હતું અને તેમણે આજે મેળવીને બતાવ્યું કહેવાય છે કે ગુલાબને ભલે કલર કરો પણ ગુલાબ હંમેશા ગુલાબી જ રહે તેમ રાજુનું પણ આવું જ છે એમને ભલે ભણવાનું ચૂકી ગયો પણ તેમનું જે લક્ષ્ય હતું ત્યાં ગમે એમ કરીને પહોંચી ગયો 
આમ વૃદ્ધ રાજુ આજે કેટલો નસીબદાર બની ગયો.
બસ હું એમ નથી કહેતો કે માણસને ન ભણવું જોઇએ પણ હું એમ કહેવા માગું છું કે માણસને જે કરવું છે એનો વિચાર એમને પહેલેથી જ કેળવવો જોઇએ અને એમનું વર્તન પણ એવું હોવું જોઈએ તો જ કહેવાય છે કે માણસ આજે લક્ષ્ય પૂર્ણ બની ગયો.

 શીર્ષક:- તમારે જે લક્ષ્ય મેળવવું છે એમનો તમે વિચાર રાખો એવું વર્તન રાખો અને જાણકારી રાખો અને દિલ સાફ રાખો....

આપે મારી વાર્તા વાંચી એ માટે હું આપને દિલથી આભાર માનું છું અને આપ જીવનમાં મારા શબ્દો ઉતારો એવી હું સોચ રાાખું છું.
મારા શબ્દોમાં કંઈ ક્ષતિ જણાય હોય તો હું આપ સમક્ષ માફી ચાહુ છું.      લી. નિરજ મહેેેતા (રાગ,સંદિપ)

લેેેખક:~ નિરજ મહેતા [રાગ,સંદિપ]

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Om Vaja 3 માસ પહેલા

Verified icon

Jadeja Rajdeepsinh 4 માસ પહેલા

Verified icon

Khushi 4 માસ પહેલા

Verified icon

Ravigiri Gauswami 5 માસ પહેલા

Verified icon

Dipak 5 માસ પહેલા