The Author Niraj Maheta અનુસરો Current Read કામ હંમેશાં ધીરજ અને કુનેહથી કરો. - ધીરજના ફળ મીઠા By Niraj Maheta ગુજરાતી સામાજિક વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books મારી કલ્પનાઓનું પ્રતિબિંબ એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુ... સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 (૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજ... હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો કામ હંમેશાં ધીરજ અને કુનેહથી કરો. - ધીરજના ફળ મીઠા (13) 2.3k 11.2k 1 ધીરજના ફળ મીઠા એક સુંદર મજાનું એવું રમણીય સ્થળ હતું. તે સ્થળ પર એક સુંદર શાળા હતી. એ શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે અનેક વિદ્યાર્થી માં નો એક વિદ્યાર્થી જેનું નામ જનક હતું. તે વિદ્યાર્થી જનક ની વાત આજે મને યાદ આવે છે.....જનક નામનો વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર અને નેતાગીરીમાં પણ પરિપૂર્ણ, અક્ષરો પૂર્ણ મરોડદાર કરે અને શિક્ષક નો આજ્ઞાંકિત વિદ્યાર્થી અને સુંદર દેખાવે હતોો. પરંતુ ખૂબ જ ઉત્સાહિત એટલો બધો કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં પોતાના કાર્યમાં નાની નાની ભૂલો કરી બેસે અને આ ભૂલોને કારણે તેમને પરીક્ષામાં ઓછા માર્ક આવે આવું જનકને ચાલતું જ રહ્યું. જેમ જેમ જનક મોટો થયો તેમ તેમ ઉત્સાહ તો વધ્યો પરંતુ ભૂલોનું પ્રમાણ પણ સાથે સાથે વધવા લાગ્યું.....આમ, ધીમે ધીમે સમય જતાં તે જનક ધોરણ દશમાં આવ્યો અને તુરંત ધોરણ દસની પરીક્ષામાં વિકલ્પ પદ્ધતિમાં ઉત્સાહમાં ને ઉત્સાહમાં ભૂલો કરી અને છેવટે હોશિયાર હોવા છતાં પણ પરિણામ નબળું આવ્યું. અને જનક ખૂબ જ દુઃખી થયો અને ઘરના દરેક સભ્યો જનકને ચીડાવવા અને ખેંચાવા લાગ્યાં અને આમ જનકને ખૂબ જ લાગી આવ્યું ..! અને જનક નાસીપાસ થયો. જનક દુઃખી થવાની સાથે સાથે તેમને કેટલાક અયોગ્ય વિચારો આવ્યા પણ તેમના ભાગ્ય સારાં કે તેમણે એ વિચારોનું અનુકરણ કર્યું નહીં. ધીમે ધીમે સમય આગળ વધવા લાગ્યો. અને એક દિવસ તેમને ગમતા એવા શિક્ષક પાસે જઈ જનકે પોતાની મુંઝવણ તે શિક્ષકને જણાવી, કે મને બધું આવડતું હોવા છતાં હું કેમ સારા માર્કસથી પાસ થઇ શકતો નથી..? હું કેમ પાછળ રહી જાવ છું..? અને મારાથી કેમ ભૂલો થયા કરે છે..? આ સાંભળતા જનકના શિક્ષક આશ્ચર્ય ચકિત થઈ ગયા...! આમ જનકના શિક્ષકે જનકના પ્રશ્ન બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર્યું અને જનક તરફ નજર દૃષ્ટિ પાડતાં કહ્યું કે " તું હોશિયાર છે પરંતુ સાથે સાથે ખૂબ જ ઉતાવળ કરે છે જનક કદી ઉતાવળે આંબા પાકતા નથી જે જગ્યા ઉપર તું આવે છે તારી ઉતાવળને કારણે તારું પરિણામ અયોગ્ય આવે છે અને તારી સાથે નાની નાની ભૂલો થયા કરે છે. જનક જેથી કરીને તું તારી હતાવળ ને કારણે જ નાસીપાસ થાય છે જેથી કરીને તું ઉતાવળ ન કર. અને ધીરજપૂર્વક તારું કામ શરૂ કર.'આમ જનકને પણ પોતાના શિક્ષકની વાત સમજાય કે હું ખૂબ જ ઉતાવળ કરું છું એટલે જ હું તમામ ક્ષેત્રમાંથી પાછો પડ્યો છું.આમ, જનક પોતાના ઉતાવળાપણા ને દૂર કરવા કેટલાક પ્રયત્નો કર્યા.અને એક દિવસ જનકના હાથમાં અેેક શ્રેષ્ઠ પુસ્તક આવ્યું એ પુસ્તકે જનકના મનમાંથી પોતાની ઉતાવળા પણાની વિચારધારાને દૂર કરી ધીરજ પણું અપનાવવાની વાતો પ્રસરાવી. આમ અંતે જનકે પોતાનામાં કંઈક ખાસ્સો સુધારો કર્યો. અને પોતાના જીવનની પૂર્વ ભૂમિકા ભૂલીને વર્તમાનમાં ધીરજ અને સહજતાથી ઉત્સાહ પૂર્વક કાર્ય શરૂ કર્યું. અને કહેવાય છે કે "ધીરજનાં ફળ મીઠાં" એ કહેવતને જનકે સાર્થક કરી બતાવી અને તે ધીરે ધીરે પોતાના અભ્યાસમાં આગળ વધવા લાગ્યો. અને કોલેજ પૂર્ણ કરી અને પહેલી જ વાર યુપીએસસી (UPSC) લેવલની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી આઈએસ (IS) અધિકારીનું પદ હાસિલ કર્યું. અને જનક આજે સમાજ પ્રશંસનીય વ્યક્તિત્વ ધરાવે છે. અને બીજા વ્યક્તિઓને પણ ધીરજ નું મહત્વ સમજાવે છે.આપણી વાર્તાનું શીર્ષક:~ મિત્રો, ઉત્સાહ જરૂરી છે પરંતુ અતિ ઉત્સાહ પણ ન રાખવો જોઈએ. ધીરજ અને કુનેહથી કામ કરનારને મોડી, પણ સફળતા અચૂક મળે છે. લેખક:~ અંકિતા અેચ મહેતા 'હની' Download Our App