Featured Books
શ્રેણી
શેયર કરો

મારા જીવનના કાળા પડછાયા - 3

એક દિવસ રાતે બિલકુલ શ્વાસ ન્હોતો લેવાતો પાંચ મિનિટ તો એવુ જ લાગેલુ કે હવે હું નઈ બચુ... પણ ઘરમાંથી કોઈએ તકલીફ ના લીધી.... મમ્મી જોવા આયા ... બામની ડબ્બી આપી જતા રહ્યા..... રાતે બહુ જ હેરાનગતિ થઈ..... અને પપ્પાની ઉંઘ બગડી..... પપ્પા ગુસ્સામાં બોલ્યા. "  આ.. રોજ રોજ ઉંઘ બગાડે છે આના કરતા કેનાલમાં પડ એટલે શાંતિ... . " હું આખી રાત રડી..... પણ નક્કી કર્યું કે મારી જીંદગી જાતે જ જીવીશ બધા પોતાનું જ વિચારે...... રાતે સાચે મને કંઈક થઈ ગ્યુ હોત તો ?...... કોઈને ફર્ક ના પડત...... સાચે મારી જાતને હું એકલી જ અનુભવતી.....ધીમે ધીમે પ્રેમના પગથિયે પગ માડ્યાં પણ  .... અફસોસ મારી સાથે ઘરનું કોઈ ન્હોતું . એકલતા મળતા હું દિલ ખોલી મોંમા ઓશિકુ કે દુપટ્ટો દબાવી રોઈ લેતી.... પણ મારુ દુ:ખ ક્યારેય કોઈને ના કહેતી... મારે ક્યારેય ભાગીને લગ્ન ન્હોતા કરવા પણ.... મારી મજબૂરી હતી.... પોતાનુ ઘર છોડી કોઈ બીજા ઘરમાં જવુ એ નાની વાત નથી ... નવા લોકો નવા વિચારો.... બધુ જ નવુ..... પણ હું માનસિક રીતે તૈયાર હતી.... ઘણી ફ્રેન્ડસ સલાહ આપતી કે છોકરો નઈ સારો નીકળે તો.... ? ભણેલો  બઉ નથી.... કાલ ઉઠીને ખર્ચા પુરા નઈ કરી શકે....? ગુસ્સા વાળો છે... કાલ ઉઠી તને બોલવા નઈ દે..... શક કરશે.... મારશે તો ... ઘણા બધા પ્રશ્નો હતાં...... પણ હું બધુ જ સહન કરવા તૈયાર હતી.... મને પણ પ્રશ્નો થતાં... કે કાલ એ મને છોડી બીજા લગ્ન કરશે ! .... તો પણ હું તૈયાર હતી..... મેં સાચે વિચારેલું કે એ એવો છે તો નઈ કે મને છોડી  મને દગો કરે પણ જો એવુ થશે તો પણ એની ખુશીમાં હું ખુશ રઈશ એના ઘરના એક ખુણામાં પડી રઈશ અને ઘરનું બધુ જ કામ કરીશ ભલે દાસી થઈ રહેવું પડે..... એ આજે પણ ગુસ્સા વાળો છે.. પણ મારા માટે ... મને ભણાવી પ્રોફેસર બનાવી... હંમેશા મારી પડખે ઉભો રહે છે... આજે ખૂબ જ ખુશ છુ  એની સાથે.... પણ આ ભાગી લગ્ન કરવાની હિંમત મારા માં હતી જ નઈ..... ઘણુ મન કચવાયુ હતું.... પથ્થર જેવી થઈ ગઈ હતી.... ધરેથી નીકળતા પણ બોલી ના શકી કે ફરી આવીશ કે નઈ..... થોડા દિવસો તો એ ઘરની દિવાલો જોડે બાળપણના સ્મરણો તાજા કરતી વિચારોમાં ડૂબેલી રહતી...... હકીકત દેખાતી એટલે બધુ ખોવાઈ જતુ.... મારુ ઘર વિખરાયેલુ લાગતું ..... એકલતા જ દેખાતી..... 
      નવા ઘરમાં આવી .... ગોઠવાઈ ગઈ.... થોડાસમય સારુ ચાલ્યુ... પણ કોના ઘરમાં વાંસણ ન ખખળે..... અમારે પણ ખખળવા લાગ્યા... વધુ નઈ માપના..... ખબર જ ના પડે થાય છે શું..... કારણ વગર ઝઘડો થાય.... અને પાંચ મિનિટ માં સારુ થઈ જાય જાણે કાંઈ થયું જ નથી.... 
બે વર્ષ થયાં લગ્નને બધુ જ સારુ ચાલતુ હતુ. કુટુમ્બમાં પણ મારુ માન  વધુ હતુ. મારા પતિ ધંધાના લીધે બે વર્ષ બહાર રહ્યા હું એકલી લગ્ન પછી તરત સાસુ સસરા સાથે રહેવા લાગી ખાવા પીવામાં કે પૈસા બાબતે ક્યારેય મને મારા પતિએ આજ સુધી ઓછુ નથી આવવા દિધુ... પોતે મહિને બે મહિને એક દિવસ માટે આવે છતાં પોતાના ખિસ્સામાં ભાડા જેટલા જ પૈસા લઈ જાય બીજા મને અને મારા સાસુ ને આપતા જાય...પોતાના માટે ઓછો ખર્ચ કરતા એ સમજતા કે હું ભણુ છુ અપડાઉન કરુ છુ તો મારે પૈસાની જરુર પડે ...દરેક કામમાં મારો સાથ આપતા બસ થોડો ગુસ્સો નાક પર રહેતો... ધીમે ધીમે મારા સાસુ એમનુ વર્તન મારી મમ્મી જેવુ થવા લાગ્યુ ... આમ તો પોતાની છોકરી થી પણ વધુ રાખતા પણ અમુક સમયે કોઈ ઝઘડો ન થયો હોય કાંઈ વાત ન હોય છતાં રીસાઈને બે ત્રણ દિવસ સૂઈ જતાં .. મને તો સમજાતુ જ નઈ કંઈ એમને પૂછુ કે શું થયું પણ એ બોલે જ નઈ અને રડ્યા કરે ....  થોડા મહિના આવુ ચાલ્યું.... કોઈ કોઈ વાર  આવુ કર્યા કરતા... બે વર્ષ પુરા કરી મારુ એમ.એડ્ પુરુ કરી હું મારા પતિ  રહેતા હતા ત્યાં મારા  નણંદના  જોડે રહેવા ગઈ.... ત્યાં પણ ભણવાનું ઘરે બેઠા ચાલુ જ રાખ્યુ....  ભાગમાં ઘંધો હોવાથી અમે બે
 કુટુમ્બના લોકો ભેગા રહેતાં ...એક વર્ષ એમ જ ભેગા રહ્યા પણ  કાયમ ભેગુ રહેવાય નહીં... એટલે આમે જુદુ રહેવા ઘર જોવા લાગ્યા... મારા નણંદે બે વાર મારી માટે ઘર રાખ્યુ ભાડે પણ છેલ્લે મારા સાસુ  ના પડાવી દેતા....  રાબેતા મુજબ બધુ સારુ જ ચાલતુ હતું... 
                  એક દિવસ રાત્રે અચાનક આશરે  સાડા ચાર વાગતા ઉંઘમાં મને ખબર જ ના પડી કે શું થાય છે. મને એમ કે  જૈમિન મારા પતિ એ જોર જોર થી બૂમો પાડી રડે છે.. ચારે બાજુ જોર જોર થી અવાજો આવતા તા ચકડોળ ફરે એમ આખુ મગજ ભમતુ હતું . આવુ દસ મિનિટ ચાલ્યું પછી હું ભાનમાં આવી રડતી હતી બસ  મને એટલુ સમજાયું... જૈમિને પાણી પિવડાવ્યું .... હું ખૂબ જ ડરી ગઈ હતી ... મને એમ જ લાગતું હતું કે કંઈક થઈ ગ્યું છે.... માથુ શખત દુખતું હતું ... લાઈટ ચાલુ જ રાખી હું  સૂઈજ ના શકી અને જૈમિન  સાથે વાતો કરતા સવાર પાડી સમય જ જતો ન હતો...આજે પણ હું રાતે એકલી સૂઈ નથી સકતી કોઈ પણ હોય મારા નણંદ નો ભાણીયો મારા સાસુ કે  જૈમિન એમનો હાથ પકડીને જ સૂવુ છુ કાં તો  પહેરેલ કપડા પકડીને   મને પણ ખબર છે કે કોઈ મને ઉપાડી નઈ જાય ...પણ ડર ની જે ફિલીગ્સ છે બસ એજ ભયાનક છે.... જે હું ફરી મહેસૂસ કરવા માંગતી જ નથી.... 
 ક્રમશ:
       દરેક વાંચકો નો ખૂબ ખૂબ આભાર દરેકના મેસેજ મળ્યા .... મેં વાંચ્યા બસ તમારો પ્રેમ સદાય જાળવી રાખશો .સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર..?
        ઘણાં પુછે છે કે આ મારી જ સ્ટોરી છે... તો મિત્રો આ મારી જ સ્ટોરી છે જે હું તમને કહેવા માંગુ છું...હોરર સ્ટોરી એ સ્ટોરી માં જ હોરર લાગે રીયલમાં એ એટલી હોરર નથી દેખાતી પણ એનો અનુભવ જે આપણે કરીએ છીએ એ આપણા પર ખૂબ જ હોરર અને ભયાનક છાપ મૂકી જાય છે......??