Featured Books
શ્રેણી
શેયર કરો

મારા જીવનના કાળા પડછાયા. part 2

        પ્રેમ એ દરેક માટે એક ખાસ પાર્ટ હોય છે લાઈફનો મારા માટે પણ છે. પણ મારા લવ પાછળ મોટુ એવુ કારણ છે જે કયારેય કોઈ પણ સ્વીકારશે નઈ કેમકે લવ મેરેજ ભાગીને લગ્ન કરવા એ આજ કાલ નવી વાત નથી. પણ મારા જેવી માટે હતી.. ... મારા મા બાપ મારા થી દૂર જતાં હતાં . સતત ઘરના લોકો મારી લાગણી દુભાવતા મારે ભાગીને લગ્ન કરવા જ નહોતા પણ... પણ... જીંદગી તો બીજાના હાથમાં હતી.
               મમ્મી સરખી રીતે વાત જ ન્હોતી કરતી . મારી જોડે ખબર નઈ એને શું થઈ જતું હું શાંતિ થી બેઠી હોવને એ જાતે જાતે જોર જોર થી બૂમો પાડે ને રોવે... આજુ બાજુ વાળા ઘરે આવેને મને વઢીને જાય... અને હું એકલી એકલી રડું ... પપ્પા ઘરે આવે એટલે એ પણ બોલે આવુ સતત મારી જોડે થવા લાગ્યું. હું સમજી જ નતી શકતી કે આ થઈ શું રહ્યું છે. અને પૂછુ પણ કોને ... ધીમે ધીમે વાત બહુ જ વધતી ગઈ એવુ નતુ કે મારા મમ્મી પપ્પા સારુ નતા રાખતા મને પણ ..આ બધામાં એમનો પણ કાંઈ જ વાંક ન્હોતો. ....... એક દિવસ બધા માટે સેન્ડવીચ બનાવી મેં, બધા ખાતા હતાં જેવી હું ખાવા બેઠી તરત મારી મમ્મીએ મારા હાથમાંથી સેન્ડવીચ લઈ કચરાના ડબ્બામાં ફેકી આવી.... બહુ જ ખોટુ લાગેલુ મને કેમકે આવુ પેલા મમ્મીએ કદી નહોતુ કર્યુ ...... થોડા સમય સુધી સતત નાના ઝઘડા ચાલતા રહ્યા... મને શરદીનો રોગ શરીર માં  થવા લાગ્યો હું રોજ શિયાળામાં ઠંડીમાં પન પંખા નીચે સુતી પણ હવે તો શરીર ને ગરમી લાગતી પણ શરદી ફકત નાકને લાગતી.... શહેરનું એક પણ દવાખાનું મેં બાકી ન્હોતું રાખ્યું દવા લેતા પણ એક દિવસ ફર્ક ન્હોતો દેખાતો... અને રાત દિવસ મોટા મોટા પાંચ છ રૂમાલ બગડી જતાં ... કોલેજમાં પણ બહુ શરમ આવતી... પરીક્ષામાં સતત રૂમાલ રાખી પેપર આપવુ પડતું.......  ધીમે ધીમે મારી બિમારી વધવા લાગી... સવારે ચાર વાગ્યે.... ઉઠી જોર જોરથી નાક ખરાબ રીતે ખંચેરવું પડતું શ્વાસ ન લેવાય પણ કોઈ ડોક્ટર કામ ન લાગ્યા. છેવટે દેશી ફાકીઓ પીધી પણ સહેજે અસર ન થઈ.... ઘરના બધા મારા થી કંટાડ્યા.... બધાની ઉંઘ બગડતી મારા લીધે... એટલે બધા મારાથી દૂર થતા ગ્યાં......... એક દિવસ રાતે બિલકુલ શ્વાસ ન્હોતો લેવાતો પાંચ મિનિટ તો એવુ જ લાગેલુ કે હવે હું નઈ બચુ... પણ ઘરમાંથી કોઈએ તકલીફ ના લીધી.... મમ્મી જોવા આયા ... બામની ડબ્બી આપી જતા રહ્યા..... રાતે બહુ જ હેરાનગતિ થઈ..... અને પપ્પાની ઉંઘ બગડી..... પપ્પા ગુસ્સામાં બોલ્યા. "  આ.. રોજ રોજ ઉંઘ બગાડે છે આના કરતા કેનાલમાં પડ એટલે શાંતિ... . " હું આખી રાત રડી..... પણ નક્કી કર્યું કે મારી જીંદગી જાતે જ જીવીશ બધા પોતાનું જ વિચારે...... રાતે સાચે મને કંઈક થઈ ગ્યુ હોત તો ?...... કોઈને ફર્ક ના પડત...... સાચે મારી જાતને હું એકલી જ અનુભવતી.....ધીમે ધીમે પ્રેમના પગથિયે પગ માડ્યાં પણ  .... અફસોસ મારી સાથે ઘરનું કોઈ ન્હોતું . એકલતા મળતા હું દિલ ખોલી મોંમા ઓશિકુ કે દુપટ્ટો દબાવી રોઈ લેતી.... પણ મારુ દુ:ખ ક્યારેય કોઈને ના કહેતી... મારે ક્યારેય ભાગીને લગ્ન ન્હોતા કરવા પણ.... મારી મજબૂરી હતી.... કોઈ છોકરીને આ રીતે લગ્ન કરવા ક્યારેય પસંદ ન હોય પણ જ્યાં મજબૂરી હોય  કોઈ સહારો ન દેખાય એટલે આવા નિર્ણય લેવા તે મજબૂર થાય છે.. ક્રમશ...: