ગ્રીન સિગ્નલ...
(આગળ આપણે જોયું કે નેહા ને જોવા છોકરાવાળા આવે છે અને તે પણ નેહા ને રિજેક્ટ કરે છે. નેહા જીવનસાથી વેબસાઈટ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે . હવે આગળ )
નેહા બાયોડેટા અપલોડ કરે છે.નેહા ના બાયોડેટા
અપડેટ કર્યા બાદ એ રાત વિચારો માં જ વહી જય છે. કે સયાદ કાલે કોઈ વેબસાઈટ પર એને મળી જાય.
બીજા દિવસે રૂટિન મુજબ નેહા તૈયાર થઇ અને
કોલેજ જવા નીકળી જાય છે.
"આજે કોલેજ માં સ્ટુડન્ટસ ને ફુગાવો અને મંદી
નું ચેપ્ટર ભણવાનું હતું ,પણ મનમાં બધાં વિચારો કૉલેજની બાહર જ હતાં. તેનુ મન ભણાવામાં જરાઇ નહતું લાગતું. અને હૃદયનો એક એક ધબકાર એને ઘરના ખૂણામાં પડેલ લેપટોપ તરફ દોડી ને લઈ જતું હતું ".કારણ હતું
વેબસાઇટ પર અપડેટ કરેલ બાયોડેટા .........કદાચ કોઈ ગ્રીન સિગ્નલ વાળુ મળી જાઇ અને જીવન એક સળસળાટ માર્ગ પર દોડવા લાગે.
ઘરે આવી ને નેહા એ જલ્દી જલ્દી બેગ મૂક્યું ત્યાં જ તેનાં મમ્મી બોલ્યા કે " બેટા નાસ્તો તો કરી લે..." પણ નેહા એ અનસુનું કરી સીધી જ પોતાના રુમ તરફ જ દોડી ગઇ.
જલ્દી થી એને ખૂણા માં પડેલું લેપટોપ ઉઠાવ્યુ
અને મનમાં ઘણી શંકા આશંકા ઓ સાથે એને પોતાની
પ્રોફાઈલ ખોલી કે શું થયું હશે ! "મારો બાયોડેટા કોઈ ને પસંદ
આવ્યો હશે, કોઈ એં જોયો પણ હશે ?"
આવી શંકાઓ સાથે એને પોતાનો બાયોડેટા ખોલ્યો
અને જોયું તો એના ચહેરા પર નિરાશા ની રેખા ફરી વળી.નેહા
માટે એક પણ બાયોડેટા આવ્યો નહતો .
નેહા ફરી નિરાશ થઇ ગઈ જાણે કે કોઈ એના માટે
બન્યો જ નથી ! "ઈશ્વર જ્યારે લેખ લખવા બેઠ્ઠા હશે ત્યારે
મારા જીવનસાથી વાળું ખાનું ખાલી છોડી દીધું હશે"! એમ
વિચારી ને નેહા લેપટોપ બન્ધ કરી ઘરની બાલ્કની માં ઉભી રહે
છે .
નેહા એ એક અઠવાડિયા સુધી લેપટોપ પર નજર
₹ પણ ના કરી . એમ વિચારી ને મોં ફેરવી લેતી કે કદાચ
મારા માટે કોઈ બન્યું જ નથી. મારા જીવનમાં હંમેશા રેડ સિગ્નલ જ રહેશે.
આજે નેહા એ કોલેજ ના કામ માટે લેપટોપ ખોલ્યું .
અને પોતાનું કામ કરવા લાગી. અચાનક જ તેની નજર એના ઇમેઇલ બોક્સ માં મેઇલ પર ગઇ. ત્યાં એક મેઈલ આવ્યો હતો. એને ખોલી ને જોયું તો જીવનસાથી વેબસાઈટ પરથી એક બાયો ડેટા આવ્યો હતો.
નેહા ના ચેહરા પર ખુશી ની લેહર દોડી ગઈ. તેને એ પણ જોયું નહી કે કોણ હતુ. બસ મેઈલ જોઈને જ એટલી ખુશ થઈ ગઇ કે પોતાના બને હાથ ઉંચા કરીને બોલી ગઇ કે "યસ.....યસ..." પરંતુ નેહાને ક્યાં ખબર હતી કે આ તો ફકત એક ક્ષણની ખુશી છે. એક ક્ષણ માટે નુ રેડ સિગ્નલમાંથી યેલ્લો સિગ્નલ થયુ છે હજું ગ્રીન સિગ્નલ તો બાકી જ છે. હજી સાચી પરીક્ષા તો હવે જ છે. નેહા એ જલ્દી જલ્દી બાયો ડેટા ખોલ્યો અને વાંચવા લાગી .......
નેહા ઉત્સાહ સાથે જોર થી વાંચત્તી ગઈ ....
"અનિરુદ્ધ દેસાઈ "
અનિરુદ્ધ ના બાયોડેટા માં અનિરુદ્ધ એ સરસ મજાનો
વાઈટ શર્ટ પેહર્યો છે પ્રોફેશનલ કપડાં માં અનિરુદ્ધ ખુબ સરસ
દેખાઈ રહ્યો હતો .અનિરુદ્ધ એ એન્જીનીઅરીંગ કરેલું છે .
અનિરુદ્ધ નો મોકલેલો બાયો ડેટા નેહા વાંચતી ગઈ ....
બાયો ડેટા તો સારો હતો અને અનિરુદ્ધનું એજ્યુકેશ પણ સારું છે.તો પછી ........
નેહા વિચાર માં પડી કે શું હું અનિરુદ્ધ ના લાયક છું ખરી ?
શું અનિરુદ્ધે મારો ફોટો જોયો હશે કે પછી એને મારુ
એજ્યુકેશન ગમ્યું હશે..?
હું તો ક્યાંય થી એના માટે પરફેક્ટ નથી બેસતી .છતાં પણ .........
બાયો ડેટા માં તે નીચે લખ્યું હતું કે ,અનિરુદ્ધ નેહા ને બે દિવસ પછી એટલે કે રવિવારે એક કોફી શોપમાં સાંજે ૫:૦૦ વાગ્યે મળવા ઈચ્છે છે.
નેહા રવિવાર ની રાહ જોવા લાગી આજે શુક્રવાર હતો અને રવિવાર સુધી અનિરુદ્ધ ને મળવાની રાહ જોવાની હતી .
શનિવાર નો દિવસ તો જેમ તેમ કરીને નીકળી
ગયો .પણ શનિવાર ની આખી રાત નેહા એ વિચારો માં
કાઢી .કોણ હશે અનિરુદ્ધ ,સ્વભાવે કેવો હશે , એન મને જોયા
પછી ના પડશે કે કેમ વિચારો માં અને અનિરુદ્ધ ને મળવાના
ઉત્સાહ માં નેહા ને આખી રાત ઊંઘ જ ના આવી. બસ પડખા જ ફર્યા કર્યા.
અંતે ચાંદ એક તરફ ડૂબી ગયો અને સૂરજના કિરણો બધે ફેલાઇ ગયા. બીજા દિવસે સવારે એટલે કે રવિવારે સવાર થી નેહા કામમાં મન પરોવતી હતી પણ મન લાગતું નહોતું, જલ્દી
જલ્દી રસોઈ બનાવી કામ પૂરું કરી એ તૈયાર થાવા માટે રૂમ
માં આવી ગઈ .
જોયું તો હજી ઘડિયાળ માં ૧: ૩૦ જ વાગ્યો હતો
અને અનિરુદ્ધ ને મળવાનો સમય સાંજે ૫: ૦૦ વાગ્યા નો
હતો . નેહા એક પછી એક સલવાર સુટ પોતાના પર રાખી ને
અરીસા માં જોતી ગઈ કે ,સૌથી વધુ સારો કયો લાગશે અને
ક્યાં સૂટ માં એ ગોરી લાગશે .
નેહા : ના, ના આ નહિ આમાં તો હું વધુ શ્યામ લાગુ છું . હા
આ ગુલાબી રંગ નો પેહરી લવ આમ પણ અનિરુદ્ધ નો
મનપસંદ રંગ છે એને બાયોડેટા માં પણ લખેલું જ છે ને .
મનોમન નેહા મલકાઈ અને તેને ગુલાબી રંગ ના ડ્રેસ ને પસંદ
કર્યો સાંજે પહેરવા માટે .
મનમાં અનેક વિચારો સાથે નેહા કોફી શોપ પર
પહોંચી ગઈ . બરાબર પાંચ ના ટકોરે એ પહોંચી ગઈ મોડું
કરીને એ પોતાની ઇમ્પ્રેશન ડાઉન કરવા નહોતી માંગતી .એટલે
એ ટાઇમસર જ પહોંચી ગઈ .
પણ નેહા કૅફફે માં પહોંચીને જુવે છે ત્યાં અનિરુદ્ધ નેહા કરતા
પણ વહેલો આવીને બેસી ગયો હતો .અનિરુદ્ધ પોતાના ફોન
માં ફેસબુક પર નેહા ના એકાઉન્ટ માં જોઈ રહ્યો હતો અને
નેહા વિશે જાણવાની કોશિશ કરી રહ્યો હતો .........
નેહા અનિરુદ્ધ જે ટેબલે પર બેઠો હતો ત્યાં પહોંચી ગઈ અને. .........
અનિરુદ્ધ ને અહેસાસ થઇ છે કે કોઈ તેને જોઈ રહ્યું
છે . તે પોતાના ફોનમાંથી માથું ઉંચુ કરીને જુવે છે . તો સામે
નેહા ઉભી છે.એ તુરંત પોતાનો ફોન મૂકી ને ઉભો થઈ જાય છે.
નેહા. : હાય !
અનિરુદ્ધ : હાય ! નેહા...
અનિરુદ્ધ પોતનો મોબાઇલ પોકેટમાં મુકી જેન્ટલમેન ની જેમ બાજુમાં રહેલી ખુરશી ને નેહા માટે ખેચી આપે છે.
નેહા ખુરશી પર બેસી જાય છે. બને એકબીજાની સામે બેસીને એકબીજા સામે જોતાં એક અલગ જ હાસ્ય બંનેના મુખ પર રેલાઈ જાય છે. અનિરુદ્ધને કાંઇ ના સુંજ્તા તેં કહે છે.
અનિરુદ્ધ : "નેહા યુ લૂકીંગ ગોરજીયર્સ ."
અનિરુદ્ધ નેહા અને પોતાના માટે કૉફી નો ઓર્ડર કરવા કાફેનુ કોફી લિસ્ટ હાથમાં લે છે. ત્યાં જ નેહા બોલે છે.
【નેહા એકીટશે અનિરુદ્ધ ને જ જોઇ રહે છે.કે પોતે આટલી સુંદર પણ નથી છતાં પણ આ જીવન માં પેહલી વાર કોઈ છોકરા એ એના વખાણ કર્યા છે.】
નેહ. : થેંક્સ.?
નેહા અને અનિરુદ્ધ બને એકસાથે બોલી પડે છે. મારે તમને
કંઈક કહેવું છે.
( બને હસી પડે છે. )☺️☺️
અનિરુદ્ધ : નેહા ,પહેલા તમે કહો.
નેહા : ના ના , અનિરુદ્ધ તમે કહી દો .
(અનિરુદ્ધ આપણે પહેલા તમેં પહેલા તમેં એવું કરીશુ તો સમય નીકળી જશે અને જે કહેવું છે તે વાત અધુરી રહી જશે. તો પહેલા હું કહી દઉં.)
અનિરુદ્ધ : નેહા આપણે આપણા સંબધ વિશે વાત કરીએ એ પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પછી આપણી વાત
આગળ વધારીશું.
નેહા : હા ,ચોક્કસ અનિરુદ્ધ તમે જે કેહવા ઇચ્છતા હોય તે કહો.
અનિરુદ્ધ પોતાની વાત શરૂ કરતાં પહેલા પાણી નો એક ઘૂંટ ભરે છે .
અનિરુદ્ધ : નેહા , મારુ મારે મારા જીવન ના સૌથી ખરાબ પાર્ટ
વિશે વાત કરવી છે. મારુ ભૂતકાળ.
નેહા મૌન થઈ ને અનિરુદ્ધ ને સાંભળી રહી હતી.
નેહા કોઈ હતું મારી લાઈફ માં જેને હું ખૂબ જ પ્રેમ
કરતો હતો . જે મારી દરેક ધડકન માં વસતી હતી . જે મારો
શ્વાસ હતી. જેના માટે હું કઈ પણ કરી બેસતો હતો . એનું
નામ હતું શિવાંગી નામ જેવા જ ગુણ હતા એનામાં .
ચંચળ ,નટખટ, બધા ને પોતાના બનાવી દેવાની
અદા હતી તેના માં . રિસાઈ તો જાણે આકાશ માં વાદળો
આવી ગયા છે. અને ખુશ થઈ તો જાણે કે આકાશ તારાઓ
થઈ ભરાઈ ગયું હોઈ તેવું લાગતું. મારી શિવાંગી. રૂપાળી તો
એવી જાણે કે કાંચ ની પૂતળી.
નેહા અનિરુદ્ધ ની આંખો માં શિવાંગી માટે નો પ્રેમ
જોઈ શકતી હતી. અનિરુદ્ધ ની આંખો જાણે શિવાંગી ની
છબી બની ને ઉભરી ગઈ હતી . જાણે કે અનિરુદ્ધ શિવાંગી
ના મા. અને શિવાંગી અનિરુદ્ધ માં સમાઈ હોઈ એવુ નેહા ને
પ્રતીત થયું. શિવાંગી નેહા સમક્ષ હતી નહીં પણ જાણે કે
અનિરુદ્ધ ની વાતો એ શિવાંગી ને નેહા સમક્ષ ઉભી કરી દીધી
હતી......
ક્રમશ...
કોણ હતી શિવાંગી અને શું ?
એવું તો શુ થયું કે એ અનિરુદ્ધ ના જીવન માંથી દૂર થઈ ગઈ ?
શુ નેહા ને અનિરુદ્ધ નો સાથ મળશે ?
આગળ જાણવા માટે બન્યા રહો "ગ્રીન સિગ્નલ" સાથે...આ વાર્તા ના દરેક ભાગ અઠવાડિયામાં બે વખત આવશે. આશા કરુ કે તમને ખૂબ જ ગમશે અને મને સારો એવો પ્રતિભાવ આપી પ્રેરણા. આપશો. તમારો પ્રતિભાવ મારા નીચે આપેલ નંબર પર પણ આવકાર્ય છે.
મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" વાંચજો...ખૂબ જ રહસ્યમય એક પૌરાણિક કથા છે. જે અત્યાર સુધીની સૌથી લાંબી કથા હશે.
લી. હેતલ ખૂંટ ?
મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5