ગ્રીન સિગ્નલ - 1 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રીન સિગ્નલ - 1

ગ્રીન સિગ્નલ...


હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં રેડ લાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત. 

           ત્યાં જ ફોન ની રિંગ ટોન વાગી .નેહા એ સિગ્નલ પર ઉભા રહી હાથમાં ફોન લઇને જોયું તો પપ્પા નો ફોન હતો. નેહા એ સિગ્નલ સામે જોતાં જ ફોન ઉપાડ્યો. સામેથી તેનાં પપ્પા ઉંચા અવાજે બોલ્યા "નેહા આજે તારે ઘરે જલ્દી આવાનું હતું .એના જગ્યાએ તું અડધો કલાક મોડી છે.તને ખબર છે ને દીકરા કે તને જોવા છોકરા વાળા આવાનાં છે. નેહા તુ કોઈ બહાનું ના બનાવતી જે થવાનું હશે એ જ થશે દીકરા. ઘરે આવી જા જલ્દી થી."

 નેહા ને આજે જોવા છોકરા વાળા આવાના હતા. લગભગ આ નવમો છોકરો હતો, જે નેહા ને જોવા આવાનો હતો. નેહા એ ફોનમાં હા પાડી કહ્યુ કે " હમણાં જ પહોંચું છું પપ્પા, બસ આ રેડ સિગ્નલનુ શુ કરવું " નેહા જાણતી જ હોય એમ મનમાં બોલે છે "પપ્પા મને ખબર જ છે કે આ પણ બીજાની જેમ ના જ પાડશે." પણ જીવનમાં રેડ સિગ્નલ હોઇ કે ગ્રીન બસ ચાલતું રહેવાનું એજ જીવન શીખવે છે.

          નેહા શહેર ની "શ્રી કમલા આર્ટસ એન્ડ કૉમર્સ" કોલેજ માં લેક્ચરર છે . નેહા થર્ડ ઈયર ના સ્ટુડન્ટ્સ ને ઇકોનોમિક્સ ભણાવે છે .લગભગ ચાર વર્ષ થી નેહા આ જોબ કરે છે. .નેહા ને નાનપણ થી જ પોતાના વિચારો અને ઈચ્છાઓ ને મોકળા મને જીવવાની છૂટી મળી છે. .નેહા ને ક્યારેય કોઈ વાતો માટે રોકટોક કરવામાં આવી નહોતી. નેહા ના માતા પિતા દુનિયાના શ્રેષ્ઠ માતા પિતા છે. તેમને પોતાની દીકરી ને એક દીકરા ને જે અધિકારો આપવામાં આવે તે બધા જ નેહા ને પણ આપ્યા. તેઓ માને છે કે, દીકરો હોઈ કે દીકરી બને સરખા જ છે. 

          પણ આજે વાત કઈંક અલગ છે. નેહા સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી છે .સારી એવી જોબ છે. એક સંસ્કારી દીકરી તરીખે ના બધા જ ગુણો નેહા માં છે, છતાં પણ નેહા ની સગાઇ હજુ સુધી ફિક્સ થઇ હતી નહિ .

         "એનું કારણ છે નેહા નુ રૂપ. નેહા દેખાવ માં સામાન્ય છે .તેની ઓછી ઊંચાઈ અને શ્યામ રંગ "ના કારણે તેને આગળ આઠ છોકરા રિજેક્ટ કરી ચુક્યા હતા. એટલે નેહા ના માતા પિતા ને એવું થવા માંડ્યું હતું કે, શું નેહા માટે કોઈ સારો છોકરો આ સંસાર માં બન્યો જ નહિ હોય જે એના રૂપ સિવાય એના સદગુણો એની આવડત ને પણ મહત્વ આપે !

          નેહા ઘરે પહોંચી તેના મમ્મી એ નેહા માટે એક સુંદર સલવાર, કમીઝ તૈયાર કરી રાખ્યું છે . નેહા જો દીકરા છોકરા નું નામ નિશાંત છે. એ સારી કંપની માં જોબ કરે છે પણ નેહા નું ધ્યાન તો તેની મમ્મી ની વાતો માં હતું જ નહિ , જે રિજેક્ટ કરી ને જવાનો હોઈ એના વિશે માહિતી મેળવી ને શું કરવું. નેહા સાંભળે છે ને તું ?

હા !હા ! મમ્મી નેહા એ ના સાંભળેલી વાત માટે હા ભણી. નેહા મમ્મી એ કાઢેલો ડ્રેસ પેહરી ને ફટાફટ તૈયાર થઇ. એટલી વાર માં મેહમાન ઘરે આવી ગયા હતા.

          નેહા રસોડામાં ચા બનાવી રહી છે. હોલ માંથી બને પરિવારો નો વાતો કરવાનો અને હસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે . નેહા તો જાણે જાણતી જ હતી કે આગળ ની જેમ જ આ છોકરો પણ મારા રૂપ ના કારણે રિજેક્ટ જ કરી દેશે એ વિચાર થી નેહા ના ચેહરા પર એક પણ રેખા ખુશી નહતી .અરે! તેને તો નિશાંત ને જોવો પણ ના હતો પણ મમ્મી પપ્પાની જીદ આગળ તેને ઝુકવુ પડ્યું .

   
ત્યાં પપ્પા નો અવાજ આવ્યો નેહા દીકરા ચા લાવજે . 
          

          નેહા મોઢા પર ખોટી મુસ્કાન સાથે હાથ માં ચા ની પ્લેટ હાથ માં લઇ ને ડ્રોઈંગ રૂમ માં દાખલ થઇ. હોલ માં છોકરા ના મમ્મી -પપ્પા અને શાયદ તેની નાની બહેન અને નિશાંત બેઠા હતા. નેહા એ મુસ્કાન સાથે બધા ને પ્રણામ કર્યાં અને ચા આપી. થોડીવાર વાતો થઇ પછી નેહા રસોડા માં ચાલી ગઈ. થોડીવાર પછી છોકરા વાળા પણ નેહા ને જોઈ ને જતા રહ્યા .નેહા જાણતી જ હતી કે અહીં થી પણ ના જ હશે .

નેહા :"  નિશાંત દેખાવ માં પણ સારો હતો અને  ઘર પણ સારું હતું. વળી અભ્યાસ પણ સારો હતો. એટલે સ્વાભાવિક છે કે નિશાંત ને હું પસંદ આવીશ નહીં."

           બીજા દિવસે નેહા ના વિચાર્યા મુજબ નિશાંત અને તેની ફેમિલી વાળા એ પણ નેહા ના રૂપ અને ઓછી ઊંચાઈ ના કારણે ના પાડી. એ વાતની નેહાનાં મમ્મી પપ્પાને થતા જ તેં બહુ દુઃખી થયા ગયા. પરંતુ નેહા તો ફરીથી પોતાનાં જીવનમાં ગૂંચવાઈ ગઈ જાણે કાંઇ થયુ જ નો હોઇ એમ. સાંજે નેહા કૉલેજ થી ઘરે આવી ને જોયું તો મમ્મી પપ્પા ચિંતા માં હતા અને નેહા ના લગ્ન ની જ વાતો થતી હતી. તેને ગુસ્સો આવ્યો અને એ ખીજવાઈ ગઈ કે, " શું આખો દિવસ લગ્ન ની જ વાતો કરો છો .બીજી વાતો પણ હોય કહી ને" એટલું કહી તેં પોતાના રૂમ માં ચાલી ગઈ .


          એવું નહોતું કે નેહા ને લગ્ન નહોતા કરવા જયારે પણ પોતાની ફ્રેંડ્સ ને તેમના જીવનસાથી સાથે જોતી ત્યારે નેહા પણ વિચારતી કે તેના જીવન માં કોઈક એને સમજવા વાળું હોય ,જે તેના વિચારો ને મહત્વ આપે નહિ કે તેના રૂપ અને ઊંચાઈ ને પણ નેહા કરે તો કરે શું ??

           ને અચાનક જ તેના મનમાં વિચાર આવ્યો અને તેને લેપટોપ ખોલી અને જીવન સાથી વેબસાઇટ પર પોતાનો બાયો ડેટા બનાવી દીધો .અને રાહ જોવા લાગી કોઈ યોગ્ય પાત્ર ની જે એના જીવન માં પણ ગ્રીન સિગ્નલ બની ને આવે જે એના જીવન ની ગાડી ને આગળ જવા માટે નો રસ્તો બનાવી આપે.


ક્રમશ...


શું નેહા ના જીવન માં કોઈ સારું પાત્ર આવશે????? 


આગળ જાણવા માટે બન્યા રહો "ગ્રીન સિગ્નલ" સાથે...

મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" વાંચજો...ખૂબ જ રહસ્યમય એક પૌરાણિક કથા છે. જે અત્યાર સુધીની સૌથી લાંબી કથા હશે. 

કોઈ પણ ભુલ હોઇ તો તમે મને નીચે જણાવેલ નંબર પર જણાવી શકો છો. તમારો પ્રતિભાવ જ મારી પ્રેરણા છે. આશા કરું કે આગળ આપ મારી સાથે જોડાઇ રહેશો.

લી. હેતલ ખૂંટ ?

મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5