green signal - 3 books and stories free download online pdf in Gujarati

ગ્રીન સિગ્નલ - 3

ગ્રીન સિગ્નલ...

આગળ આપણે જોયું કે નેહાને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે અને અનિરુદ્ધ નેહા ને પોતાના અને શિવાંગી ની વિશે વાત કરે છે હવે આગળ )

                    
         
       નેહા અનિરુદ્ધ ની આખો  માં વસેલી શિવાંગી ને જોઈ રહી હતી. અનિરુદ્ધ ની વાતો માં શિવાંગી ઝળકતી હતી. 
નેહા તેના વિચારો માં ખોવાઈ ગઈ કે અનિરુદ્ધ ના જીવન માં તો બધે જ શિવાંગી છે. તો એ મને મળવા શા માટે આવ્યો છે ???? 

    કોણ છે આ શિવાંગી? અનિરુદ્ધ ની પ્રેમિકા તો છે  
   તો ક્યાં છે આ શિવાંગી ? શું થયું હશે આ બને વચ્ચે ?

નેહા...નેહા...... 

હેલો મેડમ,  ક્યાં ખોવાઈ ગયા અનિરુધે નેહા ના વિચારો ની હારમાળા તોડી વચ્ચે ડબકુ પુર્યું.

નેહા  : હા , હું  ક્યાંય નહીં અહીં જ છું. નેહા થોડી અટકતી ખચકાતી બોલી.

અનિરુદ્ધ : (હસી ને )☺️ નેહા તમે એ વિચારોમાં હતા કે હું તમને મળવા  આવ્યો છું, અને મારા પાસ્ટ ની વાતો લઇ ને બેસી  ગયો છું. 

નેહા : ના ના અનિરુદ્ધ , તમે મને તમારા દિલ ની વાતો કરી શકો છો. નેહા એ પણ હસી ને જવાબ આપ્યો.

અનિરુદ્ધ " ઇફ યુ ડોન્ટ માઈન્ડ હું એક વાત પૂછું"? નેહા એ કહ્યું.

અનિરુદ્ધ : હા, ચોક્કસ નેહા હું ઈચ્છું છું કે તમે મને સવાલ પૂછો અને હું તમને જવાબ આપું.

નેહા : શિવાંગી તમારા જીવન માં બધી જ જગ્યાએ છે .તમારી વાતો પરથી જણાયું કે આજે પણ તમે શિવાંગી ને ચાહો છો. તો તમે અને શિવાંગી અલગ કેમ થઈ ગયા ? શુ શિવાંગી હવે હયાત નથી?  ઇફ યુ ડોન્ટ માઈન્ડ હા . 

(નેહા ની આ વાત સાંભળી અનિરુદ્ધ ના ચહેરા પર થોડીક દુઃખ ની રેખા ઓ ઉભરી આવી અને સાથે આંખો માં ઊંડે ઊંડે કાંઈક જે નેહા સમજવા ઈચ્છતી હતી પણ સમજી શક્તિ ના હતી.)

અનિરુદ્ધ : નેહા ,  શિવાંગી  આ દુનિયા માં નથી . એવું નથી .....  એ હયાત જ છે ,  પણ હવે એ મારા જીવન માં નથી એ મારા  થી દૂર થઈ છે. નેહા શિવાંગી એ મને ભૂલી જઈ અને કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે. 

નેહા : આઈ એમ સો સૉરી, અનિરુદ્ધ. 

અનિરુદ્ધ : ઈટ્સ ઑકે. 

(નેહા એ  ટેબલ પર પડેલા ગ્લાસ માંથી પાણી પી થોડી હિંમત અને  થોડાક ખચકાટ સાથે અનિરુદ્ધ ને પૂછ્યું .)

નેહા : શુ હજુ પણ તમે શિવાંગી ને ચાહો છો, અનિરુદ્ધ????

અનિરુદ્ધ : હા, નેહા. હું તમને બધું જ સાચું કહેવા ઈચ્છું નેહા,  એટલે મેં તમને મારા પાસ્ટ વિષે વાત કરી. હું કઈ પણ છુપાવી ને તમને અંધારા માં રાખવા નથી ઈચ્છતો. પણ નેહા હું તમને એક વાત કહેવા ઈચ્છું છું કે હું શિવાંગી ને હજી પણ નથી ભુલ્યો. પણ હુ પુરી કોશીશ કરીશ આગળ વધવાની.

(નેહા  અનિરુદ્ધ ના નિખાલસ સ્વાભાવ ને જોઈ રહી. કેટલો સરળ સ્વભાવ છે અનિરુદ્ધ નો આવા વ્યક્તિને પ્રેમ કરી છોડી દેવો કંઈ રીતે શક્ય છે.)

અરે ,  આપણે વાતો માં એવા તો ખોવાઈ ગયા કે મેં તમને પૂછ્યું જ નહીં તમને કેવી કોફી પસંદ છે નેહા!!!

નેહા : આઈ લાઈક બ્લેક કોફી.

અનિરુધે  વેઇટર ને બોલાવી બે કોફી નો ઓર્ડર આપ્યો. ☕☕

બને  કોફી ના ઘૂંટ ભરતા ભરતા વાતો એ વળગ્યા  , કૉફી શોપ ની બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર નેહા ના દિલ માં પણ અનિરુદ્ધ માટે લાગણીઓ ફૂટી રહી હતી. 

અનિરુદ્ધ : નેહા તમારા પરિવાર માં કોણ કોણ છે ???

મમ્મી, પપ્પા, અને હું બસ નાનું પરિવાર છ, અમારું  નેહા એ જવાબ આપ્યો.

નેહા એ પણ અનિરુદ્ધ ને આ જ સવાલ કર્યો.  

નેહા મારે તો ખૂબ નહોતું પરિવાર છે. મમ્મી ,પપ્પા, ભાઈ, ભાભી અને એક નાની બહેન અને હા હું તો ખરો જ ? અનિરુધે જવાબ આપ્યો.

નેહા પણ અનિરુદ્ધ ના મજાકિયા  સ્વાભાવ માં જોડાઈ ગઈ .....

હા તમે તો હોવાના  જ ને નહીં તો ઘરમાં perfect picture અધૂરી  રહી જાય.. 

બને  હસી પડે છે.??

તો નેહા તમારા વિશે જણાવો હું ક્યારનો મારી વાતો જ કરું છું. 


નેહા : હું એક લેક્ચરર છું. હું સ્વતંત્ર વિચારો ધરાવું છું. પહેલેથી જ ઇન્ડીપેન્ડ છું. ને હું વાંચવાની શોખીન  છું. મને વાંચવાનું ગમે છે. નેહા એ પોતાના વિશે  અનિરુદ્ધ ને જણાવ્યુ. અનિરુદ્ધ મારુ જીવન ખુલી કિતાબ જવું છે. 
હું મારી જોબ અને મારું ફેમિલી આ સિવાય મારા જીવન મા કાઈ બીજું મહત્વ નું નથી. 

અનિરુદ્ધ : નેહા તમે ખૂબ જ સરલ છો,  તમારી આંખો તમારા ચહેરા નું પ્રતિબિંબ છે. તમે જૂઠું નથી બોલી શકતા આ તમારી કમજોરી છે.

કોફી શોપ માં વાતો કરતા કરતા લગભગ બે  કલાક વીતી ગઈ અને બને ને સમય? નું ભાન પણ ના રહ્યું. 

નેહા  : અનિરુદ્ધ ,  હવે મારે નીકળવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે. 

અનિરુદ્ધ : હા ,ચોક્કસ નેહા  ચાલો હું તમને ગાડી સુધી  છોડી  દઉં.

બહાર વરસાદ થંભી ગયો હતો . વરસાદ વરસી ગયા પછી વાતાવરણ આહલાદક બની ગયું હતું. માટી ની ભીની ભીની સૂંગંધ ચોતરફ ફેલી ગઈ હતી. અને આ વાતાવરણ ની જેમ નેહા નું મન પણ અનિરુદ્ધ ની વાતો થી ખુશનુમા બની ગયું હતું.


      ☺️☺️ (આવી હતી બને ની પહેલી મુલાકાત)☺️☺️



નેહા ઘરે આવી આજે એના ચહેરા ઉપર અનોખું સ્મિત હતું નેહા ના મમ્મી પપ્પા  આ જોઈ ને ખુશ હતા. 

નેહા પહેલી વાર આટલી ખુશ હતી અને થોડી ચિંતા માં પણ શું અનિરુદ્ધ  ને હું પસંદ આવીશ???

ક્યાં શિવાંગી અને ક્યાં હું !!

અનિરુદ્ધ નો જવાબ શુ આવશે ??

નેહા  ફરી પાછી વિચારો માં ખોવાઈ ગઈ.

શિવાંગી...... હંમમમ  કેટલી લકી છે તું. અનિરુદ્ધ હજી પણ તને ચાહે છે. નેહા એ મનમાં જ શિવાંગી સાથે વાતો કરી લીધી  અને તેનાથી થોડી જલિસ પણ થઈ.

પહેલીવાર કોઈ એ નેહા ને ઓળખી હતી . અનિરુધે જે રીતે નેહા વિશે કહ્યું , એવી તો હું છું ,અનિરુદ્ધ તમે મને પહેલી વાર માં જ આટલી બધી  જાણી ગયા ,!!!


(બીજા દિવસે સવારે નેહા રૂટિન મુજબ રેડી થઈ કોલેજ જવા નીકળી પડે છે.)

અરે આ વરસાદ પણ...... ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નેહા પોતાનો રેઇનકોટ પહેરે છે. વરસાદ સાથે વાતો કરતી ઘરની બહાર નિકળે છે.

પોતાનું સ્કૂટર ચાલુ કરી નેહા કોલેજ પહોંચે છે......

આજે નેહા ખૂબ ખુશ હતી. 

તેને ખુશ જોઈ ને કોલેજ ના બે ચાર તોફાની સ્ટુડન્ટસ એ તો મેડમ ની મુસ્કાન પર કૉમેન્ટ્સ પણ કરી દીધી ....


મેડમ શુ વાત  છે? રોજ કરતા આજ ખૂબ ખુશ દેખાવ છો !! કોઈ મળી ગયું કે શું?? આ સાંભળી પહેલી વાર નેહા શરમાઇ ગઈ.....

સ્ટાફ રૂમ માં પણ બાકીના લોકો એ નેહા ની આ ' ખુશી ' નોટિસ કરી.  


લેક્ચર પુરા કરી નેહા ઘરે આવે છે. નેહા ફોન ચેક કરે છે. 
અનિરુદ્ધ નો  મિસ કોલ જોવા મળ્યો. નેહા એક પળ માટે ધબકાર ચુકી જાય છે. 'અનિરુદ્ધ ના જવાબ નો વિચાર આવતા '.


ક્રમશ...


શુ અનિરુદ્ધ નો જવાબ હા આવશે ???

 શુ નેહા ને લગ્ન માટે ગ્રીન સિગ્નલ મળશે???? 

શુ શિવાંગી અનિરુદ્ધ ના દિલ માંથી નીકળી જશે ?


આગળ જાણવા માટે બન્યા રહો "ગ્રીન સિગ્નલ" સાથે...

મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" વાંચજો...ખૂબ જ રહસ્યમય એક પૌરાણિક કથા છે. જે અત્યાર સુધીની સૌથી લાંબી કથા હશે. 


લી. હેતલ ખૂંટ ?
મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED