Karmayog Kanji-5 books and stories free download online pdf in Gujarati

કર્મયોગી કાનજી-૫

કર્મયોગી કાનજી-૫

આગળના ભાગમાં આપણે જોયું કે શેઠ ધરમચંદ અને એમના પત્ની સાથેની વાટાઘાટોમાં ખુબ ગહનતા હતી. થોડી ક્ષણોમાં શેઠ એમના વેવાઈ અને જમાઈ સાથે ચાલી નીકળે છે અને કાનજી પાસે આવી પહોંચે છે હવે આગળ,

'શેઠ, આપ અહીંયા?? આવો, બિરાજો... આમ ભર તડકે તમારે આવવું પડ્યું? વાત શી છે ?', કાનજીએ નમ્રતાથી કહ્યું.

શેઠ ખાટલામાં બિરાજે છે અને સાથે વિજય અને શેઠના જમાઈ પણ બેસે છે. બધા બેઠા પછી કાનજી ચાહ માટે ખેતરમાં કામ કરતા મજુરને બોલાવે છે અને ચાહ-નાસ્તાની વ્યવસ્થા કરવા કહે છે. ગમે તે હોય સાહેબ, ઘરે આવેલ દરેક માણસ દેવ સમાન છે એટલે એમની અગતા-સ્વાગત તો કરવી જ રહી. થોડી વાર વાતચીત ચાલી પછી શેઠ ચાહ પીને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ કાનજી અને વિજય હજી આશ્ચર્ય અને સદમાં બંનેમાંથી બહાર જ નહતા આવી શકતા.

'પપ્પા, આ તમે શું કર્યું?? તમે વાતને વધારે ગૂંચવી નાખી. આપણે બધું જ ઠીક કરી લઈશું. તમે આટલા જલ્દી કોઈ નિર્ણય પર ના આવી જાઓ.', જમાઈ ગાડીમાં બેસતાં બોલ્યા.

'સંદીપકુમાર, જે થઇ રહ્યું છે એને થવા દો. આપણે કોઈ ચર્ચા નથી કરવી. વેવાઈ તમે પણ કઈ ચિંતા ના કરશો. આવું તો થયા કરે.', શેઠ બંનેને સંબોધીને બોલ્યા.

ગાડી સીધી બંગલે જઈને ઉભી રહી. શેઠાણી અને શ્વેતા બહાર આવ્યા. ગભરામણથી શેઠાણીને પરસેવો નીકળી રહ્યો હતો અને શ્વેતા પણ ચિંતામાં દેખાઈ.

'ગાડી પાર્ક કરીને મીઠાઈ લેતો આવ ભૂરા..', શેઠે ભૂરાને બૂમ પાડી.

'વિજય, આ બધું શું થઇ રહ્યું છે?? ચાલ દીકરા, ઘરે જઈને ઝટ પગ ઉપાડ.' કાનજીભાઈ બોલ્યા.

કાનજી અને વિજય ઘરે આવતા સોમાભાઈને સાથે લેતા આવ્યા.

'વિજયની બા, જરા બહાર આવજો અને ચાહ લાવજો. બેસ સોમા.', કાનજી બોલ્યો. (હજી હંફે છે. બોલવા માટે શબ્દ નથી. વિજય કાંજીના ખભે હાથ રાખી ઉભો છે.)

'રે! આવી.. તમે કેમ આમ વહેલા આવી ગયા? હું બસ ખેતરે આવવા જ નીકળવાની હતી. તમે કેમ આમ હાંફી ગયા છો? શું વાત છે વિજય? આ સોમાભાઈ પણ અહીંયા ??? કઈ થયું છે કે ?', વિજયની માં બોલી.

'મમ્મી, તું ચિંતા ના કરીશ. કઈ થયું નથી. એ તો અમથા પપ્પા ચિંતાઓ કરે છે. આજે અમે ખેતરે બેઠા વાતું કરતા'તા ત્યારે શેઠ ધરમચંદ એમના વેવાઈ અને જમાઈ આવ્યા'તા. મૂળ વાત કરું તો એમને સામેથી એ નિર્ણય કર્યો છે કે એમને આપણી જમીન માં કઈ રસ નથી અને હવે આગળ કોઈ વાતે આપણે ડરવાની જરૂર નથી. એટલું કહીને નીકળી ગયા. અમે સામે સવાલ કર્યા છતાં કઈ બોલ્યા નહિ અને એક અલગ જ શેઠની છબી મને દેખાઈ. ખબર નહિ પરંતુ આ વાતથી બાપુ ચિંતિત થઇ ગયા કે શેઠ અચાનક એટલા ટાઢા કેમ પડ્યા?? બસ, આખા રસ્તે એ જ વિચારતા આવ્યા અને સોમાકાકાને પણ સાથે લેતા આવ્યા. હવે, મમ્મી તું જ કહે એમાં શું ચિંતા જેવું છે??', વિજય બધાને સંબોધીને બોલ્યો.

'શેઠ, શું વાત છે ?? તમે મારા થી નારાઝ છો?? આમ અચાનક કેમ ચાલી નીકળ્યા'તા? તમે ક્યાં ગ્યા'તા અને શું ચાલે છે તમારા મનમાં?? આ ભૂરાને મીઠાઈ લેવા કેમ મોકલ્યો??', શેઠાણી તો રડતા રડતા સવાલો પૂછે છે.

'શેઠાણી, શાંત થાઓ. કાનજીને મળી આવ્યો છું અને જમીનની બધી જ વાત ફોક છે અને હવે આપણને એમની જમીન સાથે કોઈ લેવાદેવા નથી. જે ભૂલચૂક થઇ એ માફ કરો એવી વાત કરીને આવ્યો છું. અને તમે સાચા હતા શેઠાણી, આપણા સારા-ખરાબ કર્મોની સજા તો આપણા સંતાનો જ ભોગવે ને! હવે જૂનું બધું દાટી દઈએ અને જગ્યા ત્યારથી સવાર. પરંતુ, શેઠાણી, આજે એટલા વર્ષે તમે મારી આંખ સામેથી પડદો ખોલ્યો. આટલા વર્ષો મારી સાચી-ખોટી દરેક વાતનું તમે માન રાખ્યું. બહુ મોટી વાત છે શેઠાણી. બહુ હિંમત ભેગી કરીને તમે આજે બોલ્યા એ વાતની ખુશી છે. મારા અહમ, મારા અસ્તિત્વને ડંખ ના લાગે અને મારી ઈજ્જતનો એટલો બધો મલાજો જાળવ્યો આ બધું એક ગુજરાતણ જ કરી શકે વેવાઈ... શું કહેશો?', શેઠ બોલ્યા.

'વાહ, આજનો દિ' તો ખરેખર ફળી ગયો. આજે માનનાં દરેક સવાલોનું સમાધાન વેવાણે કરી લીધું. ધન્ય છે આપ પતિ-પત્નીને, અને ધન્ય છે તમારી દીકરીને પણ... ખૂબ સંસ્કારોથી ભરપૂર છે. હવે મને કઈ જ ચિંતા નથી. મુસીબતમાં પ્રામાણિકતા, સમજણ અને સહન-શક્તિ રાખીને સહુ ભેગા મળીને કામ કરીશું તો બીજા ૧૦ બાંગ્લા આમ જ બનાવી દઈશું. હાલો શ્વેતા દીકરા, આપણે જઈએ. સહુ વળતા પાણી થશે.', વેવાઈએ જવાબ આપ્યો.

'લ્યો, આ વાત પર ભૂરાના હાથની કાજુકતરી ખવાઈ જાય તો મજો પડી જાય ને!', ભૂરો આવતા વ્હેંત બોલ્યો. (બધા હસી પડ્યા અને શ્વેતા-સંદીપ અને વેવાઈ ઘરે જવા રવાના થયા ત્યારે શેઠે ખૂબ શાંતિથી સાંત્વના આપી અને ટાઢા થયા.)

'વિજયના બાપુ, આટલી ખુશીની વાત તમે આમ મુરઝાયેલા ચહેરે કેમ કહો છો?? માં અંબેનો પાડ માનો અને નાળિયેર-પ્રસાદી કરો કે આપણે માથેથી એક મોટો બોજ ઉતરી ગયો, હવે આપણે નિરાંતે પોઢી શકીશું. આજ નો દિ' તો ખરેખર મોજનો છે. હાલો ત્યારે કંસારના આંધણ મુકું છું સોમાભાઈ ભાભીને અહીંયા જ બોલાવી લ્યો. હારે જમી લેશું.', વિજયની માં તો ખુશીથી સમાઈ નહિ અને રસોડા તરફ ગઈ.

'આ લ્યો... અમારા ધર્મપત્નીને તો હરખ સમાતો નથ. જાણે દીકરો પરણાવવા જાતી હોય એટલી હરખાય સ..', કાનજીભાઈ હસતા બોલ્યા.

'હા, હવે વધારે બોલશો માં.. તે હવે એ જ બાકી રહ્યું છે. ઝટ ભણવાનું પતે એટલે મારે રુડી સંસ્કારી એક દીકરી જ લઇ આવવી છે વહુ બનાવીને.',
(રસોડામાંથી અવાજ આવ્યો)

બહાર વિજય-કાનજી અને સોમજી બધા જ હસી પડ્યા.

-બિનલ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED