Karmyogi kanji - 3 books and stories free download online pdf in Gujarati

કર્મયોગી કાનજી-૩

કર્મયોગી કાનજી-૩

આપણે આગળના ભાગમાં જોયું કે શેઠ ધરમચંદ અને વાકાણી વચ્ચે વાતોનો દોર ચાલુ થયો. શેઠ થોડા ઉગ્ર બની જાય છે એટલે પોલીસ સ્ટેશનમાં શાંતિ જાળવવા વાકાણી કહે છે હવે આગળ,

'વાકાણી સાહેબ, એક વાતની ૧૦૦ વાત કે એ જમીન ખાનદાની લોકોને શોભે એવી છે. જમીનદાર અને જાગીરદાર લોકોના તોલે આવે એ પ્રકારનો ભાગ છે અને એ જમીનના ભોગે અમે કાનજીને પૈસા આપવા તૈયાર છીએ કારણ કે એ જમીન ગામના સીમાડા પાસે છે એટલે આજે નહિ તો ભવિષ્યમાં એના ભાવ આવશે અથવા તો એ જગ્યા પર કોઈ હોસ્પિટલ કે કોઈ કારખાનું બની શકે એવી સરસ જગ્યાને આ કાનજી બરબાદ કરે છે. ખાલી ખેતી કરી ખાવાથી એ જમીનનો સાચો ઉપયોગ નથી થવાનો. આ જ કારણથી આ જમીન માટેની વાત મેં કાનજીને કરી હતી પરંતુ એ ટસનો મસ થવા તૈયાર નથી. તમે જ કહો એમાં ખોટું શું છે??', શેઠ ધરમચંદે શાંતિથી વાત કરી.

આટલી વાત ચાલી ત્યાં જ શેઠના ચાકરે આવીને શેઠના કાનમાં કાંઈક કીધું. ત્યાં તો શેઠ ધુંઆપુંઆ થઇ ગયા અને પોલીસ સ્ટેશનની બહાર ચાલવા લાગ્યા.

'અરે શેઠ, શું થયું?? તમે કોઈ ઉત્તર ના આપ્યો?? કઈ તકલીફ આવી કે શું? આમ ગુસ્સામાં ક્યાં ચાલ્યા??', વાકાણી સાહેબ બોલ્યા.

'શુક્રિયા વાકાણી સાહેબ....', શેઠ ધરમચંદ ઉપડ્યા.(ગુસ્સામાં હાથ જોડી ઉભા થઇ ચાલવા લાગ્યા.)

શેઠ સીધા ગાડીમાં બેઠા.

'ગાડી સીધી બંગલે જ લેજે ભૂરા.', શેઠે હુકમ કર્યો.

'શેઠ, મારી વાત તો સાંભળો. હું એમ કહેતો તો કે..............', ભૂરો કાંઈક બોલવા ગયો અને વચ્ચે જ શેઠે રોક્યો.

'તું ગાડી જ ચલાવ અને સીધી બંગલે જ ઉભી રેહવી જોઈએ. મારે બીજી કોઈ વાત સાંભળવી નથી. તું બસ ગાડી હંકાર.', શેઠે કહ્યું.

ભૂરો ગાડી ચલાવે છે અને મનમાં બીક છે કે આજે કાંઈક ના બનવાનું ના થઇ જાય. મારે શેઠને કહેવાનું જ નહતું. ઘરે જઈને ખબર પડત તો સારું હતું.. હવે આ પ્રકોપથી તો ભગવાન જ બચાવે. શું થશે એ કઈ જ ખબર નથી પડતી. સામે શેઠ એટલા ધુંઆપુંઆ થઇ ગયા છે કે કઈ સાંભળવા જ તૈયાર નથી.

ગાડી બંગલા પાસે ઉભી રહે છે શેઠ ગુસ્સાભેર ગાડીમાંથી બહાર આવી બંગલાના દરવાજાને ધક્કો મારી ઘરમાં જાય છે ત્યાં જ બધા ને ફાળ પડે છે. શેઠ આવ્યા છે હવે તો નક્કી કાંઈક ના બનવાનું બનશે.

'શું વાત છે શેઠાણી?? તમે અને શ્વેતા આમ આંહૂડાં શેના પાડો છો?? શું થયું છે કોઈ વિગતે કહેશો??', શેઠ બોલ્યા.

'શેઠાણી બોલ્યા, શ્વેતાના ઘરવાળા સાવ પાયમાલ થવાના આરે આવી ઉભા છે. એમને ધંધામાં કોઈ મોટી ખોટ આવી પડી છે ને ઘર-જમીન, ઘરેણાં બધું જ વેચીએ તોય પાર આવે એમ નથી એટલે શ્વેતા રડતી અહીંયા આવી છે.'

'એવું તો શું નુકશાન થઇ ગયું છે કે આટલી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે?? વેવાઈને ફોન કરીને મારે જાતે જ મળવા જવું પડશે અને અપને છીએ તો ખરા બધું વેચી-વાચીને ક્યાં કઈ કરવાની જરૂર છે શેઠાણી! તમે વેવાણ સાથે વાત કરી કે નહિ?? આમ નાહકનું રડવાથી કઈ વળવાનું નથી અને શ્વેતા દીકરા, તારે ચિંતા નહિ કરવાની. તારો બાપ હજી જીવે છે. હું હમણાં જ વેવાઈ અને જમાઈ સાથે વાત કરું છું.'

'બાપુજી, વાત કરવાની જરૂર નથી. અમે ખૂદ જ અહીંયા આવી ગયા છે.', સંદીપ બોલ્યો(જમાઈ)

'અરે! એવો વેવાઈ અને સંદીપકુમાર. કેમ છો? હું તમને જ ફોન કરીને મળવા આવવાનું વિચારતો હતો. બેસો બેસો.... ભૂરા............ચાહ-પાણી નું કરજે.', શેઠ બોલ્યા.

'ધરમચંદજી, શું કહેવું કઈ ખબર પડતી નથી. અચાનક ફેક્ટરીમાં કેટલું મોટું નુકશાન થયું કે એ નુકશાની માલની બદલીમાં અમારે ઘર પણ વેચવું પડે એવી દશા છે. બધું જ ખુબ સરસ ચાલતું હતું પરંતુ ૨ અઠવાડિયાથી થોડું ડામા-ડોળ ચાલે છે. અમને એમ કે ધંધામાં થોડું નુકશાન તો થાય જ ને !સમય સાથે બધું જ ઠીક થઇ જશે એ વિચારથી બધું ચલાવી રહ્યા હતા. પરંતુ આ તો કાંઈક અલગ જ ચિત્ર બહાર આવ્યું. કઈ સમજાતું નથી કે આ બધું કોની બેદરકારીનું પરિણામ છે.', વેવાઈ બોલ્યા.

'ચિંતા કરો માં. આપણે એક જ પરિવાર છીએ. આમ કઈ હિંમત ના હારશો. બધું ટાઢે પડશે.', શેઠ બોલ્યા.

ચાહ-પાણી અને થોડી વાતો ચાલી પછી શેઠાણી આવ્યા.

'શેઠ, વેવાઈ અને જમાઈરાજ... માફી ઈચ્છું છું આપ સહુની વચ્ચે બોલવાની હિંમત કરી છે. પરંતુ શેઠ, મારે કાંઈક કહેવું છે. મને નથી ખબર કે હું સાચી છું કે ખોટી. પરંતુ મારી અંતરની વાત જે મનમાં ખટક્યા કરે એ સહન નથી થતું.', શેઠાણી બોલ્યા.

આખા ઓરડામાં નીરવ શાંતિ સ્થપાઈ ગઈ અને શેઠ આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા. વેવાઈ અને જમાઈની લાજ કાઢી શેઠાણી ઘુંઘટો તાણી ઉભા છે અને બોલે છે.

* શેઠાણી શું કેહવા માંગતા હશે?
* શું કોઈ નવો રાઝનો પડદો ખુલશે?
* કઈ વાત શેઠાણીના મનમાં ઘર કરી ગઈ હશે?
* શું શેઠ આ બધી વાતો સાંભળવા તૈયાર થશે?
* બીજી બાજુ કાનજી અને એનો પરિવાર શું વિચારી રહ્યો હશે?
* જમીન કાનજી પાસે રહશે કે કેમ?

જોઈએ આવતા અંકમાં...

આપણા અભિપ્રાય સાથે..


-બિનલ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED