કર્મયોગી કાનજી BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મયોગી કાનજી

કર્મયોગી કાનજી

'કાનજી, શું તમે આમ ચૂપ બેસી રહ્યા છો?? કશું કેહવું નથી તમારે? ચૂપ રેહવું એ તમારા અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે, તમારી પ્રતિષ્ઠાને પગ નીચે કચડી નાખશે. સાહેબ, હાથ જોડું છું તમને, કાંઈક બોલો. તમારા શબ્દોના વજ્રઘાથી વળતો જવાબ આપો.', સોમજીએ કહ્યું.

નાંદોલ ગામ,સીમાડાની નજીકનો પટ્ટો, એમાં કાનજી અને એનો પરિવાર રહે. કાનજી ઉંમરમાં તો 50 વટાવી ચુક્યા હતા છતાં આખા ગામમાં બધા એમને 'કાનજી' કહીને જ બોલાવે. ગામ આખું ગોટે ચડે ત્યારે કાનજી પાસે કોઈકને કોઈક રસ્તો મળી જ રહે. ભણતરમાં તો શું હવે, ૭ ચોપડી ભણ્યા પછી પરિવારની પરિસ્થિતિ લથડતી ગઈ અને માં-બાપ બંનેનો સાથે ઘણા નાનપણમાં જ છૂટી ગયો એટલે કાનજી દાદા-દાદી અને બહેનો સાથે મોટો થયો. ખેતરમાં ખેતી કરવાની અને કમાઈ કરવાની, નવી-નવી ટેકનોલોજી લાવતો જાય, શીખતો જાય અને પરિવારને સંતોષે. બંને બહેનો સાથે મેળાપ પણ એટલો જ પ્રેમાળ. નાની ઉંમરથી જ બધી જ જવાબદારીનો જોડ સાથે લઈને જ ચાલ્યો એટલે સમજણ અને સહન-શક્તિ બંને ખૂબ સારા. દાદીમા પાસેથી સંસ્કારોનો પોટલું લઈને ખૂબ પ્રેમથી એનું જતન રોજિંદા જીવનમાં કરતો. સ્વભાવે નરમ, પ્રામાણિક અને આખોબોલો. એક સજ્જન પુરુષ જ જોઈ લો. ગામમાં રહ્યો છતાં ગામના કોઈ અવાર છોકરા જેવા લખ્ખણ આવ્યા નહતા. સમયસર ૨ પાંદડે પણ થઇ ગયો અને અને બંને બહેનોને પણ પોતાના ઘરે વળાવી. હવે ઘરમાં પતિ-પત્ની,૨ બાળકો અને દાદા-દાદી કે જે હજી પણ અડીખમ દેખાય છે. નાનો પરિવાર, સુખી પરિવાર.

પરંતુ કહેવાય છે ને કે, સજ્જન માણસની ઉપર પ્રભુની નજર હંમેશા લાગેલી હોય અને પ્રભુની નજર હોય એટલે પરીક્ષા માટે તો તૈયાર જ રેહવું પડે ને! સાચા અને સજ્જન માણસ સાથે પ્રભુમાં અપાર શ્રદ્ધા વાળા માનવીઓએ સમય આવે પરીક્ષાની અઘરી ઘડી માંથી પસાર થવું જ પડે અને પોતાની પ્રભુ પ્રતેની શ્રદ્ધા કેટલી છે એ સાબિત કરવી પડે.

વર્ષોથી ગામમાં ખેતી કરતા ખેડૂતને એની જમીન "માં" જેટલી જ વહાલી હોય એ વાતમાં માલ તો છે જ. કાનજી તો પાક્કો ખેડૂત, જમીન અને પાક બંનેને એટલા સરસ રીતે સાચવે કે જાણે ઘરના સદસ્ય! આખો દિવસ ખેતરમાં કામ કરીને આવે, પાક વાવ્યો હોય ત્યારે તો વધારે ધ્યાન આપે અને રાતવાસો પણ ત્યાં જ કરે. લગભગ આખી જિંદગી ખેતી કરીને જ ગુજરાંત ચલાવ્યું અને સાથે બધા જ સારા-નરસા પરંગો ખેતીના સહારે જ પારે ઉતાર્યા પરંતુ આજનો દિવસ કેમેય કરીને પાર ઉતરતો નહતો.

'કાનજી, હજી તમે આમ ચૂપ જ બેઠા છો?? શું તમને નથી ખબર કે તમે આમ ચૂપ રેહશો તો તમારા કાળજાંથી પણ વધારે વહાલી આ જમીન તમારા હાથમાંથી નીકળી જશે??', સોમજી સવાલોનો મારો ચલાવે છે.

કાનજી અને સોમજી ખાસ મિત્રો, બચપણથી જ સાથે જ મોટા થયા અને જીવન આખું સાથે જ એકબીજાના સારા-નરસા પ્રસંગમાં ભાઈઓ જેટલા જ પ્રેમથી રહ્યા. આજે કાનજી પર આભ તૂટી પડ્યું છે. જે જમીન પર કાનજી અને એનો પરિવાર પોતાનો હક સમજતો હતો એ હવે સરકાર હસ્તગત કરવાની છે. મોટા માથા વાળા માણસોના મનમાં વસી ગઈ છે આ જમીન. ગામના સીમાડા પાસેથી પસાર થતી જમીન હોય એટલે એના ભાવ તો વધારે અવાના જ છે એ વાતની જાણ મોટા માથા વાળા લોકોને(ગામમાં ગર્ભશ્રીમંત, શેઠ કે કોઈ ધનાઢ્ય, વધારે પડતા આગળ રહીને આગેવાની કરતા વ્યક્તિને આ નામથી ઉદ્દેશાય) થઇ અને વર્ષો બાદ હવે ગરીબ, અભણ અને અશક્ત લોકો પાસેથી એ જમીન લઈને એમને ખેડૂત માંથી બાકાદ કરવાની તૈયારીમાં જોડાઈ ગયા છે. પહેલો જ વારો કાનજીનો આવ્યો. કારણ? કાનજીની જમીન સીમાડા પાસે જ હતી, રોડની એકદમ લગોલગ જમીન એટલે ભવિષ્યમાં કાનજી પણ ધનાઢ્ય કુટુંબમાં આવી શકે અને પોતાની હરીફાઈમાં આવતા લોકોને નીચે પડી દેવાની દાનત મોટા માથા વાળા લોકોમાં વધારે જોવા મળે.

'સોમજી, તું મને ક્યારનો એક જ વાત પૂછે છે કે હું ચૂપ કેમ છું?? મારી પાસે તારા સવાલના જવાબ છે. આપણી જમીન આપણને કેટલી પ્રિય છે એ તો તું જાણે જ છે ને? આપણે આ જમીન માટે થઈને ગમે તે કરી શકીએ એ વાત પણ નક્કી. કાયદેસર પગલાં લઈને આપણે જમીનને બચાવી શકીએ એટલે જ હું ૧૦ દિવસ પહેલા જ થાણામાં રિપોર્ટ કરાવી આવ્યો છું પરંતુ જે પ્રકારે સરકારી જમાઈઓનું(સરકારી નોકરી કરતા લોકોને ગામડામાં આવા નામે બોલાવાય છે) વર્તન હતું મને કોઈ કાળે ભરોસો આવતો નથી કે એ લોકો કાંઈક પગલાં લેશે.', કાનજીએ સોમનજીને સમજાવ્યો.

કેવા દિવસો છે ને સાહેબ? સાચો માણસ પોતાના હક માટે લડે ત્યાં એને પલે-પલે ઠોકરો મળે, કલિયુગ ઘર કરીને બેઠો છે એવી પ્રતીતિ થાય, માણસ જાણે કે જાનવર બનીને પોતાના જ લોકોનો શિકાર કરી રહ્યો છે એવો ભાસ થાય.


પેલી કહેવત સાચી ઠરી.
'એસા કલિયુગ આયેગા, હંસ ચુગેગ દાન, કૌઆ મોતી ખાયેગા!'
ખરો ખેલ તો હવે જોવાનો છે સાહેબ!

'કાનજી, ભાયા... તારી વાત તો સાચી છે પરંતુ આપણે હાથ પર હાથ રાખીને બેસી રહીશું તો આ બધું કેમનું પાર પડશે? આપણે બળથી નહિ પણ કળથી કામ લેવું પડશે. ચાલો, હવે ઘરે જઈને થોડો આરામ કરીએ પછી જોઈએ કે શું કરવું છે! ચાહની ચુસ્કી લઈશું ને એટલે આપમેળે તાજા વિચારોની સરગમ વાગશે.', સોમજીએ કહ્યું.

'હાલો ત્યારે,. આપણું ખેતર છે ત્યાં જ ચૂલે ચાહ બાનવીને પીએ.'

બંને દોસ્તારોના માથે ગજબની દુવિધા આવી પડી છે. હજી ઘરે કોઈએ વાત કરી નથી. જીવનની મૂડી ગણી શકાય એવી જમીન હાથ નીચેથી સરી જવાની છે એ વાતની જાણ હજી ઘરમાં થઇ નથી એટલે વિચારોનું ઘોડાપુર તો ક્યારનું વરસી રહ્યું છે. ચાહનો ચૂલો સળગાવ્યો અને પછી ખાટલો ઢાળીને બંને જરા આરામ ફરમાવવા બેઠા ત્યાં જ થાણાથી પોલીસ આવે છે

'સોમજી, આજે દિલ ખોલીને તારી સાથે વાતો કરવી છે. બસ, તું મને સાંભળજે.
આટલી મોટી દુવિધા આવી પડી છે પરંતુ મારા મનમાં એની કોઈ ખાસ અસર થતી નથી એટલે કે મને ડર નથી લાગતો. મનમાં એક પ્રભુ પ્રતેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે જે મને એટલી ખાતરી જરૂર આપે છે કે મારા સિદ્ધાંતોની ડોર એટલી મજબૂત છે કે એને કોઈ ડગાવી શકે એમ નથી. હું સાચી નીતિમત્તામાં માનું છું. ખોટું કરીને ખાઈ લેવું એના કરતા સાચું બોલીને ભૂખ્યા રેહવું મારે મન વધારે યોગ્ય છે. ખાસ બહુ વધારે જ્ઞાન તો મારી 'બા'એ એમને આપ્યું નથી પરંતુ એક વાત જરૂર શીખવાડી કે સિદ્ધાંતો, નીતિમત્તા, પ્રામાણિકતા, સહનશીલતા, સાહસિકતા અને હકારાત્મક વલણ આ બધું જ સાથે રાખીને ચાલીશ તો જીવનમાં તકલીફોથી દૂર રહી શકીશ અને હા! કદાચ તકલીફ આવશે તો પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપોઆપ મળી જશે. ખાસ મારી 'બા' મને 'કર્મના સિદ્ધાંતો' ખૂબ સમજાવતી. 'જેવું કરો તેવું ભરો' આ જે કુદરતનો નિયમ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારી જમીન એ મારી મૂડી ચોક્કસ છે પરંતુ મારા સિદ્ધાંતોની મૂડીથી વધારે નથી. જમીન કદાચ હાથમાંથી જતી પણ રહશે તો થોડા દિવસ તકલીફ પડશે પરંતુ જો એકવાર સિદ્ધાંતોની મૂડી હું જતી કરીશ તો એ જીવનમાં ક્યારેય પરત નહિ મેળવી શકું.', કાનજીએ કહ્યું.

કાનજીએ આજે મન મૂકીને દિલની વાતો સોમજી સામે મૂકી. વાતમાં દમ તો છે સાથે-સાથે એક ઓછું ભણતર મેળવનાર ગામઠી ખેડૂત પાસે જીવનનું ચણતર કેવી રીતે કરવું એની સમજ ખૂબ પાકા પાયાની છે. થાણાથી આવેલ પોલીસ દૂર રહીને વાતું સાંભળી અને ત્યાંથી જ પાછા વળી ગયા. સાંજનો સૂરજ એક શમણું બનીને આથમી ગયો. અમાસની રાત વીતી અને સુદનો સૂરજ ઉગ્યો.

'અરે! સોમા, મોંસૂંઝણું થયું. હાલ ઝટ, ઘેર જવાનું છે. આપણી વાતોમાં આ રાત ક્યાં વીતી ગઈ ખબર જ ના રહી. ઘેર બધા વાટ જોતા હશે અને આજે તો આપણે બહુ બધા કામ કરવાના છે.', કાનજીએ જાગતા વ્હેંત કહ્યું.

સોમજી આળસ મરડીને ઉભો થયો. બંને દોસ્તો ફરી નીકળી પડ્યા આશાની કિરણનો અજવાસ લઈને. આજનો સૂરજ શું લઈને આવે છે એ જોઈએ. બંને મિત્રો ઘર તરફ પહોંચ્યા ત્યાં બંનેના ઘરવાળા બહાર જ એમની વાટ જોઈને બેઠા હોય એમ એકીશ્વાસે સવાલોના પોટલાં ખોલવા મંડ્યા.

'આ બધું શું થઇ રહ્યું છે?? તમે આખી રાત ક્યાં હતા? આપણી જમીન તમે વેચવા કાઢી હતી?? આ સરકારી માણસો ઘરે આવીને આ બધા કાગળો આપી ગયા છે. જવાબમાં કાંઈક તો ઉચ્ચારો. કેટલાય દિવસથી હું જોઉં છું કે તમારું વર્તન પહેલા જેવું નથી રહ્યું. શું વાત છે ? જરાક વિસ્તારથી કહો આજે.', કાનજીની ઘરવાળી આવતા વ્હેંત જ બોલી.

બંને મિત્રો જાણે હેબતાઈ જ ગયા. અરે! આપણે જે વાત આજે ઘરમાં કહેવાના હતા એ વાત બહારથી ખબર પડી ગઈ? હવે શું જવાબ આપીશું ?? પોતાની જાતને તો સમજાવી શકીએ પરંતુ આ ઘરના સ્ત્રીવર્ગ અને બાળકોને કેવી રીતે સમજાવીશું? આટલી સમજશક્તિ એ લોકો કેળવી શકશે?? બંનેના મગજમાં હાજર સવાલોના વંટોળિયા ચાલ્યા.

'શું વાત છે?? આજે આમ સવાર-સવારમાં કેમ રાડું પાડો છો?? કોણ આવ્યું હતું? કયા કાગળો થમાવી ગયા છે? બતાવો જરાક...',

કાગળ હાથમાં આપીને કાનજીના ઘરવાળા આતુરતાથી જવાબની રાહ જોઈ રહ્યા છે. કાન્જીને લખતા વાંચતા આવડે એટલે ગુજરાતીમાં લખેલ આખો સરકારી કાગળ વાંચીને એને વિશ્વાસ જ ના આવ્યો કે આ બધું બન્યું કઈ રીતે? એક રાતમાં તો જાણે જિંદગી અને સમય બધું જ બદલાઈ ગયું. સમયે એવો તો કેવો પલટો માર્યો કે વિચારોની આખી વિચારધારા જ બદલાઈ ગઈ? કાનજી જાણે શિથિલ થઇ ગયો અને સોમજી સામે એકીટસે જોવા લાગ્યો.

'શું વાત છે કાનજી ?? આમ સ્તબ્ધ કેમ થઇ ગયો?', સોમજી એ પૂછ્યું

'અરે! હવે બોલશો કાંઈક કે આમ પથ્થરની મુરત બનીને બેસી જ રહેશો?? આ જમીનના શું ડખા છે??', કાનજીની પત્ની જરાક વધારે ગુસ્સેથી બરાડી.

'કાંઈ નથી. ચિંતાની વાત કાલ સુધી હતી. કોર્ટમાંથી કાગળ આવ્યું છે કે આપણી સીમાડા વાળી જમીન આપના પોતાના હકની જ છે અને એની પર કોઈ ગેરકાયદેસર રીતે હક જમાવવાની
કોશિશ નહિ કરી શકે અને જો કોઈ કારણસર એવું થાય તો આપણે સરકારી વકીલની મદદ લઈને વિનામૂલ્યે કેસ કરી શકીશું. આપણી જમીન પર કોઈ ઉની આંચ હવે નથી આવવાની.. સોમા,,,, આ તો ગજબ થઇ ગયું દોસ્ત. પરંતુ આવું ચોખ્ખુ ગુજરાતી લખાણ કોર્ટના ફરમાન સાથે કોને કરાવ્યું હશે?? એક રાતમાં આ બધું શું થઇ ગયું??'

અરે! દોસ્ત... આ તો ચમત્કાર જ કહેવાય... આવું તો આપણે સપને પણ નહતું વિચાર્યું. પરંતુ આ બધું થયું કાંઈ રીતે? દોસ્ત, લાગે છે કુદરત આપણી સાથે છે. કાલે તારી જે સમજદારી ભરેલી વાતોમાં આજે મને ખરેખર કાંઈક તથ્ય છુપાયેલું લાગે છે. તું જ કર્મ અને ધર્મની વાતો કરતો હતો કાલે તો મને ખાસ બહુ રસ ના પડ્યો પરંતુ આજે કુદરતે સાબિત કર્યું કે જેવું કરો તેવું પામો. ધન્ય છે કુદરતની લીલાને. માની ગયા આજે આપણે! ખૂબ ખૂબ અભિનંદન કાનજી..', સોમો ખુશખુશાલ થઈને ઉછાળી પડ્યો.

'વિજયના બાપુ, આ બધું શું વાતું કરી રહ્યા છો તમે બંને દોસ્તારો? અમને પણ વિગતવાર કહો.', કાનજીની પત્ની બોલી.

આખી વાતો ચાલતી હતી ત્યાં જ પોલીસ થાણાથી સરકારી અધિકારીની ગાડી આવીને ઉભી રહી અને સરકારી અધિકારીઓ કાનજી તરફ આવતા દેખાયા.

'હું ઈંસ્પેક્ટર વાકાણી. તમે મને નહિ જાણતા હોવ પરંતુ કાનજીભાઈ હું તમને બહુ સારી રીતે જાણી ગયો છું. તમારા જમીન અંગેની આખી નોંધ જે તમે મને થાણામાં આવીને લખાવી હતી એ મેં વાંચી અને હું તમને સમજાવવા આવી રહ્યો હતો કે તમે આ જમીનના ચક્કરમાંથી દૂર થઇ જાઓ કારણ કે સામે પક્ષે જે માણસ તમારી જમીન પર લાળ ટપકાવીને બેઠો છે એ માણસનું માથું બહુ મોટું છે. ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. તમારો નાનકડો સુખી પરિવાર રખે-દખે થઇ શકે છે. પરિવારની શાનથી છીનવાઈ જાય એના કરતા જમીન જતી રહે એ વધારે સારું. હું આ જ વાત કરવા તમારા ખેતરમાં આવી રહ્યો હતો ત્યારે જ મેં તમારી અને તમારા દોસ્ત સોમજીની વાત સાંભળી અને તમારા વિચારો, સમજણ, બુદ્ધિમત્તા, બહાદુરી, પ્રામાણિકતા, દૃઢ નિશ્ચય અને કર્મની વાતો સાંભળીને મારી હિંમત ના થઇ કે હું તમને પાછી-પાની કરવાનું કહી શકું એટલે હું ત્યાંથી જ પાછો વાળી ગયો અને રસ્તામાં વિચારતો વિચારતો ઘરે આવ્યો. આખી રાત જાણે વિચારોમાં જ કાઢી. સવાર ઉઠીને વહેલા કોર્ટ ગયો અને આ કાગળ તૈયાર કરાવીને મેં આપના ઘરે પોસ્ટ કરાવ્યું. પહેલા તો હું પોતે જ આવવાનો હતો કાગળ સાથે પરંતુ મેં વિચાર્યું કે તમને ખુશીના સમાચાર સરપ્રાઈઝમાં આપું એટલે પહેલા કાગળને મોકલ્યો અને પાછી હું પધાર્યો.', વાકાણી સાહેબ બોલ્યા.

'ઓહહ!!!! આટલી બધી વાત આગળ વધી ગઈ છતાં વિજયના બાપુ તમે ઘરમાં વાતની ગંધ શુધ્ધા ના આવવા દીધી?? તમે રાત-દિ' એટલા તકલીફમાં હતા છતાં કાંઈ કીધું કેમ નહિ?? શું તમને તમારા પરિવાર પર કે મારા પર ભરોસો નથી??? તમે તમારો પતિધર્મ, પિતાધર્મ નિભાવી ધન્ય થયા અને મને મોકો ના આપ્યો કે હું મારા પત્નીધર્મ નિભાવી શકું?? તમારા દરેક સારા-નરસા સમયમાં મેં તમને સાથ આપ્યો છે છતાં તમે બધું એકલા હાથે કેમ કર્યું? તમે ખરેખર ખૂબ મહાન છો એ વાત તો હું જાણતી જ હતી આજે સાબિત થઇ ગઈ કે તમે ખરેખર પતિ નહિ પરંતુ પરમેશ્વર પણ છો. ધન્ય છું હું કે મને તમારા જેવા પતિદેવ મળ્યા છે.', કાનજીની પત્ની એકીશ્વાસે બોલીને થોડી ગળગળી થઇ ગઈ.

'વિજયની "માં', તમે પણ ક્યાં ઓછું કર્યું છે અમારા બધા માટે?? આખી જિંદગી મારા જેવા ગરીબ માણસ સાથે હસતા મોઢે વિતાવી છે હવે ૫૦ના આધેડ સમયે હું તમને શાંતિનું જીવન ના આપી શકું તો શું કામનું?? તમને ના કહેવાનું મારુ બીજું કોઈ કારણ નહતું અને આજે આ બધું થયું એ તો ચમત્કાર જ ગણી શકાય નહિ તો આજે તમને બધું જ જણાવી દઈશું એવું અમે ખેતરેથી નક્કી કરીને જ આવ્યા હતા એટલે તમે હવે નાહકની ચિંતા કરો માં અને વિજયને કાંઈ વાત કરવાની જરૂર નથી. હવે બધું સરેળે પડી ગયું છે એટલે ખોટું એને કહીને એના ભણતરના દિવસો ના બગાડશો.', કાનજી બોલ્યો

ઘરના આંગણમાં જ આ બધી ચર્ચા ચાલે છે અને ત્યાં જ વિજયની એન્ટ્રી પડી.

'વાહ!! ધન્ય છે આવા માં-બાપને. હું ખરેખર ખૂબ નસીબદાર છું એ મને આજે સમજાઈ ગયું. હું શહેરમાં રહીને ડૉક્ટર બનું એટલે મારા માં-બાપ અહીંયા ગમે તે પરિસ્થિતિમાં જીવન ગુજરી રહ્યા છે. મને ફૉનમાં હસતા મોઢે જવાબ આપે એટલે મને એમની તકલીફની ભનક ના થાય. આજે અચાનક તમને બંનેને સરપ્રાઈઝ આપવા જ આવ્યો હતો. મારુ રિઝલ્ટ આવી ગયું છે હવે ખાલી ઇન્ટરશીપ જ કરવાની છે અને પછી એક એક લાસ્ટ એગ્ઝમ એટલે તમારો દીકરો ડૉક્ટર કાનજીભાઈ.(હસતા હસતા ભેટી પડ્યો). અને હા, મારી મધર ઇન્ડિયા તમે હવે આમ અશ્રુધારા વહેવડાવવાનું બંધ કરો અને મને કાંઈક જમાડો, મને ખૂબ ભૂખ લાગી છે. તમને સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં સવારથી મેં ટ્રેનમાં પણ કાંઈ ખાધું નથી.(મમ્મીને ભેટી થોડો ઢીલો થઇ ગયો).', વિજયના શબ્દો ખુશી બની વરસી પડ્યા.

'ચાલો, કાનજીભાઈ,સોમજીભાઈ......... રજા લઈએ. હવે, ફરી સારા સમયમાં મુલાકાત થાય એવી પ્રભુને પ્રાર્થના. તમ-તમારે જલસાથી જીવો અને હસતા રેહજો. કાંઈ કામ-કાજ હોય તો કહેવડાવજો.', ઈંસ્પેક્ટર વાકાણી રવાના થયા.

વધુ આવતા અંકે........


આપના અભિપ્રાય સહ.


-બિનલ પટેલ