KING - POWER OF EMPIRE 17 A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE 17

(આગળ ના ભાગમાં જોયું કે સુનિતા ની આત્મહત્યા નું કારણ શૌર્ય અને તેનાં મિત્રો ને ખબર પડે છે અને ઘટનાસ્થળ પર રૉકી આવી પહોંચે છે અને સુનિતા ને બધાં ની નજરો મા બદનામ કરે છે અને ટોળાં ને વિખેરવા નો પ્રયાસ કરે છે, શૌર્ય તેને નામર્દ કહી ને ઉશ્કરે છે, શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે આવો જાણીએ )

કોઈ એ તેને નામર્દ કહી ને સંબોધયો એ સાંભળીને રૉકી ગુસ્સે ભરાયો અને જે તરફ થી અવાજ આવ્યો તે બાજુ પલટયો.

“આમ નામર્દ બની ને કોઈ ની ઈજ્જત ઉછાળવાનો બહુ શોખ છે ” શૌર્ય એ તેની નજીક જતાં કહ્યું

“લાગે છે તારી ચસકી ગઈ છે જો સિંહ ના મોં મા હાથ નાખે છે ” રૉકી એ ગુસ્સામાં કહ્યું

“સિંહ અને તું.... અરે આવાં છ-સાત ચાપલૂસી કરનારાં સાથે લઇને પોતાના સિંહ ન સમજ તારી ઔકાત ગલી ના કૂતરાં થી વધારે નથી ” શૌર્ય એ હસતાં કહ્યું

“મને મારી ઔકાત બતાવવા વાળો તું છે કોણ? ” રૉકી એ ગુસ્સામાં કહ્યું

“નામ જાણી ને તું શું કરી પણ એટલું જાણી લે જેને તે હમણાં બદનામ કરી એ મને ભાઈ માનતી હતી ” શૌર્ય એ કહ્યું 

“ઓહહહ તો તું સુનિતા ની વાત કરે છે જો એ પ્રેગ્નેટ હતી એ મને ખબર છે પણ યાર આટલાં બધાં સાથે રાતો રંગીન કરી તો પછી કોને ખબર કોનું પાપ એ મારા ગળે બાંધવા લાગી ” રૉકી એ કહ્યું 

“આમ પણ તારી બહેન તો વેશ્યા હતી ” રૉકી ના એક મિત્ર એ હસતાં હસતાં કહ્યું અને તે શૌર્ય પાસે ગયો અને તેનો કૉલર પકડયો 

“અરે જવા દે નહીં તો ડરી જશે બિચારો ” રૉકી એ હસતાં હસતાં કહ્યું અને તેનાં મિત્રો પણ હસવાં લાગ્યા 

શૌર્ય એ પેલાં નો હાથ પકડીને જોરથી દબાવયો એટલે તેની પકડ ઢીલી પડી અને શૌર્ય તેની છાતી પર એક જોરદાર મુકકો માર્યા અને પેલો દૂર ધકેલાયો 

“આવા માર થી આને કંઈ ફરક નહીં પડે ” રૉકી એ કહ્યું અને તે તેના મિત્ર સામે જોયું તો તેનાં મૌં માંથી લોહી નીકળતું હતું અને તે ત્યાં જ ઢળી પડયો 

“રૉકી વાર હું એકવાર જ કરું છું પણ જોરદાર કરું છું ” શૌર્ય એ હાથ મક્કમ કરતાં કહ્યું 

પ્રીતિ, શ્રેયા અને અક્ષય તો શૌર્ય નું આ રૂપ તો જોઈ જ રહ્યાં

“મારી સામે શું જુવો છો મારો આને ” રૉકી એ તેનાં મિત્રો ને કહ્યું 

એક એ હાથમાં હૉકી લીધી અને શૌર્ય તરફ દોડયો અને તેનાં પર પ્રહાર કર્યો, શૌર્ય એ તેનો હાથ પકડીને જોર થી એક મૂકકો મારયો તેનાં હાથમાંથી હૉકી છૂટી અને તે ઢળી પડયો, હોકી નીચે પડે તે પહેલાં જ શૌર્ય એ હાથમાં લઇ લીધી અને સામે થી આવતાં બે છોકરાં માંથી એક ના માથામાં જોરથી મારી પહેલાં માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તે પડી ગયો હૉકી ના બે ટુકડાં થઈ ગયા શૌર્ય એ હાથમાં રહેલા હૉકી ના ટુકડાં ને બીજા છોકરાં ના સાથળ ની આરપાર કરી દિધો અને પેલાં એ જોરથી ચીસ પાડી અને તે ત્યાં જ પડી ગયો. 

પ્રીતિ શૌર્ય ને આવી રીતે જોઈ ને ડરી ગઈ, શૌર્ય ને ખ્યાલ આવ્યો કે આ તો કોલેજ સ્ટુડન્ટ છે તેને આવી રીતે મારવા યોગ્ય નથી, આ જોઈ ને તો રૉકી પરસેવે થી રેબઝેબ થઈ ગયો, તેણે પાછળ જોયુ તો તેનાં બાકી ના મિત્રો ત્યાં થી ભાગી ગયા હતા 

શૌર્ય એ રૉકી ની કૉલર પકડી ને ખેંચ્યો અને ઉપરાઉપરી ચાર મૂકકા તેનાં પેટ પર માર્યા, તેણે રૉકી નુ માથું પકડી ને આગળ લઈ ગયો અને થાંભલા સાથે ભટકાડયું, રૉકી ના માથાં માંથી લોહી નીકળવા લાગ્યું, ત્યાં જ પોલીસ ની ગાડી નો અવાજ આવ્યો, પ્રીતિ શૌર્ય તરફ દોડી અને તેને રોકયો, “શૌર્ય બસ, હવે નહીં પોલીસ આવી ગઈ છે ”

“હું આને નહીં છોડું ” શૌર્ય એ રૉકી તરફ જોતાં કહ્યું

પોલીસ ની જીપ ત્યાં આવી ને ઉભી રહી, તેમાં થી એક ઇન્સપેક્ટર નીચે ઉતર્યા, તેનાં શર્ટ ના બે બટન ખૂલાં હતાં અને મોં મા પાન ભર્યુ હતું, તે આગળ ચાલ્યો ત્યાં એક બોર્ડ મારેલું હતું, “यह थूंकना मना है | ” તે ત્યાં જઈને થૂંકયો 

“આ આત્મહત્યા અહીં જ થઈ છે ” તેણે સાથે રહેલાં હવાલદાર ને કહ્યું 

“હા સાહેબ એક છોકરી એ કરી આત્મહત્યા ”હવાલદારે કહ્યું

“સાલું સવાર મા કયાં હરામી નું મોઢું જોયું તું કે આવા કેસ મારી પાસે આવે છે ” તેણે મોઢું બગાડતાં કહ્યું

ઇન્સપેક્ટર ની નજર રૉકી પર પડી અને તે તરત જ રૉકી પાસે ગયો ,
“અરે રૉકી બાબા તમે અહીં.…? અને તમારી આ હાલત.... ”

રૉકી એ શૌર્ય તરફ ઈશારો કર્યો, પ્રીતિ શૌર્ય ને સમજાવી રહી હતી, 
“ધ્યાન થી સાંભળ પાવલે આને કોઈ પણ કેસમાં અંદર કરી દે સમજયો ” રૉકી એ તેનો કૉલર પકડતાં કહ્યું

“અરે રૉકી બાબા તમે ચિંતા ના કરો, તમે આરામ થી ઘરે જાવ હું નોકર સરકાર નો છું પણ પગાર તો તમારા પિતાજી આપે છે ” ઈન્સ્પેકટર પાવલે એ કહ્યું 

તેણે હવાલદાર ને કહ્યું કે તે રૉકી ને ઘર સુધી પહોંચાડી દે, રૉકી ત્યાં થી નીકળી ગયો, પાવલે શૌર્ય પાસે પહોચ્યો, “તો તું છે જે કૉલેજ કેમ્પસમાં ગુંડાગીરી કરે છે ” 

“ના સર જરૂર કોઈ ભૂલ થઈ હશે ” શૌર્ય એ શાંત પડતાં કહ્યું

“મતલબ તું કહેવા માંગે છે કે હું ખોટો છું અહીં ટાઈમપાસ કરવા આવ્યો છું ” પાવલે એ ગુસ્સામાં કહ્યું 

“ના સર એવું નથી ” શૌર્ય એ કહ્યું 

“એક તો MLA રવિ યાદવજી ના છોકરાં ને માર્યો અને ઉપરથી મને સમજાવે છે ” પાવલે એ કહ્યું 

શૌર્ય સમજી ગયો કે આ તેનો પ્યાદો છે, પ્રીતિ આગળ આવી ને કહ્યું, 
“તેમાં ભૂલ રૉકી ની છે તેનાં કારણે એક છોકરી એ આત્મહત્યા કરી છે તમારે એને અરેસ્ટ કરવો જોઈએ ”

“ઓ મેડમ મને મારી ડયુટી ન સમજાવ ” પાવલે એ કહ્યું 

“પણ અમારી પાસે સબૂત છે ” પ્રીતિ એ ચિઠ્ઠી આગળ કરતાં કહ્યું 

ઈન્સ્પેકટર પાવલે એ ચિઠ્ઠી લઈને ખિસ્સામાં નાખી દીધી અને કહ્યું, “એ હું મારી રીતે તપાસ કરી અત્યારે તું મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ ” પાવલે એ શૌર્ય નો હાથ પકડીને કહ્યું

થોડીવાર માટે શૌર્ય ને ગુસ્સો તો આવ્યો પણ તે શાંત પડયો કારણ કે તે કોઈ બીજું વધારવા માંગતો ન હતો અને તેને ખબર હતી તે લાંબો સમય જેલમાં રહેવાનો પણ નથી. 

“પણ સર.... ” પ્રીતિ બોલવા જતી હતી ત્યાં શૌર્ય એ તેને અટકાવી અને નકાર મા માથું ધુણાવી ને કંઈ ન બોલવા કહ્યું

ઈન્સ્પેકટર પાવલે એ શૌર્ય ને જીપમાં બેસાડયો અને ત્યાં થી નીકળી ગયા. 

પરિસ્થિતિ હવે ગંભીર બની ગઈ હતી, શું શૌર્ય જેલમાંથી બહાર નીકળી શકશે ? , શું પ્રીતિ શૌર્ય ને બહાર લાવવા પ્રયત્ન કરશે અને જયારે S.P. અને અર્જુન ને આ વાત ની ખબર પડશે?, શું રવિ યાદવ પોતાના દિકરા સાથે થયેલ ઘટના માટે શૌર્ય ને ફસાવવાનો પ્રયત્ન કરશે? પ્રશ્ન બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતાં રહ્યો, “KING - POWER OF EMPIRE ”