મારી કલમે maulin champanery દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

મારી કલમે

મન બહુ વિચારો માં છે, હૈયું ભારે ભારે થાય છે,ગળા માં ડુમોં ભરાયો છે અને આંખો માં પાણી સાથે લખવા જઈ રહ્યો છું. ભગવાન ની કેવી લીલા છે, જે ગમે છે એ વ્યક્તિ નો સંગાથ મળતો નથી. એ મિત્ર જીવન માં નથી છતાંય જીવ એને મેળવવા મથે છે. અથાગ પ્રયત્નો કર્યા, છેલ્લે સુધી લડી લીધું. મિત્રો, સ્વજનો બધા ના પ્રયત્નો અને મારી ખુદ ની તો વાત રેવાદો. મારું સ્વામાન, મારો દ્રષ્ટિકોણ,  મારો અભિગમ બધું જ નેવે મૂક્યું એ મિત્ર ને મેળવવા પરંતુ છેલ્લે નિષ્ફ્ળતા જ સાપડી. દરરોજ મન અને મગજ નું દ્વન્દ્વ યુદ્ધ સર્જાય છે અને આંખો એ પરિણામ ચૂકવું પડે છે. કઁટાળી ગયો, હારી ગયો, મન્દીરો મસ્જિદો દરગાહો ના પગથિયાં ઘસી નાખ્યા, શ્રદ્ધા તૂટી ગઈ પણ સફળતા ના જ સાપડી ખબર નહિ માલિક ની શું મરજી છે. ઘણું કર્યું છતાં હજુ થાકતો નથી, હૃદય ના એક ખૂણા માં હજુ વિશ્વાસ કાયમ છે કે ના એક દિવસ આવશે કે કૃષ્ણ સુદામા જેમ અમારો પણ ક્યારેક મેળાપ થાશે. એટલી પાક્કી ભાઈબંધી કે લોકો પણ વાહ વાહ કરતા, જ્યાં જઈએ ત્યાં સાથે જ હોઈએ. કોઈ કહે  કરણ અર્જુન, કોઈ કહે કૃષ્ણ સુદામા તો કોઈ કહે રામ લક્ષ્મણ. આ માત્ર લખવા પૂરતું નથી લોકો એ કહેલું છે. અમે બન્ને સાથે જીવન ને એકદમ ખુમારી થી જીવતા, જલસા કરતા, હરવા ફરવા અને રખડવા ની તો વાત જ મૂકી દો. ભાઈ નું બાઈક લઈને બવ ગામતરા કર્યા અમદાવાદ થી ભાવનગર, ભાવનગર થી કચ્છ, વળી કચ્છ થી રાજકોટ, રાજકોટ થી જૂનાગઢ અને જૂનાગઢ થી ભાવનગર અને બીજા નાના મોટા તો ઘણા પ્રવાસો. ખાવા પીવા ના અને કપડાં ખરીદી ના પણ બન્ને એટલા જ શોખીન. બધા જ શોખ ની સામ્યતા ના કારણે જ ભગવાન એ અમને મેળવ્યા હશે ક્યારેક તો એવુ લાગતું. બન્ને એકબીજા ની ઢાલ સમાન. એના માટે હું એક શબ્દ ના સાખી લવ કે એ મારાં માટે એક શબ્દ ના સાંભળી શકે. ક્યારેક તો અન્ય મિત્રો જોઈ ને ઈર્ષા કરતા કે બન્ને કેવા જલસા કરે છે. જિંદગી ને પણ કદાચ એવુ લાગતું હશે કે આ બન્ને જ મને જિંદાદિલી થી જીવે છે. ઘર ના નાના માં નાના પ્રસંગ માં પણ એકબીજા ની હાજરી અચૂક જોઈતી. ઘરે શિરો બનતો તો પણ ભાઈ માટે એનો હિસ્સો કાઢી ને મૂકી રાખતો વાટકી માં. એ એના વતન જતો ત્યારે મારાં માટે પણ કંઈક કંઈક તો લઇ જ આવતો. જીવન જીવવાનું અગાવ થી પ્લાંનિંગ કરી રાખતા. રવિવાર આવતો હોય એટલે ગુરુવાર થી આયોજન થઇ જતું કે આ રવિવારે ક્યાં જવુ. બાધા તહેવારો ની પણ સાથે જ ઉજવણી કરવાની. શોખ ની સાથે સાથે બન્ને આધ્યાત્મિક પણ એટલા, દર શનિવારે હનુમાન જી ના મંદિરે જવાનું અને રવિવારે અન્ય કોઈ મન્દિર જવાનું છેલ્લે ક્યાય નહિ તો ઘન્ટાકરણ મહાવીર ના દેરાસરે જઈ સુખડી નો થાળ કરવાનો અને સુખડી ખાતા. હું મુંજાવ ત્યાં એને પૂછું અને એ મુંજાય કે કઈ મુશ્કેલી માં હોય એટલે મને ખબર પડી જ જતી પછી સામેથી જ પૂછી બેસતો *ભાઈ શું મૂંઝવણ માં છો?* એના મોં પર ની ભંગીમાં જોઈને અને અવાજ પર થી જ ખબર પડી જતી કે ભાઈ કંઈક મુશ્કેલી માં છે. Ane બન્ને એકબીજા ની મુશ્કેલી દૂર થાશે કે નહિ એ ના વિચારતા પણ શબ્દો વડે હિંમત આપતા અને છેલ્લે મુશ્કેલ હલ થઇ ગઈ હોય. ખબર નહિ પાછલા જન્મ નું કંઈક ઋણ હશે કે કદાચ પૂર્વ જન્મ માં બે ભાઈઓ જ હશું અને બાકી રહી ગયેલો હિસાબ ચુકવવા જ ભગવાને ભેગા કર્યા હોય એવુ લાગતું. જિંદગી ને એટલા વટ્ટ થી જીવતા કે જોનારા પણ બોલી ઉઠતા કે શું મિત્રતા છે બન્ને ની!! ઘણા લોકો ને તો એમ જ થતું કે બન્ને સગ્ગા ભાઈઓ છે. જીવન આમ જ એકદમ પાણી ના રેલા ની જેમ ચાલતું હતું વચ્ચે વચ્ચે ક્યારેક મતભેદ થતા પણ સબન્ધ સાચવવા માટે બે માંથી એક નમતું જોખી લેતા એટલે વાંધો ના આવતો. ભાઈ ને ઘણો ગુસ્સો આવતો મતભેદ થી પણ મને કદી ગુસ્સો નથી આવ્યો કે ખોટું પણ નથી લાગ્યું, હું એવુ માનતો કે જે આપડા હોય એનો ગુસ્સો પણ માન્ય છે. ધીમે ધીમે અગમ્ય કારણોસર ખાટું પડતું ગયું અને સમય નું એવુ ચક્ર ફર્યુ કે સામે મલ્યે બોલવાના વ્યવહાર પણ ના રહ્યા. મારાં તરફ થી તો સબન્ધ રાખવો જ હતો. મેં તો મળવાના અને સમાધાન ના પણ ઘણા પ્રયત્નો કર્યા પણ ભાઈ ટશ નો મશ ના થયો. મારાં પ્રયત્નો હજુ શરૂ જ છે અને મને વિશ્વાસ છે એકદિવસ અમે ફરી થી એક થશુ અને પહેલા કરતા પણ જિંદગી ને વધુ સારી રીતે જીવશું. આ મારી જિંદગી નો હાલ સુધી નો સૌથી ખરાબ પ્રસંગ બન્યો અને મને  ઘણો આઘાત લાગ્યો. છેલ્લા 6 મહિના થી મન ના ઊંડા ઘાવ ના કારણે મરવા માટે જીવતો હોવ એવુ લાગે છે અને મન બીજી દિશા માં કઈ વિચારતું જ નથી. મન માં આખો દિવસ એક જ કડવો પ્રશ્ન ઘૂમે છે *શું ભૂલ રહી ગઈ મારી?* અને *મારી સાથે જ એવું શા માટે?*

-મૌલિન ચાંપાનેરી (ભાવનગર)