મારી કલમે - 2 maulin champanery દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

મારી કલમે - 2

રાત ના નવ આસપાસ નો સમય હતો અને રોજ ની જેમ ભાઈ નો ફોન આવ્યો,ભાઈ નો અવાજ ઢીલો હતો અને તબિયત ઠીક ના હોય એવુ લાગ્યું, નિત્યક્રમ ની જેમ મને પૂછ્યું આવી ગયો જોબ પર થી? જમ્યો કઈ? હું એના અવાજ પર થી ઓળખી ગયો કે ભાઈ ની તબિયત ઠીક નથી, મેં પૂછ્યું ભાઈ ને પણ એ કહે નાના થોડું શરીર માં કળતર થાય છે.(ભાઈ અમદાવાદ માં નાઈટ શિફ્ટ વાળી ડ્યુટી માં હતો અને મારે દિવસ ની જનરલ શિફ્ટ હતી).

2016 ની દિવાળી નો એ સમય હતો, વાઘબારસ નો એ દિવસ, એ વર્ષે શિયાળા ની ઠંડી નો અહેસાસ થતો હતો. અમે અમદાવાદ ના ચન્દ્રનગર વિસ્તાર માં રૂમ ભાડે રાખી ને રહેતા હતા. ભાઈ સાથે વાત થયા પછી મન માં એક જાત ની ચિંતા હતી કે એની તબિયત તો ઠીક હશે ને? એ ભલે કહે કે બધું ઠીક છે પણ મને ખબર હતી કે એને મજા નથી. રૂમ માં અમે બન્ને જ નોકરિયાત હતા બાકી બધા સ્ટુડન્ટ હતા એટલે એ લોકો દિવાળી ની રજાઓ માં ઘરે ગયા હતા. રૂમ માં હું એકલો જ હતો અને ભાઈ ડ્યૂટી માં હતો, એની તબિયત ની ચિંતા માં ઊંઘ નોતી આવતી, આમતેમ આંટા માર્યા, જીવ ને કઈ ચેન નોતું પડતું ત્યાં જ ફોન ની રિંગ વાગી, ભાઈ નો ફોન હતો ઠુઠવાતા અવાજ સાથે ભાઈ કહે તબિયત બરોબર નથી, મેં કહ્યું તું ત્યાં જ રહે હું 15 મિનિટ માં પોંચ્યો.હું જેમતેમ કરી ને ઈસકોન પહોંચ્યો. ભાઈ ને ફોન કર્યોં એટલે એ નીચે આવ્યો અને અમે ઘરે ગયા. ભાઈ ને ખુબ તાવ હતો એટલે પાસે જે દવા હતી એ આપી ભાઈ ને. અડધો કલાક પછી ભાઈ ને ઠંડી ચડી,એક બે ત્રણ એમ કરતા કરતા રૂમ માં જેટલાં ગોદડાં હતા એ એને ઓઢાડી દીધા. તાવ માં વધારો થતો હતો. મને ખુબ ચિંતા હતી, મીઠાં વાળા પાણી ના પોતા મુકું, ઘડીક માથે તો ઘડીક પેટ પર, પગ માં બામ લગાવું તો ઘડીક હાથ માં બામ ઘસું પણ તાવ છે કે ઓછો જ ના થાય. હું ડરી ગયો કે હું શું કરુ, મુંજાઈ ગયો અજાણ્યું ગામ અને રાત નો સમય, હું કોને કહું? ક્યાં લઇ જાવ ભાઈ ને? ભાઈ ની આવી સ્થિતિ જોઈને હું રડવા લાગ્યો. મારી લાઈફ માં મેં એટલો તાવ નહતો જોયો. ભાઈ ને કંઈક થઇ જશે તો બસ તે એક જ બીક હતી મન માં. છેલ્લે રાતે લગભગ અઢી વાગ્યાં આસપાસ મેં તેને દવાખાને લઇ જવા નું નક્કી કર્યું. પણ હું એકલો લઇ કેવી રીતે જાવ? એ બેસી શકે તેવી સ્થિતિ નહોતી.હું બાઈક ચલાવું તો એને પકડે કોણ? પણ હિમ્મત કરી ને ભાઈ ને બાઈક પર મારાં ટેકે બેસાડ્યો અને પાલડી વિસ્તાર માં આવેલ વાડીલાલ હોસ્પિટલ માં હેમખેમ કરી ને પહોંચ્યા. ત્યાં ઇમર્જનસી વોર્ડ માં લઇ ગયો અને  ડૉક્ટર એ તાત્કાલિક સારવાર રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ ના કનકલુશન મુજબ  બે ઈન્જેકશન આપ્યા અને દવા ઉતારી દીધી. ભાઈ ને ત્યાં જ બેડ ઉપર સુવાડી ને હું મેડિકલ માં થી ફટાફટ દવા લઇ આવ્યો અને ભાઈ ને આપી. એક કલાક પછી ભાઈ ને  તાવ ઓછો થતો ગયો. ડૉક્ટર એ દાખલ થવાનું કહ્યું. મેં પણ ભાઈ ને દાખલ કરવા માટે તૈયારી બતાવી પણ ભાઈ કહે કે, નાના દિવાળી નું ટાણું છે અને  જૂનાગઢ ઘરે ખબર પડશે તો મમ્મી પપ્પા ચિંતા કરશે એટલે દાખલ નથી થવું. મેં ઘણો સમજાવ્યો પણ ભાઈ પાસે મારું કશું ચાલે નય. પરોઢ થયું અને ભાઈ ની તબિયત માં સુધારો હતો એટલે અમે રજા લઇ ને ઘરે ગયા. ધનતેરસ નો એ દિવસ, ભાઈ એ ઘરે જવા માટે ટિકિટ બુક કરાવેલ પણ એને આવી તબિયત માં એકલો મુકતા મન ના માન્યું એટલે મેં કહ્યું ચાલ હું જૂનાગઢ મૂકી જાવ તને પછી હું ભાવનગર મારાં ઘરે જતો રઈશ. પણ ભાઈ કહે નાના, મેં ઘણી દલીલ કરી પણ અગાઉ કહ્યું એમ ભાઈ પાસે મારું કઈ ના ચાલે અને એ મોટો મારાથી એટલે હું પણ એની વાત ના ટાળુ. એને શિવરંજની બસ સ્ટોપ પર જૂનાગઢ ની ટ્રાવેલ્સ માં બેસાડ્યો અને હું મારી ડ્યુટી પર ગયો. એ સાંજે ઘરે ના પહોંચ્યો ત્યાં સુધી વારે વારે ફોન કરી ને પૂછ્યા કરુ કે તું બરોબર છો ને? પણ ભગવાન ના આશિષ અને ભાઈ નું મક્કમ મનોબળ એટલે એ સાજો થઇ ગયો. 

આજે ભાઈ અને હું સાથે નથી. પણ અમદાવાદ ની એ રાત હું યાદ કરુ એટલે રાડાઈ જાય છે. વિચારું તો પણ બીક લાગે કે ભાઈ ને કંઈક વધુ થઇ ગયું હોત તો!!! એક નાની એવી ગેરસમજ ના કારણે અમારો સગ્ગા ભાઈઓ જેવો સબન્ધ તૂટી ગયો. ઘણા પ્રયત્નો કરુ છું ભાઈ નો કોન્ટેક કરવાનો પણ તે ક્યાં છે? શું કરે છે? કેમ છે? કઈ ખબર નથી. ભગવાન ને એક જ ફરિયાદ કરુ છું કે શું ભૂલ રહી ગઈ મારી તમારી ભક્તિ માં? કે મારી શ્રદ્ધા ટૂંકી પડી તમને ભજવા માં  કે આટલા અમૂલ્ય સબન્ધ ને તમે તોડ્યો? બે ભાઈઓ ને અલગ કર્યા. અત્યારે ભાઈ મને યાદ કરે છે કે નહિ એ મને ખબર નથી પણ મારાં જીવન ના છેલ્લા શ્વાસ સુધી એ પાત્ર મારાં હૃદય માં રહેશે. છુટ્ટા પડ્યા ને છ છ મહિના થઇ ગયા હોવા છતાં દરરોજ યાદ આવે છે. નિત્ય ભગવાન સામે બેસું એટલે રડાઈ જાય છે અને એક જ પ્રાર્થના નીકળે કે માને મારો ભાઈ સમાન મિત્ર પાછો આપી દો.????

- *મારી કલમે* નો એક અંશ 
   (મૌલિન ચાંપાનેરી)