Featured Books
શ્રેણી
શેયર કરો

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-50(અંતિમ)

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-50 
લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ
    દ્રષ્ટિના સુઈ ગયા બાદ ખુશી વિહાનનું ધ્યાન રાખવા જાગે છે.વિહાનના વિચાર કરતાં કરતાં ખુશી ઊંઘી જાય છે ત્યારબાદ આકૃતિ અને વિહાનની વાતો શરૂ થાય છે. વિહાન આકૃતિને અગણિત ફરિયાદો કરે છે અને આકૃતિ વિહાનના સવાલોના જવાબ આપે છે.
     અંતે થાકીને આકૃતિ કહે છે, ‘વિક્કી..હવે આપણે ચર્ચા જ કરીશું કે….અને આ હાથમાં સોય શા માટે રાખી છે?તને કંઈ નથી થયું’પછી આકૃતિ વિહાનના હાથમાંથી સોય કાઢી નાખે છે.બંને એકબીજાને વહાલ કરે છે.અંતે આકૃતિ વિહાનને આંખો બંધ કરવા કહે છે.વિહાન આંખો તો બંધ કરે છે પણ જ્યારે એ આંખો ખોલે છે ત્યારે તેને માલુમ થાય છે કે આ માત્ર ભાસ હતો.પછી વિહાન બાલ્કની તરફ જાય છે.જ્યાં દરવાજા તરફથી છુટેલી ગોળી તેને વીંધીને ઇંગલ પર લાગે છે…હવે આગળ..
“રિવોલ્વર?”અનિલે પૂછ્યું.
“હા,આજે રાત્રે તારે વિહાનને ડરાવવાનો છે,રાત્રે હોસ્પિટલમાં હું એક જ રહીશ,રાત્રે બે વાગ્યે તારે આવવાનું છે અને વિહાન સામે રિવોલ્વર તાંકવાની છે.આટલા વર્ષ પછી વિહાન તને જોશે એટલે એને બધું જ યાદ આવી જશે”ખુશીએ કહ્યું.
“જેમ મારી બહેન કહે”અનિલે હસીને કહ્યું.
    પછી ખુશી હોસ્પિટલ આવી,અરુણાબેન અને સ્નેહાને ઘરે મોકલ્યા.દ્રષ્ટિ જીદ કરીને રોકાય ગઈ પણ ખુશીએ પૂરો પ્લાન બનાવી લીધો હતો એટલે એક વાગ્યા સુધી પોતે સુઈ ગઈ.ત્યારબાદ દ્રષ્ટિને સુવરાવી પોતે વિહાન પાસે બેસી ગઈ.
    રાત્રે દોઢ વાગ્યો એટલે ખુશી વોશરૂમ જવાને બહાને બહાર નીકળી ગઈ.બરોબર બે વાગ્યે અનિલ હોસ્પિટલમાં દાખલ થયો.વિહાનના રૂમ વિશે ખુશીએ કહ્યું હતું એટલે એ સીધો ત્યાં જ પહોંચ્યો.
    એ સમયે વિહાન બાલ્કની પર ઉભો હતો.અનિલે પહેલાં બેડ પર ટોર્ચ કરી અને પછી બાલ્કની પર.વિહાન કંઈ વિચારે એ પહેલાં અનિલે ગોળી છોડી દીધી.ગોળી વિહાનની છાતી વીંધી બાલ્કનીની ઇંગલ પર અથડાઈ અને વિહાન નીચે પટકાયો.
    ગોળી ફૂટવાનો ધડાકો સાંભળી દ્રષ્ટિ જાગી ગઈ. આજુબાજુમાં લોકો ભાગદોડ કરી રહ્યા હતા.દ્રષ્ટિ વિહાનના રૂમ તરફ દોડી.એ વિહાનના રૂમ પાસે પહોંચી ત્યારે ખુશી પણ સામેથી દોડીને આવતી હતી.બંનેની નજર મળી.ખુશીની આંખોમાં વિચિત્ર પ્રકારના ભાવ હતા.દ્રષ્ટિએ ભાવ તો ના સમજી શકી પણ ઉતાવળા પગે એ વિહાનના રૂમમાં પ્રવેશી.
     સામે બાલ્કની પાસે વિહાનની લોહીથી લથબથ લાશ પડી હતી.લોહીનો રેલો લાશથી દૂર જતો હતો.રૂમમાં નીરવ શાંતિ હતી.દ્રષ્ટિ વિહાન પાસે ગઈ.તેની આંખો પહોળી થઇ ગઇ અને પોક માંડીને રડવા લાગી.ખુશીની પણ એ જ હાલત હતી.થોડીવાર લોકોની ભીડ જમા થઈ ગઈ, ડૉક્ટર આવ્યા અને કોલાહલ મચી ગયો.
                       ***
      વિહાનના મૃત્યુને પાંચ દિવસ થઈ ગયા હતા.આજે તેનું બેસણું હતું.સફેદ કપડાં પહેરેલાં લોકો અરુણાબેનના ઘરે નજરે ચડતાં હતા.કોઈ નજીકનું સંબંધી આવતું ત્યારે અરુણાબેનનું રુદન વધી જતું પછી ધીમે ધીમે ઓછું થતું જતું.પોતાના એકના એક દીકરાને અચાનક ખોઈ બેસવો કંઈ માં સહન કરી શકે?
       પાંચ દિવસથી અરુણાબેન જમ્યા નૉહતા, પૂત્રવિયોગમાં વિહાનની તસ્વીરને જોઈને રડતાં રહેતા.એક સમય હતો જ્યારે તેના પતિ આમ માં-દીકરાને નોંધારો છોડી ચાલ્યા ગયા હતા.ત્યારે આશા રૂપી વિહાન હતો જે અરુણાબેનની વૃદ્ધ અવસ્થામાં સહારો બની શકેત પણ હવે કોની આશા રાખે?પોતાની નજરે પહેલાં પતિ અને પછી જુવાન છોકરાને ગુમાવી દીધો.અરુણાબેન માટે તો ધોળા દિવસે અમાસના ચાંદ જેવી હાલત થઈ ગઈ હતી.
     ખુશી અને દ્રષ્ટિ સાથે વિહાનની ઑફિસનો પૂરો સ્ટાફ અત્યારે હાજર હતો.જ્યાં જુઓ ત્યાં વિહાનના અકાળ મૃત્યુની ચર્ચા થઈ રહી હતી.અમુક મત મુજબ વિહાનને હાર્ટ એટેક આવ્યો હતો,જો કોઈ ગોળી ના ચલાવી હોત તો પણ એનું મૃત્યુ નિશ્ચિત જ હતું તો અમુક મત મુજબ વિહાનને ફસાવવામાં આવ્યો હતો.
      લોકોના ટોળાં વચ્ચે વિચારી ન શકાય એવી અટકળો મંડાઈ રહી હતી.ગોળી કોણે મારી અને શા કારણથી મારવામાં આવી એ હજી સુધી પોલીસને જાણવા નોહતું મળ્યું.લોકોમાં એ બાબતે પણ ઉશ્કેરાટ હતો.
     પુરા બેસણામાં એક જ વ્યક્તિ શાંત હતી,ખુશી.ખુશી કોઈની સાથે વાતો પણ નોહતી કરતી અને કોઈ સવાલના જવાબ પણ નોહતી આપતી બસ વિહાનના ફોટા સામે બેસીને રડ્યા કરતી.એ વાત પર પણ અટકળો બંધાણી હતી. ‘વિહાનના લગ્ન ખુશી સાથે થવાના હતા એટલે એ રડતી હશે’લોકોને એવું લાગતું હતું પણ ખુશીનું રડવાનું કારણ માત્ર ખુશી જ જાણતી હતી.
     વિહાનના પિંડદાનની ક્રિયા શરૂ હતી એ દરમિયાન એક સત્યવીશ-અઠયાવિશ વર્ષનો,ખડતલ શરીરવાળો,સફેદ કુરતું,હાથમાં રુદ્રાક્ષની માળા અને ગરદન પર પીઠના ભાગમાં ટેટુ વાળો વ્યક્તિ બેસણામાં વિહાનના ફોટો તરફ આગળ વધ્યો.પહેલાં તેણે વિહાનના ફોટાને હાથ જોડ્યા અને પછી બાજુમાં બેસેલી ખુશીને બોલાવી.એ વ્યક્તિને જોતાં જ ખુશી ઉભી થઇ ગઇ અને ‘વિક્રમ’કહેતાં તેને બાજીને રડવા લાગી.
“શશશશ..”ખુશીને પંપાળતા વિક્રમે કહ્યું, “જે થવાનું હતું એ થઈ ગયું,આપણે કંઈ ના કરી શકીએ”
“પ્રકૃતિ, વિકૃતિ બની ગઈ વિક્રમ”રડતાં રડતાં ખુશીએ કહ્યું, “હું વિહાનને ના બચાવી શકી”
“એક દિવસ તો આ થવાનું જ હતું ખુશી,આપણે લાખ કોશિશ કરીએ પણ કુદરતના નિયમોને વિરુદ્ધ આપણે કોઈ દિવસ નથી જઈ શકતાં”
“મારી દોસ્ત ગઈ હતી વિક્રમ,પ્રકૃતિના બધા જ નિયમો તેણે તોડી નાખ્યા”કહેતાં ખુશી વધુ રડવા લાગી.
“બસ હવે ચૂપ થઈ જા,આપણે પછી વાત કરીશું”વિક્રમ ખુશીથી અળગો થયો અને જે બાજુ પુરુષ બેઠા હતા એ સાઈડ બેસી ગયો.
    પિંડદાનની વિધિ પુરી થઈ ગઈ.બધા સગા-સંબંધી ધીમે ધીમે વિદાય લઈ રહ્યા હતા.અહીંથી નીકળી બધા પોતાની નિજી જિંદગીમાં વ્યસ્ત થઈ જવાના હતા.માત્ર અરુણાબેન અને સ્નેહા સિવાય કોઈને પણ વિહાનની કમી નોહતી મહેસુસ થવાની.સ્ટાફના મેમ્બરમાં માત્ર દ્રષ્ટિ જ હતી જે વિહાનને ઊંડાણ પૂર્વક જાણી શકી હતી.
     સૌના ગયા બાદ ઘરમાં અરુણાબેન,સ્નેહા,દ્રષ્ટિ,ખુશી અને વિક્રમ જ વધ્યા હતા.અરુણાબેનને સ્નેહા રૂમમાં લઈ ગઈ.વિક્રમ,ખુશી અને દ્રષ્ટિ બહાર બેસીને વાતો કરવાની કોશિશ કરતાં હતાં.
“તમે જ દ્રષ્ટિ છો ને?”વિક્રમે પૂછ્યું.દ્રષ્ટિએ હકારમાં માથું ધુણાવ્યું.
“શું જાણવા માંગતા હતા તમે?”વિક્રમે પૂછ્યું.
“હું તો બસ વિહાન અને આકૃતિને મેળવવા માંગતી હતી”દ્રષ્ટિએ કહ્યું, “આકૃતિમેમ નોહતા મળવામાં માંગતા તેનું કારણ જાણવું હતું”
“કારણ છે અને આજે તને કારણ મળશે”ખુશીએ કહ્યું,“વિક્રમ કારણ આપ”
“પણ ખુશી..?”
“પણ કંઈ નહીં વિક્રમ,જે વાતને આપણે વર્ષોથી છુપાવતાં આવ્યા છીએ એ વાત આના કારણે સામે આવી છે તો તેને પણ ખબર પડવી જોઈએને”
     વિક્રમ ઉભો થયો અને રૂમમાં ગયો.રૂમમાંથી એક મોટું કવર હાથમાં લઈ આવ્યો જે તેને દ્રષ્ટિને આપ્યું.
“શું છે આ?”દ્રષ્ટિએ પૂછ્યું.
“તું જાતે જ જોઇલે”ખુશીએ કહ્યું.
    દ્રષ્ટિએ કુતુહલવશ કવર ખોલ્યું,જેમાં એક સર્ટીફીકેટ હતું.દ્રષ્ટિએ સર્ટિફિકેટનું મથાળું વાંચ્યું, ‘ડેથ સર્ટિફિકેટ’
‘નામ-અગરવાલ આકૃતિબેન કિશનભાઈ,જાતિ-સ્ત્રી,ઉંમર-બાવીશ વર્ષ,મૃત્યુની તારીખ-xyz,મૃત્યુનું કારણ-કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયરની બીમારી.
     આથી તા-xyz ના રોજ નામ-અગરવાલ આકૃતિબેન કિશનભાઈનું હાર્ટ કંજેસ્ટિવ ફેઈલિયરનો એટેક આવવાના કારણે મૃત્યુ થયેલ છે.’
      નીચે ડૉ. વિશ્વનાથની સાઈન હતી.
    દ્રષ્ટિનું મગજ સુન્ન પડી ગયું,જે આકૃતિને એ શોધી રહી હતી એ તો પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી.
“હાઉ?,કેવી રીતે?મતલબ આટલી મોટી વાત વિહાનથી…?”
“આકૃતિની છેલ્લી ઈચ્છા હતી આ”વિક્રમે બનાવટી સ્મિત સાથે કહ્યું.
     ત્રણેય મુક બનીને એકબીજા સામે જોઈ રહ્યા હતા.કોને શું કહેવું તેની સમજ નોહતી પડતી પણ સમય બધું જ સમજાવી રહ્યો હતો.પ્રકૃતિએ કોની સાથે રમતી રમી એ જ કોઈ નોહતું જાણતું.
    વિહાનથી દુર થવા ઈશા નિમિત્ત બની હતી કે આકૃતિના મિલન માટે બાવાજી અને અનિલ નિમિત્ત બન્યા હતા.દ્રષ્ટિની ઉત્સુકતાએ ભાગ ભજવ્યો કે ખુશીના પાગલપને? એ કોઈ નોહતું જાણતું. 
     અત્યારે સૌ વિહાને કહેલી એક જ વાતનો ગર્વ લઈ રહ્યા હતા, ‘જો તને કંઈ થાય તો એકબાજુ તું છેલ્લાં શ્વાસ ગણજે અને બીજી બાજુ હું પોતાના!!!’
                    (પૂર્ણવિરામ)
એક એક મિનિટ…પછી શું થયું?નહિ જાણવું?
:થોડાં દિવસ પછી:
    આઇઆઈએમમાં એડમિશન પૂરા થઈ ગયા હતા.કોલેજનો આજે પહેલો દિવસ હતો,વાઈટ પ્લૅન ડ્રેસ પહેરેલી એકવીશ વર્ષની એક છોકરી ગેટ બહાર ઉભી હતી.તેના હાથમાં ડોક્યુમેન્ટની એક ફાઇલ હતી.થોડીવાર વિચાર કર્યા બાદ એ ગેટમાં પ્રવેશી અને અટકી ગઇ.તેણે આજુબાજુ નજર કરી.ડાબી બાજુ પાર્કિંગ હતું અને જમણી બાજુએ લૉન પાથરેલી હતી.પરસાળમાંથી પસાર થઈ આગળ એક સર્કલ આવતું હતું,જ્યાં બધા ડિપાર્ટમેન્ટમાં જવાના બોર્ડ હતા.
     પોતાના સપના સાકાર કરવાના ઈરાદાથી એ છોકરીએ આત્મવિશ્વાસ સાથે કદમ આગળ ધપાવ્યા એટલામાં જ એક છોકરી તેની સાથે અથડાયો અને એ છોકરીના હાથમાં રહેલી ફાઇલ નીચે પડી ગઈ અને બધા ડોક્યુમેન્ટ વિખાય ગયા.
“આઉચ,સૉરી”કહી એ છોકરો ડોક્યુમેન્ટ લેવા નીચે નમ્યો.
“ઇટ્સ ઑકે હું કરી લઈશ”એ છોકરીએ કહ્યું અને નીચે નમી બધા ડોક્યુમેન્ટ એકઠાં કર્યા અને ફાઇલ લઈ ઉભો થયો.
      ત્યાં જ એક હાથમાં સિગરેટ અને બીજા હાથમાં કોલ્ડડ્રિન્ક પકડેલ છોકરો એ છોકરી સાથે અથડાયો અને બધી કોલ્ડડ્રિન્ક એ છોકરીના વાઈટ પ્લૅન ડ્રેસ પર ઢોળાઈ ગઈ.
       પ્રકૃતિને નવા પાત્રો મળી ગયા લાગે છે.હાહાહા.
સમાપ્ત.
     તો કેવો રહ્યો આ પ્રકૃતિનો ખેલ?મજા આવીને?સૌ વાંચક મિત્રોનો દિલથી આભાર જેણે સતત અમને પ્રોત્સાહન આપ્યું,આભાર એ મિત્રોનો જેઓ સાથે કદમ મેળવીને આટલે દૂર સુધી ચાલ્યા અને વચ્ચે સાથ છોડ્યો નહિ,આભાર એ મિત્રોનો જેઓ અધવચ્ચેથી સફર શરૂ કરેલી પણ છેક અંત સુધી સાથે રહ્યા.આભાર..એ મિત્રોનો…એક મિનિટ આ આભાર વિધિ જ હોય તો શા માટે ટૂંકમાં પતાવવું? મળીએ તો ‘મેકિંગ ઑફ વિકૃતિ’માં.ભૂલતા નહિ.
   અને હા 28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.

Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)