યાદોનાં ઝરુખે :
વૃજ છોડી મથુરા ગયેલ માધવનાં હાથે મહાન તપસ્વી કંસ નો મોક્ષ થયો.
અનેં અલગ વિટંબણાઓ વચ્ચે મોક્ષાવલી નેં આગળ વધારવા કૃષ્ણનું હસ્તિનાપુર માં આગમન થયું.
આજની સુંદર સવારે:
મથુરાથી નિમંત્રણ આપી બોલાવાયેલ કૃષ્ણ પોતાની જ એક નવી લીલા આટોપવાનાં આયોજનથી હસ્તિનાપુર માં પ્રવેશ કરે છે. સંહાર એમના આયોજન નો ભાગ ક્યારેય નથી રહ્યો અને મોક્ષ એમનાં આયોજન થી ક્યારેય દૂર નથી રહ્યો. એક મોટા જનસંહાર નું આયોજન આવા કોમળ હ્રદય થી કરવું, કોઈ પણ કાર્ય ની અસીમ પરાકાષ્ઠા સૂચવે છે પણ, એમનાં પ્રિય બાળકો આપણેં માણસો માટે, આ કાર્ય પણ તેમણે કરવું પડ્યું છે. પહેલા થી ખબર હોવા છતાં પણ કે, મનેં કેટલીય માતાઓનાં શ્રાપ મળશે, કેટલીય પત્નીઓ મનેં ખુબજ કઠોર હ્રદયવાળો સમજશે, કેટલાય સંતાનો મનેં સ્વાર્થી સમજશે અનેં યુગો યુગો સુધી આ નરસંહાર થી મનેં કેટલાય લોકો ખરાબ અનેં ખોટો સમજશે પણ," શ્રીમદ્ ભાગવત ગીતા "નાં સર્જન માટે જે આ પૃથ્વીનાં અસ્તિત્વ સુધી પુજાશે અનેં માનસપટ પર છવાઈ સૌનાં ઉધ્ધાર નું કારણ બનશે તેનાં માટે તો આટલું બલિદાન મારે આપવું જ રહ્યું. અનેં માધવે કુરુક્ષેત્ર માં યુધ્ધભૂમી પર યુધ્ધ નો શંખ ફૂંક્યો.
પાર્થ(અર્જુન)નાં સારથી બની એનેં પોતાનાં જ સગા અનેં વ્હાલાઓ સામે હારીને બેસી જવા નહીં પણ, ધર્મ માટે યુધ્ધ કરવાનો સંદેશ આપ્યો જે "ગીતા" નાં નામે પ્રચલિત થયો.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
નો સિધ્ધાંત પાર્થ નેં સમજાવ્યો અનેં સમગ્ર સૃષ્ટી નેં પણ, ધર્મ નાં રક્ષણ માટે જો જરુર પડે તો પોતાનાઓ સામે પણ લડી લેવું જોઈએ આ બોધપાઠ સૃષ્ટી નેં આપ્યો.
આમ કરતાં થયેલાં જનસંહાર માં પોતાનાં સો સો પુત્રો જેણે ખોયા હતાં એ કૌરવો ની માતા ગાંધારીએ કૃષ્ણ નેં શ્રાપ આપ્યો કે,
"જેવી રીતે કુરુવંશનો નાશ તારા હાથે કરી હે માધવ તે મારો ખોળો સુનો કર્યો છે એવી જ રીતે, હે યાદવશ્રેષ્ઠ, યાદવકુળભૂષણ, યાદવકુળવંશજ તારા હાથે જ તારાં કુળ નો એવો વિનાશ થશે કે તારાં સિવાય આ ધરતી પર કોઈ નહીં બચે. "
અનેં એ વાત સાચી થવાનો સમય માધવની વધારે નજીક આવતો ગયો.
યુધ્ધ પછી કુરુક્ષેત્ર નેં ભારે હ્દયે નિહાળી હસ્તિનાપુર ની (બાગડોર )સત્તા પાંડવોને સોંપી માધવ ચાલ્યાં સુવર્ણ નગરી દ્વારિકા!!!!!!!
સુવર્ણનગરી દ્વારિકા માં આગમન પહેલાં એમણે એમનાં લગ્ન ની લીલા પણ આટોપી હતી. રુક્મણી સાથે વિવાહ કરી દ્વારિકા પધારેલાં માધવ હવે થાકેલાં અનેં ધુંધવાયેલાં છતાં હંમેશાં રાજકાર્યો માં વ્યસ્ત રહેતાં હતાં.
એ પછી, એકહજાર સ્ત્રીઓ સાથે લગ્ન કરી એમની રાણીઓ બનાવી એક નવી લીલા અનેં ઊમદામોક્ષ કાર્ય સંપૂર્ણ કર્યુ માધવે.
એક તો આટલો બધો જનસંહાર, રાધાનો વિરહ, રુક્મણી સાથેનાં લગ્ન આ બધું એમની આંખનાં એક પલકારા સાથે થઈ ગયું એવું એમનેં લાગ્યું હતું.
રુક્મણી અનેં બીજી રાણીઓ તથા પટરાણીઓ નેં સુખ નાં સરનામે પહોંચાડ્યાં પછી પણ, અસંતોષની લાગણી એ એમનાં મન માં ઘર કર્યુ હતું.
કેમકે, એક તો એ રાધા નેં ન્યાય નહોતાં આપી શક્યા અનેં બીજું પોતાનાં કુળને!!! જેનાં વિનાશ નેં રોકી શક્યાં નહોતાં.
હસ્તિનાપુર માં કૌરવોની સાથે રહેલાં બડેભૈયા બલરામ વૃજનાં બલદાઉ કરતાં વિરુધ્ધ થઈ ગયાં હતાં. ગુસ્સો તો એમનો ચરમસીમાએ પહેલેથી જ હતો, અનેં સાથે મહાશક્તિશાળી હોવાનું અભિમાન. અેમાં પણ, બળતાં માં ઘી હોમાય એમ કૌરવોનો સંગ.
ન્હોતા રોકી શક્યા માધવ આ બધુ!!!! બલદાઉ બડેભૈયા હતા ને કદાચ એટલે જ!!!!
પોતાનાં બળ અનેં શક્તિના અભિમાન માં ચૂર બડેભૈયા મદિરાપાન ની ચરમસીમાએ પહોંચી ગયાં હતાં. જેણે, યાદવાસ્થળી નેં જાણે,સહહ્રદય આમંત્રણ આપ્યું હતું.
વૃજની રેતીમાં રમેલાં,મથુરામાં કંસ સાથે લડેલાં,અનેં જીવન નેં સતત પરિસ્થિતિ ઓ માં ઢાળી ચૂકેલા કૃષ્ણબલરામ જ્યારે સુવર્ણ નગરી દ્વારિકા માં પધારે છે ત્યારે એકભાઈ યમુના નાં નીર જેવાં શાંત અનેં કોમળ થઈ જાય છે જ્યારે બીજા ભાઈ મદિરા નાં સંગ માં અને સુવર્ણ નગરી નાં સંગ માં અરબીસમુદ્ર નાં તોફાની મોજા ની જેમ અલ્લડ અનેં સંહારકારક બની જાય છે.
સાથે સાથે કુમળા અનેં નિર્દોષ યાદવોને પણ, એમાં સમેટી નેં જાણેં પછાડે છે.
હવે, આખી દ્વારિકા નાં તમામ પુરુષો બલદાઉ સાથે નશા માં ચૂર રહેવા લાગ્યા. દાઉ મોટા હોવાથી માધવ સમજાવ્યા સિવાય કાંઈ કરી ન શકતાં અનેં એટલે જ યાદવો કૃષ્ણ નેં મહેણાં મારતાં કે પોતાનાં ભાઈ નેં જે રાજા સંભાળી નથી શકતો એ પ્રજા નેં શું સંભાળશે?
અનેં ત્યારે જ યાદવકુમારો માંથી નશામાં ચૂર કેટલાક યાદવો અરબીસાગર નાં કિનારા પર બાંધેલી એક ઝૂંપડી માં તપશ્ચર્યા કરતાં એક સંતમહાત્મા ની હાંસી ઉડાવવાની યોજના બનાવે છે.
યાદવાસ્થળી નાં શંખ ફૂંકાયા!!
માધવનાં હૈયે ભય નાં બીજ રોપાયા??
આજીવન સંઘર્ષમાં રહેલ માધવ નાં હૈયાં હિલોળાયા!!
ગાંધારીમા નાં શ્રાપ નાં પડઘા દ્વારિકા નેં અથડાયા!!
પોતાની આંખો થી વિનાશનાં સ્વપ્ન જાણે દેખાયા!??
હારેલા માધવ નાં નયન આકાશે મંડાયા!!
વિટંબણાઓ નાં વમળો હૈયે ધમરોળાયા??
પ્રશ્ન બની ગયેલી યાદવાસ્થળી નાં જવાબો આજે, સંભળાયા!!
યાદવકુમારો મદીરાનાં પાન માં સલવાયા!!
બલદાઉ પણ માધવથી નાં રોકાયા!!
સમગ્ર સૃષ્ટી નાં નાથ આજે રંક દશામાં દેખાયા??
પોતાની મનોવ્યથા માં એકલાં જ એ ગરકાયા!!
દ્વારિકા પર વિનાશ નાં જાણે વાદળો મંડાયા!!!
શું હશે મારાં વ્હાલાંની મનોદશા હું તો અવિરત અનુભવું છું મારાં માધવ ની સંવેદનાઓ નેં સદા સાચવું છું. એની વેદના માં આંસુડે વહી જાઉં છું. એનાં હરખે હરખાઉં છું.
મિત્રો મારાં તમેં સદા વ્હાલાં રહ્યાં છો કેમકે, મારી સાથે હંમેશાં તમેં રહ્યાં છો.
વિચારો મારાં વ્હાલાં માધવનેં અનેં એની લાગણીઓ અનુભવવાવો તમારાં જીવનને!!
જલદી મળું કાંઈક નવી અગ્રિમ અવિરતતા અનેં માધવમય મધુરતા સાથે!!
ત્યાં સુધી માધવનેં સમજો, વિચારો, માણો, અનેં તમારાં જીવનમાં એનેં બોલાવો.
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ.....