Featured Books
શ્રેણી
શેયર કરો

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-5

યાદોનાં ઝરુખે :

બલદાઉની આદતો થી માધવ રહેતા પરેશાન!!

અનેં ત્યાંજ યાદવકુમારો એ કર્યુ નવું કારસ્તાન !!!

આજની સુંદર સવારે :

વૃજ અનેં મથુરા નાં બલદાઉ દ્વારિકામાં આવી એકદમ બદલાઈ ગયાં હતાં. મદિરાપાન, જુગાર આ બધામાં ગળાડૂબ હતાં એ. એેક વખત માધવનો સહારો બનતાં શક્તિમાન બલદાઉ નો માધવનેં વારંવાર સહારો બનવું પડતું.ઘણીવાર સમજાવ્યાં છતાં પણ માધવ નાનાં ભાઈ હોવાથી તેમની મર્યાદાઓથી બંધાયેલાં હતાં.

બીજી બાજુ  આઠેય રાણીઓનાં પુત્રો એટલે યાદવકુમારો પણ,કાકા નાં રસ્તે ચાલી નીકળ્યા હતાં. યાદવકુમારો ની પદવીનો ગેરલાભ ઉઠાવતા એ સૌ પણ, અનૈતિક કાર્યો અનેં રાજકુમારોની પ્રતિભા નેં લજાવે એવાં વાતાવરણ માં ગરકાવ હતાં. કૃષ્ણને જાણકારી હતી એટલે વારંવાર એ રાજકુમારો નેં વાળતાં,સમજાવતાં.

પણ, વિધિના વિધાન તો એમણેં પોતેજ લખ્યાં હતાં.
તમામ યાદવકુળનો વિનાશ એમનાં પોતાનાં જ હાથે !!
અનેં એની શરુઆત આ યાદવકુમારો નાં હાથે!!

આટલું આયોજન તો પહેલેથી નક્કી જ હતું.જેની માધવનેં ખબર પણ હતી જ.

કૃષ્ણનો દેહોત્સર્ગ થાય તેની સાથે સાથે યાદવો પણ, આ પૃથ્વી નો ત્યાગ કરે એવી પાર્થની ઈચ્છા હતી. કૃષ્ણના દેહોત્સર્ગ પછી સતયુગ અનેં દ્વાપરયુગ ની સમાપ્તિ થઈ કળિયુગ શરુ થવાનો હતો. કળિયુગ નાં અધર્મ અનેં અનીતિ જોવા યાદવો બચે નહીં તેવી ગોવિંદની ઈચ્છા હતી અનેં એમાં યાદવો ની ભલાઈ હતી. આનાં સૌથી પહેલાં ભાગરુપે દુર્વાસામુનીએ યાદવોને શ્રાપ આપ્યો.

દ્વારિકામાં પ્રભાસપાટણ ક્ષેત્રે પીંડતારક નામનું તીર્થ છે. ત્યાં દુર્વાસામુની એમની કુટિર માં તપ કરતાં હતાં. યુવાની અનેં મહાસત્તા નાં અભિમાન માં ચૂર આ યાદવકુમારો મદિરા, જુગાર, અંદરોઅંદર ની લડાઈ અનેં બીજા અનેક અનૈતિક કૃત્યોમાં સતત વ્યસ્ત રહેતાં. રમતા રમતાં એ બધાં દુર્વાસામુનીની કુટિર પાસે આવ્યા, અનેં કૃષ્ણ પત્ની જાંબવતીનાં પુત્ર સાંબ નેં સ્ત્રી બનાવી સ્ત્રીની જેમ સાજ શણગાર કર્યા. એનાં પેટમાં લોખંડનો ટૂકડો મૂકી એનેં ગર્ભવતી સ્ત્રી બનાવ્યો. અનેં દુર્વાસામુનીની મજાક કરવાની ઈચ્છાથી તપ કરતાં મુનિને પ્રણામ કર્યા વગર તેમની પાસે લઈ ગયાં અનેં આ યાદવપત્નીનેં પુત્રની આશા અનેં ઈચ્છા છે તો એનેં પુત્રવતીનાં આશિર્વાદ આપો આવું હસતાં હસતાં બોલ્યાં.

સઘળી વાત કળી જતાં દુર્વાસામુનીએ પુત્રનાં આશિર્વાદરુપે
યાદવકુમારો નેં શ્રાપ આપ્યો કે એનાં પેટમાંથી મુશળનો જન્મ થશે અનેં એ તમારાં આખાં યાદવકુળનો વિનાશ કરશે.યાદવકુમાર નાં પેટમાંથી તરત જ એક મુશળનો જન્મ થયો, એનેં યાદવકુમારો એ એનેં તોડાવી,ભુક્કો કરાવી દ્વારિકાનાં દરિયામાં ફેંકાવી દીધું. (મુશળ એટલેં લોખંડ નો ધારવાળો ટૂકડો. )
એ ભુક્કો સમુદ્રનાં મોજાની સાથે પ્રભાસપાટણ નાં દરિયાકિનારે એરકા નામનું ધારવાળું ઘાસ થઈ ઉગ્યો. જેમ જેમ ઘાસ કપાવા લાગ્યું તેમ તેમ એ વધુ નેં વધુ ધાર લઈ નેં ફરીને ફરી ઉગવા લાગ્યું.

અનેં અહીં યાદવાસ્થળી નાં શસ્ત્રો તૈયાર થઈ રહ્યાં હતાં. જેની દૂર દ્વારિકામાં રહેતા યાદવોને તો ખબર જ નહોતી. દુર્વાસામુનીનાં શ્રાપ થી ગભરાઈ નેં નાસી છૂટેલાં યાદવકુમારો એ કૃષ્ણથી આ વાત છુપાવી હતી. છાકટાં અનેં અલ્લડ બનેલાં આ યાદવોએ "એરકા ઘાસ" રુપે એમની પોતાની  મરણશૈયા પોતાનાં હાથે જ બિછાવી હતી.

અનેં યાદવકુળનાં નાશ માટે ગાંધારીએ આપેલાં શ્રાપનેં સાર્થક કરવાની કૃષ્ણની આ જ તો હતી પ્રથમ ચરણની યોજના જેમાં એમણેં એમનો પોતાનો દેહોત્સર્ગ પણ જોડી દીધો હતો.

શ્રાપ એમ હતો કે હે યાદવશ્રેષ્ઠ તું પશુનાં મોતેઅતિપીડિત અવસ્થામાં મરીશ અનેં તારાં કાળનો પણ વિનાશ કરીશ, તારાં દેહોત્સર્ગ નું કારણ તું બનીશ.

મુસળનાં ભુક્કાનેં જેણે યાદવકુમારો એ દ્વારિકાનાં દરિયામાં ફેંકાવ્યો હતો, જે "એરકા ઘાસ" બની પ્રભાસક્ષેત્રે ઉગ્યો. પણ, એમાંનો એક ટૂકડો જે કિનારે ના આવ્યો કેમકે એક માછલી એનેં ગળી ગઈ. એ માછલીનેં એક માછીમારે પકડી અનેં ચીરી એમાંથી એ મુશળનો ટૂકડો નીકળ્યો. એ માછીમારે એ મુશળનો ટુકડો "જરા " નામનાં પારધીનેં વેચ્યો. એ પારધીએ એમાંથી તીર બનાવ્યું. એ તીર હરણના શિકાર માટે છોડ્યું અનેં ગોવિંદના ચરણમાં જઈ વાગ્યું અનેં દેહોત્સર્ગ ની એ અંતિમ પળોમાં પણ સ્મિત રેલાવતાં માધવ એમનાં જીવન નાં લેખાંજોખા મેળવવા જતાં હતા અનેં સ્મિત માં સમાતાં હતાં.

યાદવકુમારો એ પુત્ર બની નેં માધવ નેં દુઃખી કર્યા.!!

જેમ, કૌરવોએ ધૃતરાષ્ટ્ર અનેં ગાંધારીનેં દુઃખી કર્યા!!

અનેં યાદવાસ્થળી નાં ત્યાં બીજ રોપાયા!!!

અલ્લડ આ યાદવકુમારો એ દુર્વાસામુનીનેં છેતર્યા!!

મશ્કરીનાં બાણે દુર્વાસાનેં દિલથી વિંધ્યાં!!

દુર્વાસામુનીનાં શ્રાપે કર્યુ પ્રથમ ચરણનું કામ!!

યાદવોનાં વંશનું થશે કામ તમામ!!

અજાણ એવાં દ્વારકાનાથ આયોજન માં શ્રેષ્ઠ!!

યાદવકુમારો નેં માટે  કળિયુગ બની જશે જ્યેષ્ઠ!!

જોઈ નાં શકશે તેઓ કળિયુગની એ કાળાશ!!

એટલેજ યાદવેન્દરે એમનાં હાથે કરાવ્યો વિનાશ!!

દેહોત્સર્ગ માં પોતાનાં ગાંધારીનો અહેસાસ!!!

પશુનાં મોતે મરવા માટે લીધો છે જરા નો સાથ!!

કૃષ્ણાઅવતાર નો અતિ ઉજ્જવળ આપવા સારાંશ!!!

માધવે સ્વીકાર્યો નિઃસ્વાર્થ બાણનો સ્પર્શ !!!

માધવાસ્થળી મિત્રો પોતેજ દર્શાવે છે આકરો વિનાશ!!

છતાં પણ, મારાં માધવનેં છે સર્વનાં મોક્ષની આશ!!

માધવાસ્થળીએ એટલે જ તો  છે કૃષ્ણાવતાર નો અસહ્ય આઘાસ!!!

ક્યાંથી ખુશ હોય મારો માધવ કરવા આવા વિનાશ!!

મારી સાથે માધવનેં આપસૌ અવિરત અનુભવો છો એનો મનેં અતિશય અનેં અવિસ્મરણીય આનંદ છે.

માધવાસ્થળી નું પ્રથમ ચરણ સમાપ્ત થયાં પછી બીજા ચરણ માં સૌથી ખરાબ હશે માધવનાં હાલ. કેમકે, એમણેં જ કેમ પોતાનાંનો વિનાશ પોતાનાં હાથે કરવો પડે છે?? કુરુક્ષેત્રે પણ
અનેં પ્રભાસક્ષેત્રે પણ????

બીજાચરણ માં માધવની અનોખી લીલા અનેં આયોજન સાથે આપણેં છૂટાં પડીએ એ પહેલાં જલદી મળવાનો વાયદો તો કરી લઉં.

માધવની વ્યથા સાથેનું સ્મિત મારી સાથે અનુભવવા માટે અનેં એમનાં માં આરોપિત થઈ જવા માટે યાદવાસ્થળી નેં નવા સ્વરુપે લઈ જલદી મળું!!!!

મારાં પ્રિય વાચકો ત્યાં સુધી માધવની વ્યથા, મજબૂરી અનેં છતાં પણ પરમ પ્રિત્યર્થે મોક્ષનાં આયોજન વિશે વાગોળો, વિચારો અનેં એનેં જીવન બનાવો.

મીસ. મીરાં

જય શ્રી કૃષ્ણ...