Featured Books
શ્રેણી
શેયર કરો

માધવાસ્થળી થી યાદવાસ્થળી - ભાગ - 1

પ્રસ્તાવના:

રાધાપ્રેમી રુક્મણી નાં મારાં પ્રથમ પ્રયત્ન નેં મારાં વ્હાલાં વાચકો આપનો સંવેદનાસભર સાથ અને સહકાર મળ્યો એનાં માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું.

મારાં એ જ પ્રયત્ન નેં હું આગળ વધારું એવી આપ સૌની હ્રદયપુર્વક ની ઈચ્છા છે. એનેં અનુલક્ષી નેં હું મારાં વ્હાલાં માધવ નાં જીવન નેં એક નવાં આવિર્ભાવ તરીકે આપ સૌની સમક્ષ લાવવા જઈ રહી છું.

માધવ મારું જીવન છે. માધવ મારાં શ્વાસ છે!!
ક્ષણેક્ષણ માં મારી મારાં માધવ નો જ સહવાસ છે!!
રચનાઓમાં ધબકતું મારાં માધવનો હ્દયભાવ છે!!
મારાં માં વહેતો એમની વાણી નો મીઠો નાદ છે!!
શબ્દે શબ્દ માં મારાં એમનાં આલિંગન નો અહેસાસ છે!!
સર્વસ્વ માધવ મારું અને, એમનો જ મારાં માં અણસાર છે!!

માધવ, કૃષ્ણ, વ્હાલ, લાલો, નટખટ, નંદકિશોર, કામણગારો, શ્યામ, રાધેશ્યામ, યશોદાનંદન, દેવકીનંદન, બાલકૃષ્ણ, રાધેકૃષ્ણ ......આ યાદી પૂરી કરી શકીએ એવું આપણેં મનુષ્ય માં સામર્થ્ય ખરુ?

આપણાં વ્હાલપ ની વેલ થી આપણેં આપણી ભક્તિ નાં વૃક્ષ નેં પ્રાર્થના ઓ અનેં વિશ્વાસ નો વ્હાલસોયો વારસો જ આપી શકીએ કદાચ!!!! આનાથી વધારે તો શું કરી શકીએ?

પણ, જો એ પણ, ન થાય તો આપણું જીવન માણસાઈ ની દષ્ટિએ વ્યર્થ ગણાય. ભક્તિ તો શક્તિ નું સ્વરૂપ છે અનેં એનો અવિરત સ્ત્રોત આપણાં માં વહેતો રહે  ત્યારે જ તો આપણેં સહું કોઈ નેં એમાં ડૂબકી લગાવવા પ્રેરી શકીએ.

બહું અઘરી વાતો નાં વિષય થી પરે થઈ હું, વિષય વસ્તુ પર જવા ઈચ્છીશ. જેનાથી રસપ્રદ વાતાવરણ બંધાવા ની શરુઆત થાય અનેં મારાં માધવ નાં મુજ મહીં અનેં મારાં થકી આપસૌ મહીં ફરી થી એકવાર પદાર્પણ થાય.

રાધાપ્રેમી રુક્મણી ની મારી આગળ ની તમામ રચનાઓ થી માધવ નાં જીવન નાં એક મહત્વનાં પાસા તરફ સૌનું જીવન વળી જ ચૂક્યું છે. બસ તો એ જ માર્ગે આગળ વધવા માં મિત્રો આપ સૌ સાથે મનેં ખુબ જ મજા આવશે. આશા રાખું કે આપ સૌ નેં ભક્તિરસ સાથે આનંદરસ અનુભવાશે.

વિષયવસ્તુ :

રુક્મણી નાં જીવન સાથે જોડાઈ નેં પણ રાધા નેં અવિરત પ્રેમ કરનાર માધવે રુક્મણી નેં પણ રાધાઘેલી રાધામય બનાવી દીધી. તો આપણે, તો માણસો છીએ. ચોક્કસ માધવમય બનવા ઈચ્છુક થયા હશે. બરાબર નેં મિત્રો?

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી મારો માધવ....

આ શિર્ષક કાંઈક અધૂરપ સૂચવે છે. અનેં આપણેં સાથે મળીને એ જ અધૂરપ નેં ખાલી પુર્ણ જ નહીં પણ સંપૂર્ણ કરવાની છે.
બાલકૃષ્ણ નાં જન્મ ની અનેં બાલકૃષ્ણ ની બાળલીલાઓનાં પ્રસંગો થી લગભગ બધાં જ વાકેફ હોય છે. એમાં પણ,ધાર્મિક  સિરિયલો દ્વારા આપણનેં આ બાબત માં ઘણીબધી જાણકારી  અવારનવાર મળતી પણ રહે જ છે.

પણ, માધવ નાં જીવન નાં એવાં ઘણાં બધાં પાસા છે જેનાં પર પ્રકાશ પાડવું અઘરું છે અનેં એ એટલે જ કે, આપણે એનાં જ સંતાનો થઈ નેં એનાં વિશે કેટલીક ગડમથલ કરી શકીએ અનેં કેટલું જાણી શકીએ?

કૃષ્ણના જન્મ પછી મથુરા થી ગોકુળ, વૃંદાવન, પાછું મથુરા, ફરી પાછું હસ્તિનાપુર કુરુક્ષેત્રે, અનેં ત્યાંથી દ્વારિકા ફરી પાછું ત્યાંથી ગૌલોકગમન..... કૃષ્ણાવતાર ની આ તમામ રઝળપાટ જે માધવે આપણાં માણસો નાં જીવન નેં સરળ બનાવવા કરી. એનાં પર જ પ્રકાશ પાડવા નો મારો આ અગ્રિમ પ્રયત્ન છે. જેનાં પરથી આપણેં બોધપાઠ લેવાનો છે કે,

જો તકલીફો માધવે એનાં જીવન માં જાતે જ લખી છે!!
તો આપણેં તો એનાં બનાવાયેલ માણસો છીએ!!!
સહનશક્તિ જો એનાં માં એણે આરોપેલી છે!!
તો આપણેં તો એનાં અંશ છીએ !!
પરીક્ષા છોડી નેં ભાગવા થી એનો અનુભવ ના થાય !!!
પણ, પરીક્ષા  નેં આપી દેવાથી પરિણામ માં આપણી ગણતરી તો થાય!!

બસ, આજ પરીક્ષાઓ એનાં જીવન માં લખી માધવે આપણનેં જે શીખવવા નો પ્રયાસ કર્યો છે,તેનાં પર પ્રકાશ પાડવા નો મારો પડકાર છે, જેને ઝીલવા મિત્રો તૈયાર છો ને?

માધવમય આ જીવનમાં માધવાસ્થળી નો આરંભ!!
યદુકુળવંશજ કૃષ્ણ સાથે યાદવાસ્થળી છે અંત!!

શું છે આ માધવાસ્થળી?
અનેં શું છે આ યાદવાસ્થળી??

માધવમય થવા જલદી મળીએ!!
ત્યાં સુધી સૌમાં શ્રી કૃષ્ણ નેં નીરખીએ!!!

મીસ. મીરાં

જય શ્રી કૃષ્ણ