અફવા યા સચ્ચાઈ પાર્ટ - ૨ Dharmesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અફવા યા સચ્ચાઈ પાર્ટ - ૨

                                      નમસ્કાર વડીલો અને મિત્રો.                                                    હું ફરી એક વાર અફવા ય સચ્ચાઈ આધારિત બીજી કૃતિ અથવા પાર્ટ લઈ ને આવ્યો છું.
ખબર નઈ હું જે લખું તે સચ્ચાઈ છે કે નઈ પરંતુ તમે લોકવાયકા તો કહી જ શકો. જેના પુરાવા ન હોય પરંતુ માનતા બધા જ હોય ગઢડા (સ્વામિનારયણના) જે સ્વામિનારયણ સંપ્રદાય નું એક ધાર્મિક સ્થળ છે.
            
     ગઢાડા થી લગભગ ૧૫ કિલોમીટર ના અંતરે કેરાળા નામનું ખુબજ સુંદર અંતરિયાળ ગામ આવેલું છે. કેરાળા ગામ અમતો બહુ પ્રખ્યાત કારણ કે ત્યાં ભગવાન સ્વાિનારાયણનાં પાવન પગલાં પડેલાં. કેરાળા ની લોકવાયકા મુજબ કેરાળા માં એક ઘેલો નામની નદી નીકળે છે, ત્યાં આગળ નદી કિનારે એક કૂવો,  કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા તે કૂવો જયારે બંધાવ્યો ત્યારે એક વાર કોઈ તાંત્રિક જ્યારે કૂવા માં  પીવા આવ્યો ત્યારે ગામના લોકો ને લાગ્યું કે તાંત્રિક ના પાણી પીવાથી કૂવો અશુદ્ધ થી જશે. તેથી કૂવામાં પાણી પીવા આવ્યો પરંતુ ગામના લોકો તેને પાણી પીવા ના દીધું. કેરાળા ના લોકો ના દાવા મુજબ તે તાંત્રિકે ગુસ્સા માં આવી કૂવા માં તંત્ર મંત્ર કરી કૂવામાં શૈતાન નું આધિપત્ય સ્થાપિત કર્યું.

     ત્યારબાદ તે કૂવામાં જોર - જોર થી હસવાના અવાજ આવવા માંડ્યા ગામના લોકો માં હવે તે કૂવા નું પાણી પીવામાં શું નજીક જવામાં પણ ડર લાગવા માંડ્યો. ગામ માં તે વાત આગ જેમ ફેલાણી કે કૂવા માં રક્ષસ થાય છે.

     ત્યાર બાદ ત્યાં કોઈ રાત્રે જતું નહિ. આ વાત ગઢડા  ના ધાર્મિક સાધુ ઓ માં ફેલાની અને અંતે ઉપાય રૂપે કૂવા પાસે ભૂમિ પૂજન યજ્ઞ દ્વારા માં ખોડીયાર નું મંદિર બંધાવ્યું. આ વાત ને ઘણા વર્ષો વિતી ગયા પણ કહેવાય છે ને લોક વાયકા ન મરે હજી લોકો રાત્રે અહીંથી નથી પસાર થતા. ખુદ મંદિર ના પૂજારી પણ અહી નથી રહેતા તે પણ આ લોક વાયકા ને માને છે.

     જ્યારે આ ઘેલો નદી માંથી લોકો ના ડૂબેલા મૃત દેહ મળે ત્યારે લોકો રક્ષાસ નું કામ માને છે. અને હજી ઘણી વાર નદી માં સ્નાન કરવાથી પણ ડરે છે.

      મારા કહે વા પ્રમાણે આ સાચું છે તે કહી નો શકાય પણ લોકવાયકા હજી જીવતી છે. " અભી ભી જબ રાત કે બાર  બજતે હૈ તબ માં કહેતી હૈ બહાર મત જાના વરના શૈતાન આ જયે ગા " સમજ વા માટે કહી શકાય એટલો ડર છે કે હજી લોકવાયકા સત્ય મનાય છે.
        
      જ્યારે હું ૧૨ માં અભ્યાસ કરતો હતો ત્યારે મારો ખાસ મિત્ર જે કેરાળા નો છે તે પણ મને આ કૂવા વિશે જણાવતાં હતો.તેના કહેવા પ્રમાણે તેના દાદા એ પણ કૂવામાં રાત્રે કૈક અલગ અવાજ આવતા અને કૈક અજીબ થતા જોયું છે.મારા મિત્ર ના કહે વા પ્રમાણે તે મેલા કૂવા માંથી ઢોલ નગારા અને જોર જોર થી હસવાનો અવાજ આવે છે.

      વધારે તો કંઈ માહિતી નથી પણ હજી પણ તે કૂવા વળી જગ્યા કાળી ગણાય છે મતલબ કે ડાર્ક મેજિક  ઘણીવાર લોકો ઘેલો નદી માં નાહવા જતા ડૂબી ને ત્યાં મૃત્યુ પામે છે.હું એટલે કે ધર્મેશ પ્રજાપતિ આ વાત સાચી છે કે ખોટી છે. તે જણાવી તો ના શકુ પરંતુ લોક વાયકા ના આધારે તો ઘણા લેખકો એ મોટા મોટા પુસ્તકો પ્રકાશિત કરેલા છે.                      
       હું કોઈ લોકો માં અંધશ્રદ્ધા ફેલાવું તેવો મારો ઈરાદો નથી પરંતુ આપણા સમાજ માં કેવી કેવી લોક વાયકા છે. તેની માહિતી દ્વારા સમાજ નો વિકાસ અને માન્યતા સમજાય સમાજ ૨૧ મી સદી માં પણ કેવું જીવન જીવે છે તેનો પાયો કેવો છે. પૂર્વજો ની સંકૃતિ કેવી  તેના આદર અને માન્યતા અને લોકવાયકા નું સાહિત્ય ઉજાગર કરવા માગું છું -........


      લી.
ભાવિ લેખક