Afva ya sachai books and stories free download online pdf in Gujarati

અફવા યા સચ્ચાઈ

                  અમારું ગામ એટલે ઇંગોરાળા.લોકો ની અફવા છે? કે ખબર નહી પરંતુ લોકમાન્યતા પ્રમાણે ઘણા વર્ષો પહેલા જ્યારે અમારું ગામમાં બહુ ઓછાં નેહડા(રહેવાસ) હતો. ત્યારે ગામની સીમમાં એક ખારો પટ હતો.
ત્યાર ના સમય માં દરબારો ના લગ્ન બહુજ ધૂમધામ થી થતા હતા.એવો એક દરબાર એટલે હનુભા મોટી કુંડલ ગામનો સુબેદાર પણ એ ૩૫ વર્ષ નો કુંવારો યુવાન પોતાના ગુસ્સાવાળા સ્વભાવના લીધે તેની સાથે પરણવા તૈયાર ન હતું. અને આજુ બાજુ ના રાજ્યો અને સુબેદરો સાથે સ્વભાવ ના લીધે ખૂબ દુશ્મની પણ તેના પિતા આપા ખુમાણ ની આજુબાજુ ના રજ્યા અને રાજ્યો ના સબેદરો સાથે સારો સંબંધ અને ખૂબ મોટા માન તેના લીધે મુશ્કિલ થી એક સબંધ મળિયો અને કાળીચૌદસ ના દિવસે દરબાર ના લગ્ન લખાના પરંતુ હાનુભા દરબારના વેરી મોતિકુંડળના સુબેદાર સત્યપલજી ને આ વાત ના ગમી જ્યારે લગ્ન નો સમય નજીક આવ્યો ત્યારે સત્યપાળજી એ લગ્ન ના દિવસે જ હનુભાં નું મોત નું કાવતરું ઘડી કાઢ્યુ.
સત્યપળજી એ ગામના ૨૦ જેટલા પોતાના રખેવાળ ને સોના ની મુદ્રા નું વચન આપી જાન માં દહેશત મચાવવાનું કહ્યું. કાળી ચૌદશ નો દીવસ હતો. અને હનુભાના લગ્ન લીમડી પંથક માં થવાના હતા.ત્યારે હનુભ દરબાર ની જાણ અમારું ગામ એટલે ઈંગોરાળા માંથી નીકળવાની હતી,સત્યપાલજી ના રખેવાળો પોતાને આપેલા આદેશ મુજબ ગોઠવાઈ ગયા હતા.
                 
                    ઢોલ - નગરા અને શરણાઈ ના સુરે જાન મોજમસ્તી કરતી , ઉછળતી ,કૂદતી ગડા અને ઘોડા માં આવતી હતી. તેમણે એવી ક્યાં ખબર હતી કે અહીંયા લોહી લુહાણ યુદ્ધ થવા નું છે ?અંતે ઈંગોરાલા ના ખરા પટ માં હાનુભાની જાન પોહચી, ત્યારે જાન થાક ઉતારવા પોરો ખાધો ત્યાં ૨૦ ઘોડેસાવરો આવી ને જાન  ઉપર વાર કરવા માંડ્યા અને હાનુભા કઈ સમજી શકે તે પેલા તેજ તલવાર ની ધારે તેમનુ ગળું ધડ થી અલગ કરી નાાખયું. અને જોત જોતામાં  હનુભાના પ્રાણ ચાલ્યા ગયા.હનુભાની લગન ની અભિલાષા અધુરી રહી ગઈ.  

                     ત્યાર થી એવું માનવામાં આવે છે કે હનુભાના નું પ્રેત કાળી ચૌદશ ના દિવસે એમની આખી પ્રેત વાળી જાન નક્કી કરાયેલા સમાંયે ઢોલ નગારા સાથે નીકળે છે. આખું ગામ મને છે પણ મે ક્યારેય જોયું નથી. પણ ગામના મોટા ભાગના લોકો એ આ ભુતિયા જાન ને જોઈ છે ને ખરે ખર ઢોલ નગારા નો અવાજ સભળાયો પણ છે. કાળી ચૌદશ ના દિવસે લોકો ખરા પટ બાજુ જવાનું નામ પણ નથી લેતા.

                      અત્યાર ના લોકો તો અંધશ્રદધા માને છે. પણ વડીલો ના ઠપકાથી અમે ક્યારેય જાવનો પ્રયાસ કર્યો નથી.પણ એ વાત ખરી મારી દર વખત ની દિવાળી બહુ સારી જાય છે.

                      આ વાત જ્યારે બીજા લોકો ને કરું ત્યારે મારી હસી ઉડાવે છે.આ વાત ને તો આજુ બાજુ ના ગામો પણ સત્ય મને છે.અને ગામના અમુક લોકો અને વાર્તા કહી ને હસી નાખે છે.અમારા ગામમાં આવા ઘણા કિસ્સા છે. પણ આ સૌથી ડરામણો કિસ્સો છે.અમારા ગામના સરપંચ અમર્શી ભાઈ આ  ઘટના નજર સમેક્ષ જોઈ છે એવો તેમનો દાવો છે.

                       પીપળા નું ભૂત એ પણ અમારા ગામ નો ભુત પ્રેત નો કિસ્સો છે. એ અમારા ઘરની આગળ નું જાડ છે.એની સ્ટોરી હું મારા આગળ ના લેખ માં રજુ કરીશ. આમ તો હું હજી લેખક નો કહેવા
 પણ મારા જીવન માં બનેલી સાચી ઘટના લખવાનો પ્રયાસ કરીશ.દોસ્તો ફરી મળીશુ
                                                                                                              _ એક ભાવિ શીખાઉ લેખક



                                                                     ?? જય હિન્દ ??
                       

બીજા રસપ્રદ વિકલ્પો