મહેન્દ્ર કપૂર - બાયોગ્રાફી Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

મહેન્દ્ર કપૂર - બાયોગ્રાફી

મહેન્દ્ર કપૂર : દેશપ્રેમની સૂરીલી વાહિની

એક મહાન ગાયક, જેમણે આ દેશમાં સૌથી વધારે વાગતાં દેશભક્તિ ગીત ગાયું છે. 2 જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ. ઝંડો ઉઠાવીને આપણે આ બંને દિવસો સવારમાં તૈયાર થઈને સ્કૂલ પહોંચતાં હતાં. જાણે કે પાકિસ્તાનને હરાવીને જ આવવું છે. સ્કૂલમાં આ બે દિવસોમાં મોટાં-મોટાં સ્પીકર ઉપર દેશભક્તિના ગીતો વાગતાં હતાં. કેટલાંય ગીતોની વચ્ચે અનુક ગીતો એવા છે જે આજે પણ યાદ છે જેવા કે, ‘મેરે દેશ કી ધરતી’, ‘ભારત કા રહનેવાલા હૂં, ભારત કી બાત સૂનાતા હૂં’, ‘મેરા રંગ દે બસંતી ચોલા’. આ ગીતોને અવાજ આપવાવાળા વ્યક્તિ એટલે મહેન્દ્ર કપૂર.

જન્મ અને બાળપણ:

મહેન્દ્ર કપૂરનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૩૪ના દિવસે થયો હતો. મહેન્દ્ર કપૂર ગાયક જન્મ 9 જાન્યુઆરી 1934ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા હતા. બી.આર ચોપડા દ્વારા બનાવેલ મહાભારતના ટાઈટલ ગીતથી ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. તેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

મહેન્દ્ર કપૂરના પપ્પા કપડાં વેચવાનું કામ કરતાં હતાં અને પરિવારમાં સંગીતને લઈને કોઈ ખાસ દિલચસ્પી ન હતી. તેમની માતાને સંગીતથી થોડો લગાવ હતો અને બાકીનો શોખ મહેન્દ્રને હતો. ઘણી વાર જ્યારે મોહમ્મદ રફી મહેન્દ્રના ઘરે આવતા, તો તેમની માતાના હાથોની બનેલી છોલે-પૂરી ખાતા.

કરિયર શરુ થયા પહેલાં જ ખત્મ થઈ જાત !

વાત 50માં દશકની છે, અમૃતસરમાં જન્મેલો છોકરો મુંબઈ પહોંચ્યો. તેનુ સ્વપ્ન ફિલ્મોમાં ગીતો ગાવાનું હતું, મોડેલ મોહમ્મદ રફી હતા. મુંબઈ પહોંચ્યા બાદ આ છોકરાએ પણ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી. રેડિયોએ નવા કલાકારોની શોધમાં સ્પર્ધા ગોઠવી અને મહેન્દ્ર કપૂર એ હરીફાઈ જીત્યાં. જે બાદ તેમને સી. રામચંદ્રના મ્યુઝિક ડાયરેક્શનમાં ફિલ્મ 'નવરંગ'માં ગીત ગાવાની તક મળી, પછી શું?, તે ગીત પણ એકદમ હિટ થઇ ગયુ. જે ગીત હતું, આધા હે ચંદ્રમા રાત આધી...

ગીત ડ્યુએટ હતું. આશા ભોંસલે સાથે. એનું મ્યુઝીક કંપોઝ કર્યું હતું સી.રામચંદ્રએ. પહેલું ગીત હોવાના લીધે મહેન્દ્ર કપૂર નર્વસ થયા હતાં. ઉપરથી રેકોર્ડીંગવાળા રૂમમાં આશા સાથે ગાવાનું હતું. પરંતુ રામચંદ્ર સુધી મહેન્દ્ર કપૂરનો અવાજ પહોંચી શકતો ન હતો. રામચંદ્રએ આશા પાસે જઈને કહ્યું કે મહેન્દ્ર આજે નર્વસ છે પછી રેકોર્ડ કરીશું. આશાએ કહ્યું કે રૂમમાં તો મહેન્દ્ર બરાબર ગાય છે અને તેમણે ત્યાં જ ગાવા માટે કહ્યું. રૂમમાં ખરેખર તેમનો અવાજ બરાબર આવતો હતો. પછી ખબર પડી કે મહેન્દ્ર તો બરાબર જ ગાતાં હતાં, પરંતુ કેબલનો તાર માઈક્રોફોન સાથે કનેક્ટેડ ન હતો. મ્યુઝીક ડાયરેકટર સુધી અવાજ એટલાં માટે નહોતો પહોંચી શકતો. મહેન્દ્ર માને છે કે ભગવતી સરસ્વતીના આશીર્વાદ હતાં, એટલે કામયાબી મળી નહિ તો કરિયર શરુ થતાં પહેલાં જ ખતમ થઈ જાત.

નવા ગીતોમાં ઓછો સમય આપવામાં આવે છે.

મહેન્દ્ર કપૂરનું માનવું હતું કે નવા ગીતો, સંગીત માટે જેટલો સમય આપવો પડે તેટલો સમય આપવામાં આવતો નથી. જલ્દીમાં જ ગીતો બનાવવામાં આવે છે. જૂના ગીતો આત્મામાં રચ-બસ જતાં હતાં, કારણ કે એના માટે મહિના પહેલાં જ લિરીસીસ્ટને ગીતની સિચ્યુએશન વિષે કહેવામાં આવી જતું હતું. કેટલીય વાર રીહર્સલ કરવામાં આવતું હતું.

ઓછામાં ઓછો એક કલાકનો રિયાઝ

મહેન્દ્ર કપૂર સવારે-સવારે રિયાઝ કરવાનું પસંદ કરતાં હતાં. તેમનું માનવું હતું કે - ઓછામાં ઓછો એક કલાકનો રિયાઝ કરવો જોઈએ. રિયાજ માટે કોઈ નિશ્ચિત સમય અને સીમા નથી. જેટલો વધારે સમય રિયાઝ કરશો એટલું વધારે સારું.

૧૨ વર્ષનું ઉમરમાં રફીની પાસે પહોંચ્યા હતાં

મહેન્દ્ર મોહમ્મદ રફીને માનતા હતાં. ૧૨ વર્ષની ઉંમરે રફી પાસે પહોંચી ગયા હતાં. રફી જ્યાં પણ જતાં, તેઓ પહોંચી જતાં. કોઈ પણ રીહર્સલ હોય અથવા તો કોઈ મિટીંગ. રફીએ તેમને એકવાર સમજાવતા કહ્યું હતું કે તમે ક્યાં સુધી મારી નકલ કરતા રહેશો. શાસ્ત્રીય સંગીત શીખી લેશો તો આસાની રહેશે. આ પછી મહેન્દ્રએ શાસ્ત્રીય સંગીત શીખ્યું હતું.

ફિલ્મોમાં ગાયેલા એમના ઘણાં ગીતો સુપરહીટ રહ્યા. સાથે જ એમનું ગાયેલું રામાનંદ સાગર કૃત મહાભારતનું થીમ સોંગ પણ લોકોની વચ્ચે બહુ પસંદ કરવામાં આવ્યું.ચાલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો’ (ગુમરાહ,૧૯૬૩), ‘નીલે ગગન કે તલે’ (હમરાજ, ૧૯૬૭), ‘મેરા પ્યાર વો હૈ’(એ રાત ફિર ન આયેગી, ૧૯૬૬) સહિત ઘણાંને પોતાનો અવાજ આપવાવાળા મહેન્દ્રને ૧૯૭૨માં પદ્મશ્રી આપવામાં આવ્યો.

શેખર કપૂરની બહુચર્ચિત ફિલ્મોમાંથી એક છે- માસૂમ. આ ફિલ્મે ઇન્ડસ્ટ્રીમાં તેમને એક અલગ અને ગંભીર પહેચાન આપી. આ ફિલ્મથી તેમને પોતાના ડાયરેકશન કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મનું એક ગીત હતું -દો નૈના ઔર એક કહાની, થોડા સા બાદલ થોડા સા પાની. જે બહુ જ હિટ થયું. ગીતના શબ્દો ગુલઝાર સાહેબના હતાં અને સંગીત હતું આર ડી બર્મનનું. આ ગીત માટે ગાયિકા આરતી મુખર્જીને સર્વશ્રેષ્ઠ ગાયિકાનો અને ફિલ્મફેર એવોર્ડ બંને મળ્યા હતાં.

આરતી મુખર્જીની ફિલ્મી ગાયકીનું સફર એક મ્યુઝીકલ કોન્ટેસ્ટથી શરુ થયું હતું. એ જ મ્યુઝીકલ કોન્ટેસ્ટમાં હજુ એક ગાયક જીત્યા હતાં. આ એક કિસ્મતનો ખેલ હતો કે પછી આરતી મુખર્જીની ગાયકીનું સફર હિન્દી ફિલ્મોમાં ઓછું ચાલ્યું પરંતુ તેમની સાથે જીતવાવાળા એ પુરુષ ગાયકે ખૂબ નામ કમાયું. એ પુરુષ ગાયક હતાં- મહેન્દ્ર કપૂર. મહેન્દ્ર કપૂરે પોતાના પ્લેબેક સિંગિંગ કરિયરમાં તમામ હિટ ગીતો ગાયા, બહુ જ પ્રેમ હાંસિલ કર્યો પરંતુ તેમની સૌથી મોટી ઉપલબ્ધી બની દેશભક્તિના એ ગીતો જે આપણે આજે પણ સાંભળીએ છીએ. પચાસના દસકાની વાત છે. અમૃતસરમાં જન્મ્યો એક છોકરો માયાનગરી મુંબઈ પહોચી ચૂક્યો હતો. તેનું સપનું હતું ફિલ્મોમાં ગીત ગાવાનું, અને તેમના આદર્શ હતાં મોહમ્મદ રફી.

મુંબઈ પહોંચ્યા પછી તેમના આ સપનાને પૂરું કરવા તેમણે બહુ મહેનત કરી હતી. દિવસ રાત સંગીતની સાધના કરી. આ મહેનતનું ફળ મળ્યું એક મ્યુઝીકલ કોન્ટેસ્ટથી. થયું એવું કે મર્ફી રેડિયોવાળાએ નવા કલાકારોની શોધમાં એક પ્રતિયોગીતા આયોજિત કરી. આ કોન્ટેસ્ટમાં મહેન્દ્ર કપૂરે જીત હાંસિલ કરી હતી.

જ્યારે એક સંગીતકારને સન્માન મળે અને એક મોટી કંપની તેનું ગર્વ લે !

મહેન્દ્ર કપૂર 'મરફી' રેડિયોએ પ્રાયોજિત કરેલી સ્પર્ધામાંશ્રેષ્ઠ ગાયકનો ખિતાબ જીત્યા, તે પછી ૧૯૫૮માં વ્હી.શાંતારામનાનવરંગમાંઆધા હૈ ચન્દ્રમા, રાત આધી...થી પ્લેબેક સિંગર થયા હતા. તેના ૬ વરસ પછી૬૪ની સાલમાંગુમરાહનાચલો ઇક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનોં...માટે પહેલી વાર તેફિલ્મફેર એવોર્ડજીત્યા, ત્યારેમરફીએ આ જાહેરાત છપાવીને ગૌરવ લીધું હતું... બિલકુલ વાજબી કારણસર!

નૌશાદ સાહેબે પોતાની ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરને આપ્યો હતો મોકો:

આ પછી તેમને સી. રામચંદ્રના મ્યુઝીક ડાયરેકશનમાં ફિલ્મનવરંગમાં ગાવાનો મોકો મળ્યો.એ ગીત પણ જબરદસ્ત હીટ થયું. જેના શબ્દો હતાં -આધા હૈ ચંદ્રમા રાત આધી. એના પછી મહેન્દ્ર કપૂરને નૌશાદ સાહેબે પોતાની ફિલ્મોમાં મોકો આપ્યો. કહેવાય છે કે જયારે નૌશાદ સાહેબે નૌશાદને પૂછ્યું કે તમારી પ્રેરણા કોણ છે તો તેમણે તરત જ કહ્યું- મોહમ્મદ રફી.

મોહમ્મદ રફી અને નૌશાદ સાહેબનો સંબંધ બહુ કરીબનો હતો. એટલાં માટે તેમણે મહેન્દ્ર કપૂરને રફી સાહેબે મળાવ્યાં. રફી સાહેબ અને મહેન્દ્ર કપૂરની ઉંમરમાં વધારે ફર્ક નહતો પરંતુ રફી સાહેબે મહેન્દ્ર કપૂરને ફિલ્મી સંગીતની બારીકાઈ પણ બતાવી.

એના પહેલાં મહેન્દ્ર કપૂરે શાસ્ત્રીય સંગીતની શિક્ષા પંડિત હુસ્ત્રલાલ, પંડિત જગન્નાથ, ઉસ્તાદ નિયાજ અહમદ ખાં, ઉસ્તાદ અબ્દુલ રહમાન ખાં અને પંડિત તુલસીદાસ શર્મા પાસેથી લીધી જ હતી. તેઓ તેમની જગ્યાએ મજબૂત કરતા ગયા. મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ભારત કા રહનેવાળા હૂં, ભારત કી બાત સૂનાતા હૂં…, મનોજ કુમાર સાથે દેશભક્તિનાં ગીતો જોડ્યા, તો જે અવાજ ફિજાઓમાં ગૂંજતી હોય છે, તે મહેન્દ્ર કપૂરની છે.

ચાલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનોં યાં નીલે ગગન કે તલે.. મહેન્દ્ર કપૂરના અવાજે હરેક ગીતને પહેચાન આપી. પોતાના કરિયરમાં બી. આર. ચોપડા અને મનોજ કુમારના તેઓ પસંદીદા ગાયક રહ્યા. મનોજ કુમાર મહેન્દ્ર કપૂરને પોતાના માટે લક્કી માનતાં હતાં. તેની એક દિલચસ્પ કહાની છે.

***

ઓ. પી. નૈયરના કેમ્પમાં મહેન્દ્ર કપૂરનો પ્રવેશ

સંગીતકાર ઓ. પી. નૈયરના કેમ્પમાં મહેન્દ્ર કપૂરનો પ્રવેશ હેતુપૂર્વક નહીં, પરંતુ અણધાર્યો થયો હતો. સામાન્ય રીતે સમયસાવધ મહમ્મદ રફી એક દિવસ રેકોર્ડિંગમાં થોડા મોડા પડ્યા એટલે મનમોજી સ્વભાવના નૈયરે તેમને ખખડાવી નાખ્યા. નૈયરે પોતાના સ્વભાવ અનુસાર પોતાના રેકોર્ડિંગ રૂમમાં રફીના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો. ફિલ્મસંગીત તેના ચરમકાળમાં હતું તે સમયની એટલે કે ૧૯૬૩-૬૪ની આ વાત છે. મહેન્દ્ર કપૂર જાણતા હતા કે તેમના માટે આ જીવનની ઉત્તમ તક છે તેમાં કોઇ શંકા નથી.

યે રાત ફિર ના આયેગી ફિલ્મમાં રફીએ આશા ભોંસલેની સાથેફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લોઅનેઆપસે મૈંને મેરી જાન મુહબ્બત કી હૈ એમ બે હિટ યુગલ ગીત ગાયાં હતાં તો મહેન્દ્ર કપૂરે પણ તેમાં ગુણવત્તાસભર સોલો ગીત ગાયું હતું. મહેન્દ્ર કપૂરનું તે ગીત મેરા પ્યાર વો હે કે મર કર ભી તુમ સે જુદા અપની બાંહો સે હોને ન દેગા ગાતા હિરો બિશ્વજીત ફિલ્મના અંતે નિહાળવાનું ગમે તેવું ન હતું, પરંતુ એ ગીત વ્યાપક લોકપ્રિયતા પામ્યું હતું. સમય જતાં નૈયરને રફી સાથે ફરી મનમેળ થયો ત્યારે નૈયરે પોતાના સ્વભાવ અનુસાર રફીને ઉદ્ધતાઇપૂર્વક કહ્યું હતું કે મહેન્દ્ર કપૂરને મારા કેમ્પમાં સમાવીને મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી.

સમય જતાં નૈયરને રફી સાથે ફરી મનમેળ થયો ત્યારે નૈયરે પોતાના સ્વભાવ અનુસાર રફીને ઉદ્ધતાઇપૂર્વક કહ્યું હતું કે મહેન્દ્ર કપૂરને મારા કેમ્પમાં સમાવીને મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી.

રફી કેન્દ્રી ધૂનો માટે કમસેકમ મહેન્દ્ર કપૂરે સુયોગ્ય વિકલ્પ આપ્યો હતો તે વાત તુંડમિજાજી નૈયરને ક્યારેય સમજાઇ ન હતી. આશા ભોંસલેને સંદર્ભમાં આવું ન હતું. પોતાની ધૂન ગવડાવવા માટે મહિલા પાર્શ્વગાયકની વાત આવે ત્યારે નૈયર આશા સિવાય બીજા કોઇનો વિચાર કરી જ શકતા ન હતા. ગુરુ દત્તની ૧૯૬૫ની ફિલ્મ બહારેં ફિર ભી આયેંગી માટે મહેન્દ્ર કપૂરે ફિલસૂફી મિજાજનું બદલ જાયે અગર માલી, ચમન હોતા નહીં ખાલીગીત કુશળતાપૂર્વક ગાયું હતું. એ ગીત લોકપ્રિય બિનાકા ગીતમાલામાં સીધું ટોચ પર પહોંચી ગયું હતું, જયારે રફીએ ગાયેલું આપકે હસીન રુખ પે આજ નયા નૂર હૈ ગીત શુદ્ધસંગીતના આશકોનો આદર પામ્યું હતું. સંગીતની સફળતાના વિશ્વમાં આખરે એ પુરવાર થયું હતું કે સારા ગીતના વાસ્તવિક ધારાધોરણ નક્કી કરવાનું હંમેશાં મુશ્કેલ હોય છે.

મહેન્દ્ર કપૂરેકિસ્મત જેવી ફિલ્મોમાં તેમની મળેલી તકનો મહત્તમ લાભ લેવાનું ચાલુ રાખ્યું હતું. તેમણેકિસ્મતમાં હાથમાં ગિટાર ઝૂલાવતા બિશ્વજીત માટે લાખોં હૈ યહાં દિલવાલે અને રમુજી જોની વોકર માટેઓ યારો કી તમન્ના હૈ તેરી ઝૂલ્ફોં મેં ફસ જાયેં ગાયું હતું. કપૂરે તેમની ટ્રેડમાર્ક વિનમ્રતા સાથે મને કહ્યું હતું, ‘‘વિવિધ અભિનેતાઓ માટે પોતાનો સ્વર બદલવાની રફીસાબની આવડતથી હું હંમેશાં આશ્ચર્યમુગ્ધ થતો રહ્યો છું. કિસ્મતે મને આ તક તાસક પર ધરી હતી. તેમાં હું અડધો સફળ થયો હતો, એવું પણ લોકો માને તો હું રાજી થઇશ.’’

‘‘વિવિધ અભિનેતાઓ માટે પોતાનો સ્વર બદલવાની રફીસાબની આવડતથી હું હંમેશાં આશ્ચર્યમુગ્ધ થતો રહ્યો છું. કિસ્મતે મને આ તક તાસક પર ધરી હતી. તેમાં હું અડધો સફળ થયો હતો, એવું પણ લોકો માને તો હું રાજી થઇશ.’’

નૈયરથી વિપરીત સંગીતકાર રવિએ મહેન્દ્ર કપૂરને નક્કર પીઠબળ આપ્યું હતું અને વ્યાપક જનસમૂહને સ્પર્શે તેવું સંગીત સજર્યું હતું. તમામ પ્રકારનાં ગીત ગાવાની ગાયકની કુશળતાને તે માટે શ્રેય આપવું જોઇએ. બી. આર. ચોપરાની ધરમપુત્ર માટેનાઆજ કી રાત નહીં શિકવે શિકાયત કે લિયેગીતથી (મારા અંગત મતાનુસાર તે ગીત કોઇ પણ ગાઇ શકે.) શરૂ કરીને બિશ્વજીતની સગાઇ ફિલ્મના હુશ્ન ઔર ઇશ્ક કે ટકરાને કી રાત આયી હૈગીત સુધી રવિએ મહેન્દ્ર કપૂરને મજબૂત આધાર આપ્યો હતો. રવિ-મહેન્દ્ર કપૂર-બી.આર. ચોપરાની ત્રિપુટીએ પોતાનો આગવો માપદંડ બની ગયા હતા.

આ ત્રિપુટીએ સફળતાની સિડી પર વધુને વધુ ઊંચે ચડવાનું ચાલુ રાખ્યું હતું. ૧૯૬૭ની ફિલ્મહમરાઝ માટે મહેન્દ્ર કપૂરે ક્લાસી નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે અને તુમ અગર સાથ દેને કા વાદા કરો તેમજ કિસી પથ્થર કી મૂરત સેતથાના મૂંહ છુપા કે જિઓ જેવાં ગીતોમાં કર્ણમંજુલ સ્વરનો વૈભવ પાથર્યો હતો.

મહેન્દ્ર કપૂર આ ફિલ્મને પોતાની કારકિર્દીમાં મહત્વનો સ્તંભ ગણે છે તેમાં આશ્ચર્ય પામવા જેવું ખાસ કંઇ નથી. સ્મૃતિ કુંજમાં સરી પડેલા મહેન્દ્ર કપૂરે મને કહ્યું હતું, ‘‘હમરાઝ ફિલ્મમાં બે હિરો હતા-સુનિલ દત્ત અને રાજકુમાર. મારે તે બંને માટે ગાવામાં આકરી મહેનત કરવી પડી હતી. નીલે ગગન કે તલે ગીત અજેય હતું અને વાસ્તવમાં તે ગીતે બાકીના બધાંને પાછળ છોડી દીધા હતા. હમરાઝનાં ગીતો પછી મેં પારાવાર સફળતાનો અનુભવ કર્યો હતો.’’

સંગીતની આ ભુલભુલામણીમાં મહેન્દ્ર કપૂરને પોતાના અવાજ માટે અભિનેતા મનોજકુમારના સ્વરૂપમાં પુરસ્કર્તા મળી ગયો.મનોજકુમારે સોફટ રોમેન્ટિક ભૂમિકા ભજવવાથી શરૂઆત કરી હતી અને બાદમાં ચુસ્ત દેશપ્રેમી પાત્રો ભજવતાં થયા હતા. તેમનો પ્રારંભ દુર્ભાગ્યપૂર્ણ અને વિવાદાસ્પદ રહ્યો હતો. ૧૯૬૬ની ફિલ્મ આદમીમાં મનોજકુમાર સહાયક અભિનેતાની ભૂમિકામાં હતા અને મંજાયેલા દિલીપકુમાર મુખ્ય ભૂમિકામાં. નૌશાદ આ ફિલ્મ માટે સંગીત સર્જતા હતા ત્યારે તેમણે દિલીપકુમાર માટે રફીનો અને મનોજ કુમાર માટે તલત મહેમૂદનો કંઠ પસંદ કર્યો હતો. તલત મહેમૂદે એ ફિલ્મમાં મનોજ કુમાર માટે કૈસી હસીન આજ બહારોં કી રાત હૈગીત ગાયું હતું.

આ ફિલ્મનું યુગલ ગીત તો રેકોર્ડ પણ થઇ ચૂક્યું છે, એ વાતની જાણ મનોજ કુમારને થઇ ત્યારે તેઓ વ્યગ્ર થઇ ગયા હતા. પોતાનો અભિપ્રાય નૌશાદ જેવા અનુભવી સંગીતકારની પસંદગી પરનો અવિશ્વાસ ગણાશે તે હકીકતને ધ્યાનમાં લીધા વિના મનોજ કુમારે દલીલ કરી હતી કે તલતનો અવાજ તેમના માટે ઘણો નરમ છે અને મહેન્દ્ર કપૂરનો અવાજ વધારે બંધબેસતો છે. નૌશાદે મનોજ કુમારને લંબાણભરી દલીલોને ધ્યાનમાં લીધી નહીં. વ્યાપકપણે આદર પામેલા સંગીતકાર તરીકેના તેમના અનુભવથી નૌશાદ જાણતા હતા કે કોઇ ગીતની રચના તેના શબ્દોના મૂલ્યના આધારે થાય છે, કોઇ વ્યક્તિના તરંગોને આધારે નહીં. એ ફિલ્મના નિર્માતાએ તે ગીત મહેન્દ્ર કપૂર પાસે ગવડાવવાનું દબાણ કર્યું ત્યારે નૌશાદને આઘાત લાગ્યો હતો. બંને ગાયકોએ ગાયેલું આજે પણ ઉપલબ્ધ છે.

આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે તલતનો ઘડોલાડવો થઇ ગયો. પોતાને બદલે અન્ય ગાયક પાસે એ ગીત ગવડાવવામાં આવ્યાની જાણ થતાં તલતને પારાવાર અપમાનની લાગણી થઇ હતી. નૌશાદ સાથેના એ પુરાણ પ્રસંગને તલત ભૂલ્યા ન હતા. એક વેળા એવું બન્યું કે શિસ્તના ચુસ્ત આગ્રહી નૌશાદે તલતને પોતાના રેકોર્ડિંગ રૂમની બહાર ધૂમ્રપાન કરતા નિહાળ્યા. વિખ્યાતબાબુલના દિવસોના દિવસોની આ વાત છે. તે વખતે તલત હંમેશાં નૌશાદની પહેલી પસંદ રહેતા હતા. અલબત્ત, ધૂમ્રપાનના પ્રસંગથી નૌશાદ એટલા તો ગુસ્સે થયા હતા કે તેમણે તલતનો મોહ ધીમે ધીમે ઘટાડવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે મહમ્મદ રફીએ નૌશાદ કેમ્પમાં પગપેસારો શરૂ કર્યો હતો. મનોજકુમારવાળી ઘટના તલતના કિસ્સામાં છેલ્લો ઘા પુરવાર થઇ હતી. પોતાની સાથે થયેલા અન્યાયને તેઓ ક્યારેય ભૂલ્યા ન હતા. રમૂજની વાત એ છે કે તે પછી તલત કે મહેન્દ્ર કપૂરે નૌશાદ માટે ક્યારેય કોઇ ગીત ગાયું ન હતું. આમ પણ સિત્તેરના દાયકાના પ્રારંભે નવા વલણે આકાર લીધો હતો અને નૌશાદના સંગીતનો જાદુ વિસરાવા લાગ્યો હતો.

ઇકતારા બોલે તુન તુન તુન (યાદગાર),હૈ પ્રીત જહાં કી રીત સદા (પુરબ ઔર પશ્ચિમ), મેરે દેશ કી ધરતી (ઉપકાર) અને મેરા રંગ દે બસંતી ચૌલા(શહીદ) જેવાં ગીતો સાથે મહેન્દ્ર કપૂરે મનોજકુમાર સાથેની કૂચ ચાલુ રાખી હતી.

ઘણાં વર્ષો સુધી મુંબઇમાં વસવાટ કર્યો હોવાને કારણે મહેન્દ્ર કપૂર મરાઠી ભાષાને સારી રીતે જાણતા થઇ ગયા હતા. વાસ્તવમાં તેમના ઉચ્ચાર એટલા તો સ્પષ્ટ હતા કે મરાઠી સિનેજગત તેમને દૂર રાખી શક્યું ન હતું. સાઠના દાયકાની મધ્યમાં મહેન્દ્ર કપૂરે રમેશ દેવ અને કાશીનાથ ઘાણેકર જેવા અગ્રણી અભિનેતાઓ માટે પણ કંઠ આપવાનું શરૂ કરી દીધું હતું. રાત્રીસ ખેલ ચાલ્યા યા ગૂંધ ચંદાન્યાચા’, અબોલ ઝાલીસ કા સાજની,સંગ કધી કળનાર તુલા, સુર તેચ છેદિતા, ‘મધુ ઇથે આણી ચંદ્ર તિથે અને સ્વપ્નાત પાહિલે જે તે રૂપ હેચ હોતેજેવાં મહેન્દ્ર કપૂરે ગાયેલાં મરાઠી ગીતો એ દિવસોમાં પારાવાર લોકપ્રિયતાને વર્યાં હતાં.

થોડા બિનજરૂરી વૈવિધ્યની ઝંખનામાં મહેન્દ્ર કપૂર તેમના માર્ગમાંથી ક્યાંક ચલિત થઇ ગયા હોય એવું પણ લાગે છે. જે ગાયકે સુર તેચ છેદિતાજેવાં ગીતો ગાયાં હતાં તે જ ગાયકે થોડાં વર્ષોમાં પાણી ઠેંબ ઠેંબ ગળાજેવાં દ્વિઅર્થી ગીતો દાદા કોંડકે માટે ગાવાનું શરૂ કર્યું હતું. જોકે, મહેન્દ્ર કપૂરની તરફેણમાં એટલું કહેવું જોઇએ કે દાદા કોંડકે સાથેનું તેમનું જોડાણ એક અલગ જ પ્રકરણ છે. એક એવું પ્રકરણ કે જેને કોઇ સંસ્કારી માણસ કદાચ ક્યારેય ન વખાણે. એ દિવસોમાં મહેન્દ્ર કપૂરે કેટલાંક બિન-ફિલ્મી ભજનો ગાયાં હતાં. તેને સારું કામ ગણવા હોય તો ગણી શકાય. સમય જતાં મહેન્દ્ર કપૂરની અવાજની ગુણવત્તા બગડી એટલું જ નહીં, પરંતુ તેમની પાસે ખાસ કંઇ કામ પણ ન હતું. તેમણે બદલાતા પવનનો મર્મ પામી જઇને નિવૃત્ત થવાનો અને ભૂતકાળના સારા કામનો આનંદ માણવાનો બુદ્ધિગમ્ય નિર્ણય કર્યો હતો.

બી. આર. ચોપડાની સીરિયલ મહાભારતમાં મહેન્દ્ર કપૂરે આપ્યો અવાજ

થયું એવું કે ૧૯૬૮માં એક ફિલ્મ આવી-આદમી. આ ફિલ્મમાં સંગીત નૌશાદનું હતું. આ ફિલ્મનું એક ગીત નૌશાદ સાહેબે મોહમ્મદ રફી અને તલત મહમૂદ પાસે ગવડાવ્યું હતું.જેના શબ્દો હતાં-કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ, ઈક ચાંદ આસમાં મેં હૈ એક મેરે સાથ હૈ. આના પછી ગીતની લાઈન હતી- ઓ દેનેવાલે તૂને તો કોઈ કમી ના કી, કિસકો ક્યા મિલા એ મુક્ક્દર કી બાત હૈ.

મનોજ કુમારને જ્યારે ખબર પડી કે ફિલ્મમાં ગીત નો આ હિસ્સો તેમના પર છે તે તલત મહમૂદે ગાયેલું છે તો તેઓ થોડા પરેશાન થઈ ગયાં. પછીથી તેમણે નૌશાદ સાહેબ પાસે ઈચ્છા વ્યક્ત કરી કે આ ગીત મોહમ્મદ રફી સાથે મહેન્દ્ર કપૂર પાસેથી ગવડાવવું જોઈએ.

નૌશાદે મનોજ કુમારની આ ગુજારીશનો સ્વીકાર કર્યો. રફી સાહેબના અવાજવાળો હિસ્સો દિલીપ કુમાર ઉપર ફિલ્માવવામાં આવ્યો અને મહેન્દ્ર કપૂરની અવાજવાળો હિસ્સો મનોજ કુમાર ઉપર. જેને ફિલ્મી સંગીતની કદર કરવાવાળા લોકોએ બહુ પસંદ કર્યું. આ ગીત મહેન્દ્ર કપૂરના દિલથી ઘણું નજીક હતું કારણ કે આમાં તેઓ તેમનાં ગુરુ-સમાન મોહમ્મદ રફી સાથે ગાયકી કરી રહ્યા હતાં.

આ મહેન્દ્ર કપૂરની ગાયકીની વિવિધતા જ હતી કે બી આર ચોપડાની સિરીયલ મહાભારતમાં પણ તેમનો જ અવાજ હતો. મહેન્દ્ર કપૂરે ગુજરાતી, પંજાબી, ભોજપુરી અને મરાઠીમાં પણ ગીતો ગાયેલા છે.તેમને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો- ચાલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો કે લિયે, ઉપકાર ફિલ્મના મેરે દેશ કી ધરતી માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો.

તેમણે ખાન સાહિબ અબ્દુલ રહેમાન ખાં માટે ઠુમરી ગઈ હતી. ગાલીબની ગઝલો માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તે દરમિયાનના બધા જ મોટાં અભિનેતાઓ માટે મહેન્દ્ર કપૂરે પ્લેબેક સિંગિંગ કર્યું. ૧૯૭૨માં તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યાં.

૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ હૃદયનો હુમલો આવવાના લીધે મહેન્દ્ર કપૂરનું નિધન થઈ ગયું. મહેન્દ્ર કપૂર એક સંવેદનશીલ અને વિનમ્ર માણસ હતાં. એ વિનમ્રતા તેમના ચહેરા ઉપરથી જ જલકાતી હતી. તેમને યાદ કરવામાં આવે છે આવાજની રેંજ અને તાન માટે. એ રેંજ કદાચ જ કોઈ પ્લેબેક સિંગરમાં જોવા મળે છે.

***