Talat - Biography books and stories free download online pdf in Gujarati

તલત - બાયોગ્રાફી

તલત : સંગીતની અધૂરી તલપ

તલત મહમૂદની પૈદાઈશ શહેર-એ-લખનઉમાં થઈ. તેમનો જન્મ એક રૂઢીવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. એક રૂઢીવાદી મુસ્લિમ પરિવારમાં જન્મ લેવાને લીધે ગાયનને ખરાબ સમજવામાં આવતું હતું. તેને લીધે ઘરેથી કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળવાનો સવાલ જ ઉભો નહોતો થતો. એક સમય તો એવો પણ આવ્યો જ્યારે તેમને ફિલ્મોમાં કામ અને પરિવાર આ બંનેમાંથી કોઈ વસ્તુ પસંદ કરવાની હતી. જીદ્દી તલત મહમૂદે પહેલી વસ્તુ પસંદ કરી. આના લીધે પછીના ૧૦ વર્ષ સુધી પરિવાર સાથે સંબંધ સારા ના રહ્યા. જ્યારે તેમનું નામ મશહૂર થવા લાગ્યું ત્યારે તેમના પરિવારે તેમને અપનાવ્યાં.

જન્મ અને બાળપણ: ઘણાં એવા લોકો છે જે મોહમ્મદ રફી, મુકેશ અથવા કિશોર કુમાર જેવું ગાઈ શકતા હશે, પરંતુ એવું કોઈ મુશ્કેલીથી મળશે જે પોતાના અવાજમાં તલત મહમૂદ જેવી મધુરતા અને નજાકત પૈદા કરી શકે. તલત મહમૂદનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ ના રોજ લખનઉમાં થયો હતો. તેમના પિતાને એ મંજૂર ના હતું કે તેમના સંતાન ગાયકીને પોતાનો વ્યવસાય બનાવે. જ્યારે તલતને બાળપણથી જ સંગીત વધારે ને વધારે પોતાની તરફ ખેંચતું હતું.

સંગીત શિક્ષણ: અલીગઢથી હાઈસ્કૂલ પાસ કર્યા પછી સંગીતની શિક્ષા માટે તેમણે લખનઉની મોરયસ કોલેજમાં દાખલો લીધો. આ કોલેજ આગળ જતાં ભાતખંડે સંગીત વિશ્વ વિદ્યાલય તરીકે પ્રસિદ્ધ થઈ.

લગ્ન જીવન: સફળતા અને કામયાબીઓ વચ્ચે તલતે ઘર વસાવવાનું વિચાર્યું અને ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૧ ના રોજ તેમની પ્રેમિકા નસરીન સાથે લગ્ન કર્યા. તેમના પુત્રનું નામ ખાલીદ અને પુત્રીનું નામ સબીના છે.

કરિયર:

સંગીત વિશ્વ વિદ્યાલયના પ્રથમ વર્ષ દરમિયાન જ તલતે ઓલ ઇન્ડિયા રેડિયો લખનઉ માટે ગાવાનું શરુ કર્યું. લખનઉં સ્ટેશન ઉપર તેઓ મીર તાકી મીર, દાગ દેહલવી, જીગર મુરાદાબાદીની ગઝલો ગયા કરતાં હતાં. આ અવાજ મ્યુઝીક કંપની એચ એન્ડ વી સુધી પહોંચી. તેમણે એમના પહેલાં ગીતનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.અને પછી તેમણે તેમના પહેલાં ગીતસબ દિન એકસમાન નહિ થા, બન જાઉંગા ક્યાં સે ક્યાં મૈ, ઉસકા તો ધ્યાન નહિ થા.આ ગીત માટે તેમણે તલતને એ જમાનામાં ૬ રૂપિયા આપ્યા હતાં. સંગીત વિશ્વવિદ્યાલયમાં તાલીમ પૂર્ણ કર્યા પછી તે કલકત્તા ગયા અને ત્યાંની ફિલ્મ નિર્માણની સૌથી મોટી કંપનીન્યુ થીએટર્સએ તલતને અનુબંધિત કર્યા. તલત મહમૂદે કલકત્તા આવીને તેમનું નામ બદલીને તપન કુમાર કરી નાખ્યું અને આ જ નામ સે બાંગલા ફિલ્મોનાં કેટલાંય ગીત ગાયાં. પ્રસિદ્ધ ફિલ્મકર્તા પી.સી. બરુઆ એ તલત મહમૂદને ફિલ્મરાજલક્ષ્મી' માં અભિનય કરવાની તક આપી. આ ફિલ્મમાં તેમણે એક સાધુનો અભિનય કર્યો અને ગીતો પણ ગાયાં. એ પછી તલતજી મુંબઈ આવી ગયાં. ત્યાં જઈને તેમના ઘણાં સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. અને પછી અનીલ બિસ્વાસે તલતમાં રહેલી પ્રતિભાને ઓળખી લીધી અને તેમણે ગાવા માટે આમંત્રિત કર્યા. અનીલજીએ તેમણે ફિલ્મઆરઝૂ' માં ગાવાની તક આપી. એ પછી સંગીતકાર નૌશાદ પણ તલત પાસે પહોંચ્યા અને ફિલ્મબાબુલ' માં ગાવા માટે નિમંત્રણ આપ્યું.

તેમનું પહેલું હિટ ગીત હતુંતસ્વીર તેરા દિલ મેરા બહલા સકેગી. આ પણ એક ગેર-ફિલ્મી ગીત હતું જે ફૈયાજ હાશમીએ લખ્યું હતું. આ ગઝલ એટલી મુશ્કેલ હતી કે ભારતભરમાં તેમનું નામ ઓળખાવા લાગ્યું. જો કે તેમાં તેમનું જીવનનું ગુજરાન સહેલું ન હતું. પોતાના અવાજમાં આવતા કંપનને લીધે તેમને રીજેકટ કરવામાં આવતા. પણ આગળ જતાં આ જ કંપનભર્યો અવાજ તેમની ઓળખાણ બની.

તલત અને અનિલ બિસ્વાસની જોડી:

અનીલ બિસ્વાસ દિલીપ કુમારની ફિલ્મઆરજૂ' માં મ્યુઝિક આપવાનું કામ પૂરું કરી ચૂક્યા હતાં. પરંતુ તેઓ તલત મહમૂદ ના અવાજથી એટલાં પ્રભાવિત થયા હતાં કે તેમણે ડાયરેક્ટરને એક વધારે ગીત ઉમેરવા માટે મનાવી લીધા અને એ ગીતને તલત પાસે ગવડાવ્યું. દિલીપ કુમાર ઉપરનું આ ગીત તરત જ લોકોની જીબાન ઉપર ચડી ગયું. આ પછી તલતે પોતાના કરિયરમાં દિલીપ સાહેબ માટે કેટલાંય ગીતો ગાયાં.

૧૯૫૧માં અનીલ બિસ્વાસે એકવાર ફરીથી તેમની ફિલ્મઆરામમાટે તલત મહમૂદને આમંત્રિત કર્યા. આ ફિલમાં મહમૂદે એક અતિથી કલાકારના રૂપમાં અભિનય પણ કર્યો અને ગીત પણ ગાયું. તલત અને દિલીપ કુમાર એકબીજાના પર્યાય બની ચૂક્યા હતાં. એક ફિલ્મકાર એ.આર.કર્દારે બોલિવુડમાં પહેલી વાર તલતને મુખ્યઅભિનેતા બનાવ્યા અને એ ફિલ્મ હતીદિલ-એ-નાદાન'. આ સિવાય તેમણેસોને કી ચીડિયા' ‘વારીસ' જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતાનો રોલ ભજવ્યો. અભિનેતાના રૂપમાં અભિનેત્રી નૂતન સાથેસોને કી ચીડિયા' દિલમ તલતની છેલ્લી ફિલ્મ હતી. શમ્મી કપૂરના કહેવાથી તેમણે તેમનું ધ્યાન અભિનય પરથી હટાવી ગાયકી ઉપર કેન્દ્રિત કર્યું. ૧૯૫૪માં આવેલી ફિલ્મટેક્સી ડ્રાઈવરનું ગીતજાયે તો જાયે કહાં' સૌથી લોકપ્રિય ગીત બન્યું. એ પછી દેવાનંદની એક ફિલ્મ આવીદેવદાસ' કે જેની પ્રસિદ્ધિ પાછળ તલતની ગાયકીનો પણ એટલો જ ફાળો છે. તલત મહમૂદ ભારતના પહેલાં ગાયક હતાં કે જે વિદેશમાં જઈને શો કરતા હતાં. તેઓ ૧૯૫૬માં પહેલી વાર ઇસ્ટ આફ્રિકા શો માટે ગયા હતાં. ફિલ્મછાયાં' માં તલતે લતા મંગેશકર સાથે ગાયન કર્યું હતું. ૯ મે ૧૯૯૮ ના રોજ તેમનું મૃત્યુ થયું અને એક ભારતીય ચિરાગ બૂઝી ગયો પણ તેમનો દિવ્ય પ્રકાશ આજે પણ ફેલાયેલો છે. તલત મહમૂદની પ્રતિભાથી ગઝલને નવાબોના મેહખાનાથી અને મુઝરાવાળીઓના કોઠાથી અને શાયરોની મહેફિલથી નીકાળી આમ લોકો સુધી પહોંચાડી હતી. તેમણે ગઝલને સરળ બનાવી. મહાન ગાયન તલત મહમૂદે ૭૫૦ જેટલા ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો ગાયાં. હિન્દી અને બાંગ્લા સિવાય તેમણે અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયાં. તેમની ગાયકીનો અંદાજ એટલો વિસ્તૃત હતો કે તે ભાવનાના હરેક રંગને તેમના અવાજમાં સમેટી લેતા હતાં પછી ભલે તે ભમરાની ગુંજન હોય કે પછી કળીઓની બેવફાઈની સામે વિરોધ, નરમ રોમાન્સ હોય કે પછી રાંજાનો દર્દ. તેમના ચાહકો આખી દુનિયામાં ફેલાયેલા હતાં. તેમણે બે પાકિસ્તાની ફિલ્મોમાં પણ ગીત ગાયાં અને અનેક ભારતીય ફિલ્મોમાં અભિનય પણ કર્યો.

નૂરજહાં અને તલત મહેમૂદ:

સાલ ૧૯૬૧ની વાત છે. કરાંચીમાં એક કોન્સર્ટ થઈ હતી. તેને જોવા અને સાંભળવા લગભગ ૫૮ હજાર લોકો આવ્યા હતાં. એ કોન્સર્ટ પછી મલ્લિકા એ તરન્નુમ નૂરજહાંએ તે ગાયકને ફોન કર્યો. તેમને વિનંતી કરી કે હજી એક કોન્સર્ટમાં તેઓ ભાગ લે, જે લાહોરમાં થવાનો હતો. લાહોરના એ કોન્સર્ટમાં નૂરજહાં ગાવાની હતી. તેમણે ના પાડી દીધી કે વ્યસ્તતાઓને કારણે તે આ નહિ કરી શકે. નૂરજહાંને લાગ્યું કે કદાચ પૈસાને લીધે તેઓ ના પાડી રહ્યા છે. તેમણે તલતજીને કહ્યું કે હું તમને ખાલી ચેક મોકલું છું. તેમાં તમે તમારી મરજીથી રુપીયા લખી નાખજો. પરંતુ તેમણે વિનમ્રતાથી ના પાડી દીધી.

૧૯૮૨માં નૂરજહાં ભારત આવી. એક વાર ફરીથી તલત મહમૂદ સાથે મુલાકાત થઈ. બંને એ એક કોન્સર્ટમાં સાથે ગાયું. નૂરજહાંએ ગીત સાંભળ્યું અને કહ્યું, “તલતભાઈ, તમારા અવાજમાં હજી એ જ કશિશ છે.૨૧ વર્ષ પછી પણ નૂરજહાં એ જ તલત મહમૂદની વાત કરી રહ્યા હતાં, જેમણે પોતાનું કમિટમેન્ટ પૂરું કરવા બ્લેંક ચેકને ઠોકર મારી હતી.

***

જ્યારે તલત મહેમૂદે નૌશાદના ચેહરા પર સિગરેટનો ધૂમાડો ફેંક્યો….

ઘણાં લોકો મોહમ્મદ રફી, મુકેશ અથવા કિશોર કુમાર જેવું ગાઈ શકે, પરંતુ એ ખૂબ મુશ્કેલ હતું કે તમને કોઈ તલત મહેમૂદ જેવી મધુરતા અને નજાકત પેદા કરી શકે..

સંગીતકાર નૌશાદ રેકોર્ડિંગ પહેલા જો કોઈ ગાયક સિગારેટ પીવે એ તેને જરા પણ પસંદ નહોતું. જ્યારે તલત મહેમૂદની સિગારેટ પીવાની આદત હતી.બાબુલ' ફિલ્મનું ગીતમેરા જીવનસાથીના રેકોર્ડિંગના થોડા વખત પહેલા જ નૌશાદને ખીજવવા માટે તલતે સિગારેટ પીધી. માત્ર સિગારેટ પીધી એટલું જ નહીં, તેને નૌશાદના ચહેરા પર ધૂમાડો પણ છોડ્યો. ત્યારબાદ, નૌશાદે ક્યારેય તલત જોડે કામ ન કર્યું.

***

તલતને તેમના પ્રિય સંગીતકાર અને સુપરસ્ટાર કુંદનલાલ સાયગલ પ્રત્યે ખુબ જ આદર હતો. તેઓ કલાકો સુધી તેમના હાર્મોનીયન પર સાયગલ ના ગીતો ગયા કરતાં હતા તેમ છતાં તેમણે ક્યારેય તેમની નકલ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. થોડા સમય બાદ તેમણે એક કાર્યક્રમમાં મિર્ઝા ગાલીબની એક ગઝલનુક્તાચીન હૈ ગમ-એ-દિલપ્રસ્તુત કરી. સંજોગવશાત આ ગઝલ સાયગલે પણ અગાઉ ગાયેલી હતી. તલતને ઓલ ઇન્ડિયા રેડિયો લખનઉ તરફથી ગાવાની ઓફર મળી.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવો સમય હતો જ્યારે મન્ના ડે અને તલત મહમૂદ જેવા ગાયકોને સાઈડલાઈન કરવામાં આવ્યા. આવું હોવા છતાં આજે તેમને યાદ કરવાવાળાઓની અને તેમના કામને સન્માન આપવાવાળાઓની સંખ્યા ખાસી છે.

ભારતે તેના આ મહાન સુપુતને કેટલાંય પુરસ્કાર દઈને સન્માનિત કર્યા. ૧૯૫૨માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા. સંગીતકાર મદનમોહન ફિલ્મજહાં આરા' ના ગાયન માટે તલતને લેવા ઈચ્છતા હતાં અને પછી આ ફિલ્મના ગીતોમાં પાશ્વગાયન કર્યા પછી ફિલ્મી ગીતો ગાવાનું બંધ કર્યું અને ગેર ફિલ્મી ગીતો અને ગઝલો ગાવાનું શરુ રાખ્યું.

એક્ટર તલત:

ગાયન સિવાય તેમણે ૧૫ હિંદી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. તે પણ નૂતન, માલા સિંહા, સુરૈયાઆવી મોટી હિરોઈનો જોડે. જ્યારે તેમને એવું લાગ્યું કે એક્ટિંગમાં વાત નથી બની રહી ત્યારે તેમણે એક્ટિંગ છોડી દીધી.

જ્યારે અમુક વર્ષો પછી તેમને એક્ટિંગ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, “જનાબ, શું તમે મારી એ ભૂલને ભૂલી નહીં શકો? કોની ઈચ્છા નહીં હોય તે તેઓ દિલીપકુમાર બને?

તેમના ગાયનની સફરને તેઓ એટલા માટે જ ન જાળવી શક્યા કે, પોતાના ગાયનથી મળતી કીર્તિથી તેમને સંતોષ નહોતો અને તેઓ પોતાને એક સફળ અને સ્થાપિત અભિનેતા તરીકે પણ જોવા માંગતા હતા. તેઓ આટલાં સારા ગાયક હોવા છતાં તેઓ સારા અભિનેતા ન હતાં.આરામફિલ્મમાં તેઓશુક્રિયા એય પ્યાર તેરાગઝલ ગાતાં નજર આવ્યા. ત્યારબાદ સોહરાબ મોદીએમીનર્વાંનીવારીસમાં તેમને સુરૈયા જેવી ટોચની અભિનેત્રી સામે અભિનેતા તરીકે પ્રસ્તુત કર્યા તો બીજી તરફ એ.આર.કારદારે નવી નાયિકા ચાંદ ઉસ્માની સાથે તેમને રજુ કર્યા.ડાક બાબુ’,‘એક ગાંવ કી કહાનીવગરે જેવી લગભગ ૧૩ ફિલ્મોમાં તેઓ અભિનેતા તરીકે તો ચમક્યા પરંતુ તેને કારણે તેમની સંગીત કારકિર્દી એકદમ હાંસિયામાં ધકેલાઈ ગઈ. તે સમયે મોહમ્મદ રફી કેન્દ્રમાં આવવાં લાગ્યાં.

અભિનયથી ખાસ કાંઈ પ્રાપ્ત ન થવાનો અને ગાયકીમાં ઘણું બધું ગુમાવવાનું જ્ઞાન ૧૯૫૮માં બનેલીસોન ચીડિયાથી થયું. ઉર્દુની પ્રખ્યાત લેખક ઈસ્મત ચુગતાઈ ની વાર્તામાં અભિનેત્રી નરગિસનાં જીવનની છાપ જીવનની છાપ હતી. ઈસ્મત ચુગતાઈ ના પતિ શહીદ લતીફ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક હતાં. અભિનેત્રી તરીકે નુતન અને તેમની સામે બે અભિનેતાઓ તરીકે બલરાજ સાહની અને તલત મહમૂદ. સંગીતકાર ઓ.પી.નૈયરે જીદ પકડી કે તલત મહમૂદ ઉપર ફિલ્માવવામાં આવનારાપ્યાર પર બસ તો નહીંગીત રફી પાસે જ ગવડાવવામાં આવે. અંતે તલતે જયારે ફિલ્મ છોડી દેવાની ધમકી આપી ત્યારે જ તેઓને ગીત ગાવા મળ્યું.

તે સમય દરમિયાન જ બિમલ રોયમધુમતીબનાવી રહ્યા હતા. તેમાં સંગીતકાર સલીલ ચૌધરી દિલીપ કુમારના માટે તલત મહેમુદનો અવાજ લેવાં માંગતા હતા. પરંતુ તે સમય મુકેશ ખુબ જ મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થઇ રહ્યાં હતાં. તલતે સલીલ ચૌધરીને કહ્યું કે તેઓ પોતાની બદલે મુકેશને કામ આપે અનેમધુમતીમાં દિલીપ કુમાર માટે અંતિમ વખત ગીત ગાયું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED