યૂ ટ્યૂબ ગો - નો રસપ્રદ પરિચય Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યૂ ટ્યૂબ ગો - નો રસપ્રદ પરિચય

You Tube Go નો રસપ્રદ પરિચય

નમસ્કાર મિત્રો !!! પાછલાં અંકનો સારો પ્રતિસાદ મળ્યો ! ઘણા બધા અભિપ્રાયો પણ મળ્યા. મારું માનવું છે કે તમે બધા પ્રથમ અંકથી સંતુષ્ટ છો. તો આજે તમે ‘ખજાના’માં એક અનોખા મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી મેળવવા જઇ રહ્યા છો. આ એપ્લિકેશનનું નામ છે ‘YouTube Go !’ આ એપ્લિકેશન ગૂગલ માન્ય અધિકૃત એપ્લિકેશન છે જે સુરક્ષિત છે.

મોબાઈલને નુકસાન કરતા Vidmate અને TubeMate જેવા એપ્લિકેશનને દૂર કરી YouTube પરથી તમારા પ્રિય Video Downlod કરવાની સરળ અને સારી રીતે વિશે આજે જાણો... એ પણ ગૂગલના માન્ય એપ્લિકેશન દ્વારા.

આજના સમયમાં YouTube નો ઉપયોગ લગભગ તમામ કરતા હશો અને ખાસ કરીને અત્યારના યુવાનો તો YouTube ના દિવાના હશે.

પણ YouTube નો એક પ્રોબ્લમ છે, કે તમે તમારા મનપસંદ વિડિઓ સરળતાથી ડાઉનલોડ કરી શકતા નથી. હા, YouTube એક ઓપ્શન આપે છે Offline Download નો, પણ તે તમારા મોબાઈલના ‘સીસ્ટમ સ્ટોરેજ’માં સેવ થાય છે. મતલબ જો તમારી પાસે તમારા મોબાઈલની આંતરિક જગ્યા ઓછી હોય તો તમે એને Offline Save કરી શકતા નથી. ઉપરાંત તેનો બીજો ગેરફાયદો એ છે કે તમે તમારા વ્હાલા પરિજનો કે મિત્રો સાથે એ વિડીયોની આપ-લે કરી શકતા નથી. જે તમામ ને આંખમાં કાંકરીની જેમ ખૂંચતુ હોય છે.

આજે આ આર્ટિકલ વાંચ્યાંબાદ ઉપરના ફકરાનો છેલ્લો મુદ્દો તમારા માટે ખોટો રહેશે. કારણ કે આનો ઉકેલ ‘યૂટ્યૂબ’એ શોધી કાઢ્યો છે, પરંતુ હજુ એ બહુ પ્રખ્યાત થયો નથી. અને બીજું કે હું તમને આજે બે જુદી પદ્ધતિ શીખવીશ જેની મદદથી તમે આ કામ સરળતાથી કરી શકશો. અત્યારે આ લેખ વાંચતા વાંચતા જ તમારા મનમાં Vidmate અથવા તો TubeMate જેવા application નો ખ્યાલ આવ્યો હશે, પરંતુ આ application ના ઉપયોગથી તમારા જીવથી પણ વધારે વ્હાલા મોબાઈલ ફોનને તકલીફ પડતી હોય છે. અને એ માત્ર મોબાઈલમાં જ ઉપયોગી બને છે પણ કોમ્પ્યુટર કે લેપટોપનું શુ ?? તેથી આવા અનઅધિકૃત એપ્લિકેશનનો ઉપયોગ ટાળશો તો તમારા પપ્પાના ખિસ્સા માટે સારું રહેશે !!

આજે હું તમને આવી બધી માથાકૂટ વગર તમારા મનપસંદ વિડિઓ સરળતાથી ડાઉનલોડ કરતા શીખવાડવા જઈ રહ્યો છું.

આ ડાઉનલોડ કરવાની સેવા Savefrom.net અને ગૂગલના તાબા હેઠળ આવતા YouTube ના એક એપ્લિકેશન YouTubeGo દ્વારા પુરી પાડવામાં આવે છે.

અહીં તમને પ્રશ્ન જરૂર થશે કે ક્યાં YouTube અને ક્યાં Savefrom.net ! બન્ને વચ્ચે શું કનેક્શન ?? પરંતુ કનેક્શન છે !! પણ એક વાત છે, કે તમારે આ કનેક્શન માટે YouTube એપ્લિકેશનને બદલે કોઈ પણ બ્રાઉઝ નો પ્રયોગ કરવાનું રહેશે.

જ્યારે તમે તમારા મોબાઈલ ફોનના કોઈ પણ બ્રાઉઝરની અંદર YouTube ને ચાલુ કરશો ત્યારે તે YouTube એપ્લિકેશનની જેમ જ ખુલશે અને ત્યાર બાદ તમે તેમાં આખી દુનિયામાંથી તમને ગમતી વસ્તુ જોઈ શકશો. જો તે વસ્તુ જોતાં જોતાં તમને ગમે, અને તેને પોતાની પાસે સાચવી રાખવાનું મન થાય, અથવા તો કોઈ બીજી વ્યક્તિને મોકલવું હોય તો તમારે નીચે મુજબ કામ કરવાનું રહેશે...

1. તમારા બ્રાઉઝરમાં ઉપર આવેલ Url box પર ક્લીક કરવું

2. હવે તે box ની અંદર એક લિંક દેખાતી હશે...

3. તે link માં સૌથી આગળ જવું..

4. ત્યાં http//:m.youtube...... આવી કંઇક લિંક જોવા મળશે

5. હવે તમારે આ link માથી http//:m. આટલુ દૂર કરી અને SS લખવાનું રહેશે...

6. હવે તમારી લિંક કંઇક અંશે આવી દેખાશે ssyoutube.....

7. ત્યાર બાદ Go પર ક્લિક કરો. આમ કરવાથી એક નવું page ઓપન થશે.

8. હવે તે page નો દેખાવ આ પ્રકાર નો હશે.

9. હવે તમારે કેવી clarity માં download કરવું છે તેના માટે ઘણા ઓપ્શન જોવા મળશે જેવા કે (mp4 1080, mp4 720, mp4 320, mp4 HQ , 3GP ,mp3 વગેરે)

આમ, તમને જેવી દૃશ્યતા વાળું ડાઉનલોડ કરવું છે તે ઓપ્શન પર ક્લિક કરો.

તમારા એક ક્લિકથી ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને ડાઉનલોડ થયા પછી જો તમે ઈચ્છો તો તેને તમે બીજા કોઈ વ્યક્તિને મોકલી શકવા પણ સમર્થ રહેશો. આ જ પદ્ધતિ તમે તમારા કોમ્પ્યુટર, લેપટોપ કે ટેબ્લેટમાં પણ કરી શકશો.

અને હા, આમ કરવાથી તમારા વ્હાલા મોબાઈલને કે કોઈપણ બીજા ઉપકરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં....

આ તો વાત થઈ savefrom.net ની, પણ હવે મુખ્ય મુદ્દા પર આવું તો માત્ર ભારત દેશ માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપની ‘ગૂગલ’એ એક એવું એપ્લિકેશન બનાવ્યું છે જે ભારતીયો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે હજુ આ એપ્લિકેશનનું બીટા વર્ઝન આવ્યું છે. મતલબ કે આ એપ્લિકેશન હજુ ડેવલોપ થઈ રહી છે. તે એપ્લિકેશનની અંદર હજુ સુધારા વધારાનું કામ-કાજ ચાલુ છે. પણ આ એપ્લિકેશન ‘પ્લે સ્ટોર’ પર ઉપલબ્ધ છે.

આ આપ્લિકેશનમાં ‘ગૂગલ’એ એક તિરથી બે નિશાન સાધ્યા છે. પ્રથમ તો પેલું Offline Download હંમેશા ફોનની આંતરિક જગ્યામાં થતું, પરંતુ આ એપ્લિકેશનના પ્રયોગથી સેવ કરેલ વીડિયો તમારા ફોનની બાહ્ય જગ્યા એટલે કે મેમરી કાર્ડમાં પણ સેવ થાય છે જેથી હવે જગ્યાનો પ્રશ્ન ત્યાં જ પૂરો અને બીજું નિશાન એ કે તમે ડાઉનલોડ કરેલી કૃતિ તમે બીજા કોઈ વ્યક્તિને મોકલી શકો છો. આ એપ્લિકેશન ફાઇલને મોકલવા તમારા મોબાઈલના બ્લુટુથ અને ગરમસ્થળ એટલે કે ‘હોટસ્પોટ’ નો ઉપયોગ કરે છે. અને બીજા એપ્લિકેશનની માફક ફાઇલને એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં વહેતી કરે છે.

આ એપ્લિકેશન યૂટ્યૂબની જેમ જ કાર્ય કરે છે. અહીં દરેક પ્રકારના વિડિઓ હાજર રહે છે અને જુદી જુદી સ્પષ્ટતામાં તમે આ વીડિયોને ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન સરળ અને સુરક્ષિત હોવાની સાથે ઝડપી પણ છે. હમણાં ‘4જી’ના જમાનામાં જો કોઈ કામ ઝડપી ના થાય તો શું અર્થ ? તેથી આ વિકાસશીલ એપ્લિકેશન YouTube Go નો ઉપયોગ કરો. તેના આવા કાર્યને પ્રોત્સાહિત કરો અને અવનવા વિડિઓની મહેફિલ તમારા મિત્રો કે પ્રિયજનો જોડે માણતા રહો. ઉપર જણાવ્યા પ્રમાણે આ એપ્લિકેશન ગૂગલની હોવાથી અધિકૃત છે, તેથી તમારા મોબાઈલને નુકશાન થવાની સંભાવના નહિવત છે.

કોમ્પ્યુટર કે લેપટોપના ‘ગૂગલ ક્રોમ’ બ્રાઉઝર માટે આ YouTube Go નો Add-on મળી રહે છે. તેથી નિશ્ચિત થઈ તમારા વિવિધ ઉપકરણો પર મનોરંજન માણતા રહો !!! દર મહિને આ ‘ખજાનો’ ખોલતા રહો અને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતા રહો !

- ઉદય ભાનુશાલી

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)