"યાર, પાટીૅ તો આપવી જ પડશે" રોહને સોહમ ને કોન્ગ્રેચ્યુલેટ કરતા કહયુ.
" ચોક્કસ , સાંજે મળીઍ, સમીર અને મયંક ને પણ ફોન કરી દઉ છુ, મળીએ બાય." સોહમે કહ્યુ
સોહમ અને ઍના માતા-પિતા ખુબ ખુશ હતા, સોહમ ને અૅક નામી મલ્ટી નેશનલ કંપની મા મેનેજર ની પોસ્ટ મળી હતી. સોહમ , રજતભાઇ અને અરુણાબેન નુ ઍક માત્ર સંતાન હતો અને ભણવામા પહેલે થી જ હોનશિયાર હતો. રજતભાઇ શહેર ની પ્રખ્યાત શાળા ના પ્રિન્સિપાલ હતા. પુત્ર ની પહેલી જોબ ની સફળતા થી તેઑ ખુશ હતા.
"મમ્મી આજે સાંજે હું અને મારા મિત્રો બહાર જવાના છીઍ, મારી ફસ્ટૅ સેલેરી ની પાટીૅ માટે, આપણી કાર લઇ જઇશ, પપ્પા સાથે વાત કરી લીધી છે" સોહમે કહ્યુ. "ભલે બેટા, ઍન્જોય " કહેતા અરુણાબેન રસોડા તરફ વળ્યા.
સાંજે સોહમ ઍના દોસ્તો ને લઇ ઍમની ઑલટાઇમ ફેવરેટ ફુડ રેસ્ટોરેન્ટ પર પહોચી ગયો, ઍ લોકો પાટીૅ ઍન્જોય કરી, ખુબ ગપ્પા માયાૅ. રાત ના અગિયાર વાગી ચુક્યા હતા.
સોહમે કહ્યુ " ઇટ્સ લેટ ગાય્ઝ આપણે નીકળવુ જોઈઍ "
બધા સહમતિ દાખવી ગાડી મા બેઠા. સોહમ ડ્રાઇવ કરી રહ્યો હતો, રાત થઇ ગઇ હોવાથી મોટા ભાગ ના રસ્તા ઑ શાંત હતા
બહુ ઑછા વાહનો ની અવરજવર હતી. સોહમ અને ઍના મિત્રો મજાક મસ્તી કરતા આગળ વધતા જતા હતા. ઍવામા મિત્ર સમીર ને મજાક સુઝી તેણે સોહમ ને કહ્યુ," યાર શુ બળદગાડી ની જેમ ડ્રાઇવ કરે છે , સ્પીડ વધાર" આ સાંભળી બાકી ના મિત્રો પણ મસ્તી મા આવી ગયા " આજે ક્યા પપ્પા સાથે છે તો બીવે છે" " કમ ઑન યાર આજે તારી સફળતા ને સેલીબ્રેટ કરી ઍ , લાઇક ધૂમ સ્ટાઇલ" "ઍમ પણ રસ્તા ખાલી જ છે ને! "
બધા ના આગ્રહવશ થઇ સમીરે સ્પીડ વધારી , હજી બધાની મસ્તી ચાલુ જ હતી, હવે સમીર ને પણ મજા આવવા લાગી તેણે હજી સ્પીડ વધારી અને આગળ વધવા લાગ્યા.
સોહમ ની કાર સ્પીડ મા આગળ વધતી જતી હતી. અચાનક વળાંક પર ઍક સાઇકલ ચાલક, સોહમ કઇ સમજે ઍ પહેલા અડફેટ મા આવી ગયો, સોહમે બ્રેક મારી પણ ગાડી રોકાય ઍ પહેલા તો સાયકલ ચાલક અડફેટ મા આવી ગયો હતો. ગાડી રોકાતા જ સોહમ અને ઍના મિત્રો ગાડી બહાર ઉતયાૅ,પેલા ચાલક પાસે દોડી આવ્યા. ઍને ગંભીર રીતે ઘવાયેલો જોઈ ઍમના હોંશ ઉડી ગયા.
મયંક બોલ્યો " ચાલો ભાગી જઇઍ, આ મરી ગયો તો ફસાઇ જઇશુ" સોહમ બોલ્યો " કેવી વાત કરે છે, મયંક , આપણે ઍને જલદી થી હોસ્પિટલ પહોચાડવો જોઇઍ."
રોહન પણ બોલ્યો, " આપણે આને આ હાલત મા ન છોડી શકીઍ, ચાલો જલદી હોસ્પિટલ" ચારેય મિત્રો ઍને લઇ હોસ્પિટલ ગયા. ઍને ઇમરજન્સી વોડૅ મા દાખલ કરાયો. સોહમ મન મા ને મન મા ખુબ પસ્તાવા લાગ્યો, કાશ મે મસ્તી મા ગાડી ની સ્પીડ આટલી વધારી ન હોત તો આ અકસ્માત ન થાત.
આ તરફ સોહમ પાછો ન ફરતા રજતભાઇ ઍ ફોન કયોૅ. સોહમ પાસે સાચુ કહેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો, ઍણે આખી ઘટના કહી દીધી. રજતભાઇ અને અરુણાબેન હોસ્પિટલ દોડી આવ્યા.
ડોક્ટરે જણાવ્યુ કે "પેશન્ટ ને હાથ અને પગે ફ્રેક્ચર છે તાત્કાલિક ઑપરેશન કરવુ પડશે, ઍમના સગા ક્યા છે" રજતભાઇ ઍ ડોક્ટર ને આખી ઘટના સમજાવી, ઍમની શહેર મા સારી ઑળખ હોવાથી ડોકટર ઑપરેશન માટે રાજી થયા. રજતભાઇ ઍ હોસ્પિટલ ની બધી ફોમાૅલિટીઝ પતાવી.
ચાલક ના આઇકાડૅ અને કપડા પરથી ખબર પડી કે ઍનુ નામ સુરેશ છે અને શહેર ની કોઇ સોસાયટી મા વોચમેન તરીકે ફરજ બજાવે છે, અને ઍ સમયે લગભગ નાઇટ ડ્યુટી માટે નીકળ્યો હશે. ઍના નંબર પરથી ઍના ઘરે ખબર કરવામા આવી.
ઍકાદ કલાક બાદ ત્રીસેક વષૅ ની ઍક સ્ત્રી , દસેક વષૅ ની છોકરી ને લઇ આક્રંદ કરતી આવી પહોચી, અરુણાબેને ઍને શાંત પાડી. સોહમ , ઍના માતા- પિતા, ઍના મિત્રો , ચિંતા અને પ્રાથના કરતા હોસ્પિટલ મા રોકાયા.
બીજા દિવસે સવારે દસેક વાગ્યે ડોક્ટરે કહ્યુ " ઑપરેશન સફળતા પૂવૅક પતી ગયા છે, ચિંતા ની કોઇ વાત નથી, કલાક બાદ પેશન્ટ ને હોશ આવી જશે, ત્યારબાદ તમે પેશન્ટ ને મળી શકો છો " આ સાંભળી સૌ ને થોડી રાહત થઇ, અરુણાબેને ભગવાન નો પાડ માન્યો.
થોડા સમય બાદ પૈશન્ટ ને હોશ આવ્યો, બધા રુમ મા દાખલ થયા. પતિ ની આવી હાલત જોઈ પેલી સ્ત્રી અને ઍની દીકરી ફરી રડવા લાગ્યા. રજતભાઇ દિલ થી નરમ પણ શિસ્ત ના હમેશા આગ્રહી હતા. સુરેશ ની આ હાલત બતાવતા તેમણે સોહમ ને કહ્યૂ " જો તારી ભુલ ના કારણે આ હરતો- ફરતો પોતાના કુટુંબ નુ ગુજરાન ચલાવતો માણસ પથારીવશ પડ્યો છે, તારી સ્પીડ ની મજા , આના માટે કેટલી મોટી સજા બની ગઇ " આ સાંભળી સોહમ ની આંખ માથી આંસુ સરી પડયા.
રજતભાઇ ઍ પેલી સ્ત્રી ને કહયુ " મારો દીકરો તમારો ગુનેગાર છે તમે ઍને ચાહો તે સજા આપી શકો છો"
પેલી સ્ત્રી બોલી " અમે ગરીબ શુ કોઇ ને સજા આપવાના, આ ભાઇ ઍ સમય પર મારા પતિ ને હોસ્પિટલ પહોચાડ્યા અને સારવાર કરાવી અને ઍ જીવે છે ઍટલુ જ બૌ છે, બાકી આજકાલ અકસ્માત કરી ક્યા કોઇ ઉભુ રહે છે"
આ સાંભળી કયારનો શાંત ઉભેલો સોહમ બોલ્યો, " સજા તો હુ ભોગવીશ, જ્યા સુધી સુરેશભાઇ સારા ન થાય ત્યા સુધી ઍમની અને ઍમના કુટુંબ ની જવાબદારી મારી, અને ઍ સારા થાય ઍટલે ઍમને નવી જોબ શોધી આપવાની જવાબદારી પણ મારી, કદાચ આ કરીને હુ મારા દ્વારા થયેલી ભુલ નુ થોડુ ઘણુ પ્રાયશ્ચિત કરી શકુ" અને હવે થી હુ સાવધાની પૂવૅક ડ્રાઇવ કરીશ અને બીજા ને પણ આ માટે જાગ્રુત કરીશ."
"અમે પણ તારી સાથે છીઍ" ઍના મિત્રો બોલી ઉઠ્યા.
રજતભાઇ ગવૅભેર પોતાના પુત્ર ને જોતા રહયા.