નસીબ Falguni Maurya Desai _જીંદગી_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ

નીરજ ની આંખો ફરી રસ્તા પર સ્થિર થઈ. એ આજે પણ પેલી અજાણ યુવતી ની રાહ જોઇ રહ્યો હતો. થોડી વાર મા જ એ બ્લુ કાર આવી ઉભી રહી. એક યુવતી સ્કાફૅ અને સનગ્લાશ સાથે કાર માથી ઉતરી અને રાબેતા મુજબ પોતાની સાથે લાવેલા ફુડ પેકેટસ પેલા ભિખારીઓને આપવા લાગી.

ભિખારીઓ પણ જાણે એની રાહ જોઇ રહ્યા હોય એમ પહેલે થી જ મંદિર પાસે ગોઠવાઇ ગયા હતા.

આ ક્રમ કેટલા સમય થી ચાલતો હતો એ નીરજ ને ખબર ન હતી પણ જ્યાર થી એણે પોતાની કન્સ્ટ્રંકશન બિઝનેસ ની ઓફિસ એન.જી રોડ ના કોમ્પ્લેક્શ મા શીફ્ટ કરી હતી એના થોડા સમય બાદ થી એણે આ યુવતી ને દર સોમવારે અને ગુરુવારે અચુક પણે અહી આવતા જોઇ હતી. નીરજ ને એ નવાઇ લાગતી હતી કે આ કળિયુગ મા આટલી નાની ઉંમર મા, દાન-પુણ્ય મા કોઇ આટલો વિશ્વાસ રાખતુ હોય.

નીરજ ને એના વિશે જાણવાની જીગ્નાસા થતી એ એનુ ઝીણવટ પુર્વક અવલોકન કરતો. પચ્ચીસ - છવ્વીસ વષૅ ની લાગતી યુવતી દેખાવે સુંદર હતી. એના પહેરવેશ અને વ્યવહાર પર થી સારા ગભૅ શ્રીમંત પરિવાર ની લાગતી હતી.

ભિખારીઓ સાથે પણ ખુબ પ્રેમ થી વાત કરતી. નીરજ એની ઓફિસ મા થી આ બધુ જેાઇ રહેતો. 

ફરી સોમવાર આવ્યો. એ બ્લુ ગાડી આવી પહોંચી. એ યુવતી કાર માથી ઉતરી, આજે સફેદ રંગની સલવાર કમીઝ મા એ વધુ સુંદર લાગી રહી હતી.એણે હમેશ મુજબ દાન કયુૅ. અને પાછી જવા કાર મા બેઠી. કાર સ્ટાૅટ ના થઇ. ફરી કેટલી કોશિશ કરી પણ કાર સ્ટાૅટ ના થઇ.યુવતી કાર માથી બહાર આવી ઉભી રહી્ કદાચ મદદ માટે કોઇ ને ફોન કરી રહી હતી. નીરજ ને મદદ કરવાનો વિચાર આવ્યો. એ ઓફિસ થી બહાર નીકળ્યો અને સીધો જ એ યુવતી પાસે પહોચી ગયો.

" શુ થયુ ? કાર બગડી? " નીરજે પુછયુ

" હા" યુવતી એ ટુંક મા જવાબ આપ્યો

"હુ તમારી મદદ કરી શકુ. મારી પાસે નજીક ના ગેરેજ વાળા નો નંબર છે તમે કહો તો એને બોલાવી લઉ"

" કેમ" તમે કેમ મારી મદદ કરશો?"

"એક માણસ ની બીજા માણસ પ્રત્યેની માણસાઈની ફરજ ને લીધે, એ જ મદદ જે તમે દર વખતે અહી ના લોકો માટે કરો છો એ જ રીતે, નિસ્વાૅથ ભાવે"

યુવતી હસી ને બોલી

" કોણે કીધુ હુ આ બધુ નિસ્વાથૅ પણે કરુ છુ"

નીરજે કહયુ " શુ"

યુવતી બોલી " કઇ નહી, તમે ફોન કરો, તમારી માણસાઇ ની ફરજ પુરી કરો" અને બંને હસી પડયા

નીરજે ફોન કયૉે અને પછી એ યુવતી ને કહયુ " મિકેનિક આવતા થોડો સમય લાગશે, આમ બહાર ઉભા રહો એના કરતા મારી ઓફિસ મા વેઇટ કરો".

યુવતી એ થોડો વિચાર કયૉે પછી હામી ભરી.

"આવો... બેસો.. " નીરજે એને આવકારતા કહ્યુ.

"આઇ એમ નીરજ શાહ"

" સુહાની.. સુહાની ગગૅ"

બંને એ પોતાનો પરિચય આપ્યો

" ચા લેશો કે કોફી"?

"કઇ નહી" સુહાની એ ના પાડતા કહયુ.

ગાડી ઠીક થતા હજી વાર લાગશે, અને અહી ની કોફી સારી આવે છે.

" ઓ.કે કોફી ચાલશે" યુવતી બોલી

" તમે બહુ સારુ કાયૅ કરી રહ્યા છો અને ખરેખર નસીબદાર છો કે આમ કરવાનો મોકો મળે છે." નીરજે કહયુ.

" નસીબદાર".. કોણ હુ?... આટલુ જોઇને તમે મને કઇ રીતે નસીબદાર કહી શકો મિ. શાહ,

ક્યારેક આપણે જેવુ વિચારતા હોઇએ એવુ નથી હોતુ, કદાચ આ દુનિયા મા હુ સૌથી કમનસીબ છુ, અને આ દાન પુણ્ય કરવામા પણ મારા બે સ્વાથૅ છે કે એક તો મારા મનને ખુશી અને શાંતિ મળે છે, મારી એકલતા દુર થાય છે" સુહાની બોલી

" એટલે?" તમે એકલા છો? મમ્મી પપ્પા ભાઇ-બહેન??

નીરજે પુછયુ

" પળ વાર મા હતા ન હતા થઈ ગયા. બે વષૅ પહેલા એક ટ્રેન દુઘૅટના મા મા બાપ અને ભાઇ ને ગુમાવી ચુકી છુ"

" ઓહ આઇ એમ સો સોરી" નીરજે કહયુ

"ઇટસ ઓકે, ..... મને મારા ખરાબ નસીબ ની આદત છે.

અને બીજો સ્વાથૅ એ છે કે આ દાન-પુણ્ય થી કદાચ મારો બીજો જન્મ સુધરી જાય" સુહાની બોલી

" અરે બીજા જન્મ ની વાત શા માટે, ગમે તેટલા ઊંડા ઘા હોય, સમય જતા રુઝાય જ છે.અને તમારી સામે તો આખી જીંદગી પડી છે" નીરજ બોલ્યો

સુહાની કુત્રિમ હસી અને બોલી, " એટલો સમય જ કયા છે"

નીરજે પુછ્યુ, "શુ"

મે કહયુ ને મિ.શાહ આપણે જેવુ વિચારી એ એવુ હોતૂ નથી.ઘણી વાર જીંદગી એવા ઝંઝાવાતો મા મુકી દે છે કે આપણી આશા ઓ, સપનાઓ, ઇચ્છાઓ બધુ ફંગોળાઇ જતુ હોય છે, બસ પછી તો માત્ર મૃત્યુ જ મુકતિ અપાવી શકે "

અરે..!

નીરજ કઈ બોલે એ પહેલા મિકેનિક ગાડી ઠીક કરી ચાવી આપવા આવી ગયો.

સુહાની નીરજ નો આભાર વ્યકત કરી જતી રહી. નીરજ વિચારતો રહયો.

પછી ના બે મહિના સુધી સુહાની દેખાઇ નહી. એ બ્લુ કાર આવતી પણ કોઇ માણસ આવતો, ફુડ પેકેટ્સ આપી જતો રહેતો.

એક દિવસ નીરજે એ માણસ ને સુહાની વિશે પુછયુ. એ માણસે કહયુ " સર, મેડમ ની તબિયત ખરાબ રહેતી હતી, એમને કેન્સર હતુ, ગયા મહિને જ અવસાન પામ્યા, મને અને મારી ફેમિલિ ને અડધી સંપતિ આપી અને અડધી અનાથાલય ને અને ઘરડાઘર મા આપી, મારા પિતા વષૉેથી એમના ઘરે કામ કરતા. મૅડમ મને ભાઇ માનતા હતા. ખુબ પ્રેમ થી વતૅતા. મેડમ ની આ દાન પ્રથા આખી જીંદગી ચાલુ રાખીશ, મેડમ ખુબ સારા હતા પણ એમનુ નસીબ જ ખરાબ હતુ.

નીરજ આઘાત ની લાગણી અનુભવી રહયો. કેટલાય દિવસો સુધી સુહાની ની વાતો નીરજ ના અંતરમન મા પડઘાતી રહી.

' કરમ ની કઠિણાઇ કે વિધાતા ના લેખ હશે,

કિનારે પહોચી ડુબ્યા અમે, નસીબ ના જ ખેલ હશે '

પંક્તિ વાતાૅ - ફાલ્ગુની મૌયૅ દેસાઈ